સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્લમમાં સફર

    1999 ની સાલની આ વાત છે. હું તે વખતે ઈલેક્ટ્રીસીટી કમ્પનીના એક ઝોનમાં કામ કરતો હતો. મોટા શહેરોમાં વીજળીના વીતરણના કામને પહોંચી વળવા શહેરના જુદા જુદા વીસ્તારોના નાના ઝોન અથવા વીભાગ બનાવવામાં આવે છે. મારા ઝોનના ચાર્જમાં હું હતો એટલે, બધા મને રીપોર્ટ કરતા હતા. આવા ઝોનમાં તો જાતજાતના  અને ભાતભાતના કામો હોય. એક નાનકડી કમ્પની જ જોઈ લો. વીજળીની ચોરી પકડવાનું અને અટકાવવાનું  કામ પણ આના એક ભાગ રુપે. બહુ જ ગંદું અને મુશ્કેલ પણ અત્યંત જરુરી આ કામ. મારો ઝોન અમારી કમ્પનીમાં સૌથી મોટો. એટલે બધી જાતના ઘરાકો અમારા વીસ્તારમાં હતા.

     એક દીવસ અમારા મીટર રીડીંગ ખાતાના અધીકારીએ ચર્ચા દરમીયાન એવો રીપોર્ટ આપ્યો કે એક ગામ પાસે આવેલ …..નગર નામના સ્લમ વીસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચોરીઓ થાય છે. મેં મનોમન ત્યાં ધાડ પડવાનું નક્કી કર્યું. અમે આવા નીર્ણયો અગાઉથી જાહેર નથી કરતા હોતા. બધી તૈયારીઓ પતે પછી છેલ્લી ઘડીએ જ, જગાથી એકાદ માઈલ દુર હોઈએ, ત્યારે સ્થળનું નામ,  જાહેર કરીએ, જેથી ગુપ્તતા જળવાય અને માહીતી ગુનેગારોને પહોંચી ન જાય.

     બહુ મોટો  વીસ્તાર હતો, અને મને પણ સ્લમ વીસ્તાર જોવાની ઈચ્છા હતી, માટે હું પણ આ ધાડની કામગીરીમાં જોડાયો. અમારી ફોજ બહુ  મોટી હતી. બીજા બે ખાતાંઓનો સહકાર પણ લીધેલો હતો. મારી સાથે સોએક માણસોનો સ્ટાફ, વાહનો, બંદુકધારી સીક્યોરીટી ગાર્ડ અને બીજી સામગ્રી હતાં. મારી સરદારી નીચે બધું હાઉસન જાઉસન ત્યાં પહોંચ્યું. અમે કામગીરી શરુ કરી.

     આમ તો એ ઝુંપડપટ્ટી ન હતી. સરકારી ખાતાએ બાંધેલાં પાકાં મકાનો હતાં. પણ એક રુમ અને રસોડાનાં એ મકાનો ઝુપડપટ્ટીને પણ શરમાવે તેવાં હતાં. મકાનોની દરીદ્રતાની સાક્ષી પુરતાં બધાં ચીહ્નો ચારે બાજુ દ્રશ્ટીગોચર થતાં હતાં. દરેક મકાનને એક કેબલ  વડે પાવર આપવામાં હતો. અમે  જોયું કે મોટા ભાગના મકાનોમાં આવા કેબલ પર એક જગ્યાએ કાળી ટેપ મારેલી હતી, અને તેમાંથી એક પાતળો વાયર ઘરમાં જતો હતો. અમે ટેપ ખોલીને જોયું, તો તેમાં બે પાતળી ખીલીઓ ઠોકેલી હતી, અને તે ખીલીઓ સાથે પેલો પાતળો વાયર જોડેલો હતો. આમ મીટરની આગળથી જ, સાવ અણઘડ રીતે, પાવર ચોરી લેવામાં આવતો હતો.

   અમે તે બધી સામગ્રી કાઢી નાંખી, અને તે મકાનને સપ્લાય આપતી સ્વીચમાંથી ફ્યુઝ કાઢી નાંખ્યા.  આ અંગેની કાયદાકીય નોટીસ પણ તે મકાનમાં હાજર બાઈને આપી દીધી. તે બાઈ તો ઓશીયાળી નજરે અમારી સામે જોઈ રહી. રડું રડું થતી તેની આંખ કાંઈક કહી રહી હતી. મને જરા ઉત્કંઠા થઈ.

      મેં તે બાઈને પુછ્યું -” તમારે કાંઈ  કહેવું છે?”

      ડુમાથી રુંધાયેલા અવાજે તે બોલી.” સાયેબ! હો રુપીયા દાદાને આપવાના ચ્યાંથી લાઈશું?”

     મને થયું -‘ આ કોની વાત કરે છે?’

     મારી સાથેના આ વીસ્તારના જાણકાર ઈલેક્ટ્રીશીયને મને કહ્યું –  ” આ વીસ્તારના નામચીન ….દાદાની તે વાત કરે છે. આપણે જઈએ પછી, સો રુપીયા લઈને ‘દાદા’નો માણસ ફરી પાછો સપ્લાય આપી દેશે! જેની પાસે રુપીયા હોય તે જલસા કરે. દર મહીને પચાસ રુપીયા ‘દાદા’ને આપવાના. આપણી કમ્પનીને ડીક્કો !”

    હું તો હેબત જ ખાઈ ગયો. આખું સમાંતર તંત્ર ચાલે! અને અમારા પાવરના જોરે ‘દાદા’ નો પાવર વધતો જાય. ( એ વખતે મને કોઈ ‘દાદા’ નહોતું કહેતું – મોટ્ટો સાયેબ મુઓ ‘તો ને ! )

   હવે મને અમારા આખા ઓપરેશનની વ્યર્થતા સમજાઈ. કશો અર્થ જ નહોતો. ઉલટાનું અમારી ધાડથી તો ‘દાદા’ને બીજી વધારાની આવક થવાની હતી! વધારે દુશણો પોશાવાનાં હતાં.

   વ્યગ્ર ચીત્તે હું તે મકાનથી આગળ જવા નીકળ્યો. બાજુના ઘરની બહાર એક ખાટલા પર ધોમધખતા તડકામાં એક દમીયલ ડોસો ખાંસતો પડ્યો હતો. ઘરમાં તેના તુટેલા ફુટેલા ખાટલા માટે કોઈ જગા ન હતી. આ ‘એરકંડીશન’ (!) જગા તેને ફાવી ગઈ લાગતી હતી. સુતાં સુતાં જ તે આજુબાજુ ગળફા થુંકતો   હતો. બાજુમાં જ બે સાવ નાગાંપુગાં બાળકો ધુળમાં મજાથી રમતાં હતાં.

   થોડેક આગળ ગયા. દુરથી બીહામણા દેખાવવાળા, લુખ્ખા જેવા બે ત્રણ માણસો અમારી પ્રવૃત્તી નીહાળી રહ્યા હતા. મેં પેલા જાણકારને પુછ્યું કે તે કોણ હતા.

     તેણે કહ્યું – ” ‘દાદા’ના માણસો છે. આપણા જવાની રાહ જોઈ રહ્યા છે. આપણે જઈએ પછી તેમની ઉઘરાણી અને રીપેરની(!) કાર્યવાહી   શરુ. આપણા પર એ લોકો વારી ગયેલા છે – વધારાની આવક થવાનીને! ”  

   થોડે આગળ ગયા. ત્યાં એક મકાનના બારણામાં આવા બીજા બે લુખ્ખાઓ બેઠેલા હતા. મને કહેવામાં આવ્યું કે તેઓ ‘બેવડા’નું વેચાણ કરે છે. તેમણે મને પણ કહ્યું – ” સાયેબ! દેશીનો ‘ટેસ’ કરવો સં ? વીલાયતીય સં – તમને મફતમાં ‘ટેસ’ કરાવહું .”

     આ હતું ગાંધીજીના  ગુજરાતના  મુખ્ય શહેરમાં દારુબંધીનું વરવું ચીત્ર !

      વળી આગળ ગયા. એક મકાનના બારણાંમાં આંખોના નીર્લજ્જ ઈશારા કરતી, સોળેક વરસની બે છોકરીઓ ઉભેલી હતી. અડધી ખુલ્લી છાતીમાંથી ખીલતું જોબન લુંટાવા માટે લચકી રહ્યું હતું. તેમણે સાવ નાની ચદ્દી પહેરેલી હતી, અને તેમનો એક હાથ પોતાની ખુલ્લી સાથળ ઉપર સુચક રીતે ફરી રહ્યો હતો.

      હવે તો મારી ધીરજનો અંત આવી ગયો. હું મારી જાતને બહુ જ અસહાય અને અકાર્યક્ષમ થયેલી જોઈ શક્યો. હું મોટેથી મારા અધીકારીઓને બરાડીને બોલ્યો ” ચાલો પાછા. ઓપરેશન બંધ. આ ધાડનો કોઈ અર્થ જ નથી.”

     અમે બધા વ્યગ્ર ચીત્તે ઓફીસે પાછા ફર્યા.

     પણ ત્રણ દીવસ સુધી મેં જોયેલાં એ વરવાં દ્રશ્યો સ્મૃતીપટલને કોરતાં, આક્રોશતાં રહ્યાં. ચીસો પાડી પાડીને સ્લમની એ દુનીયા મારી સભ્યતાને  પડકારી રહી હતી. આખા સમાજને પડકારી રહી હતી. સુફીયાણી પંડીતાઈની, સ્વપ્નીલ, રુડી  અને રુપકડી આલમની હાંસી કરી રહી હતી. મારા દંભના પડદા વીદારી રહી હતી.

26 responses to “સ્લમમાં સફર

 1. Harnish Jani ઓક્ટોબર 1, 2007 પર 8:29 એ એમ (am)

  Very good account–Good write up-Congratulations !

 2. akhilsutaria ઓક્ટોબર 1, 2007 પર 8:31 એ એમ (am)

  લેખકને થયેલ સ્વાનુભવ જેવા અનુભવ ઘણા”દેખતા” અને “આંખ” ધરાવતા લોકોને થતા જ રહ્યા છે. કો’ક કહે – કો’ક લખે. બધા સાંભળે – બધા વાંચે. વાહ, બહુ સરસ – એવો પ્રતિભાવ પણ આપે. થોડો સમય વિચારે. પછી તરત જ બીજાને સાંભળે – બીજાને વાંચે : ખૂબ જ જલ્દી પહેલા ફટકાની કળ વળે એટલે બીજો ફટકો ખાવા તૈયારી કરી લે .. પણ નિર્ભયતા-નિડરતા-નમ્રતા સાથે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા જેટલી હિંમતનો અભાવ .. “એ મારુ કામ નથી” – અથવા – “કરશે બીજુ કોઇક” … જેવી માનસિકતા કેમ ઘર કરતી જાય છે ? ગાંધીજીની “કેળવણી” અંગેની કલ્પના અને વર્તમાન શિક્ષણ વચ્ચેનો તફાવત કદાચ જવાબદાર છે. [ http://www.akhiltv.com / +919427222777 ]

 3. sunil shah ઓક્ટોબર 1, 2007 પર 9:33 એ એમ (am)

  હૃદયસ્પર્શી વાત અને સરસ રજુઆત. અભીનંદન.

 4. pravinash1 ઓક્ટોબર 1, 2007 પર 9:47 એ એમ (am)

  આ વર્ષે ઉનાળાની રજામાં ૪૫ દિવસ સુધી લગાતાર ભાવનગરના
  કુંભારવાડા વિસ્તારમાં જઈ આવી. શૈશવના સંભારણા હઠળ ના અનુભવો
  જરૂરથી વાંચશો.

 5. Pradip ઓક્ટોબર 1, 2007 પર 10:28 એ એમ (am)

  Dear Sir,
  The picture you had seen is at its worst now.
  In certain areas we can not enter for power theft raids.
  P.S.Dave

 6. Pinki ઓક્ટોબર 1, 2007 પર 10:41 એ એમ (am)

  sooooo nice & what Akhilbhai said i totally agree with him

 7. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 1, 2007 પર 10:58 એ એમ (am)

  Dear Lekhak..
  TAMOE TAMAARO ANUBHAV KAHYO…TAMONE DOOKH THAYU E PAN JANYU…KHULLA DILNI KAHELI VAAT JAANI GANO AANAND…TAMO TAMAARI FARAJ BAJAVATA HATA…..JE NIHADYU E YOGYA NA HATU….TO TAMAARA REPORT DWARA KAIK SHAKYA TGAYELU ? GHANIVAAR SANJOGO AAPANNE KAI NA KARVA MAJBUR BANAVE CHHE….ANE AAPANE SAU JEM THATU HOY TEM CHALAVI LEVAANI VRUTI PAADI DAIYE CHHE…AHINJ AAPANI EK MOTI BHUL THAY CHHE….GHNDHIJI E AAVU KARYU HOT TO ?……TO GHANDHJI GHANDHIJI NA BANATE>>>>>>JUST ONE ANALYSIS & MY OPINION>>>>I WELCOME COMMENTS FROM ANYONE……TO THE WRITER (?NAME ) I REALLY CONVEY MY CONGRATULATIONS & MAY YOU WRITE MANY MORE ARTICLES>>>>DR. CHANDRAVADAN MISTRY LANCASTER CA USA

 8. Kamal Vyas ઓક્ટોબર 1, 2007 પર 11:05 પી એમ(pm)

  આપણે જાણીએ છીએ કે જુલ્મ કરનાર જેટલોજ જુલ્મ સહન કરનાર પણ દોષિત છે.આપણે સૌ લોકો વ્યથા જરુર અનુભવીએ છીએ પરંતુ જુલ્મ સામે વિરોધ કરવાની શક્િત ગાંધીયુગ પછી ક્ષીણ થઈ ગઈ છે. એટલેજ આઝાદી પહેલાના અને પછીના માનવ મુલ્યોમા અને જોમ-જુસ્સામાં બદલાવ નજરેે પડે છે.પ્રમાણિકતાના સ્થાન પર પૈસો બિરાજમાન છે.સત્યની હારં અને અસત્યની જીત અનુભવવા મળે છે…..કમલ વ્યાસ

 9. Ketan Shah ઓક્ટોબર 2, 2007 પર 5:40 એ એમ (am)

  aavu vanchi ne ganu j dukh thayu ke aapna bharat desh ma haju pan praja surakshit nathi. Gusso bahu j aave che, pan shu karavanu.

  Kamalbhai bahu j sachu kahe che ke anhi dagle ne pagle સત્યની હારં અને અસત્યની જીત અનુભવવા મળે છે
  Ketan

 10. Chirag Patel ઓક્ટોબર 2, 2007 પર 9:14 એ એમ (am)

  દાદા, આવી ‘દાદા’ગીરી અલગ-અલગ સ્વરુપે દેખા દેતી જ રહેવાની! જેટલી વધુ સભ્યતા તેના કરતાં પણ વધુ અસભ્યતા આપણો પીછો કરતી જ રહેવાની. જ્યાં સુધી અદનો માનવી પોતાની ફરજો અને જવાબદારી અને સંજોગોનો સામનો કરતો રહેશે ત્યાં સુધી રહેવાની જ. પહેલાં ઠાકોરો અને રાજાઓ નખ્ખોદ વાળતાં, હવે નવી જાતના ‘દાદાઓ’. ભવીષ્યમાં પણ આવું થતું જ રહેવાનું!

 11. pragnaju ઓક્ટોબર 5, 2007 પર 12:07 પી એમ(pm)

  ‘સ્લમની એ દુનીયા મારી સભ્યતાને પડકારી રહી હતી. આખા સમાજને પડકારી રહી હતી. સુફીયાણી પંડીતાઈની, સ્વપ્નીલ,રુડી અને રુપકડી આલમની હાંસી કરી રહી હતી. મારા દંભના પડદા વીદારી રહી હતી’-આવી પરિસ્થિતી દરેક કાળમાં સ્થળમાં હતી જ એ અનેક દાખલાઓથી જાણી શકાય છે.આ સમજ્યા તે સારું થયું-તમારાથી કાયદા પ્રમાણે જે થાય તે કરવાનું- તેનાંથી હારી જવાનું યોગ્ય નથી.અમેરીકામાં ઈલેક્ટ્રીસીટી અંગે બધો જ જશ લઈ જનાર એડિસનના સ્મારક પર મને એક ક્ષણ વિચાર આવ્યો કે આને તોડી મારા પ્રિય ટેસ્લાનું સ્મારક હોવું જોઈએ.તેને અન્યાય ન થયો હોત તો વાયરલેસઈલેક્ટ્રીસીટી ,૦ રેસીસ્ટન્ટ ઓછા ખર્ચની ઈલેક્ટ્રીસીટી અને સુપર ડુપર કમ્પુટર દરેકને મળત…

 12. Dr. Dinesh O. Shah મે 9, 2008 પર 8:24 એ એમ (am)

  Dear Sureshbhai,

  You are gifted writer with respect to your excellent writing style, once I read two paragraphs, I could not stop, I had to follow through the whole story. What you have described is still happening in India. The following is a true event as told to me by a professor in Mumbai, India.

  In Bombay, near Colaba there is a slum area. A visiting professor from Switzerland saw and felt sorry for the lack of water in that area, so he asked my friend, an Indian professor living nearly to find out how much it would cost to bring main water line up to the slum and put some faucets for people to fetch water. He went to the slum with a plumbing contractor. Got estimate to send to the Swiss professor who was planning to give the
  money from his own pocket and from donations from his friends in Switzerland. That night my Indian friend got a phone call from slum Dada that you better drop this project if you want safety of your family. The Dada brought every day one truck of water and charged money for each bucket of water from slum residents. The Indian professor was scarred with this ultimatum and drop the idea of bringing water to this slum by main water line. If the main water line was brought to the slum, the slum-lord or Dada would have lost his business. Many violence driven political organizations make money of the poor residents in this manner in India and sadly in many other countries. I am searching for a solution and cannot find one!

  Again, Sureshbhai, Congratulations for a great human story!!

  Dinesh O. Shah, Gainesville, Florida, USA

 13. Nirlep Bhatt મે 9, 2008 પર 10:28 પી એમ(pm)

  good description, Sureshbhai……..Sensitivity in your personality is reflected through your write-ups.

 14. satish મે 10, 2008 પર 3:32 પી એમ(pm)

  Why not bring itbring it to the knowledge of top authority, including governer,and all other who have to know under who’s protection this is being done? as long as we sucummab to this ,this will never end ! why not give free comnnection or subsidised power to those who have been paying to dada, or have it done properly so that such elements can not survive on their ill approaches.

 15. Naresh Dholakiya મે 11, 2008 પર 1:28 એ એમ (am)

  Shri Lekhak,

  I have to say with regrets that You came without addressing main issue during your raid for power theft. You are assigned a task to stop pilferage of energy, but you took whole assignmnet emotionally. You would have cut the connection, which was distributing illegal power to individual customer.

  We have to feel sorry for the state of affairs but not to forget our duty….

  Good write up….

 16. Jina નવેમ્બર 12, 2008 પર 1:33 એ એમ (am)

  ઘણાં બધાંએ ઘણું બધું કહ્યું… પણ નરેશભાઈની વાત વિચારતા કરી મૂકે તેવી છે… પણ નરેશભાઈ, સુરેશભાઈ જે પરિસ્થિતિમાં હતાં તેને ઘણુંખરૂં ધર્મસંકટ જ કહી શકાય… આવી પરિસ્થિતિમાં માણસે શું કરવું તેનો જવાબ કદાચ માણસે-માણસે જુદો હશે….

 17. Kiran Trivedi જાન્યુઆરી 31, 2009 પર 11:35 એ એમ (am)

  I’m new reader of Suresh Jani, by invitation. I think most readers who commented on this story of SLUM are NRGs and I read curiously about their misplaced empathy, sympathy and pity. Even writer has missed to gauge complexity of India’s poor and poverty. He wanted to’see the slum’ and ‘do something ’bout power theft’; according to me he didn’t do any of that. He ran away with repulsion from poverty and didn’t complain about the ‘dadas’! He was ready to take steps on poor people but not on bigger thieves, those dadas.
  Somewhere the tone of story converts to the typical middle-class complain that these poor slum dwellers are living-off our tax money! Though I genuinely believe that’s not the writer’s intension, but that’s why some of the commentators also sound like as if these slums are THE problem of India. While as an educated, well-to-do middleclass person, I think WE are the problem; which is rendered well in the story by showing the protegonist running out and ‘doing nothing’!
  ================
  Anybody interested to discuss the issue, may please contact

  manavmedia0@gmail.com

 18. Pingback: Travel in a slum « Expressions

 19. અખિલ સુતરીઆ જુલાઇ 22, 2009 પર 8:16 પી એમ(pm)

  જયારે જયારે આપણી સામે અનિષ્ટોનું જોર વધી જાય છે ત્યારે કેમ આપણે નબળા પડીને તેને શરણે જતા રહીએ છીએ ? બમણા કે ત્રમણા જોરથી એ અનિષ્ટને નામશેષ કરવા કે નાથવાની હિમ્મત કેમ કેળવી શકતા નથી ? માના ધાવણમાં કંઇક ખૂટયું કે બાપે બહાદૂરીની માત્ર વારતા જ કરેલી ? વાસ્તવિકતાએ જો આપણને બાયલા બનાવ્યા હોય તો સગવડને પડખે રહીને સુખ સેવવાની વાત એ નર્યો દંભ કહેવાય. મોત આમેય એક જ વાર આવે છે.
  તે ડોસી કે ડોસા પાસેથી હપ્તો લેનાર ‘દાદો’ કેવી રીતે બની ગયો ? અને એ ‘અભણ દાદો’ ભણેલા દાદાઓને માથે ચડે એ કેવી રીતે બને ? ….. અપને ઘરમેં ચાર
  કોકરોચકો માર દેનેકા મુઝે અધિકાર હૈ ક્યોકી મૈં સફાઇદાર ઘરમેં રહના ચાહતા હું.

 20. NARENDRA JAGTAP જાન્યુઆરી 22, 2010 પર 12:46 પી એમ(pm)

  વડિલ ,આપણા દેશ માં આવા વરવા ચિત્રો બેસુમાર જોવા મળે એમ છે અને આપણા દેશના રાજકારણની મોટા માં મોટી નબળાઇ પ્રદર્શીત કરે છે…યુપી,બિહાર વગેરે અરાજકતાથી ભરપુર રાજ્યો શું બતાવે છે ? ત્યાંથી ચંટાઇને આવતા ગૂંડા નેતા સમાજને મોટ સ્લમ વિસ્તારમાં ફેરવવાનું કામ કરે છે…આપના અનુભવો વાંચવા ગમે છે.. સરસ

 21. Pingback: પાણીની ટાંકી « ગદ્યસુર

 22. Pingback: કોટવેથી મેનહટન : પ્રકરણ -૨ - વેબગુર્જરી

 23. Pingback: કોટવેથી મેનહટન : પ્રકરણ – ૨ – બીજા દિવસે | સૂરસાધના

 24. captnarendra જૂન 18, 2015 પર 1:33 પી એમ(pm)

  જ્યારે આપે આ પ્રસંગનું વર્ણન કર્યું તે સમયે આપના બ્લૉગ વિશે અા અજ્ઞાનીને જાણ નહોતી. આજે ‘કોટવે’માં તેની કડી મળી અને તેના આધારે આ લેખ વાંચવા મળ્યો. હૃદય હચમચી ગયું. શબ્દો ઓગળી ગયા અને નિ:શ્વાસ બનીને બહાર પડ્યા. આપની વર્ણન શક્તિને કેવી રીતે બિરદાવું, સમજાતું નથી.

 25. Pingback: ….બીજા દિવસે /૪ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 26. hirals ફેબ્રુવારી 25, 2017 પર 6:11 એ એમ (am)

  હૃદય હચમચી ગયું. Prayers

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: