સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલી ઘર, ભાગ -૧

એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જુના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઉડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાંજ નવું નક્કોર ફર્નીચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સુરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પુજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કીલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રુંગારની મદીરા છલકાવાની છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે, અને આ ઘર તે માટે તલપાપડ થઈને બેઠું છે.

બીજું પણ એક ઘર છે, જે હમણાંજ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વીનાનો સામાન, ગાભા, ડુચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નીચર પાછળથી હવે ડોકીયાં કરતાં કરોળીયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધુળ અને કચરો અને ખાસ તો વીદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડુસકાં અને ડુમો – આ ખાલી ઘરના સમસ્ત અસ્તીત્વને ઘેરું અને સોગીયું બનાવી રહ્યાં છે.અહીં ખાલીપો છે, જે નજીકના ભવીશ્યમાં ભરાવાનો નથી. અહીં કેવળ નીરાશા અને એકલતા છે.  અહીં હવે કોઈ જીવન નથી. એ માત્ર ખાલી મકાન જ છે. ઘર નથી.
———————-

આ એક મકાન હોઈ શકે. એક નવો સંબંધ હોઈ શકે. એક નવો રસ્તો હોઈ શકે. એક નવો વીચાર, એક નવી અનુભુતી હોઈ શકે. એ સંગીતકારની મસ્તીમાં હમણાં જ પ્રગટેલી, સંગીતની લયબદ્ધ સુરાવલી પણ હોઈ શકે. અંતરના ઉંડાણમાંથી હમણાં જ પ્રગટેલી, પણ હજુ નહીં વંચાયેલી; ભાવથી છલકાતી અને છંદબદ્ધ કવીતા પણ હોઈ શકે. હમણાં જ ફુટેલી એક કળી કે તે કળી જેવું બાળક કે નવયૌવના પણ હોઈ શકે.

અને એ ખાલી થયેલું મકાન પણ હોઈ શકે. વીજેતાના ક્રુર ઘણથી ખંડીત થયેલો અને ગયેલી સમૃદ્ધીને યાદ કરીને વલવલતો રાજાનો મહેલ પણ હોઈ શકે. હુલ્લડ પછી, કરફ્યુના અમલમાં સોરાતો, તુટેલા સ્વપ્નો અને જીવનો માટે આંસુ સારતો અને વલવલતો, નીસ્તેજ અને નીર્જન રસ્તો પણ હોઈ શકે. કે ટુંપાઈ અને નંદવાઈ ગયેલો સંબંધ પણ હોઈ શકે. અભરાઈએ મુકેલી પસ્તી જેવી બુઠ્ઠી લાગણીઓ કે વીચારશુન્યતા પણ હોઈ શકે. એ કેવળ ‘સ્વ’માં જ જીવાતું જીવન પણ હોઈ શકે કે સ્વજનની હમ્મેશની વીદાયથી ભેંકાર બનેલું એકલતાભર્યું અસ્તીત્વ પણ હોઈ શકે.

સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.

જાતજાતનાં ખાલી ઘર. ખાલીપણાં ય કેવાં જાતજાતનાં અને ભાતભાતનાં ?

18 responses to “ખાલી ઘર, ભાગ -૧

 1. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 29, 2007 પર 1:28 પી એમ(pm)

  EK GHAR KHALI BANYU PALMA SAU UDASH
  BIJA GHARE RAHETA CHHE ANAND ULLASH
  TUK SAMAYE KHALI GHARE HASHE KOYNI KHUSHI
  EVA VICHARMA E KHANDER NA HASHE ENI KHUSHI
  Sureshbhai you have expressed your observations & compared them to the human life very well…CONGRATS

 2. dipti 'shama' ઓક્ટોબર 29, 2007 પર 1:31 પી એમ(pm)

  ‘makan’ ane ‘ghar’ – banne vachche no fark ‘manas’ j samji shake che ane ‘manas’ j tene sarthak pan kari shake che! baki dadaji, tamaro observation power ane tene expression ma convert karvano power – banneye sundar che…

 3. pragnaju ઓક્ટોબર 29, 2007 પર 2:50 પી એમ(pm)

  રાહી માસૂમ રઝા યાદ આવ્યાં!
  मेरा नाम मुसलमानों जैसा है
  मुझको क़त्ल करो और मेरे घर में आग लगा दो
  मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयाजें जाग रही हैं
  और मैं जिस में तुलसी की रामायण से सरगोशी करके
  कालिदास के मेघदूत से कहता हूं- मेरा भी एक संदेसा है
  मेरा नाम मुसलमानों जैसा है

  मुझे क़त्ल करो और मेरे घर में आग लगा दो
  लेकिन मेरी रग-रग में गंगा का पानी दौड़ रहा है
  मेरे लहू से चुल्लू भर कर महादेव के मुंह पर फेंको
  और उस जोगी से कह दो… महादेव!

  अब इस गंगा को वापस ले लो
  यह ज़लील तुर्कों के बदन में गढ़ा गया
  लहू बन कर दौड़ रही है।
  ——————————————-
  આપણું શરીર પણ એક ઘર જ છે અને આપણે…

  રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
  મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
  રાખનાં રમકડાં, રમકડાં …
  બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
  આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
  રાખનાં રમકડાં, રમકડાં …
  એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
  એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
  રાખનાં રમકડાં, રમકડાં …
  તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
  તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
  રાખનાં રમકડાં, રમકડાં …

 4. Jugalkishor ડિસેમ્બર 13, 2007 પર 11:01 એ એમ (am)

  હા, ધ્યાન બારું જ રહ્યું હતું. હવે આમેય હમણાં બધું આમ જ રહેશે. હું મારા ઉંઝામા થનારા નીબંધસંગ્રહના પ્રકાશનમાં પડી ગયો છું. હમણાં બ્લોગજગત આઘું રહેશે.

  1લી તા.થી એક મોટી મસ કામગીરી આવી રહી છે તેમાં પણ જોડાયો છું જે પણ ઉંઝામાં જ હશે અને આપણા વાચકજગતને એક ઉત્તમ કક્ષાનો વાચન રસથાળ મળવાનો છે.

  તમને અભીનંદન સાથે….નવી સર્પ્રાઈઝ હવે પછી.

 5. Pingback: ખાલી ઘર – એક લઘુકથા « ગદ્યસુર

 6. Ramesh Patel જાન્યુઆરી 15, 2010 પર 1:45 પી એમ(pm)

  સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.
  Differance bbetween home and house…

  Thanks for sharing issue of lifi.

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 7. siddharth j tripathi જાન્યુઆરી 17, 2010 પર 8:11 એ એમ (am)

  yah ghar nahi tera nahi tera ,samaj samaj man mera ,
  chinti kahe ghar mera mera, musa kahe ghar mera,
  khatmal kahe ghar mera mera, int mitti ka dhera,
  jata badhaya mund mudaya kahe math mera mera,
  chelachati ganj jamaya ,sab andhera ghera.
  tera to kyon jaat akela? kahan sut bandhav chera ?
  do din jag me karat basera , akhir marghat dera!
  chidiya khet chugaya sara, mar mar kast uthaya;
  diwas rain sab khel gumaya ,Rang ant pastaya !

  Avadhuti Anand mathi sampadit
  Rachayita Pujya Shri Rang Avadhut Nareshwar

 8. B.G.Jhaveri જાન્યુઆરી 17, 2010 પર 5:17 પી એમ(pm)

  Khali ghar pan khali nathi,bhavanao thi bharelu chhe.

 9. Pingback: ખાલી ઘર , ભાગ -૨ – એક અવલોકન « ગદ્યસુર

 10. dhavalrajgeera જુલાઇ 13, 2011 પર 1:40 પી એમ(pm)

  આપણું શરીર પણ એક ઘર જ છે .

 11. readsetu જુલાઇ 31, 2011 પર 11:59 એ એમ (am)

  સાચ્ચું કહું ? સાવ સ્વલક્ષી, સહીશ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વીનાનાં; સંવેદનશીલતાના અભાવમાં સાવ ચાડીયા જેવાં લાગતાં જીવન મને તો ખાલી ખંડેર જેવાં ઘર જ લાગે છે.

  ચારે બાજુ આ જ કેમ મળી આવે છે ?

  લતા

 12. Pingback: ખાલી ઘર, ભાગ -૩, એક અવલોકન « ગદ્યસુર

 13. readsetu ડિસેમ્બર 3, 2011 પર 11:18 એ એમ (am)

  aa biji var vaanchyu.. have shabdoni paachhal kaik dekhaay chhe.

  Lata

 14. Pingback: ખાલી ઘર – ૪ « ગદ્યસુર

 15. Pingback: ખાલી ઘર, ભાગ -૫ | સૂરસાધના

 16. Kalpana Raghu સપ્ટેમ્બર 17, 2021 પર 6:35 પી એમ(pm)

  ખૂબ સરસ અભિવ્યક્તિ! અભિનંદન👏

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: