સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કરુણા – જિગીષ પરીખ.

        મારું હાલનું નીવાસસ્થાન  ટેક્સાસ રાજ્યની રાજ્ધાની ઓસ્ટીન છે. અને તે “હીલ કન્ટ્રી ઓફ ટેક્સાસ”  તરીકે નામે પ્રખ્યાત છે. આમ તો અમેરીકામાં ચોક્ખાઈ આંખે ઉડીને વળગે એવી હોય છે; પણ રાજ્ધાની હોવાના કારણે ઓસ્ટીનની રોનક કંઈ ઓર જ છે. આ ઓસ્ટીનમાં ઠેક-ઠેકાણે ‘ રનીંગ ટ્રેઈલ ‘ , એટલે કે દોડવા માટેના ખાસ નાના રસ્તા છે. શાંત અને રમણીય કોલોરાડો નદીના કીનારે બન્ને બાજુએ, શહેરના એક છેડેથી બીજા છેડે સુધી, દોડવાના આવા રસ્તા હોય છે; અને ઘણી જગાએ સરસ મજાના, ગીચ ઝાડોની વચ્ચેથી પસાર થતા હોય છે. પાછાં વચ્ચે વચ્ચે પીવાના પાણીના ‘ફાઉન્ટન ‘ અને નહાવાના ‘ ઓપન શાવર’  પણ હોય.  દોડ્યા પછી પહેરેલ કપડે જ પાણીની ચકલી ચાલુ કરીને, નીચે ઉભા રહીએ, એટલે ઠંડક લાગે અને થાક ઉતરી જાય.

       મજાની વાત એ કે, દોડવું હોય ભલેને ૨ માઈલ; પણ એના માટે થઈને ૨૦ માઈલ દુરથી ગાડી ચલાવીને, ગેસ ( પેટ્રોલ!) બાળીને લોકો આવે. આટલી બધી સ્વાસ્થ્ય અંગે સભાનતા. અને પાછું બીજું એ કે, અહીં તમે ગમે તે રસ્તાની બાજુમાં દોડી ન શકો. અમુક રસ્તાઓ પર તો સ્પશ્ટ લખેલું હોય કે ‘ વોકીંગ, રનીંગ કે સ્કેટીંગ કરવા મંજુરી નથી. ભંગ કરનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. ‘ એટલું જ નહીં, પોલીસ તમને એ રસ્તા પર ચાલવા બદલ ટીકીટ ( કોર્ટમાં જવાની કંકોતરી! ) આપી શકે . અને હા, બધાય માળા દોડવા માટેના ખાસ ફીટમ્-ફીટ કપડાં પહેરીને જ આવે.

       આ મારા બેટા ધોળીયાઓ દોડે બહુ હોં !  મારી એક અમેરીકન મીત્ર ‘શાના’ એ મને આ દોડવાના ‘ ટ્રેઈલ ‘  બતાવ્યા. એ તો મારી બેટી, સતત ૧૦-૧૦ માઈલ દોડે. અંદાજે ૧૬  કીલોમીટર!  મને થાય કે, ‘ધન્ય છે આ દેશને, જ્યાંની સ્ત્રીઓ પણ આટલી મજબુત છે!’  આપણાં દેશમાં કદાચ છોકરાઓ પણ આટલું ના દોડે. વાંક એમનો નથી.  વાંક ઉછેરમાં રમત-ગમતને પુરતું પ્રાધાન્ય ન આપવાનો છે. મને યાદ છે – મારી મમ્મીએ મને ઘણી વાર ‘ હોમવકૅ બહુ છે; પતશે નહીં’  એમ કરીને સાંજે રમવા જવાની ના પાડી જ હોય. શીક્ષકો એક રમત રમીને ‘ સ્કોર કાર્ડ ‘ લાવવાનું  હોમવકૅ આપે તો કેવું ?! 

          હશે, એ વાત જવા દો.

          આ અમેરીકન ચીઝ મારા શરીરને બરાબર માફક આવી ગઈ છે. સાચું કહો તો, કોને માફક નથી આવતી ? ઈન્ડીયામાં ભરપેટ, અને વજનની ચીંતા કર્યા વગર, બીન્ધાસ્તપણે દેશી ઘી ખાનારા કંઈ એમને એમ અહીં આવીને કેલરી-કોન્શીયશ નથી થઈ જતા !એક’દી આ વણનોતર્યા મહેમાન એવા, ચરબીના થરને દુર કરવા, મેં નીયમીત રીતે દોડવા જવાનું નક્કી કર્યું.  શાનાએ મને સાથ આપ્યો. હું કે શાના દોડવામાં એક્લા નહોતા. બીજા સેંકડો લોકો પણ આ  ટ્રેઈલ પર દોડવા આવેલા હતા. 

         હું જ્યારે પહેલી વખત ગયો’તો ત્યારે, ઘરમાં પહેરવાનું ધોયેલું ટી-શટૅ અને બરમુડા ચડ્ડી પહેરીને ગયો હતો. આપણને એમ થાય કે  ‘માળું હારું; દોડવા માટે કંઈ મુળાના પતીકા જેવા, મોંઘા પાડનાં ૪૦-૫૦ ડોલરના  કપડાં તે લવાતાં હશે ?  એટલામાં તો દેશમાં ઘરમાં બધાને સારું એક-એક જોડ દીવાળીનાં કપડાં આવી જાય !  ‘

        પણ ભાઈ,દેશ એવો વેશ, અહીં રહેવું તો અહીંનાંની જેમ રહેવું. તો જ તમે હળી મળી શકો; નહીં તો એકલા અટુલા પડી જાઓ.

        એક દીવસ દોડતાં દોડતાં એક નાનો પ્રસંગ આંખે ચઢી ગયો, અને યાદ રહી ગયો.

         એક જુવાન સ્ત્રી-પુરુષ રસ્તાની બાજુમાં ઉભા હતા. પતી-પત્નીના બદલે સ્ત્રી-પુરુષ શબ્દ હું સમજીને વાપરુ છું.  કારણકે અહીંની સંબંધોની સીસ્ટમ, આપણી સમજની બહારની હોય છે. જ્યાં સુધી પાકે-પાયે ખબર ના હોય ત્યાં સુધી પતી-પત્ની કરતાં, સ્ત્રી-પુરુષ કહેવું વધુ ઉચીત ગણાય !  બન્ને જણાએ રનીંગ સુટ પહેરેલાં હતાં.  સ્ત્રીને જોતાં જ જણાઈ આવતું હતું કે તે ગર્ભવતી  હતી. પુરુશના હાથમાં પટ્ટો હતો; અને એના બીજા છેડે એક નાનું કુતરું બાંધેલું હતું. નાનું એટલે કેવડું?  ત્રણ વેંતથી વધારે નહીં હોય.  વજન બે કીલોગ્રામ તો હદ થઈ ગઈ! 

       હવે બન્યું એવું કે બન્ને જણા વાતોમાં મશગુલ થઈ ગયા હશે, તે એ ભાઈશ્રીની પટ્ટા પરની પકડ ઢીલી થઈ ગઈ.  કુતરાભાઈ માટે તો ‘ ભાવતું’તું ને વૈદે કીધું’  એના જેવો ઘાટ થયો.  તે તો પકડ છોડાવીને ફટાક કરતા દોડ્યા રસ્તા પર. માંડ ૫૦ ફુટ દુરથી એક ગાડી ખાસ્સી ઝડપથી આવતી હતી,. અહીં તો પાછા બધા માઈકલ શુમાકરના પીતરાઈ ભાઈઓ નહીં? ! પેલા ભાઈ દોડયા કુતરાને બચાવવા. સમયસર ઉંચકીને તેને બીજી જ ક્ષણે બાજુ પર ખસી ગયા. કુતરા પર ખીજ કાઢવા માટે એને જોરથી બે ત્રણ ટપલીઓ મારી દીધી. 

           મારી બાજુમાં ઉભેલી શાના કહે, “પુઅર ડોગ,આઈ ફીલ સોરી ફોર હીમ.”

           બરાબર એજ વખતે મારી નજર પેલી સ્ત્રી ઉપર પડી. જ્યારે એનો મીત્ર પેલા કૂતરાને બચાવી રહ્યો હતો,  ત્યારે એણે ખીસ્સામાંથી સીગારેટ કાઢીને સળગાવી. મને થયું – ‘ આ અમેરીકન માતાને એના ઉદરમાં ઉછરતા બાળકની ચીંતા નહીં થતી હોય?’  મેં શાનાને આ વાત કહી. અને પછી ઉમેર્યું –  “આઈ ફીલ સોરી ટુ ફોર ધ ચાઈલ્ડ.”

           અને શાનાએ હકારમાં માથું ધુણાવ્યું.

           હતી તો બન્ને કરુણા જ – એક ભારતીય અને એક અમેરીકન.

જિગીષ પરીખ

     જિગીષ ૨૪ વર્ષીય, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર છે. (મારો ધંધાકીય પીતરાઈ! ) એક મીત્રની પ્રેરણાથી તેણે પોતાના જાત અનુભવનો આ પ્રસંગ ટાંક્યો છે. અમેરીકન સમાજ અને રહેણીકરણી વીશે આપણે દેશમાં બહુ ઓછું જાણીએ છીએ. અને જે જાણીએ છીએ, તે પણ ઘણા પુર્વગ્રહો અને ખોટી માહીતીના આધાર પરથી હોવાને કારણે બહુ સીમીત હોય છે.

      આવા પ્રસંગો વધુ વાંચવા મળે તે બહુ જરુરી છે. બીજા મીત્રોને પણ પોતાના અનુભવો સૌની સાથે વહેંચવા ઈજન છે. 

Advertisements

8 responses to “કરુણા – જિગીષ પરીખ.

 1. Chirag Patel સપ્ટેમ્બર 28, 2007 પર 12:59 પી એમ(pm)

  હા, આવા પ્રસંગો અને અનુભવો ઘણાં બધાં પુરાણા ખ્યાલો દુર કરી શકે!

  જિગીષ અભીનંદન! વર્ણન સર કર્યું છે. અંત થોડો રસભંગ કરતો લાગ્યો. કદાચ છેલ્લું વાક્ય “હતી તો બન્ને…”ને કારણે આવું લાગે છે?

 2. Mansi patel સપ્ટેમ્બર 28, 2007 પર 2:37 પી એમ(pm)

  I must say the way you express it’s awesome and I also agree with dada without knowing anything we have some prejudice for American culture….

  I want to say chirag. I do not know why you feel that the last sentence…intact the last sentence is the heart of the story…anyways…

  Welcome you in the writing world jigish. Wishing you all the best…

 3. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 28, 2007 પર 3:56 પી એમ(pm)

  Jigish…Chirag did not like the ending sentance & then ManasiS comments are also noted,,,,BUT FIRST OF ALL wecome to theGADYASOOR web page.I must say your 1ST attempt to express your experience in Gujarati is really really nice…May be inspired to write more….CONGRATULATIONS…..
  PANCH GUJARATI DHORAN BHANYO CHHO H
  NATHI JANTO UCHCH GUJARATI HU
  CHHA VANCHU CHU HU ANAYANU GUJARATI LAKHAN
  ANE KOIKVAAR HOY MAARU BHULBHARYU LAKHAAN
  JIGISHBHAI VANCHYO TAMAARO LEKH
  GAMYO CHHE MANE E TAMAARO LEKH
  LAKHATA REHJO FARI FARI
  AA CHANDRA VINANTI CHHE TAMONE GADI GADI
  With Best Wishes>>>>Dr. Chandravadan Mistry. Lancaster CA

 4. neetakotecha સપ્ટેમ્બર 28, 2007 પર 7:33 પી એમ(pm)

  બહાર ના દેશ ની વાતો આપની સમજ ની બહાર છે. ત્યા નાં સંબધો ને આપણે ક્યારેય નહિ સમજી સકીયે. પણ દુઃખ તો સૌથી વધારે ત્યારે થાય જ્યારે આપણા લોકો ત્યા નાં રંગ મા રંગાઈ જાય છે. અને અહિયા નુ બધુ એ ઓ ભુલી જાય છે.

 5. Ketan Shah સપ્ટેમ્બર 28, 2007 પર 9:13 પી એમ(pm)

  Excellent JIGISH,

  Bahu j maza aavi gayi. TEXAS na aava nana nana bija prasango no intezar raheshe.

  Kharekhar tame tyanu jivant drashya amaari ankhon samaksh muki didhu.

  Ketan Shah, Vadodara

 6. મગજના ડોક્ટર સપ્ટેમ્બર 28, 2007 પર 9:59 પી એમ(pm)

  KEEP WRITING.
  GUJARATI SURFERS LIKE ME WILL SEE HOW OTHERS ARE LOOKING AND FEELING ABOUT WEST!

 7. sunil shah સપ્ટેમ્બર 29, 2007 પર 3:51 એ એમ (am)

  સરસ વર્ણન કર્યુ છે. અભીનંદન. પશ્ચીમનું બધું જ ખરાબ અને આપણું બધું જ સારું એ ભ્રમમાંથી નીકળવાની તાતી જરુર છે.

 8. pragnaju સપ્ટેમ્બર 30, 2007 પર 8:18 એ એમ (am)

  અહીં અમારો અનુભવ તો સરખો છે પણ-
  “હતી તો બન્ને કરુણા જ –
  એક ભારતીય અને એક અમેરીકન.”
  ચિંતન ઘણું ગમ્યું.
  ડેલાવર નદી કિનારે અમે ફરીએ.કચરો દેખાય તો ઘણા ખરાની જેમ ઉપાડી કચરાપેટીમાં નાંખીએ.ત્યાં એક વૃધ્ધ બાઈને વજનદાર કચરો લઈ આવતી જોઈ.મેં મદદ માટે પૂછ્યું.
  તેનો જવાબ મને પ્રસન્ન કરી ગયો.હજુ યાદ રહી ગયો.
  “ગોડ બ્લેસ યુ.મેમ,નોટ ટુ ડે”

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: