સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવા ઘરમાં જતાં

        અમે ઘર બદલ્યું. નવા ઘરમાં રહેવા ગયા.

        જુના ઘરનો બધો સામાન પેક કરવાની પ્રક્રીયા વીસ દ્હાડા ચાલી. તેર તેર વરસથી ભેગો કરેલો સામાન; દેશની અનેક મુલાકાતોમાં પેટીયું ભરીને આણેલો સામાન; અલીલખ સામાન. રુમે રુમે ઢગલા થઈ ગયા. ખોખે-ખોખાં અને કોથળે કોથળા ભરાણા. છુટા થઈ શકે તેવા ફર્નીચર છુટા થઈ ગયા. દરેક ખોખા અને કોથળા પર લેબલો લાગી ગયા. કોઈ ભુલ ન થાય; નવા ઘરમાં બધું સહેલાઈથી મળી રહે. આખું ઘર જાણેકે વણજારાની પોઠો ને પોઠો જેવું બની ગયું.

       અને તે શુભ ચોઘડીયું આવી પુગ્યું.

       ગાડીઓ ભરી ભરીને સામાન વીદાય થવા માંડ્યો. ભાડાની મોટીમસ ટ્રક પણ દીકરો લઈ આવ્યો. બધું ફર્નીચર ભરાવા માંડ્યું. બધાંનો ઉત્સાહ તો માય નહીં. મોટા ઘરમાં રહેવા જવાનું છે ને? છોકરાંવને ચંત્યા પેંઠી કે તેમનાં કોઈ રમકડાં રહી ન જાય. તેમની કોઈ સોગાત રેઢી ન પડી જાય. અને નવે ઘેર ઢગલા થવા માંડ્યા. આ ખોખું ફલાણા રુમનું અને પેલું ફલાણાનું. આ ટેબલ તો ઉપરના માળે મુકવાનું. આ પથારી તો માસ્ટર બેડરુમની છે.

        અને સાંજ પડતામાં તો બધો મોટો સામાન યથા સ્થાને મુકાઈ ગયો. થાકેલા મજુરોને સારી શીખ આપી, રાજી કરી વીદાય કર્યા. પણ કરમ કઠણાઈની હવે શરુઆત થઈ ગઈ! કોઈ ચીજ મળે જ નહીં. લગાડેલા કોઈ લેબલ કામ ન આવ્યા. અંધારામાં નવા ઘરની લાઈટોની સ્વીચો જ ન જડે. દરેક કામ માટે મહાન અન્વેશણોની પરંપરા શરુ. થાક અને પસીનો ઉતારવા નહાવા ગયા તો ટુવાલ ન મળે. ટુવાલ મળે તો પહેરવાનાં ચોક્ખાં કપડાં ન મળે. વાળ ઓળવાની કાંસકી ગાયબ.

        અને જમવામાં પીઝાના ડુચા!  અને નવા ઘરમાં થોડી જ કાંઈ સુખપાવની ( ખીચડી જ તો ! ) બનાવાય? કાલે ચુલો સળગશે અને શુકનનો કંસાર બનશે – લોટ, ગોળ અને ઘી તો ખાસ જુદાં રાખી મુક્યાં’તાં તે તો મળી જશે! પણ ખાવાની ડીશો અને ચમચીઓ? દીકરો બોલ્યો , “ એ તો ડીસ્પોઝેબલ ચાલી જશે! “

—-

        અરે ભાયા ! જીવનનું ય કંઈક આમ જ છે ને? કેટકેટલી મહેનત અને શમણાંથી સજાવેલ, આ મનખા દેહ છોડીને જતા રહેવું પડવાનું છે. અને બીજું ઘર મળે કે ન પણ મળે ! પણ ઈમાં એક વાતની નીરાંત – બધું એકડે એકથી જ શરુ કરવાનું. કશું ગોતવાનું જ નહી! બધું નવું નક્કોર. સાવ કોરી સ્લેટ. અને આપણે સામાન વેંઢારવાની જગ્યાએ કોઈ આપણને વેંઢારીને ફરે. સહેજ રડ્યા ને નવી માનું થાનેલું ચપ દઈને હાજર – કે પછી દુધની બોટલ !

        અને મુસલમાન કે ખ્રીસ્તી હોઈએ તો તો એ પંચ્યાત પણ નહીં. ખાલી જીંદગીના હીસાબ જ આપવાના- સવાલોના જવાબ માત્ર જ ! પછીની વાત પછી !

        ના ભૈ ના ! આ જુનું ઘર નથી બદલવું. એ તો બહુ પ્યારું છે. ભલેને બીજી વાર કે અનેક વાર રહેવાનું મકાન બદલવું પડે. એ વ્યથાઓ વહોરી લઈશું. ભલેને આ જુનું ઘર ઘરડું થયું, કરચોળીવાળું થયું, કંપતું અને જર્જરીત થયું, અનેક આધી, વ્યાધી અને ઉપાધીથી ભરેલું રહ્યું.

      – આપણને ચાલશે!

11 responses to “નવા ઘરમાં જતાં

 1. Bhavin Gohil ઓક્ટોબર 26, 2007 પર 2:13 એ એમ (am)

  Khub Sundar Rajuaat, Dada !!

  અને મુસલમાન કે ખ્રીસ્તી હોઈએ તો તો એ પંચ્યાત પણ નહીં. ખાલી જીંદગીના હીસાબ જ આપવાના- સવાલોના જવાબ માત્ર જ ! પછીની વાત પછી !

  ekdam sachi vaat kahi….

 2. nilam doshi ઓક્ટોબર 26, 2007 પર 2:19 એ એમ (am)

  દાદા, સરસ વર્ણન…શરીર પણ ડીસ્પોઝેબલ હોત તો ?

 3. Sandeep Thakkar ઓક્ટોબર 26, 2007 પર 2:33 એ એમ (am)

  Adbhut lekh

  Vanchi ne khubj anand vibhor thayo

  Ghana ghana Dhanyawaad

  Sandeep T

 4. Ketan Shah ઓક્ટોબર 26, 2007 પર 5:53 એ એમ (am)

  ના ભૈ ના ! આ જુનું ઘર નથી બદલવું. એ તો બહુ પ્યારું છે. ભલેને બીજી વાર કે અનેક વાર રહેવાનું મકાન બદલવું પડે. એ વ્યથાઓ વહોરી લઈશું. ભલેને આ જુનું ઘર ઘરડું થયું, કરચોળીવાળું થયું, કંપતું અને જર્જરીત થયું, અનેક આધી, વ્યાધી અને ઉપાધીથી ભરેલું રહ્યું.

  – આપણને ચાલશે!

  Bahu j saras.

 5. Harnish Jani ઓક્ટોબર 26, 2007 પર 6:14 એ એમ (am)

  Come to think of it-I dont know the reason but we are living in my house for the last 25 years–We had so many opportunities to move-but we have dropped the idea–
  Sureshbhai-Good story.

 6. chetu ઓક્ટોબર 26, 2007 પર 8:41 એ એમ (am)

  સરસ લેખ ..આપ દરેક બબતો ને એક્દમ ઝીણવટ પુર્વક રજુ કરી અને એમાં થી બોધ પ્રેરક વાતો સમજાવો છો એથી અમને ખુબ જ સારી પ્રેરણા મળે છે.

 7. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 26, 2007 પર 9:15 એ એમ (am)

  Congatulations for moving to a new house…Human life is filled with changes too…Mentally & physically we all change…BUT the true virtues within always remain &old changed body remains as the caretaker….Sureshbhai I salute your SPIRIT & your analysis of small &big incidents of life….Well written story..

 8. pragnaju ઓક્ટોબર 26, 2007 પર 1:48 પી એમ(pm)

  ઘર બદલવાનો અનુભવ ફરી યાદ આવ્યો!
  સાથે અમારા એન્જીનીયર મિત્ર ઉદયભાઈપણ યાદ આવ્યા.
  ભાડાનું ઘર સાફ કરીને આપવું પડે અને મૉડું થાય તો પ્રેમથી ભાડાની ઉઘરાણી થાય!સાફ ન હોય તો પ્રેમથી સફાઈ સર્વીસને બોલાવી ઉઘરાણી થાય!!એ ભારે વજન ઉંચકતા ઉદયભાઈની કમરનાં મણકાની ડીસ્ક ખસી ગઈ.૯ ૧ ૧ -ને ફોન કર્યો તો તેણે ઈમરજન્સીને ફોન કરવાનું કહ્યું.માડ માંડ હોસ્પિટાલ પહોંચ્યા તો ઘણું નુકશાન થઈ ગયેલું…અંજામ ફ્રરી દેશભેગા થવુ પડ્યું!’સુખપાવની’ને અમે પ્રિયદર્શિની કહીએ….
  તેના દર્શનથી પૂણ્ય મળે,સુગંધથી પાપનો નાશ થાય,સ્પર્શથી સર્વ તિર્થોનું પુણ્ય મળૅ અને ભોજનથી મોક્ષ મળે!આ વાત સંસ્ક્રૃતમાં રશ્મીકાન્તભાઈ સારી રીતે જણાવી શકશે…આ પેરડી છે એ કહેવાની જરુર લાગતી નથી..
  જુના ઘરની પણ ઘણી વાતો યાદ આવે..
  અહીં પણ …
  ઉગ રહા હૈ દરો દિવારપે સબ્જીયાં,
  હમ બયાંબેમેં હૈ ઔર ઘરમેં બહાર આઈ હૈ!
  એવો અનુભવ પણ છે!
  એ બધું લખીએ તો લેખ કરતા કોમેંટની લંબાઈ વધી જાય!!

 9. જુગલકીશોર ઓક્ટોબર 26, 2007 પર 9:39 પી એમ(pm)

  “જુનું ઘર ખાલી કરતાં….”
  ને
  નવું ઘર વસાવતાં વસાવતાં વચમાં
  “આયુષ્ય જો અંતરીયાળ આથમે…”
  પણ એની તૈયારી નથી ને ?
  ચાલશે.

  જ્યોતીન્દ્ર દવે એ જીભના લેખમાં બદલી શકાય એવાં અંગોની વાત કરી છે.

  તમે મકાન નીમીત્તે ખોળીયું બદલવાની વાત સુધી લઈ ગયા એથી તમારા આ મનોવ્યાપારની સીરીયલ બહુ ફળી રહ્યાની ખાત્રી થઈ જાય છે.
  વાક્યોમાં ખાસ કરીને અનુસ્વારની અને કેટલીક ભુલો ધ્યાન ખેંચે છે. નવા મકાનમાં હવે એ પણ થશે જ એમાં શંકા શી ?

 10. Mahendra Shah ઓક્ટોબર 28, 2007 પર 12:03 એ એમ (am)

  સુંદર લેખ સુરેશભાઈ. મને તમારું લખાણ ગમ્યું, મને પણ આવું જ આસપાસના નીરીક્ષણ પરથી રમુજભરી શૈલીમાં લખવાનો / વાંચવાનો આનંદ આવે છે. નવા ઘરમાં રહેવા જવાના અભીનંદન. અમારા મીત્ર ઈશ્વરભાઈ નવા ઘરમાં મુવ થયા ત્યારે બધાં ને ગુજરાતીમાં ચેંજ ઑફ એડ્રેસનાં કાર્ડ મોકલેલ.., લખાણ આ મુજબ હતું.., ” ઈસ્વરે ઘર બદ્લ્યું ” !!!

  મહેન્દ્ર.

 11. Hetal માર્ચ 9, 2010 પર 6:31 એ એમ (am)

  સરસ લેખ ..સરસ વર્ણન…

  – આપણને ચાલશે!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: