સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લીલું આદુ – એક અવલોકન

    લીલું આદુ હોય? હા, હોય !

    વાત જાણે એમ છે કે મારું રોજનું મહાન કામ – અમદાવાદી મસાલાવાળી ચા બનાવવાનું. પણ હું તેમાં તૈયાર મસાલો નથી નાંખતો. કચરેલું આદુ અને ઈલાયચી વાળી ‘ સુરેશ ‘ બ્રાન્ડ ચા પીવા તમારે આર્લીંગ્ટન-ડલાસ આવવું પડે !

     તમે કહેશો ‘ આમાં લીલું આદુ ક્યાંથી આવ્યું? ‘  અરે ભાયું ને બેન્યું , આ તો વાતમાં થોડું મોણ નાંખીએ તો વાત જામે ને? ! તો વાત ઈમ સે કે , સ્ટોરમાંથી મારા જમાઈ આદુ લાવ્યા હતા; તે સાવ પાતળું હતું. મેં તે શમાર્યું તો અંદર ખાસી લીલી ઝાંય દેખાણી. પહેલાં તો મને થયું કે, ‘માળું આ ઝેરી તો નહીં હોય?’  પછી હીમ્મત કરીને ગરમ થતા પાણીમાં સાંડસીથી કચરીને પધરાવી દીધું. ચાના રોજના સ્વાદમાં તો કાંઈ ફરક ન પડ્યો , પણ ….

    આદુ તેના છોડના મુળમાં કંદમુળના પ્રકારે પેદા થાય છે. બરાબર પાકટ આદુ હોય તો તો તે પુશ્ટ બનેલું હોય, અને તેનું આદુત્વ બરાબર પાંગરેલું હોય ! પણ આ જનાબ તેના મુળ છોડના મુખ્ય થડની બહુ નજીક હશે એટલે, તેનામાં ડાળીના ગુણોનો પ્રભાવ રહી ગયો હશે. પાંદડાઓએ બનાવેલા રસમાં તેમનું લીલાપણું બાકી રહી ગયું હશે, જે આ આદુભાઈ પુરું પચાવી ગયા નહીં હોય ! આમ લીલી ઝાંય કપાતા પહેલાં રહી ગઈ હશે.

    આપણે બાળપણ વીતાવી પુખ્ત બનીએ ત્યારે આવી મધુરી લીલી ઝાંય ગુમાવી દેતા હોઈએ છીએ. નાના હોઈએ ત્યારે આ લીલાશ થોડી થોડી બાકી રહી ગઈ હોય છે. અને એટલે તો એ મધુરું બચપણ સૌને હમ્મેશ સતાવતું હોય છે.

वो फागजकी कश्ती, वो बारिशका पानी !

     પણ એમ ન બને કે પુખ્ત બનીએ અને એ લીલી ઝાંય વીદાય લઈ લે  તો પણ , પુખ્ત આદુની જેમ આપણે રસકસથી ભરપુર જ રહીએ? સુંઠના ગાંગડા જેવા ચીમળાયેલા વૃદ્ધ ન બની જઈએ?

  મારી સીગ્નેચર કવીતા વાંચશો? મજા આવશે ….

બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

( આખી કવીતા વાંચવા અહીં ‘ ક્લીક ‘  કરો. )

લીલું આદુ પણ હોય અને આનંદ કરતા, લીલા સોટા જેવા ડોસાજી પણ હોય !!!!!!!

One response to “લીલું આદુ – એક અવલોકન

 1. pragnaju ઓક્ટોબર 29, 2007 પર 2:22 પી એમ(pm)

  ‘સુંઠના ગાંગડા જેવા ચીમળાયેલા વૃદ્ધ ન બની જઈએ?’ ને બીજી રીતે વિચારીએ
  એ તો ગુણોથી વર્ધમાન વૃધ્ધ છે.
  સુંઠના ગાંગડા માટે કહેવાય કે-કોની માએ સવાશેર સુંઠ ખાધી છે?
  વેદમાં તો તે વિશ્વભેષેજ કહેવાયું
  અમારા વડિલના કહેવા પ્રમાણે તો તેમનું તંદુરસ્તીનું રહસ્ય સુંઠ,લીંબુ અને મધ!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: