સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બંધીયાર હવા – એક અવલોકન

     અહીં અમેરીકામાં પર્યાવરણની અનીશ્ચીતતાના કારણે મોટા ભાગના ઘરો, ઓફીસો, જાહેર જગ્યાઓ – અરે આખા ને આખા એરપોર્ટોની હવા બંધીયાર હોય છે. ( Closed air circulation syatem)  એની એ જ હવા અંદર ને અંદર ફર્યા કરે. મોટા પંખા અને ડક્ટો વડે આમ હવાને ફરતી રાખવાની પદ્ધતી હોય છે. સાથે એરકંડીશનીંગ મશીન અને ગરમી માટે હીટર પણ હોય જ. પંખામાં પાછી જતાં પહેલાં હવા એક ફીલ્ટરમાંથી પસાર થાય, જેથી ધુળના રજકણો તેમાં ચોંટી જાય અને ફર્યા ન કરે. આમ હવા પ્રદુશણોથી ચોક્ખી રહે અને તાપમાન સમધાત. 

      પણ જ્યાં હોઈએ ત્યાં, દીવસ રાતના મોટે ભાગે બંધીયાર હવા જ શ્વસવાની. થોડી ઘણી, બહારની તાજી હવા બારણાં બંધ ઉઘાડ થતાં અંદર પ્રવેશે  એટલું જ.  આમ કરવાથી ફાયદો તો ખરો, પ્રદુશણ રહીત થવાનો અને ગરમી ઠંડીથી બચવાનો.  પણ બહારની ચોક્ખી હવાની મજા ક્યાં?

     વીકસેલા દેશોમાં રહેતાં લોકોને આ સ્વાભાવીક લાગે. પણ….

      ગાંધીજી   કહેતા હતા કે મારા મનની બધી બારીઓ હું ખુલ્લી રાખીશ, જેથી બધી દીશાના વીચારો તેમાં પ્રવેશી શકે. પણ હું ક્લુશીત વીચારોને મારા મનમાં ઘર નહીં કરવા દઉં. 

     અહીં ભલે બારી- બારણાં બંધ છે અને ઘર- ઓફીસની હવા બંધીયાર છે, પણ વૈચારીક મુક્તતા પણ છે. આપણે ત્યાં ખુલ્લા બારી- બારણાં માટે આપણે ગૌરવ જરુર અનુભવીએ, પણ એ ન ભુલીએ કે મનની બારીઓ ગાંધીજી કહેતા હતા તેમ ખુલ્લી રાખવાની પરીપક્વતા મેળવવી આપણા સમાજ માટે હજુ બાકી છે.

      અને પેલા ફીલ્ટરની તો આપણે બહુ જ જરુર છે. ઘણી બધી મલીનતા અને દંભ આપણા વ્યક્તીગત અને સામાજીક માનસમાં ઘર કરીને બેઠાં છે. તેમની શુદ્ધી માટે આવાં કોઈ કામગરાં ફીલ્ટરો આપણે વસાવીશું?

3 responses to “બંધીયાર હવા – એક અવલોકન

 1. pragnaju સપ્ટેમ્બર 30, 2007 પર 7:45 એ એમ (am)

  ‘આનો ભદ્રાક્રતવોવિ…’ના વિચારનું ખૂબ સરસ ચિંતન મનન થયું.
  “ઘણી બધી મલીનતા અને દંભ આપણા વ્યક્તીગત અને સામાજીક માનસમાં ઘર કરીને બેઠાં છે.તેમની શુદ્ધી માટે આવાં કોઈ કામગરાં ફીલ્ટરો આપણે વસાવીશું?”
  તે અંગે પણ સતોએ જુદી જુદી રીતે, તે સમય અનુસાર, દ્રષ્ટાંત આપ્યા છે.પ્રાર્થનામાં પણ સ્થિતપ્રજ્ઞના લક્ક્ષણો દ્વારા આ વાત તરફ ધ્યાન દોર્યુ છે.
  આવી રીતે હાલના સંજોગો અંગે ચિંતન-મનનથી કદાચ હાલની પેઢીને સમજવાની સરળતા રહેશે.સાથે આપણામાં પણ સુધારો કરવાની ફરી યાદ અપાશે

 2. મગજના ડોક્ટર સપ્ટેમ્બર 30, 2007 પર 8:41 પી એમ(pm)

  મનની બારીઓ ગાંધીજી કહેતા હતા તેમ ખુલ્લી રાખવાની પરીપક્વતા મેળવવી આપણા સમાજ માટે હજુ બાકી છે.

  LET US START LIKE BAPUJI TAUGHT

  ” મારા મનની બધી બારીઓ હું ખુલ્લી રાખીશ, જેથી બધી દીશાના વીચારો તેમાં પ્રવેશી શકે. પણ હું ક્લુશીત વીચારોને મારા મનમાં ઘર નહીં કરવા દઉં.”

  ON BAPUJI’S BIRTH DAY WE ALL NEED TO START LIVING IF NOT LIVED UNTIL
  TO DAY!
  WE HAVE THIS LIFE AND TIME TOO.

 3. Chirag Patel ઓક્ટોબર 2, 2007 પર 9:08 એ એમ (am)

  હા, આપણા લોકોમાં પરીપક્વતાનો ભારોભાર અભાવ છે. એના માટે કદાચ, આપણી સંસ્કૃતી પ્રત્યેના સાચા સન્માનનો અભાવ છે?

  હું મોટે ભાગે બારી ખુલ્લી જ રાખું છું, અને સેંટ્રલ સીસ્ટમ ભલે એનું કામ કરે. ઠંડીમાં પણ થોડો સમય તો ખરી જ! અને તડકો ના મળે તો ફુલની જેમ મુરઝાઈ જાઉં છું.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: