સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મારું હીંદુસ્તાન – સૌપ્રિય સોલંકી ‘શૈલ’.

એ ગરીબોની ઝુંપડીમાં તો, દર્દોનો ભંડાર છે.
આંસુઓ તો ખુટી ગયાં, પણ રડવાનું અપાર છે.

વેરણ- છેરણ જીવન જાણે, ધગધગતું રેગીસ્તાન છે.
બીજું તો કાંઈ નહીં, પણ એ અરમાનોનું કબ્રસ્તાન છે.

આ અમીરોના બંગલાઓમાં, સુખ તો અપરંપાર છે.
ગરીબોની લાગણીઓ છુંદી,  પણ ચહેરા પર બહાર છે.

વગર મહેનતે મોજ કરતાં, મસ્તીમાં ગુલતાન છે.
લાચારોના લોહીથી સીંચાયેલું, આ તેમનું ગુલીસ્તાન છે.

હાથ જોડી પ્રભુ તમને પુછું છું, આ તે કેવો સંસાર છે?
બેઈમાનો મોજ કરે, ને પ્રમાણીકો બેકાર છે.

તારી બનાવેલી આ દુનીયા, દુનીયા નહીં સ્મશાન છે.
રડતું રડતું હ્રદય પોકારે, શું આ મારું હીંદુસ્તાન છે?

સૌપ્રિય સોલંકી ‘શૈલ’

14 responses to “મારું હીંદુસ્તાન – સૌપ્રિય સોલંકી ‘શૈલ’.

 1. sunil shah ઓક્ટોબર 7, 2007 પર 4:46 એ એમ (am)

  શૈલભાઈ,
  તમારી પાસે શબ્દો છે, ભાવ છે, તો છંદમાં લખવાનો પ્રયત્ન કરી જુઓ. તમારી રચનાને ચાર ચાંદ લાગી જશે.

 2. kabbar ઓક્ટોબર 7, 2007 પર 8:30 એ એમ (am)

  vah vah sir,
  realy ankh ne bhinjavi de evi rachna che. je hakikat pan che.
  “manav khud tij runthayo che,
  dhup chaya ni fikar nati
  jyarti 100 100 ni khajuri ti lubhayo che “

 3. Vimal ઓક્ટોબર 7, 2007 પર 10:08 એ એમ (am)

  Hey its a very good poem. Good going. Keep it up i dont have any words to appreciate u. thts all i can do…. i m speechless

 4. pragnaju ઓક્ટોબર 7, 2007 પર 12:41 પી એમ(pm)

  “એજ સમજાતું નથી મને આવું તે શીદ થાય છે
  ફુલડાં ડૂબી જતાં અને પથ્થરો તરી જાય છે.
  ગરીબોના કૂબામા ખાવાનું તેલનું ટીપું નથી,
  અને તવંગરોની કબર પર ઘીના દિવા થાય છે”
  આવી રીતે અનેકોએ વર્ણવેલી વેદનાઓ સંવેદનશીલોને
  અનેક રીતે થતી રહે છે
  આ શેરો ગમ્યાં-
  આ અમીરોના બંગલાઓમાં, સુખ તો અપરંપાર છે.
  ગરીબોની લાગણીઓ છુંદી, પણ ચહેરા પર બહાર છે.
  વગર મહેનતે મોજ કરતાં, મસ્તીમાં ગુલતાન છે.
  લાચારોના લોહીથી સીંચાયેલું,આ તેમનું ગુલીસ્તાન છે.’
  સુનીલની આ વાત-“તમારી પાસે શબ્દો છે,ભાવ છે,તો છંદમાં લખવાનો પ્રયત્ન કરી જુઓ.”સાથે સંમત થા ઉમ છું.આશા ધીરે ધીરે છંદમાં આવી જશો

 5. ritesh ઓક્ટોબર 7, 2007 પર 4:31 પી એમ(pm)

  well done sap,u are legend. by the way this is a very good creation which shows the true face of india. So far just achiveing 10%GDP is not enough. There must be wealth equalisation amonog people.

 6. મગજના ડોક્ટર ઓક્ટોબર 7, 2007 પર 9:59 પી એમ(pm)

  હાથ જોડી પ્રભુ તમને પુછું છું, આ તે કેવો સંસાર છે?
  બેઈમાનો મોજ કરે, ને પ્રમાણીકો બેકાર છે.

  HOW TRUE !!

 7. Ronak ઓક્ટોબર 8, 2007 પર 2:21 એ એમ (am)

  wht i can say…..its really good..how can u write.. i dont understand….i think u r such a big poet…. welll…. i cant say more…i hav no words to explian..i m speechless..

  keep it up…..

 8. Shishir Zaveri ઓક્ટોબર 8, 2007 પર 6:24 એ એમ (am)

  Bhai ,

  Jindgi biju kashu nathi pan sambandho ni MAYA jaal chhe
  Kavita karvi e pan koi khel nathi pan kalpana ni jaal chhe

  shabdo ni aa aanti ghunti ma tari vedana mane samjay chhe
  aa aej hindustan ni mati ni sughandh aaje pan mara swas ma ubharay chhe…

  are bhai mera jutA hai japani, ye patloon english tani phir bhi dil he hindustani……….

  WONDERFUL. KEP IT UP. WIILL SEND YOU BETTER LATER. IN HURRY FOR THE JOB.

  SHISHIR( Prithavi Vallabh)

 9. jayesh ઓક્ટોબર 8, 2007 પર 8:32 એ એમ (am)

  tamari kvita khubaj sari che mane to khubaaj pasand padi

  avi rite lakhata rejo ane rply karjo

 10. Bhavin Solanki ઓક્ટોબર 8, 2007 પર 2:50 પી એમ(pm)

  its very nice dear….
  we will try to change this situation…
  lets comes together and we can make the difference.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: