સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કપરી શોધ, ભાગ- 2

ભાગ – 1  

બધાની આંખો વીડીયો મોનીટર પર ચોંટી ગઈ હતી. પણ એક ચીજ સમજાતી ન હતી. દરીયાનું તળીયું આગળ દેખાતું હતું તેવું ખરબચડું અને પથરાઓ કે ખાડાખૈયાવાળું રહ્યું ન હતું. અભુતપુર્વ રીતે તે લીસું જણાતું હતું. જાણે કે કોઈ બુલડોઝર ફરી વળ્યું હોય તેવો દેખાવ હતો. રોબર્ટ બોલ્યો ,” ચોક્કસ તે રાક્ષસ અહીંથી જ લપસ્યો લાગે છે.”

જુન –   8 , 1989

બે દીવસમાં ઘણો બધો કાટમાળ આવતો જતો હતો, પણ કાંઈ વજુદવાળું દ્રશ્ટીગોચર થતું ન હતું. સ્ટીમરમાં બળતણનો પુરવઠો જોતાં ચાર દીવસથી વધારે રોકાવાય તેમ ન હતું. રોબર્ટની ચીંતા વધતી જતી હતી. છેક આરે આવેલું વહાણ બુડી જાય તેવી હતાશા તેને ઘેરી વળી હતી. રોબર્ટ આ મનોભાવો સાથે સવારના નવ વાગે તેની કેબીનમાં આડો પડ્યો હતો. તેની પથારીની સામે જ વીડીયો મોનીટરનો સ્ક્રીન હતો.

અચાનક એક મોટો ધોળો આકાર વીડીયો મોનીટર પર દેખાયો. તેને લાગ્યું કે આ કોઈ મોટું જળચર પ્રાણી સુતેલું તો નહીં હોય ને? અને ત્યાં જ મોટી ગન દેખાણી. રોબર્ટ કુદકો મારીને ભાગ્યો.

bismark_gun.jpg

હવે ઉંધી પડેલી તોપ સ્પશ્ટ રીતે દેખાતી હતી. આખી સ્ટીમરમાં સમાચાર ફરી વળ્યા. કન્ટ્રોલ સ્ટેશન પર કર્ક હતો. તેણે આખું દ્રશ્ય રીપ્લે કરીને બધાને બતાવ્યું. તાળીઓના ગડગડાટથી કન્ટ્રોલ રુમ ગાજી ઉઠ્યો.

થોડે આગળ ગયા અને તે દેખાણી.  આર્ગોને 60 મીટરની ઉંચાઈ પરથી 35 મીટરની ઉંચાઈ પર કર્ક લઈ ગયો. દરીયાની આબોહવા ઘણી વીશમ થઈ ગયેલી હતી. તેમની  ‘ સ્ટાર હર્ક્યુલસ ‘  હીલોળા ખાઈ રહી હતી. આમાં ત્રણ માઈલ ઉંડે ‘ આર્ગો ‘ ને સ્થીર રાખવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ હતું. પણ આ ત્રણ લબ્બર મુછીયા જુવાનીયા ગાંજ્યા જાય તેવાય ક્યાં હતા? બીસ્માર્કની પાછળની ગનરી પાર કરીને તેના બીજા છેડા સુધી આર્ગો પહોંચી ગયું. હવે બીસ્માર્કના તુતક પર ચીતરેલો ભયાનકતાના પ્રતીક જેવો રાક્ષસી સ્વસ્તીક બરાબર દેખાતો હતો.

bismark.jpg

તેમની નજર સામે બીજા વીશ્વયુદ્ધ વખતની, સૌથી વધુ શક્તીશાળી, જર્મન વીનાશીકા 48 વરસથી નીબીડ અંધકાર અને અત્યંત ઠંડા પાણીમાં સોડ  વાળીને સુતી હતી. બીસ્માર્ક એક માઈલના છઠ્ઠા ભાગ  જેટલી લાંબી હતી – સોકરના ત્રણ મેદાન જેટલી લાંબી! તળીયાથી કુવાથંભ સુધીની તેની ઉંચાઈ 17 માળના મકાન જેટલી હતી! તેનો વીનાશ થયો ત્યારે બન્ને પક્ષના ચાર હજારથી વધારે નવલોહીયા યુવાનોએ જળસમાધી લીધી હતી. દરીયામાં ગરકાવ થતાં પહેલાં તેણે બ્રીટનના મોટા અને ખતરનાક યુદ્ધજહાજ ‘ હુડ ‘ નો ભોગ લીધો હતો.

bismark_new.jpg

તે જર્મનીની રાક્ષસી વીનાશીકા ‘ બીસ્માર્ક ‘ હતી. તે જમાનાની એ સૌથી મોટી અને સાવ નવી નક્કોર વીનાશીકા હતી, તેની વીનાશકતાના સમાચારથી ઈન્ગ્લેન્ડના સેનાપતીઓ અને રાજકારણીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. એટલેન્ટીક મહાસાગરમાં હજારો માલવાહક જહાજોનો નાશ કરી, ઈન્ગ્લેન્ડ ની પુરવઠા હરોળ કાપી નાંખવાના ખાસ મીશન માટે હીટલરે ખુદ મુલાકાત લઈ તેને વળાવી હતી. તેને ખતમ કરવા ઈન્ગ્લેન્ડનો બહુ મોટો નૌકા કાફલો સજ્જ કરવામાં આવ્યોહતો – તે વખતના વડાપ્રધાન ચર્ચીલના એક જ નારા સાથે –  ” સીન્ક ધ બીસ્માર્ક. ”   ( આ નામનું બહુ જ હૃદયસ્પર્શી, દીલ ધડકાવી દે તેવું, ખતરનાક નૌકા યુદ્ધનું આલેખન કરતું ચલચીત્ર પણ ઉતરેલું છે.)

રોબર્ટ સંતોશથી નાચી ઉઠ્યો. તેનું આ નવલું  વીશ્વપ્રસીદ્ધ સાહસ હતું. આ અગાઉ તેણે 1985 માં ‘  ટાઈટેનીક ‘ ને શોધી કાઢી હતી. બીજાં આવાં અનેક જળસમાધી લીધેલાં જહાજો પણ તેણે ખોળી કાઢ્યાં હતાં.

દુર્ભાગ્યે આ શોધ પછી થોડાક જ અઠવાડીયામાં ટોડ એક કાર અકસ્માતમાં અવસાન પામ્યો હતો. અને ત્યારે રોબર્ટને યુદ્ધની બીભીશક વીનાશકતા અને તેનાથી હ્રાસ પામતા માનવમુલ્યોનો સ્વતઃ પરચો થઈ ગયો હતો. ટોડની યાદમાં તેણે ‘ એક્સ્પ્લોરીન્ગ ધી બીસ્માર્ક’ નામનું અત્યંત રોચક શૈલી અને અનેક ફોટોગ્રાફ સાથેનું  પુસ્તક લખેલું છે.

એ  પુસ્તકના સહારે જ આ સત્યકથા અહીં પ્રકાશીત કરવામાં આવી છે.

2 responses to “કપરી શોધ, ભાગ- 2

 1. કુણાલ ઓક્ટોબર 21, 2007 પર 11:31 પી એમ(pm)

  majaanu aalekhan … 🙂

  safari magazine ma bismark vishe article ghana varsho thaye vaachelo … baalpan ni yaado taaji thai gai … !!

 2. pragnaju ઓક્ટોબર 23, 2007 પર 10:27 એ એમ (am)

  તે વખતની જર્મનીની સ્થિતીનો ખૂબ અભ્યાસી હોત તો આ વાત ‘એક્સ્પ્લોરીન્ગ ધી બીસ્માર્ક’
  જુદી રીતે લખી હોત. બધું સાપેક્ષ છે!
  બાકી સાહસ દાદ માંગી લે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: