સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હાયર એન્ડ ફાયર

       તેનું નામ મીમી હતું. તે બાવીસેક વરસની અમેરીકન તરુણી હતી. તે લુઈસીયાનામાં આવેલા બુમોન્ટની નજીક એક કારખાનાના સમારકામનું કામ કરતી કોન્ટ્રાક્ટરની કમ્પનીમાં કામ કરતી હતી.

        હું અને મારા અન્ય પાંચ સહકાર્યકરો અમારી અમદાવાદની વીજળી કમ્પની તરફથી તાલીમ માટે અમેરીકા આવ્યા હતા. આ દેશમાં સમારકામની આધુનીક તાલીમ અમે લઈ રહ્યા હતા. આ સાઈટ ઉપર બીજી બાબતોની સાથે અમે કેપીટલ મેન્ટેનન્સના ટાઈમ મેનેજેમેન્ટ માટે કોમ્પ્યુટરના ઉપયોગ વીશે પણ માહીતી મેળવવાના હતા. બોબ ત્યાં મેનેજર હતો અને તે સમારકામના પ્રોજેક્ટ માટે પર્ટ (PERT) કઈ રીતે વાપરવું; તે સારી રીતે જાણતો હતો.

       બોબે અમને આ બધું સમજાવવા માંડ્યું. તેના આદેશ પ્રમાણે મીમી કોમ્પ્યુટરને સુચનાઓ આપતી હતી અને બોબ જે કાંઈ બતાવવા માંગે તે તત્કાળ મોનીટરના સ્ક્રીન પર લાવી દેતી હતી. બન્નેની સંગત લાજવાબ હતી. મીમી જાણે કે આ વીશય પુરેપુરો જાણતી હોય તેમ અમને લાગવા માંડ્યું.

       બધી વાત પતી ગઈ એટલે અમે બોબને પુછ્યું, “ બોબ! મીમી મીકેનીકલ એંજીનીયર છે કે ઈલેક્ટ્રીકલ? “

       તરત મીમી પોતે જ બોલી,” ના, રે ના; હું તો હજી ગ્રેજ્યુએટ જ છું.” અહીં મેટ્રીકને ગ્રેજ્યુએટ કહે છે !

      બોબે ઉમેર્યું,” પણ તે આ કામ માટે એક એન્જીનીયર કરતાં પણ વધારે ઉપયોગી છે. તેને બધું મોંઢે થઈ ગયું છે. અમને તરત તે વીગતો ભરીને પરીણામો પ્રીન્ટ કરી આપે છે. આથી અમે સાઈટ ઉપર વધારે ધ્યાન આપી શકીએ છીએ. પણ અફસોસ, આજે તેનો છેલ્લો દીવસ છે. “

       અમને આશ્ચર્ય થયું. બોબને પુછ્યું, “ કેમ ? તમે તેને રજા આપો છો?”

        બોબ બોલ્યો, “ અમારો કોન્ટ્રક્ટ પતવા આવ્યો છે. હવે મીમીનું કામ પતી ગયું છે. અમે હવે બીજી સાઈટ પર જઈશું. મીમી ત્યાં ન આવી શકે. અમારે ત્યાં મીમી જેવી બીજી કોઈ વ્યક્તીને રોકવી પડશે.”

       આપણે ત્યાં તો બીજા દીવસે નોકરીએ ન આવવાનું હોય તો; તે માણસના તો મોતીયાં જ મરી ગયાં હોય.

       અમે પુછ્યું,” પણ તેને બીજી નોકરી મળી જશે?”

       મીમી જ બોલી ,” કેમ નહીં? બોબે સરસ મજાનું સર્ટીફીકેટ મને આપ્યું છે જે. ”

        બોબે ઉમેર્યું,” યસ, મીમી વીલ હેવ નો પ્રોબ્લેમ.”

        અમે આ અમેરીકન સ્પીરીટ જોઈ અવાચક થઈ ગયા.

7 responses to “હાયર એન્ડ ફાયર

 1. સુનીલ શાહ ડિસેમ્બર 5, 2007 પર 11:37 એ એમ (am)

  કાલથી નવી નોકરી શોધવી પડશે એવી વાત ભારતમાં મોટું ટેન્શન ગણાય કારણ કે અહીં નોકરી–કામ સહજતાથી મળતાં નથી. વળી આપણાથી અમુક કામ જ થાય, અમુક ન થાય તેવી પરંપરાગત માનસીકતા પણ જવાબદાર.

 2. preeti mehta ડિસેમ્બર 6, 2007 પર 12:10 એ એમ (am)

  નવી નોકરી શોઘવી એ આપણા ભારત દેશ માં બહું મોટી વાત ગણાય છે.

  http://mehtapreeti.blogspot.com/

 3. charu shah ડિસેમ્બર 6, 2007 પર 5:06 એ એમ (am)

  we, in india , take the job duties for granted. We are sure that we will not be removed from the post that we are working in, hence we tend to become stagnant. We dont upgrade ourselves. So i think even in india we should have the policy of “Hire and Fire”

 4. Chiman Patel "CHAMAN" ડિસેમ્બર 6, 2007 પર 8:05 એ એમ (am)

  Good short story.
  I have gone thru once in my life here also. I am sure many did.
  Keep it up, Sureshbhai.

 5. pravinash1 ડિસેમ્બર 6, 2007 પર 8:21 એ એમ (am)

  Two months ago I met a lady in India. Who has Master’s degree.
  ‘I can’t work because they are asking 1.5 lakhs rs. upfront,I don’t
  have it.’ Poor lady she has degree but no influence.

 6. pragnaju ડિસેમ્બર 11, 2007 પર 1:49 પી એમ(pm)

  હાયર એન્ડ ફાયરની સહજતા ભારતથી આવેલા કરતાં નવી પેઢી બરાબર સમજે છે.અમારા મિત્રો સાથે વાત થાય તો તેઓ સહજતાથી કહે કે આટલો બધો પગાર આપે તો તેમને તેનાંથી બમણો નફો થાય તેવું કામ તો આપવું જોઈએને!નહીં તો ફાયર-જો કે આ શબ્દ નીકળ્યો ત્યારે તો ફાયર એટલે ફાયર જ કરતાં!અમારો દીકરો બી.ઈ(ફાયર)છે! તેને ગમ્મંતમાં કહીએ કે તને તો હાયર પહેલાં જ ફાયર કર્યો!!

 7. aataawaani માર્ચ 23, 2013 પર 2:20 પી એમ(pm)

  સુરેશભાઈ અત્યારની વાત જુદી છે . અમેરિકામાં નોકરી ગોતવી મામુલી વાત છે અહી ગાંડા ઘેલાને પણ એના જોગી નોકરી મળી જાય છે .અહી નોકરિયાતોને સાચવી રાખવા તેને મસ્કો મારવો પડતો હોય છે .જરાક વાંધો પડ્યો એટલે નોકરી છોડી દેતા વાર નો લગાડે .એટલે મારે ભજન બનાવવું પડ્યું કે
  પ્રિન્ટીંગ પ્રેસકા મેલા સબ ચલાચલીકા ખેલા
  હાયર અને ફાયર વાંચવાની મજા આવી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: