સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભરેલો ખટારો – એક અનુભવ

       મારા બેય દીકરાઓની સાથે હું રસ્તાની બાજુના લોનના એક નાના ટુકડા પર બેઠો હતો. સામે ઘરના સામાનથી ભરેલો ખટારો પ્રસ્થાનની તૈયારીમાં ઉભેલો હતો. બન્ને દીકરાઓએ બહુ પ્રેમપુર્વક ઘર ખાલી કરવાના વ્યથાજનક પ્રયત્નોમાંથી મને મુક્તી આપી હતી. એક ખુરશી પર મને બેસાડી દીધો હતો. અને હવે તે ખુરશી પણ ખટારામાં પહોંચી ગઈ હતી. અમારું બધું રાચરચીલું, બધો સામાન હવે અમારા ભોગવટાથી કામચલાઉ રીતે અમારાં રહ્યાં ન હતાં. હવે બધું જ પેક થઈ ગયું હતું.

       કોણ જાણે કેમ અસહાયતાની એક લાગણી મારી અંદર ઉભરી આવી. જાણે હવે અમે મધદરીયેથી ફંગોળાઈ એક ટાપુ ઉપર બેઠા હોઈએ તેમ લાગવા માંડ્યું.  રોબીન્સન ક્રુઝોને પેલા અજ્ઞાત અને નીર્જન ટાપુ પર થઈ હશે તેવી લાગણી. હવે અમારી પાસે થોડાંક ફદીયાં, ખટારાની અને નવા/ જુના ઘરની ચાવીઓ, ક્રેડીટ કાર્ડ વી. સીવાય કશું જ ન હતું. સાવ રસ્તા પર અમે બેસી પડ્યા હતા.

          પણ બીજી જ ક્ષણે એક બીજો જ ભાવ ઉપસી આવ્યો. અરે! આ તો બે ચાર કલાકની જ અસહાયતા છે. પછી તો નવા ઘરમાં જીવન પાછું શરુ થવાનું જ છે ને?    અને બીજો એક વધુ બળવત્તર ભાવ પણ ઉપસ્યો. ધારોકે દુર્દૈવથી ખરેખર અમારી સ્થીતી તે નીરાશામય ભાવ જેવી થઈ જાય, તો પણ શું? એ ફદીયાં, એ ક્રેડીટ કાર્ડ, એ ચાવીઓ, એ ખટારો, એ નવું ઘર કે કશુંય ન રહે તો પણ શું?

          સાથે હાડ, હૈયું અને હામ તો છે ને?

          અને રમણભાઈ નીલકંઠની મને બહુ જ ગમતી રચના માનસપટ પર ઉભરી આવી –

જાઓ ભલે જીવનઆશ સર્વે
ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,
થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ,
ન એક થાજો પ્રભુ-પ્રીતિ નાશ.

Advertisements

2 responses to “ભરેલો ખટારો – એક અનુભવ

 1. Niraj નવેમ્બર 6, 2007 પર 5:28 એ એમ (am)

  જાઓ ભલે જીવનઆશ સર્વે
  ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,
  થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ,
  ન એક થાજો પ્રભુ-પ્રીતિ નાશ.

  ખૂબ સરસ વાત….

 2. pragnaju નવેમ્બર 6, 2007 પર 10:51 એ એમ (am)

  ન એક થાજો પ્રભુ-પ્રીતિ નાશ
  “हमन हैं इश्क मस्ताना, हमन को होशियारी क्या।
  रहें आजाद या जग में, हमन दुनियां से यारी क्या?
  कबीरी इश्क का नाता, दुई को दूर कर दिल से
  जो चलना राह नाजुक है, हमन सिर बोझ भारी क्या?”
  એ કબીર યાદ આવ્યા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: