સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્કુલ બસ

         અમેરીકામાં સામાન્ય ઉપયોગમાં વપરાતાં વાહનોમાં જો કોઈ પણ વાહનનો વટ હોય તો તે છે સ્કુલ બસ. આમ તો લ્હાયબંબોય ખરો. પણ તેનો વટ તો ઈમર્જન્સીમાં જ. એમને એમ એ મહાશય રસ્તા પરથી જઈ રહ્યા હોય તો ભલો ભુતેય તેનો ભાવ ન પુછે. સાવ નીસ્તેજ અને દમ વીનાનો લાગે.

          પણ સ્કુલ બસ એટલે સ્કુલ બસ. એનો વટ જ ન્યારો. આવી બસો તો અનેક હોય. નાનું ગામ હોય તો પણ એનો વટ તો એવો ને એવો જ. તે તો રોજ તેના રાજવી ઠાઠમાં આપણને પજવી જાય! એ ઉભી રહે એટલે તમારે બધાં કામ બાજુએ મુકી તમારું વાહન થોભાવવું જ પડે. રસ્તાની બન્ને બાજુ વાહનોની કતારો લાગી જાય. કોઈને ઓફીસ જવાનું મોડું થતું હોય; કોઈને પોતાના બાળકને લેવા સ્કુલે જવાનું હોય; કોઈને બીમાર વ્યક્તીને હોસ્પીટલ કે દવાખાને લઈ જવાની ઉતાવળ હોય; તો કોઈને ઈંટરનેશનલ ફ્લાઈટ પકડવાની હોય. બધાંને થોભવું જ પડે. જો ભુલે ચુકે ન રોકાયા અને પોલીસમામાએ તમને પકડી પાડ્યા તો મસ મોટો ચાંલ્લો ચોંટ્યો જ સમજો!

            આની સામે મને અમદાવાદમાં બનેલ એક પ્રસંગ યાદ આવી ગયો. અમારી કોલોનીમાં રહેતા એક મીત્ર બહારગામ કામે ગયા હતા. હું ઘેર હતો ત્યાં તેમનાં પત્ની રડતાં રડતાં અમારે ઘેર આવ્યાં. તેમની દીકરીને સ્કુલની બહાર અકસ્માત થયો હતો. હું તો તેમને લઈને બેબીની સ્કુલે જઈ પહોંચ્યો. ત્યાં ગયાં ત્યારે ખબર પડી કે સ્કુલ છુટતી વખતે કોઈ મોટર સઈકલ વાળા યુવાને પોતાના તોરમાં બેબીને અડફટમાં લઈ લીધી હતી. પગે ફ્રેકચર થયું હતું. તેને ઓર્થોપેડીક સર્જનને ત્યાં દાખલ કરાવવી પડી. બે ત્રણ અઠવાડીયે બેબી ચાલતી થઈ. વાહનોવાળા માટે સ્કુલના વીસ્તારની ઐસી તૈસી. પોલીસ હોય અને સીટીઓ વગાડતો રહે , તોય આવા માતેલા સાંઢ કાંઈ ગાંઠે?

       ક્યારે આપણા દેશમાં બાળકોની આવી સુવીધાનું ગૌરવ આવશે અને બાળકોના શીક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે ? 

2 responses to “સ્કુલ બસ

 1. pragnaju નવેમ્બર 13, 2007 પર 8:42 એ એમ (am)

  સ્કુલ બસ સાથે તો અહીં આવ્યા ત્યારનૉ લગાવ.
  વળી સ્કુલટ્રીપમાં તેમાં મુસાફરી પણ કરેલી.
  એનાં પર પ્રીત બંધાયેલી.
  ત્યાં એક સૂર નીકળ્યો કે એ પીળી બસ નથી ગમતી-
  તેમાં બેસવાની શરમ આવે છે !અમારાં મિત્રો કારમાં આવે છે!!
  … જોયું તો અમારો ૧૬+નો પૌત્ર
  ડ્રાઈવર્સ લાઈસન્સ મળ્યું ત્યારનો તે સાથે હોય તો તે જ ડ્રાઈવ કરે.
  કોઈકવાર સ્કુલે પણ તે કાર લઈ જાય…
  બાકીનાં કાર્યક્રમો બધાએ તે રીતે ગોઠવવાનાં!

 2. Pingback: મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: