સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નાસ્તીકતા – શ્રી. ગુણવંત શાહ

      ‘ નાસ્તીક હોવું તે જેવી તેવી વાત નથી… ‘ 

        વાંચીને ચોંકી ગયાને? નાસ્તીક હોવું એટલે સામ્પ્રત માન્યતાઓના પ્રવાહથી અળગા થવાની અને કેવળ સત્યની શોધ કરવાની  હીમ્મત કેળવવી.  આ અંગે માનનીય શ્રી. ગુણવંત શાહના વીચારો વાંચો –

– —————

          નાસ્તીક મનુશ્ય અધાર્મીક નથી હોતો. જો એને અધાર્મીક ગણીએ તો બુદ્ધ અને મહાવીરને ‘ અધાર્મીક’ ગણવા પડશે. નાસ્તીકતાનું અસલી સૌંદર્ય બુદ્ધ અને મહાવીર થકી પ્રગટ થયું. આસ્તીકતાનું ખરું સૌંદર્ય દયાનંદ, વિવેકાનંદ અને ગાંધી દ્વારા પ્રગટ થયું. બુદ્ધ આત્માના અસ્તીત્વને સ્વીકારતા ન હતા. મહાવીરના દર્શનમાં આત્માનો સ્વીકાર છે. બુદ્ધની કરુણામાં અને મહાવીરની અહીંસામાં ધર્મનો જયજયકાર થયો છે. કોઈ પણ નાસ્તીક અને રેશનલીસ્ટને ‘અધાર્મીક’ ગણવાનું આજથી બંધ!

          એક લોકપ્રીય ભ્રમ ઝટ છોડવા જેવો છે. નાસ્તીક મનુશ્ય પણ અંધશ્રદ્ધાળુ હોઈ શકે છે. એવા તો કેટલાય માર્ક્સવાદી નાસ્તીકો છે, જેમને સ્તાલીન પ્રત્યે આંધળી શ્રદ્ધા હોય છે. નાસ્તીકતા કેટલી ક્રુર અને માનવતાવીરોધી હોય તેનું સૌથી બીભત્સ ઉદાહરણ સ્તાલીને પુરું પાડ્યું છે. ….

            એક મુલાકાતમાં ચર્ચીલે સ્તાલીનને પુછ્યું,” ક્રાંતી થઈ તેમાં કેટલા ખેડુતોની કતલ કરવી પડી હતી?” સ્તાલીનનો જવાબ સાંભળો, “ એક કરોડ માણસોને મારી નાંખવા પડ્યા. એ થથરાવી મુકે તેવી બાબત હતી. ચાર ચાર વર્શ સુધી એ કતલ ચાલતી રહી. એ કામ ભુંડું અને મુશ્કેલ હતું. પણ જરુરી હતું.” ટી.વી. પર મુલાકાત આપનારા પશ્ચીમ બંગાળના સામ્યવાદી મીત્રોના ઓરડામાં ભીંત પર હજી સ્તાલીનની છબી જોવા મળે છે. સામ્યવાદીઓની આવી અંધશ્રદ્ધાને પણ ‘ ક્રાંતી’ કહેવી પડે કે? ચીન પ્રત્યે અખુટ અંધશ્રદ્ધા અને અમેરીકા અંધશ્રદ્ધાથી સતત પીડાતા સામ્યવાદી બીરાદરો નથી રેશનલ, નથી (ખરા) નાસ્તીક અને નથી સેક્યુલર…..

            અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા! એ ભગવા રંગની ધજા સાથે જોડાયેલી હોય કે લાલ વાવટા સાથે જોડાયેલી હોય. આપણી તકરાર કોઈ પણ જાતની અંધશ્રદ્ધા સાથે હોવી જોઈએ. દેશમાં આજે અંધશ્રદ્ધાનુ રાજકારણ ચાલે છે…..

            મહંત-મુલ્લા- પાદરીથી વણબોટાયેલી પરીશુદ્ધ ધાર્મીકતા સામે કોઈ ચુસ્ત સેક્યુલરીસ્ટને વાંધો ન હોવો જોઈએ. હીંદુઓના દુશ્મનો મુસલમાનો નથી, પણ મહંતો છે. મુસલમાનોના દુશ્મન હીંદુઓ નથી, પણ મુલ્લાંઓ છે. ખ્રીસ્તીઓએ પણ પાદરીઓથી બચવાનું છે. આજે તો જાણે દેશમાં પછાતપણાની હરીફાઈ ચાલી રહી છે. એ હરીફાઈને ગર્ભ રહે, પછી યોગ્ય સમયે હુલ્લડો થતાં હોય છે…..

             સ્તાલીને પરીશુદ્ધ નાસ્તીકતાને કલંકીત કરી હતી. ઓસામા બીન લાદેન પરીશુદ્ધ આસ્તીકતાને બદનામ કરી રહ્યો છે. બાકી નાસ્તીક હોવું એ જેવી તેવી વાત નથી.

             આસ્તીક જડતા અને નાસ્તીક જડતા વચ્ચે કોઈ પસંદગી ન હોઈ શકે. જે મનુશ્ય પોતાને નાસ્તીક રેશનલીસ્ટ ગણાવે તેની ધાર્મીક કક્ષા કોઈ પણ વૈશ્ણવજન કરતાં એક સેન્ટીમીટર જેટલી પણ નીચી ન હોઈ શકે. રેશનલીસ્ટની મુળભુત આસ્થા સત્યની શોધ પર હોય છે. સત્યની શોધ ઉપરછલ્લી ન હોઈ શકે. માન્યતાનું કે અભીપ્રાયનું સત્ય પણ આખરી કે અનવદ્ય ન હોઈ શકે. વીચારની જડતામાંથી ઝનુન જન્મે છે.

             ‘રેશનલ ઝનુન’ જેવી કોઈ ચીજ હોઈ શકે? એ તો ‘પતીવ્રતા ગણીકા’ જેવો વદતોવ્યાઘાત ગણાય. સત્યની શોધ મહાત્મા ગાંધીની માફક ખુલ્લા મનની વીશાળતા માંગે છે. સત્યશોધકને જુઠ્ઠું બોલવાનું, લુચ્ચાઈ કરવાનું, દંભ કરવાનું અને અંધશ્રદ્ધા રાખવાનું ન પોસાય. જેમ સમાજમાં બનાવટી સાધુબાવા હોઈ શકે, તેમ બનાવટી રેશનલીસ્ટો પણ હોઈ શકે છે.

               હે પ્રભુ! અમારા દેશને અંધશ્રદ્ધા ભગતોથી અને અંધશ્રદ્ધા માર્ક્સવાદીથી બચાવી લેજે. તારું અસ્તીત્વ હોય કે ન પણ હોય, પરંતુ અસ્તીત્વનું અસ્તીત્વ છે જ ! મહાન વીદુશી આઈન રેન્ડે સાચું કહેલું ,” Existance exists.  ”  

                 આટલું એક વાક્ય પુરતું છે.

                 ( ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રગટ થયેલ લેખ પરથી ટુંકાવીને – શ્રી. ગુણવંત શાહની મંજુરીથી. )

આ વીશયમાં મારા વીચારો વાંચવા અહીં ‘ક્લીક’  કરો.

13 responses to “નાસ્તીકતા – શ્રી. ગુણવંત શાહ

 1. Pingback: નાસ્તીકતા « અંતરની વાણી

 2. sunil shah નવેમ્બર 10, 2007 પર 4:30 એ એમ (am)

  આટલું હીંમતભેર આદરણીય ગુણવંતભાઈ જ લખી શકે. ખુબ ઉંડું વાંચન–ચીંતન અને સ્પષ્ટ કહી દેવાની તેમની શૈલીને લીધે જ તેમના વીચારો સામાન્ય જન સુધી વીસ્તરીને સ્વીકૃતી પામતા રહ્યા છે. ગુણવંતભાઈના વધુ લેખો સમાવશો તો ગમશે.

 3. Ullas Oza નવેમ્બર 10, 2007 પર 5:26 એ એમ (am)

  Shri Gunvantbhai has expressed his views in a very convincing way. We can observe that many people are killed due to so called “Dharm Janoon”. We must believe in “Vasudhaiwa Kutumbakam” and “Sarva-dharma-samanta”.
  Such articles from learned authors are welcome. All the best and Saal Mubarak.

 4. RASHMIKANT C DESAI નવેમ્બર 10, 2007 પર 8:35 એ એમ (am)

  I wonder whether there are two different columnists named ‘Gunavant Shah’. Recently, one of them wrote in ‘Gujarat Samachar’ that Krishna could lift Govardhan mountain because he could nullify gravity. Now I read altogether different type of article by an author of the same name.
  One does not have to be an atheist to be rational. Interested readers may find discussion in write-ups like ‘Logic, Faith and God’, ‘Truth, Faith and Logic i.e. Satya, Shradhdhaa ane Tarka(Gujarati)’ etc. on my website http://tatoodi.googlepages.com.

 5. Qasim Abbas નવેમ્બર 10, 2007 પર 10:07 એ એમ (am)

  Shrimaan Gunwant Shah has very rightly commented on Mahatnts and Mullahs. The fact is that it is Mullahs, who have deformed Muslim religion and have caused greater harm to Muslim religion than others. And likewise it is Mahants, who have deformed Hindu religion and have caused greater harms to Hindu religion than others.

  The religion, be it Hindu, Muslim or any other religion, it teaches good behavior and kindness towards humanity – irrespective of one’s belief that God exists or does not exit.

  VEISHNAV JAN TO TENE RE KAHIYE, JE PEED PARAAYI JAANE RE.

  Qasim Abbas

 6. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 10, 2007 પર 7:18 પી એમ(pm)

  NICE ARTICLE by Gunvant Shah……AKHAND ANAND & many Gujarati magazines are enrichened with his writings.MY VANDAN TO HIM..

 7. Rajendra Trivedi, M.D. નવેમ્બર 13, 2007 પર 1:42 એ એમ (am)

  અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા! એ ભગવા રંગની ધજા સાથે જોડાયેલી હોય કે લાલ વાવટા સાથે જોડાયેલી હોય. આપણી તકરાર કોઈ પણ જાતની અંધશ્રદ્ધા સાથે હોવી જોઈએ. દેશમાં આજે અંધશ્રદ્ધાનુ રાજકારણ ચાલે છે…..

  મહંત-મુલ્લા- પાદરીથી વણબોટાયેલી પરીશુદ્ધ ધાર્મીકતા સામે કોઈ ચુસ્ત સેક્યુલરીસ્ટને વાંધો ન હોવો જોઈએ. હીંદુઓના દુશ્મનો મુસલમાનો નથી, પણ મહંતો છે. મુસલમાનોના દુશ્મન હીંદુઓ નથી, પણ મુલ્લાંઓ છે. ખ્રીસ્તીઓએ પણ પાદરીઓથી બચવાનું છે. આજે તો જાણે દેશમાં પછાતપણાની હરીફાઈ ચાલી રહી છે. એ હરીફાઈને ગર્ભ રહે, પછી યોગ્ય સમયે હુલ્લડો થતાં હોય છે…..

  ‘રેશનલ ઝનુન’ જેવી કોઈ ચીજ હોઈ શકે? એ તો ‘પતીવ્રતા ગણીકા’ જેવો વદતોવ્યાઘાત ગણાય. સત્યની શોધ મહાત્મા ગાંધીની માફક ખુલ્લા મનની વીશાળતા માંગે છે. સત્યશોધકને જુઠ્ઠું બોલવાનું, લુચ્ચાઈ કરવાનું, દંભ કરવાનું અને અંધશ્રદ્ધા રાખવાનું ન પોસાય. જેમ સમાજમાં બનાવટી સાધુબાવા હોઈ શકે, તેમ બનાવટી રેશનલીસ્ટો પણ હોઈ શકે છે.

  હે પ્રભુ! અમારા દેશને અંધશ્રદ્ધા ભગતોથી અને અંધશ્રદ્ધા માર્ક્સવાદીથી બચાવી લેજે. તારું અસ્તીત્વ હોય કે ન પણ હોય, પરંતુ અસ્તીત્વનું અસ્તીત્વ છે જ ! મહાન વીદુશી આઈન રેન્ડે સાચું કહેલું ,” Existance exists. ”

  We can observe that many people are killed due to so called “Dharm Janoon”. We must believe in “Vasudhaiwa Kutumbakam” and “Sarva-dharma-samanta”.
  Such articles from learned authors are welcome.

  RELIGION IS THE WAY OF LIFE WITH SEEKING AND LIVING WITH TRUTH.
  HELPING PEOPLE -MANKIND IN NEED.

 8. pragnaju નવેમ્બર 13, 2007 પર 10:06 એ એમ (am)

  માનનીય ગુ.શા.તેમના પ્રખર ચિંતનાત્મક વિચારો સાહસીક રીતે કહેવાની પધ્ધતી સ્વામી સચ્ચીદાનંદ જેમ ગેરસમજ પણ ઉભી કરે છે.તેમને સમજવા માટે પણ એક રેશનાલીસ્ટ,તર્ક શુધ્ધ વિચારશ્રેણી વાળો સમાજ જોઈએ.તેને “હે પ્રભુ! અમારા દેશને અંધશ્રદ્ધા ભગતોથી અને અંધશ્રદ્ધા માર્ક્સવાદીથી બચાવી લેજે.તારું અસ્તીત્વ હોય કે ન પણ હોય,પરંતુ અસ્તીત્વનું અસ્તીત્વ છે જ !” સમજાય.
  બાકી મારી અલ્પ સમજ પ્રમાણે ‘તત્વ’ સાથે અંધશ્રધ્ધા કે નાસ્તીકતા નથી જોડાઈ પણ તેનો સાક્ષાતકાર કરવાની તર્કવિહીન સાંપ્રદાયિક પરંપરા સાથે જોડાઈ છે.
  મને અંગત રીતે આવા વિચારો તર્કશુધ્ધ લાગે છે.હું તો નિમિત્તમાત્ર છું.આમાં અમારું કર્તાપણું ના હોય.કોઈ બાબતમાં અમે કોઈ ચીજના કર્તા હોઈ શકીએ નહીં.કર્તા હોય તો અમને ય કર્મ બંધાય. જે કર્તા થાય તેને કર્મ બંધાય. આખા જગતના કલ્યાણના નિમિત્ત છીએ ! આ તો જગત કલ્યાણ માટે છે આ બધું …

 9. Chirag Patel નવેમ્બર 13, 2007 પર 1:57 પી એમ(pm)

  માનનીય પ્રજ્ઞાજુનો વીચાર સાંખ્ય વીચાર છે. અને સામે છેડે કર્મનો વીચાર પણ યથાયોગ્ય છે, કે હું દરેક કર્મ એના ફળને ત્યાગીને કરું (સારું કે નરસુ ફળ).

  બુધ્ધ આત્માના અસ્તીત્વને માનતા નહોતા, તો પછી તેમણે ‘નીર્વાણ’ શેના માટે જોયું હતું?

 10. સુરેશ જાની નવેમ્બર 13, 2007 પર 8:32 પી એમ(pm)

  ચાલો મને બહુ જ ગમતા વીશય ઉપર સરસ ચર્ચા ચાલી.
  મને આ બધાં દર્શનોની બહુ ખબર નથી; પણ બુદ્ધની સાધના શૈલી વીશે થોડી માહીતી અને અલ્પ અનુભવ છે. કદીક સમય મળ્યે, તે વીશે એક પોસ્ટ બનાવવી છે.

  પણ એટલું સમજ્યો છું કે, આપણે આવી તરખડમાં પડ્યા વગર, માત્ર આ ક્ષણમાં જીવવા પ્રયત્ન કરીએ; તો પહેલું અને બહુ મોટું પગલું ભરી શકીશું. અને અનુભવે આમ થોડું પણ થઈ શકે છે, ત્યારે જીવનની એક અદ્ ભુત અનુભુતી થાય છે.

 11. મિહિર પરીખ નવેમ્બર 19, 2007 પર 12:57 પી એમ(pm)

  શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શો? મારી દ્ર્ષ્ટીએ ખાસ કશો નથી. જે ભાવનાઓ આપણને ગમે અને આપણે અનુસરિયે તે શ્રદ્ધા અને જે ભાવનાઓ આપણને જે ના ગમે અને આપણે જેને ના અનુસરિયે તે અંધશ્રદ્ધા… એક વ્યક્તિ માટે જે શ્રદ્ધા છે, તે બીજી વ્યક્તિ માટે અંધશ્રદ્ધા છે… સત્ય અને શ્રદ્ધા/અંધશ્રદ્ધા ને કશો સબંધં નથી. સત્ય એક હકિકત (Raw facts) છે અને શ્રદ્ધા/અંધશ્રદ્ધા એક ભાવના (belief) છે. દરેક ધર્મ કે અધર્મ શ્રદ્ધા/અંધશ્રદ્ધા ના પાયા પર રચાયેલો છે. એમાં સત્ય કે લોજીક નું મહત્વ નથી, માત્ર વાર્તાઓ અને પરંપરાઓ નું જ મહત્વ છે. તમારો શો અભિપ્રાય છે?

 12. V Anand ડિસેમ્બર 17, 2007 પર 6:12 એ એમ (am)

  Andhshraddha does not exist.

  There is either shraddha or absence of it.

  Shraddha depends upon which centre you use; mind/intelligence or emotion.

  If you use mind/logic shraddha evaporates.

  If you use heart/emotion you can virtually perveive even non exixtent realities.

  Religion depends upon emotional centre.

  Despite of GunvantBhai’s thinking and creative way f looking and analysing issues, his appeal is not universal; it is parachial; limited to a few about 0001% of Gujaratis who indulge into menntal masterbation but no action ensues.
  He does not have he ability to move the masses to action against perceived injustice as Gandhiji had.

  Unfortunately Gunvanbhai’s philosophy is limited to lauding the past heroes: Krishna , gandhi etc by examining them from different angles.

  This does not remove corruption and dishonesty of politicins who are in chrage of our destiny.

  I wonder if he will make even a start to bring about this revolution in his life time.

  The most he is likely to do is to justify is inability in highly polished philosophy.

  An avrege Indian has no hope.

 13. સુરેશ ડિસેમ્બર 17, 2007 પર 6:02 પી એમ(pm)

  Dear Vivak bhai,
  Your comment is the most appropriate and matches with my personal thinking. The minds of masses are ruled by sheer faith. Their emotions are misused by those in power – either in state or religious matters. I have pity for innoncent, even well educated people participating in Yagnas or Samaiya or Annakut ; and wasting their hard earned money and spare time for the benefit of vested interests. The same money and time used for down trodden people / education would bring fortth the change you are wishing for.
  I

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: