સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ – હરનિશ જાની

          ત્રીસ વરસ પહેલાં જ્યારે સેવન – ફોર્ટી- સેવન જમ્બો પ્લેઈન નહોતાં ત્યારે, એર ફ્રાન્સના સેવન-ઓ-સેવન જેટમાં ભારત છોડ્યું. અમેરીકા આવતા હજારો ઈમીગ્રન્ટ્સને પોતાનો પહેલો દીવસ જીવનભર યાદ રહે છે. નવો પ્રકાશ, નવી હવા, અને એ હવાની જુદી જ ગંધ, ઘોંઘાટનો અભાવ – આ બધું કેનેડી એરપોર્ટ પર ઉતરનારા અનુભવે છે.

          બે સ્વેટર, એક જાડો ગરમ સુટ, કાનટોપી અને સુખડના દસ હારથી દબયેલો હું પ્લેનમાં પેઠો. જોયું તો મારી બાજુની સીટમાં એક ભાઈ મારા કરતાં વહેલા આવી બેઠા હતા. પ્લેઈન ક્યાંકથી આવ્યું હતું. મુંબઈથી અમે પંદર જણ ચઢ્યા હતા. પેલા ભાઈનાં બાએ માથું હોળ્યું હોય તેવા પાંથી પાડેલ, તેલ નાંખેલ વાળ અને કાળી, જાડી ફ્રેઈમનાં ચશ્માં પર મારી નજર પહેલાં ગઈ. તેમની સાથે બોલ્યા ચાલ્યા સીવાય હું બેસી ગયો.

           હૃદય ખુબ ભારે હતું. આખા દીવસની મુંબઈની દોડાદોડીને લીધે શારીરીક રીતે પણ થાકી ગયો હતો અને મા, ભાઈઓ, બહેનો, સગાંસંબંધીઓને છોડવાનું દુખ હતું. પ્લેઈને જેવો ટેકઓફ લીધો કે એકદમ રડી પડાયું. એટલી હદે કે, ધ્રુસકા સાથે રડ્યો. હાથરુમાલમાં મોં નાખીને, ઘુંટણ પર કોણી ટેકવીને હું રડતો હતો. ત્યાં કોઈકે મારા ખભે હાથ મુક્યો. મેં જોયું તો મારી બાજુવાળા ભાઈ હતા.

          તે બોલ્યા ,” રડવું આવે છે ને! આ બીજું નથી. જે આપણે જાણતા નથી તેનો ડર છે. બધાંને છોડવાના દુખ કરતાં તો સામે કાંઠે આપણને કોઈ આવકારવા ઉભું નથી તેનો ડર છે. આપણને ડર છે, આપણા અજ્ઞાત ભવીશ્યનો.” આંખો લુછીને મેં તેની સામે જોયું. કાર્ટુન જેવી દેખાતી આ વ્યક્તીની આંખોમાં મેં દ્રઢતા અને આત્મવીશ્વાસ જોયાં. તેણે મારા ઉપર ઉંડી છાપ પાડી. માણસ વ્યવહારુ લાગ્યો.

          એકમેક સાથે વાતો કરતાં ખબર પડી કે, તે પણ ‘વીલીયમ એન્ડ મેરી કોલેજ’ માટે વર્જીનીયા જવાનો છે. આખી કોલેજમાં બે જ દેશી હતા. અને બન્ને મુંબઈથી એક જ ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. જો અમે પહેલેથી સાથે જવાનો પ્લાન કર્યો હોત તો પણ આમ સાથે જવાનું શક્ય ન બન્યું હોત. પ્લેઈનની મુસાફરીએ અમને બન્નેને મીત્રો બનાવી દીધા. તેનું નામ હતું સુરેશ ગાંધી.

           પ્લેઈનની મુસાફરી અમારા માટે નવી હતી. સીટ પરનો સેઈફ્ટી બેલ્ટ કેવી રીતે બાંધવો- પ્લાસ્ટીકના પેકમાં આવતું દુધ – ઓરેન્જ જ્યુસ અને ખાવાનું કેવી રીતે ખાવું, પીવું, શેમાં મીટ-માંસ નથી, બાથરુમનો ઉપયોગ કેવી રીતે કરવો- ટેન્શન, ટેન્શન, ટેન્શન. આ અગાઉ અમારા બન્નેમાંથી કોઈ કદી એકે સ્ટારવાળી હોટલમાં ગયા નહોતા. સુરેશ પાસે ‘અમેરીકામાં ભારતીય વીદ્યાર્થી’ માટેની ગાઈડ કોઈક આફ્રીકાવાળાએ બહાર પાડી હતી, તે હતી. તે તેમાંથી વાંચી વાંચીને સાંત્વન મેળવતો હતો.

            સવારે છ વાગ્યે પેરીસ આવ્યું. સુરેશે કાંડા ઘડીયાળમાં જોયું. તે બોલ્યો ,” આપણે શુક્રવારે અડધી રાતે બેઠા અને યુરોપમાં શનીવારની સવાર થઈ. આપણે ત્યાં અત્યારે સવારના સાડા અગીયાર થયા હશે. અમે લોકો મારા કાકાના દીકરા કીશોરભાઈને ત્યાં ઉતર્યા હતા. બપોરે કીશોરભાઈ અને ભાભી મારી બાને સાડી અપાવવા ફોર્ટમાં લઈ જવાના છે. સાથે મારો નાનો ભાઈ પણ જશે…..” મને તેની વાતમાં રસ નહોતો. થાક અને ભુખ વગેરેથી માથું ભારે હતું. દેશ છોડ્યે બાર કલાક થયા હતા, તોયે ટાઈની ગાંઠ પણ ઢીલી કરી ન હતી!

             અમે પેરીસના એરપોર્ટ ઉપરથી એફીલ ટાવર જોવાનો પ્રયત્ન કર્યો. જીવનમાં પહેલી જ વાર એસ્કેલેટર જોયું હતું. તેના પર દસ – પંદર વાર રાઈડ લીધી. એર ફ્રાન્સની કુપન વાપરીને કાફેટેરીયામાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી. કોકાકોલા પીધી. ગજવામાં આઠ ડોલરનું એક્સચેન્જ પકડી રાખ્યું હતું.

              શનીવારના સવારના સાડા દસ વાગ્યે ન્યુયોર્ક જતા પ્લેઈનમાં બેઠા. સુરેશે કાંડા- ઘડીયાળ જોઈ અને બોલ્યો, “ સાડી ખરીદીને એ લોકો જલદીથી આવી જાય તો સારું. બોમ્બે સેન્ટ્રલ પહોંચતાં તેમને કલાક લાગશે. નવ વીસની લોકલ પકડવા આઠ વાગ્યે તો પહોંચવું જોઈએને! મારા બાપુની ખોટ સાલે છે. જો એ જીવતા હોત તો તો વાત જુદી હોત. “

              અમારું પ્લેઈન એટલાન્ટીક ઉપર ઉડતું હતું. ખાવાનું ખાઈને ઉંઘ આવતી, અને આંખ ખોલતાં ખાવાનું આવતું. એટલી વારમાં કેપ્ટને એનાઉન્સ કર્યું કે, અડધા કલાકમાં ન્યુયોર્ક આવશે. ન્યુયોર્કમાં સાંજના પાંચ થયા છે. મેં મારું ઘડીયાળ મેળવી લીધું. દેશ છોડવાનું મારું દુખ ભુલાઈ ગયું, અને ન્યુયોર્કથી વર્જીનીયા કેવી રીતે જવું તેની ચીંતામાં પડ્યો. ત્યાં સુરેશ બોલ્યો,” એ લોકો અત્યારે ટ્રેઈનમાં ઉંઘી જાય તો સારું. રાજકોટ પહોંચતાં હજુ પાંચ – છ કલાક થશે. મારો નાનો ભાઈ આમ તો હોંશીયાર છે. મારી બાની સંભાળ જરુર રાખશે.”

             ન્યુયોર્ક ઉતરીને અમે ન્યુપોર્ટ ન્યુઝ – વર્જીનીયાનું પ્લેઈન પકડ્યું. રાતે દસ વાગે ઉતર્યા. અમને લેવા લોક્લ ચર્ચના મી. વીલીયમ્સ આવ્યા હતા. અને તે અમને ‘વાય.એમ.સી.એ.’ માં લઈ જવાના હતા. જેવા સ્ટેશન વેગનમાં બેઠા કે સુરેશે ઘડીયાળ જોયું. “અત્યારે રાજકોટમાં સવાર પડી. આજે બાનું મેડીકલ ચેક-અપ કરાવવાનું છે. મારા નાના ભાઈને યાદ રહ્યું હોય તો સારું.” મને હવે તેની વાતોથી કંટાળો આવતો હતો.

             બીજે દીવસે રવીવારે અમને એક બે રહેવાની જગ્યાઓ મી. વીલીયમ્સે બતાવી. અમે એક છુટું ઘર પસંદ કર્યું. તેમાં બધુ જ ફર્નીચર હતું. સુરેશ સાથે મેં વાતો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે કશું બોલતો ન હતો.

              રાતે અમે સાથે બેઠા હતા. અમેરીકા આવ્યાને લગભગ ચોવીસ કલાક થઈ ગયા હતા. આવતી કાલથી કોલેજ ચાલુ થશે. મેં જોયું કે, સુરેશ તેની કાંડા ઘડીયાળ પકડીને ડાયલ જોયા કરતો હતો. મેં તેને કહ્યું કે,” કેમ, તું અમેરીકાનો સમય ગોઠવવાનો કે નહીં? કોલેજ અમેરીકાના ટાઈમ પ્રમાણે ખુલશે- ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે નહીં.”

            સુરેશે કાંડા ઘડીયાળ બે હાથમાં નાજુક કબુતર પકડ્યું હોય તેમ પકડ્યું હતું. તે મારા તરફ જોઈને બોલ્યો ,” તારા ઘડીયાળમાં કેટલા વાગ્યા છે? “ મેં કહ્યું,” બરોબર રાતના દસ.”

            સુરેશે તેના ઘડીયાળના કાંટા ફેરવવા માંડ્યા – ખુબ જ ધીમેથી. સમય મેળવીને તે ડાયલને એકીટશે જોર્ર રહ્યો, એણે ચશ્માં કાઢી નાખ્યાં. ટેબલ પર બે હાથ વચ્ચે માથું મુકી દીધું. ડુસકાંનો અવાજ સંભળાયો. બા, ભાઈ સાથે બંધાયેલો દોર તુટી ગયો. નવા જગતમાં તેની દુનીયા લુંટાઈ ગઈ. સમય બદલાતાં જ દુનીયા બદલાઈ ગઈ, જીવન બદલાઈ ગયું. મજબુત હૃદયનો વ્યવહારુ માણસ ક્યાંય ગાયબ થઈ ગયો.

            હવે એના ખભે હાથ મુકી સાંત્વન આપવાનો વારો મારો હતો.

હરનિશ જાની

     હરનિશભાઈ આમ તો હાસ્યલેખક છે, પણ આ સત્યકથામાં જીવનની સંવેદના ધરબાઈને પડેલી છે.  અહીં હરનિશભાઈએ તેમની આગવી શૈલીમાં ધીરે ધીરે, હળુ હળુ, વાતની જમાવટ કરીને વતન ઝુરાપાની લાગણીને અંતમાં કેવી સરસ રીતે ઉજાગર કરી છે?

Advertisements

19 responses to “ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ – હરનિશ જાની

 1. Chirag Patel ઓક્ટોબર 11, 2007 પર 8:23 એ એમ (am)

  હ્રદયનાં જુનાં તાર ફરી છંછેડાયાં… સરસ જમાવટ કરી છે!

 2. sunil shah ઓક્ટોબર 11, 2007 પર 10:10 એ એમ (am)

  વતન અને સ્નેહીજનો છોડયાનું દુઃખ સરસ–સહજ રીતે વ્યક્ત કરાયું છે. એક હાસ્ય લેખક જયારે ગંભીર પ્રકારની વાત લખે છે ત્યારે તેમાં રહેલી ગંભીરતા નીખરી ઉઠે છે. અભીનંદન !

 3. pragnaju ઓક્ટોબર 11, 2007 પર 10:41 એ એમ (am)

  હરનીશભાઈ,સુરેશભાઇ જેવા અમેરિકામાં ૪૦-૫૦ વર્ષો પહેલા આવેલા પાયાના પથ્થરો જેવાનાં ખભા પર બેસી દૂર સુધી જોનારા અમારા જેવા અનેકોના સલામ.
  અમે પણ અહીં આવા અનુભવો વારંવાર સાંભળીને ધન્યતા અનુભવીએ છીએ…
  હવે ફોન,કોમપ્યુટર,ચેટીંગ,વેબ કેમેરા અને મન થયુંને સ્વજનો પાસે પહોંચી જવાની સુગમતા! હવે ઝુરાપાની લાગણીને સહ્ય બનાવી છે

 4. Kamal Vyas ઓક્ટોબર 11, 2007 પર 10:46 એ એમ (am)

  સારી રજુઆત બદલ અભિનંન્દન.કંઈક મેળવવા કંઈક છોડવું પડેે છે.પણ છોડવાનું દુખ મેળવવાના સુખ કરતા પહેલંા અનુભવાય છે…..કમલ વ્યાસ

 5. Bhavna Shukla ઓક્ટોબર 11, 2007 પર 10:47 એ એમ (am)

  bahu saras…… vat sharu karavani ane jamavavani ane chhelle puri karavani je shaily chhe te khubaj saral ane rochal chhe. Title pan bahu saras chhe.
  Congretullations!!!

 6. M.G. Raval ઓક્ટોબર 11, 2007 પર 11:40 એ એમ (am)

  Sachej…… Jene Vatan Choodyu hoy Tenej Samajay Vatan no Preem.
  Samvedna Gambhirite rite pragatkari….. SUNDER.

 7. Qasim Abbas ઓક્ટોબર 11, 2007 પર 2:37 પી એમ(pm)

  MAA TE MAA, BIJA WAGDA NA WA.

  MAATA IS “DUNIYA” – RATHER MORE THAN DUNIYA. SHRIMAAN SURESH GANDHI, THROUGHOUT HIS JOURNEY, NEVER FORGOT HIS “MAATA.”

  REALLY VERY TOUCHY STORY BY SHRIMAN HARNISH JAANI.

 8. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 11, 2007 પર 6:22 પી એમ(pm)

  Hanishbhai…nicely written story of your personal eperience of LIFE….Enjoyed…When someone TRUELY LOVES someone the separation does hurt a lot….even a STRONG WILLED man can melt for a brief period….GOOD LUCK for more>>>>>CHANDRAVADAM MISTRY Lancaster USA

 9. neetakotecha ઓક્ટોબર 11, 2007 પર 6:26 પી એમ(pm)

  “આ બીજુ નથી જે આપણૅ જાણતા નથી એનો ડર છે.બધાને છોડવા કરતા સામે છેડૅ આપણ ને કોઇ આવકાર વા નહી ઉભુ હોય એનો ડર છે.”
  આંખ માં પાણી આવી ગયા.
  પણ આજે જમાનો બદલાઈ ગયો છે. અમારા સગા માં માતા પિતા નો એક નો એક દીકરો અમેરીકા જાતો હતો. મે એને કહ્યુ તારા મમ્મી પપ્પા નુ શુ? અહિયાં રહિને પણ તને મહિનાનાં ૩૦,૦૦૦ પગાર મલી રહે છે તો જાવાની શુ જરુરત છે. તો મને એ દીકરા એ જવાબ આપ્યો.કે મારા મમ્મી પપ્પા ને કોઈ દિવસ પૈસા ની કમી નહી આવવા દઉ. પણ હુ એમ મારા ભવિષ્ય ને લાગણી ઓ માં ખેચાઈ ને દાવ પર નહી લગાડી શકુ. અને જ્યારે એ જાતો હતો ત્યારે બધા ને રડવુ આવતુ હતુ કારણકે બધાને ખબર હતી કે હવે એ કોઇ દિવસ પાછો નહી આવે.અને એ કંટાળતો હતો કે બંધ કરો આ રડવાનુ. ક્યારે સમય થાશે મારો જાવાનો.
  પણ આપનો લેખ હ્રિદયસ્પર્શી હતો.

 10. gopal h parekh ઓક્ટોબર 11, 2007 પર 8:19 પી એમ(pm)

  svajanono viyog sahan karvo ketlo aakro hoy chhe te to jena par vite te j jane

 11. kirit shah ઓક્ટોબર 11, 2007 પર 9:54 પી એમ(pm)

  Mine is the same story – I have Green Card but prefered to stay back
  with parents, as I am the only son.

  Everone told me that I am foolish to make such decision, but parents come
  on the top of all happyness I would have got by staying in America
  Thanks for your moral support to all like me

 12. Harnish Jani ઓક્ટોબર 11, 2007 પર 10:54 પી એમ(pm)

  Friends– It was I who did not change the time and It was I who was thinking about my mother and family-But being a story teller I thought to narrate the story in above format—I can not describe enough,till this day, how much I missed my Desh–I had written nice account of the day I became American citizen–I cried in front of the judge and I cried all day-I feel guilty since then-My story is your story- Thank you.

 13. HIMANSHU PATHAK ઓક્ટોબર 12, 2007 પર 12:50 એ એમ (am)

  To write down story as if we are talking to somebody.Nicely narreted.
  congratulations.

 14. ilaxi ઓક્ટોબર 12, 2007 પર 8:04 એ એમ (am)

  I won’t call this a story – It’s facts of Life. Sheer emotions with feelings stretching to newer world n memories alive….a console to many who might be home-sick…In my 10/15 years of surfing on web, I come across many NRI who’ve memorable moments – joy and pain – happiness and frustrations – Life is a journey with no look back but dreaming of a wonderful world!

 15. Sandeep Thakkar ઓક્ટોબર 13, 2007 પર 7:17 એ એમ (am)

  Varta vanchi aankh ma thi ashru ni dhara chuti aavi .

  Aaje hu amdavad na mara ghar thi hajaro mil dur Tokyo ma baitho chu tyare aa varta e mane e kshan yaad devdavi didhi k jyare hu Amdavad na havai mathak thi singa pore airlines ni flight pakdi tokyo aava nikdyo to

 16. pallavi ઓક્ટોબર 18, 2007 પર 2:53 એ એમ (am)

  Harnishbhai,
  Dil ni Savedana na tar zanzanavi muke evo Prasang lakhyo tame.
  Abhinandan!!!
  Pallavi

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: