સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સેલ્સમેન

       અમારી ઓફીસનો પટાવાળો એક વીઝીટીંગ કાર્ડ મારા ટેબલ પર મુકી ગયો. ‘ર.ચી.પટેલ’. મને તેને મળવાનું ખાસ મન ન થયું. મારે બીજાં ઘણાં કામ તે દીવસે હતાં. પણ તે છેક મુંબાઈથી આવેલો હતો. મેં ‘રચીપ’ને (!) મારી ઓફીસમાં બોલાવ્યો. તે એક માઈક્રોપ્રોસેસર વાળા ટેસ્ટીંગ સાધન બનાવતી કમ્પનીનો સેલ્સમેન હતો. નવી જ સવલતો તે સાધન આપતું હતું. અમને સમારકામના કામમાં તે બહુ કામમાં લાગે તેમ હતું. આ વીશયના ઘણા પ્રશ્નો મેં તેને પુછ્યા. તેણે બહુ સરસ રીતે મારી બધી શંકાઓનું સમાધાન કર્યું. હવે આ બાબતનો હું નીશ્ણાત તો નહીં , પણ મારા હાથ નીચે કામ કરતા એન્જીનીયરો પાસેથી શીખેલી કેટલીક બાબતો વીશે મેં તેને વધારાના પ્રશ્નો પુછ્યા. તેના પણ રચીપે બહુ સરસ જવાબ આપ્યા.

        હવે મને થયું કે ‘આ તો બહુ કામનું સાધન લાગે છે. લાવ અમારા આ બાબતના નીશ્ણાતને બોલાવું’. મેં અમારા ઈન્સ્ટ્રુમેન્ટ ખાતાના ઉપરી મેનેજરને બોલાવ્યા. તેમણે તો આવીને ઘણી વીશદ માહીતી માંગી – મને તો ગ્રીક અને લેટીન લાગે તેવી.   તે બધાના પણ તેણે બહુ જ સરસ અને સંતોશકારક જવાબ આપ્યા. અમને બન્નેને થયું કે, આ સાધન તો જરુર ખરીદવા જેવું છે.

        પણ ખરી રસ પડે તેવી વાત તો હવે આવે છે ….

        રચીપ ગુજરાતી હતો એટલે મને જરા અંગત સવાલ પુછવાનું મન થયું. મેં રચીપને પુછ્યું ,” અરે, રચીપ! તમે આ વીશયના સ્નાતક ક્યાંથી થયા?’

       રચીપ ,” સાહેબ! હું તો બી.કોમ. જ છું.”

       મને સાનંદાશ્રર્ય થયું. કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં તેની આ વીશયની જાણકારી એક નીશ્ણાતને પણ શરમાવે તેવી હતી. વધારે વાતો કરતાં ખબર પડી કે ઈજનેરીની માસ્ટરની પદવી ધરાવતા બીજા સેલ્સમેનો કરતાં તે વધુ વેચાણ કરતો હતો અને તેની કમ્પનીમાં તેને બહુ ઝડપથી પ્રમોશનો મળતાં હતાં.

        મેં તેને છેલ્લો સવાલ કર્યો,” તમારી સફળતાનું રહસ્ય શું?”

        રચીપનો જવાબ આંચકો આપી દે તેવો હતો,” સાહેબ! શરાબ! “   હું ચમકી ગયો.

         તેણે ફોડ પાડ્યો. “ સાહેબ! ખોટું કાંઈ ધારી ન લેતા.  મારી  જીવાદોરી જેવું આ કામ મારે માટે શરાબ છે. તેમાં હું ડુબી જાઉં છું. આ સાધન અને તેના વીજ્ઞાનને લગતી, મારે જરુરી બધી માહીતી મેં તેના નીશ્ણાતો પાસેથી મેળવીને મોંઢે કરી લીધી છે. જ્યારે કોઈ નવી પ્રોડક્ટ અમારી કમ્પની બજારમાં મુકે છે; તે પહેલાં હું તેનો આવો અભ્યાસ  કરી લઉં છું. તમને જાણીને આનંદ થશે કે, અમારા માલીકે મને તેમના એક બીજા સાહસમાં ભાગીદાર બનાવવા મને આમંત્રણ પણ આપ્યું છે. ”

        મનોમન મેં આ ‘શરાબી’ને નમન કરી લીધા.

4 responses to “સેલ્સમેન

 1. pragnaju નવેમ્બર 27, 2007 પર 9:57 એ એમ (am)

  સેલ્સમેન માટે પહેલાં કહેવાતું કે એસ્કીમોને ફ્રીઝ વેચી શકે તે સારો સેલ્સમેન હવે તેવાને ખરાબ સેલ્સમેન ગણે છે!
  શરાબ,સાકી,મદિરા કવિ લોકોની પ્રેરણાનો વિષય.
  અનામદાસની રચના યાદ આવી
  નશા જીને ઔર પાગલ હોને કે
  બીચ કા વિકલ્પ હૈ
  બહુતોં કે લિએ
  એનેસ્થિસિયા હૈ
  દર્દનિવારક હૈ
  ઔર ઇસકે સાઇડ ઇફ઼ેક્ટ્સ નહીં હોતે
  ક્યોંકિ…
  ડાયરેક્ટ ઇફ઼ેક્ટ હોતા હૈ.
  એક બેહતરીન સંકલન હૈ અને
  રૂસ્વા’ મઝલુમી
  તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
  આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે ?
  નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ.
  મઝા તો જબ હૈ કી ગીરતે કો થામ લે સાકી.
  જો બાદાકશ થે પુરાને વો ઉઠતે જાતેઁ હૈ,
  કહીંસે આબે બકાએ દવામ લે સાકી.
  કટી હૈ રાત તો હંગામએ ગુસ્તરીમેઁ તેરી
  સહર કરીબ હૈ અલ્લહકા નામ લે સાકી
  ન તુઁ બોલાવ એને ,એ સુરા પીએ છે આંખોની,
  સુરાલયમાઁ ન આવે એ એવો બેફામ છે,સાકી.
  કદાચ વધારેમાં વધારે ગઝલો-કાવ્યો આનાં પર હશે!

 2. Chirag Patel નવેમ્બર 27, 2007 પર 10:47 એ એમ (am)

  બહુ જ સચોટ વાત. ડીગ્રી આપણને એક પ્લેટફોર્મ તૈયાર કરી આપે છે, પરંતુ નીષ્ણાત બનવા માટે તો આવી તત્પરતા જ જરુરી છે.

 3. સુરેશ જાની નવેમ્બર 27, 2007 પર 10:59 એ એમ (am)

  પ્રજ્ઞાબેનની વાત સાચી છે, પણ આ લેખના તત્વથી થોડો વીશયાંતર છે.
  મદીરા, શરાબ એ વીશયોને લોકો સમજ્યા જ નથી.
  આ પીવાના, નશો કરવાના શરાબની વાત હોતી જ નથી.
  એ શરાબ છે – ઘાયલના શબ્દોમાં –

  “તને પીતાં નથી આવડતું રે! મુર્ખ મન મારા,
  નહીં તો જગતની કઈ ચીજ છે, જે શરાબ નથી. ”

  ર.ચી.પ.નો શરાબ આ બરાબર સમજાવે છે. તે સેલ્સમેનના કામના નશામાં ચકચુર થયેલ જણ હતો. આવા શરાબી આપણે થઈએ તો આપણાં બધાં કામ ઉગી નીકળે.
  પણ આપણે અધકચરાં જ રહેવા ટેવાયેલાં છીએ.

 4. Harnish Jani નવેમ્બર 27, 2007 પર 11:34 એ એમ (am)

  In amerca ,we say “He is married to his work” For some ppl work is intoxicating–Thomas V Edison seldom left his laboratory and as a result lost a wife.-The “Lagan-Dhoon” for any subject helps man to accomplish any thing without formal training.KishorKumar had “Lagan” for music-became Ace singer without formal classical music training- That “lagan” was “sharab” for Kishorkumar. This is true for so many ppl in diff fields.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: