સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભીખાભાઈ મગનલાલ જાની, Bhikhabhai Maganalal Jani

તેમની બાળકોને કેટલીક જીવનશીખ  –

‘પહોંચ હોય તેટલો પથારો કરવો.’
‘કોઈનું ભલું  ન થાય તો કંઈ નહીં, પણ કોઈનું બુરું ન  કરવું.”
“આવકના 40% બચત થાય તેવી રીતે જીવવું.”

તેમને બહુ ગમતો મંત્ર
” ચૈતન્ય સિન્ધુ ગરજે ૐ ૐ ૐ ”

__________________________________________________________

જન્મ

 • 14, જાન્યુઆરી- 1902, ખેડા
 • વતન – અમદાવાદ

અવસાન

 • 13 સપ્ટેમ્બર – 1988 , અમદાવાદ

કુટુમ્બ

 • માતા – નર્મદાબેન; પીતા – મગનલાલ ; બહેન – શીવલક્ષ્મી
 • પત્ની – 1) પ્રભા  ( નીઃસંતાન મૃત્યુ પામ્યાં હતાં )  2) શારદા ( 1998 માં અવસાન)
 • પુત્રો
  • પીયુશ ( ચીફ સીવીલ એન્જીનીયર, ભદ્રાચલમ પેપર મીલ)
  • ડો. ભરત ( ગુજ. યુની. , અમદાવાદમાં આંકડાશાસ્ત્ર વીભાગના ના હેડ તરીકે નીવૃત્ત )
  • સુરેશ ( એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત)
 • પુત્રીઓ
  • ડો. દક્ષા ( સ્ત્રી- રોગોનાં નીશ્ણાત અને સર્જન)
  • રાજેશ્વરી ( દાહોદની મા. શાળામાંથી વીજ્ઞાનનાં શીક્ષીકા તરીકે નીવૃત્ત)

જ્ઞાતી

 • ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

અભ્યાસ

 • મેટ્રીક

વ્યવસાય

 • વે. રેલ્વેમાં ટેલીગ્રાફ અને વાયરલેસ ખાતામાં ઓપરેટર અને પછી ઇન્સ્પેક્ટર
bhikhabhai_jagdalpur

જગદલપુર – ૧૯૭૩

જીવનઝરમર

 • સાવ સાદા અને સરળ માનવી
 • મેટ્રીકમાં ખેડા જીલ્લ્લામાં પ્રથમ નમ્બરે આવ્યા હતા, પણ ફી ભરવાના નાણાંના અભાવે કોલેજમાં જોડાઈ ન શક્યા. વીક્ટોરીયા ગાર્ડનમાં આ માટે  ચોધાર આંસુએ રડેલા અને પોતાના બાળકોને કોઈ સંજોગોમાં આવી અસહાયતામાં પડવા ન દેવાનો સંકલ્પ કરેલો.
 • પેટા પાટા બાંધીને પણ પોતાના પાંચે સંતાનોને ભણાવ્યા હતા.
 • જીવનના  મધ્ય ભાગમાં જ્ઞાતીમાં ઘર કરી બેઠેલ મૃત્યુ પાછળ થતા પ્રેતભોજનો બંધ કરાવવા, સજાગ જ્ઞાતીબંધુઓ સાથે પીકેટીંગ કરવાનું દુશ્કર કામ કરતા હતા અને માર પણ ખાધેલો.
 • જ્ઞાતીમાં ભણતરનો પ્રસાર થાય તે માટે એજ્યુકેશન સોસાયટીની  સ્થાપનામાં  સક્રીય ફાળો આપેલો. જીવનભર તેના સક્રીય કાર્યકર રહેલા.
 • 1942 –  રેલ્વેની નોકરીમાં કોઈ વાયરલેસનું ભણતું ન હતું, ત્યારે 40 વર્શની ઉમ્મરે તે ભણવા દીલ્હી ગયા હતા અને પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યાર બાદ મહીને 75 રુ.માંથી સીધો 120 રુ. પગાર થયેલો.
 • 1957 –  વાયરલેસ ઇન્સ્પેક્ટર તરીકે નીવૃત્ત
 • સમગ્ર જીવન ધર્મ પરાયણ હોવા છતાં, સંપ્રદાયોની મોહજાળ અને અંધ શ્રદ્ધાથી દુર રહ્યા હતા.
 • શ્રી. અરવીંદ ઘોશની ફીકસુફીમાં બહુ જ વીશ્વાસ ધરાવતા હતા અને આખા કુટુમ્બને બે વખત પોંડીચેરી લઈ ગયા હતા.
 • પોતાની સ્થીતી સામાન્ય હોવા છતાં  ઘરમાં 1000 પુસ્તકોથી સભર પુસ્તકાલય રાખ્યું  હતું અને ત્રણ પુસ્તકાલયોનું સભ્યપદ ધરાવતા હતા, જેથી બાળકો પુસ્તકો વાંચતાં થાય.

25 responses to “ભીખાભાઈ મગનલાલ જાની, Bhikhabhai Maganalal Jani

 1. Chirag Patel ઓક્ટોબર 15, 2007 પર 9:21 એ એમ (am)

  બન્ને વડીલોને શત-શત વંદન.

 2. Harnish Jani ઓક્ટોબર 15, 2007 પર 10:40 એ એમ (am)

  Wonderfull life indeed !! You must be youngest-I m curious to know about ur impression about him-Any notable incidents?? I m impressed by his love for Literature.You are fortunate to have father like him-

 3. Rucha Jani ઓક્ટોબર 15, 2007 પર 11:16 એ એમ (am)

  I am short of words to express my feelings towards Dada-Baa.

  As I know of Dada – A natural Leader!! Straight-forward person. People looked up to him for his ability to solve problems. He was well-known for telling truth the way it is.

 4. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 15, 2007 પર 4:57 પી એમ(pm)

  LATE BHIKHABHAI JANI WAS A GREAT MAN ….AMAN OF VIRTUES & TAUGHT THE RIGHT THING TO HIS CHILDREN>..>>>HE WAS A SOCIAL WORKER TOO..MY SALUTATIONS TO HIM>>>>DR C M MISTRY

 5. Qasim Abbas ઓક્ટોબર 15, 2007 પર 7:01 પી એમ(pm)

  Staunch opponent of Pretbhojan, Sampraday and Andhshradha, he left highly educated children, though he was not much educated. What a love towards children and education! Koti Koti Wandan aap na pujy pitashri ne.

  The light of the education to his children will shine to coming generations. In
  Gujarati, we can say: DIVA THI DIVO PRAKASH PAAME CHHE.

 6. gopal h parekh ઓક્ટોબર 15, 2007 પર 8:06 પી એમ(pm)

  વડીલો જ્યાં હોય ત્યાં તેમને મારા વંદન

 7. મગજના ડોક્ટર ઓક્ટોબર 15, 2007 પર 10:00 પી એમ(pm)

  DEAR BHAI SURESH,

  I AM TAKING PRIDE THAT WE WERE AND NOW ARE CONNECTED.
  AS HIGH SCHOOL AND FIRST YEAR 1959-60 on AS AMADAVADI- GUJARATI AND BHARATIYA.NOW, LIVING IN AMERICA.
  STAY CONNECTED AS THE JANIS AND I WILL AS TRIVEDIS.
  AND WE AS JANIS- TRIVEDIS FOR YEARS TO COME.
  HAPPY NAVARATRY !!

 8. હરીશ દવે ઓક્ટોબર 16, 2007 પર 7:46 પી એમ(pm)

  સંતાનના જીવનને ઉજાળવામાં માતા-પિતાનો અનોખો ફાળો હોય છે. આપણે કેવી રીતે તેમનું ઋણ ફેડી શકીએ? માતા-પિતાને હૃદયમાં પ્રેમ, શ્રદ્ધા અને અહોભાવ છલકાતાં રહે તે પ્રાર્થના.

  આપનો સંદેશો સરળ છે: માતૃ દેવો ભવ. પિતૃ દેવો ભવ. માતા-પિતાને શત શત વંદન!

  ….. હરીશ દવે અમદાવાદ

 9. Ratna Tailor જાન્યુઆરી 25, 2008 પર 8:02 એ એમ (am)

  Yes……..Chandravadanbhai………as I had mentioned on the other web of yours I enjoy reading ALL the comments and poems of many writers. Also the ideas on how to help the needy people in India with education and help them to help them selfs for a better life. I agree we have to put our best effort and with ideas and action to help them. Keep up the good work!!

  Ratna and Anil

 10. Purshottam Haribhai Mistry ફેબ્રુવારી 7, 2008 પર 1:55 પી એમ(pm)

  Nameste Dr. Chandravadan,
  It gives me a great pleasure to acknowledge your lifelong involvement in social and community work all over the India,Africa and U.S.A. It is nice to hear that you are doing a great job on the social and religious front.
  I know of all the good work you have done for your family when your elder brother died in Zambia. You looked after all the children, educated them and settled them in U.S.A. It is a very responsible job but you have done nicely.
  I know of all the good work you have done in Vesma,India, our Birthplace. You generously gave money to construct Balmandir,Prajapati Samaj Hall, School, Temples, Hospital and many more places.Your name is on every donations in Vesma. Keep the good work doing and the allmighty God will help. I hear that you are doing some very important social work in ohter parts of Gujarat.
  You are a unique,hard working Doctor with full of love and compassion dedicated for the welfare of family and the Gujarat society all over the world. You have a mind full of ideas and imagination which are reflected in your poems and other literature you wrote in your books. I was really pleased to read your poems.
  In the end, I pray All mighty God to grant you a long, healthy and happy life to serve the community. I am sure the people in India are also appreciating your work as we are here in U.K.
  Love from my family.
  P.H.Mistry.

 11. DR. CHANDRAVADAN MISTRY ફેબ્રુવારી 8, 2008 પર 1:52 પી એમ(pm)

  Dear Sureshbhai..I visited the GUJARATI MAHAJANPARICHAY website after the comments posted by my freiend Pursottam Mistry….It seems he had wrongly posted the comments under the profile of your father Mr B JANI….ALSO on JAN 25th Ratna Tailor posted the comments wrongly too….Is it possible to TRANSFER comments to appropriate place ? JUST A THOUGHT..

 12. JAYANT N.CHAMPANERIA ફેબ્રુવારી 27, 2008 પર 3:46 એ એમ (am)

  Dear Dr. Chandravadan,
  I must addmit that you are not only Doctor but you are good writer,I have gone through your all web site.I must say that like you there are few men,who has kept friendship since 1948 till today.I know, you are worring for VESMA, your samaj,poor families,poor students of primary school,I pray for yor you,for good health,GOD bless you.

 13. Harilal Lad માર્ચ 4, 2008 પર 6:15 પી એમ(pm)

  Hallow , Dear brother I go through some of the article and poems u wrote its very nice and cool, to day i am so proud of u brouther who is not only a human dr but also dr of litreture, keep up your good work for our society ,our relegious and our nation.
  I pray to mighty god for healthy and prosperous life ahead.
  GOD BLESS YOU

 14. Pingback: 15 ઓગસ્ટ – 1947 « ગદ્યસુર

 15. atul vyas ઓગસ્ટ 3, 2009 પર 9:40 એ એમ (am)

  We are happy to learn about your family
  atul-kusum

 16. Vipin સપ્ટેમ્બર 25, 2009 પર 3:47 પી એમ(pm)

  Overall both parents lived long and meaningful life. Homage to their memory. They lived at a time when Indian History was changing turbulently. What was their reaction to that?

 17. Vinod R. Patel ઓક્ટોબર 4, 2009 પર 11:00 એ એમ (am)

  Sureshbhai, you are lucky to have the parents the like you had . I have recently known you thru your web sites and am much impressed the way you utilize your time of retirement in USA . You are the inspiration for many retired senior citizens like me who enjoyed a good career in India and find it difficult to pass their time after coming in USA to be with ther loved ones.
  Vinod R. Patel
  San Diego.

 18. CHAND KUMAWAT(PRAJAPATI) માર્ચ 14, 2010 પર 7:36 એ એમ (am)

  RESP MISTRYJI
  VERY NICE TO KNOW ABOUT YOU AND YOUR PROFILE WE ARE VERY MUCH PROUD ON US .
  PLS ARRANGE TO SEND ME YOUR MORE LINK AND ADDRESS AND TEL .& MOBILE IAM FROM JAIPUR ( RAJASTHAN ) PLS VISIT MY WEB SITE FOR DETAILS AND CALL ME SOME TIME IAM IN MEDIA N PUBLICAITION.
  WITH REGARDS
  CHAND KUMAWAT
  MANISH MEDIA AGENCY
  305 MUKHIJA CHAMBER
  M.I.ROAD JAIPUR _1
  Email timelessmahatma@gmail.com
  www manishmedia.com
  094140 08242

 19. Pingback: અફલાતૂન તબીબ : ભાગ – 5, આંબોઈ « ગદ્યસુર

 20. Deep Acharya માર્ચ 31, 2010 પર 6:45 એ એમ (am)

  Dear Suresh Sir,

  Very good description of Profile.
  Have so much respect for your father.

  Thank you.
  Regards,
  Deep Acharya

 21. Patel Popatbhai માર્ચ 31, 2010 પર 7:03 પી એમ(pm)

  મા. શ્રી જાનીસાહેબ

  વડિલોને સાદર પ્રણામ

 22. aataawaani ડિસેમ્બર 17, 2014 પર 7:38 પી એમ(pm)

  પ્રિય સુરેશ ભાઈ
  તમારા પિતાજીને હું વંદન કરું છું અને માતાશ્રીને પણ તમારા પિતાશ્રીની બાળકોને ભણાવવાની ધગશને હું કોટી કોટી વંદન કરું છું
  મારા બાપા મને કહેતા કે તુંતો ઘણું ભણ્યો( અંગ્રેઝી વિના સાત ધોરણ સારી રીતે પાસ) તારા જેટલું તો આપણી સાત પેઢીમાં કોઈ ભણ્યું નથી , પણ મારી મા નાં પ્રતાપમાં મારો નાનો ભાઈ ભણ્યો .

 23. સુરેશ ફેબ્રુવારી 26, 2016 પર 6:53 પી એમ(pm)

  હું અમદાવાદ એરપોર્ટ પર હતો અને બાપુજીના છેલ્લા શ્વાસ ચાલતા’તા. નીચલા મધ્યમ વર્ગમાંથી સે’જ જ ઉપર આવેલા અમારા કુટુમ્બમાં મારું અમેરિકા – ગમન ( અને તે પણ કમ્પની તરફથી માનભેર ટ્રેનિંગ માટે) સૌને માટે ગર્વનો વિષય હતો. મોટા ભાઈ બાપુજી પાસે રોકાયેલા. મેં પુછ્યું કે, ‘ભાઈ કેમ નથી આવ્યા?’ અને બધાએ એમ જ જવાબ આપ્યો કે, ‘બાપુજી પાસે કો’ક તો જોઈએ ને?’
  સૌને એમ જ કે, છેલ્લા શ્વાસની વાત સાંભળી આવો આ જવાનું કેન્સલ કરી દેશે.
  દિલ્હીમાં સરસ હોટલમાં રહેવાની સગવડ કમ્પનીએ કરેલી. પણ કોણ જાણે કેમ મારા મનમાં સહેજ પણ આનંદ નહીં. જાણે કે, કાંક અમંગળ બનવાનું છે – એવો જ ભય મન પર સવાર. એ વખતે બાપુજી નો’તા રહ્યા.

  પછી તો સફરના આનંદમાં એ ડર જતો રહ્યો.
  પણ દિલ્હીની એ રાત યાદ કરીને બાપુજીને હજુ રડી લઉં છું. ધરમના કાંટા જેવા એ દિવ્યાત્મા અને મારી મા ના જિન્સ – સુજા જે છે તે તેમનો પ્રતાપ.

  એમને નમસ્કાર…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: