સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પુરીના લુવા બનાવતાં – એક અવલોકન

     અમારે ઘેર એક બર્થ- ડે પાર્ટી હમણાં ઉજવી. ઘણાં બધાં મહેમાન આવવાનાં હતાં. કામ પણ ઘણું બધું હતું. બધાં કામે લાગી ગયાં હતાં. સાથે કામ કરવાનો ઉત્સાહ હતો. ઘર સુંદર દેખાય, રસોઈ સારી બને તેવી શુભેચ્છા હતી.

     ઘણી બધી પુરીઓ બનાવવાની હતી.  ત્યાં મને એક કામ સોંપવામાં આવ્યું. પુરીની કણેકમાંથી લુવા બનાવવાના હતા. આપણે તો મંડી પડ્યા.

     પણ મારું મન નવરું પડે એટલે અવનવા વીચાર આવે!  આ લુવા મુળ તો ઘઉં જ ને?  તેમાંથી રોટલી અને ખાખરા બને, અને ભાખરી પણ બને.  શીરો, લાપશી અને લાડુ પણ બને! બ્રેડ, ટોસ્ટ, કુકી, નુડલ, મેક્રોની, પસ્તા, પીતા, વોફલ, પેનકેક …… કેટકેટલી વાનગીઓ બને? સૌના રુપ નોખાં. દરેકનો સ્વાદ અલગ.

    બધો આધાર બનાવવાની રીત ઉપર હોય છે.  તેમાં બીજાં ઘટકો કેટલાં, કયાં અને કઈ રીતે ઉમેરીએ; બનાવવાની પદ્ધતી શી છે, તેના આધારે તેના રુપ અને સ્વાદ નીખરતા હોય છે .

———————————

    આપણને બનાવવામાં આવ્યા હતા, એક નવજાત શીશુના રુપે. દુનીયાના કોઈ ભાગમાં જન્મેલું માનવબાળ બીજા માનવબાળ કરતાં ખાસ જુદું હોતું નથી. રંગ, આકાર કે વજનમાં થોડો ફેર હોય એટલું જ. ઘઉં પણ કેટકેટલી જાતના નથી હોતા? એ શીશુની કોઈ ભાશા કે ધર્મ નથી હોતા. એને કોઈ પુર્વગ્રહો કે માન્યતાઓ નથી હોતાં. એને પોતાનું નામ પણ આવડતું નથી. તે માત્ર પોતાની માતાના સ્પર્શને જાણે છે, નવ માસના સહવાસે.

    બધો આધાર તેના ઉછેર પર હોય છે. આપણું બાળક શું બને તેની આપણને બહુ જ ચીંતા હોય છે. આપણે તેને નામ આપીએ છીએ; ધર્મ આપીએ છીએ; માન્યતાઓ અને પુર્વગ્રહો આપીએ છીએ. પછી તે બાળક હીન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી બને છે. ઉચ્ચ કે નીચ જ્ઞાતીનું બને છે. અને જીવનભર આ જાતજાતના મહોરાં પહેરી તે વીચર્યા કરે છે; વીજેતા કે ગુલામ બને છે; વીદ્વાન કે જોકર બને છે; યુદ્ધો લડે છે; હારે છે, જીતે છે. 

    તે કાંઈક બને છે. 

    તે માત્ર માણસ  રહેતું નથી.

7 responses to “પુરીના લુવા બનાવતાં – એક અવલોકન

  1. sunil shah ઓક્ટોબર 8, 2007 પર 7:01 એ એમ (am)

    ખુબ સાચી વાત કરી. બાળકને જાતજાતની સાચી–ખોટી માન્યતાઓનું પોટલું આપી દઈએ છીએ. વીચારોના પરંપરાગત ચોકઠામાં કેદ કરીને તેને સંકુચીત બનાવવાનો જ સતત પ્રયત્ન કરીએ છીએ. બાળકને મુક્ત આકાશ આપવું જોઈએ. તેને દરેક પ્રકારના વીચારો, માન્યતાઓનો પરીચય થાય પછી તેને જે સ્વીકારવુ હોય તે તેની વીવેકબુદ્ધી પર છોડવું જોઈએ. હા, ભયસ્થાનો તરફ અંગુલી નીર્દેશ કરવાની આપણી ફરજ ખરી.

  2. મગજના ડોક્ટર ઓક્ટોબર 8, 2007 પર 9:31 પી એમ(pm)

    LET US LIVE THE LIFE AND GIVE THE TOOL FOR OTHERS TO TEST IF THERE IS A QUESTION ! YES, UP BRINGING END SOCIAL INTERACTION AND LEARNING PLAYS IMPORTENT ROLE.
    LIKE YOU SAID,
    બધો આધાર બનાવવાની રીત ઉપર હોય છે. તેમાં બીજાં ઘટકો કેટલાં, કયાં અને કઈ રીતે ઉમેરીએ; બનાવવાની પદ્ધતી શી છે, તેના આધારે તેના રુપ અને સ્વાદ નીખરતા હોય છે .

  3. Vasant Mistry ઓક્ટોબર 9, 2007 પર 7:46 એ એમ (am)

    Dear Friends,
    I am very pleased to read the letter in Gujarati. The message is clear and inspiring.
    Well done .I do like to write in Gujarati but i have no Gujarati Alphabet. If I get it I will be happy to write in Gujarati regarding our culture and way of life.
    May God bless.
    vasant

  4. pragnaju ઓક્ટોબર 9, 2007 પર 1:41 પી એમ(pm)

    “બધો આધાર બનાવવાની રીત ઉપર હોય છે. તેમાં બીજાં ઘટકો કેટલાં, કયાં અને કઈ રીતે ઉમેરીએ; બનાવવાની પદ્ધતી શી છે, તેના આધારે તેના રુપ અને સ્વાદ નીખરતા હોય છે “વાત પુરીની શરુ થાય…
    પુરી એક નગરીની ગંડુ પુરી રાણીને પુરી ન ભાવતી તેથી પુરી દીધી.
    પુરી જેવા આપણા ખોરાક ખવડાવવાની અમારી બાળ ઉછેરની ચેલેન્જ મેં સ્વીકારી.
    નાની પુરી બનાવી તેમાં ચીઝ,ટોમેટો કેચઅપ, સાવર ક્રીમ,સેવ,બાફેલા બટાકા અને એપલ બટર— તેનું નામ આપ્યું –ચિદામ્બરી.
    એવી સ્વાદિષ્ટ લાગી કે હવે આનંદથી બધા બાળકો-તેમનાં મિત્રો પણ પસંદે કરે છે..બાકીની વાત તો સહજ છે -છતાં ચિંતન માંગી લે છે.
    “બધો આધાર તેના ઉછેર પર હોય છે. આપણું બાળક શું બને તેની આપણને બહુ જ ચીંતા હોય છે. આપણે તેને નામ આપીએ છીએ; ધર્મ આપીએ છીએ; માન્યતાઓ અને પુર્વગ્રહો આપીએ છીએ. પછી તે બાળક હીન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી બને છે. ઉચ્ચ કે નીચ જ્ઞાતીનું બને છે. અને જીવનભર આ જાતજાતના મહોરાં પહેરી તે વીચર્યા કરે છે; વીજેતા કે ગુલામ બને છે; વીદ્વાન કે જોકર બને છે; યુદ્ધો લડે છે; હારે છે, જીતે છે.”

  5. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 10, 2007 પર 7:33 એ એમ (am)

    Sureshbhai…..I liked your comparision….You compare the different items of wheat because of different ways one makes TO HUMAN BEINGS….
    HAWE MAARE AATALU JA KAHEVU CHHE>>>
    AAPNE MAANAVIO CHHE EK
    GYAN ANE KARMA PANTHE BANIYE CHHE ANEK
    CHHATA RADAYBHAVTHI JE RAHE MAANVI
    ANTE TEJ KHAREKHAR JAGMAA MAANVI
    Sureshbhai you had provoked some disscussion on ACTIONS MIND & IMPLEMENTATONS in the real world….DR. MISTRY

  6. Pravina સપ્ટેમ્બર 9, 2022 પર 4:11 પી એમ(pm)

    યાદ આવી ગયું, નાનપણમાં લુવા બનાવતી ત્યારે ગણતી. મમ્મીને ગમતું નહી, “ખાવાનું ન ગણાય.”.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: