સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘર – ગુણવંત શાહ

        કોઈ મચ્છર મચ્છરદાનીને પોતાનું ઘર નથી ગણતો. મચ્છરદાનીમાં પુરાઈને આમ તો કદાચ એને અલીબાબાવાળા ચાલીસ ચોરોનો ખજાનો મળવાથી થયેલો આનંદ થતો હશે, છતાં બીજો કોઈ મચ્છર શીકારમાં ભાગ પડાવનાર નથી; એ વાતની નીરાંત થવાને બદલે એ મચ્છરદાનીથી છુટવા મથે છે. એને ભાગ પડે તેનો ભય નથી. એ ભય હોય છે માણસને.

        એવા ભયને કારણે આદીમાનવે જે દીવસે પોતાની ગુફાને મોટી શીલાથી ઢાંકવાનો પ્રયત્ન કર્યો, તે દીવસથી તસ્કરવીદ્યાની શરુઆત થઈ. એ શીલાની ઉત્ક્રાંતીનું ફરજંદ ગણાય. આમ, તાળાં અને તસ્કરવીદ્યા વચ્ચે બહુ જ જુનો સંબંધ છે. તાળું એ માણસના મનમાં રહેલી તસ્કરવ્રુત્તીનું સ્મારક છે. ગુફાને બદલે બંગલો આવી જાય તોય આ વ્રુત્તીમાં કોઈ ફરક પડતો નથી. એક મજાક યાદ આવે છે. કહે છે કે એક વીજ્ઞાનીએ દીવાલોની આરપાર જોઈ શકાય તેવું એક સાધન શોધી કાઢ્યું છે. આ સાધન કયું? જવાબ મળે છે, બારી! દીવાલોની આરપાર જોવાનું ઘણાને ગમે. દીવાલોની પેલે પાર થતી વાતચીતો કાન માંડીને ઘણા સાંભળે છે. છાનામાના સાંભળવું, એ તસ્કરવ્રુત્તીનું સુક્ષ્મ પાસું છે. ચીજ વસ્તુ કે ધન ચોરે એને જ ચોર કહેવો બરાબર નથી. કોઈનો પ્રેમપત્ર છાનામાના વાંચવો એ પણ ચોરી છે.

        આ તસ્કરવ્રુત્તીનું પરીણામ એટલે પરીગ્રહ. એક ગામમાં મોટા શેઠ રહે. તીજોરી ઘરના એક અંધારીયા ખુણામાં ખરી, પણ એમાં ઝાઝી સમ્પત્તી નહી રાખે. થોડીક નોટો અને પરચુરણ કાગળીયાં મુકી રાખે. ખરી દોલત રસોડા આગળના એક જુના કબાટમાં મુકી રાખે. ચોરો ધાડ પાડવા આવે કે સીધા તીજોરી પર જ મારો ચલાવે. પરીગ્રહ જ્યારે થીજી જાય, ત્યારે તીજોરી બનીને ઘરમાં વીધવાની માફક ખુણો પાળે છે. તમામ વીગ્રહનું મુળ પરીગ્રહ છે.

         એક જુની વાર્તા છે. બે પાડોશીઓ સાથે રહે છે. બન્નેનાં ઘર વચ્ચે એક વાડ છે. વાડની એક બાજુએ પાસે જ એક આંબો ઉભો છે. આંબાનું થડ એક જણની હદમાં છે અને મોટાભાગની ઘટા બીજાની હદમાં ફેલાયેલી છે. કેરી ત્યાં જ વધારે પડે છે અને પોતાને આંબાનો માલીક માનનારો કોચવાયા કરે છે. આવો ઝઘડો જમાનાઓથી કોર્ટ – કચેરીઓને ધમધમતી રાખવાનું નીમીત્ત બનતો આવ્યો છે. ઝઘડાનું પરીણામ એ આવે છે કે, આંબા પર કેરી પાકે, તે પહેલાં જ પાડી લેવાનું શરુ થાય છે. માનવસંબંધોમાં ખટાશ આ આદી કેરીની જ છે. એ ખટાશ હજી પણ ફેલાયા કરે છે, અને મીઠાશ ઘટતી રહે છે. પાડોશીઓના બે પક્ષ પડી જાય છે : એક થડપક્ષ અને બીજો ઘટાપક્ષ.

        આમ પક્ષો પડતા રહે ને માણસ મકાન બાંધતો રહે, ને વાડ કરતો રહે. સાયગલનું એક ખુબ જુનું ગીત હજી ક્યારેક સવારે સાત અને પંચાવન મીનીટે રેડીયો સીલોન પરથી સાંભળવા મળે છે, એ ગીતના શબ્દો છે: “ એક બંગલા બને ન્યારા. “ દરેક માણસની એક આકાંક્ષા હોય છે. પોતાનું એક ઘર હોય. પક્ષીઓની માળાવ્રુત્તી ( Nest building tendency) આપણને ઉત્ક્રાન્તીમાં વારસામાં મળી છે. ચકલા- ચકલીને માળા વગર નથી ચાલતું. ઘડીયાળ ઉપર કે ફોટાની ફ્રેઈમ પાછળ માળો બંધાઈ જાય છે. જમીન પર પડે છે. એક જીવલેણ હોનારત આપણે હાથે સર્જાઈ જાય છે. એક નીર્દોશ ને નાનકડો પરીવાર ચીત્કારી ઉઠે છે.

         દેશના વીકાસનો આધાર આવાં કેટલાં કુટુમ્બો છે તેના પર રહે છે. હરીયાળી ક્રાન્તી ભલે થતી. હરીયાળાં કુટુમ્બોમાં જ દેશની ગતી- પ્રગતીનું ક્ષેત્રફળ મંડાતું રહે છે. પરીવાર નીયોજનનું એક પરીમાણ સંખ્યા છે અને બીજું પરીમાણ ગુણવતા છે. ખાનારા લોકોની સંખ્યા ઘટે અને જીવનની ગુણવત્તા વધે એમાં જ આપણું યોગક્ષેમ સમાયું છે. એ સત્ય વીસરાય ત્યાં ન્યારો બંગલો ન્યારા કુટુમ્બ જીવનની ખાતરી નથી આપતો.

–   ગુણવંત શાહ

One response to “ઘર – ગુણવંત શાહ

 1. pragnaju ડિસેમ્બર 9, 2007 પર 4:08 પી એમ(pm)

  મનન કરવા જેવા વિચારો.
  અમરનું કાવ્ય યાદ આવ્યું
  રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
  નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે
  દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
  પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.
  દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
  આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.
  થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
  કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
  બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
  નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.
  કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
  દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.
  એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
  જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: