આ લેખ ‘ઓપિનિયન’ પર અહીં વાંચો.
આ વિષયને આનુષંગિક અભ્યાસ લેખ

અહીં ક્લીક કરો.
ડલાસ અને ફોર્ટવર્થના મહાનગરોને વીંધીને સોંસરવા જતા; એટલેંટીક અને પેસીફીક મહાસાગરોને જોડતા; રાશ્ટ્રની અર્થવ્યવસ્થાની ધોરી નસ જેવા; ઈન્ટરસ્ટેટ હાઈવે (આઈ-20 ) ઉપરથી મારી ગાડી કલાકના 60 માઈલની ઝડપે પુરપાટ પસાર થઈ રહી છે. આ રશ અવર છે. મારી આજુબાજુ રસ્તાની ચાર લેનો મારા જેવી જ અસંખ્ય ગાડીઓ, વાનો અને ખટારાઓથી ભરચક ભરેલી છે. વાહનોની વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. ગાડીઓનો સતત પ્રવાહ ધસમસી રહ્યો છે. સામેની દીશાની ચાર લેનોની પણ આ જ પરીસ્થીતી છે. મને એમ પ્રતીતી થઈ રહી છે કે, હું દેશની ધોરી નસ જેવા આ હાઈવેમાંથી વહી રહેલા, અને દેશના આર્થીક વ્યવહારને ધમધમતું રાખતા, કરોડો રક્તકણો જેવો એક રક્તકણ છું. ગતીનો પ્રાણવાયુ અને પેટ્રોલનું ઈંધણ મને ફુલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે. સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો; તેમજ ટ્રેનો, જેટપ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાશ્ટ્રની આર્થીક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે. વીશ્વના આ સૌથી સમ્રુદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનીયાના પ્રત્યેક રાશ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવ્રુત્ત છે; અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મુશકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વીનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતીએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઈચ્છા કે સમય નથી.
ત્યાં જ આવી વીચારધારામાં મારા ખીન્ન માનસમાં સત્યનો એક ઝબકારો થાય છે કે, હું એક એક્ઝીટ ચુકી ગયો છું; અને ખોટો એક્ઝીટ લઈ પુર્વ(!) દીશામાં જવાને બદલે પશ્ચીમ(!) તરફ ધસી રહ્યો છું!
***********
મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે. હું મારી પથારીમાં સાવ શબવત્ પડેલો છું. એક બીભીશણ દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું છે. એ સ્વપ્ન ચાલીસ વરસ પછીના આ જ આઈ-20 હાઈવેનું હતું. આખો રસ્તો સવારના આઠ વાગે ભેંકાર, ખાલી પડેલો હતો. એની ઉપરથી સમ ખાવા બરાબર, એક પણ વાહન ચાલી રહ્યું નહોતું. એની ઉપર ઠેકઠેકાણે વનરાજીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. વીતેલી અર્થવ્યવસ્થાના મહાઅજગર જેવો આ હાઈવે શબની જેમ સડતો પડેલો જણાતો હતો. દુર્દશાની અસંખ્ય કીડીઓ તેના દેહનું ભક્ષણ કરી રહી હતી. બધી જ રેલ્વે લાઈનો, બધાજ મહાસાગરો અને સમસ્ત આકાશમાં ક્યાંય એક પણ વાહન સરકી રહ્યું ન હતું. આખી દુનીયામાંથી પેટ્રોલીયમનું છેલ્લું ટીપું અને કોલસાનો છેલ્લો ટુકડો વપરાઈ ગયાને પણ પાંચ વર્શ વીતી ગયાં હતાં. તોડી નાંખવામાં આવેલા બંધોને કારણે બધાં જળાશયો પણ ખાલી પડેલાં હતાં. થોડા વરસો પહેલાં, પાણી અને શક્તીસ્રોતો માટે ખેલાયેલા, ત્રીજા વીશ્વયુદ્ધમાં નેવું ટકાથી ય વધારે માનવજાત નાશ પામી ચુકી હતી. અણુયુદ્ધના કારણે પેદા થયેલી ગરમીથી પીગળેલા ધ્રુવીય બરફે વીશ્વનાં બધાં જ બંદરોને પાણી નીચે ગરકાવ કરી દીધાં હતાં. બધી સલ્તનતો તહસ નહસ બની ચુકી હતી. જગતની બધી અર્થવ્યવસ્થા, અરે! આખું સમાજજીવન ભાંગીને ભુક્કો બની ગયાં હતાં. મારા જેવાં ગણ્યાંગાંઠ્યાં કોક’જ દુર્ભાગી માનવજીવો આમતેમ ખોરાક અને પાણી માટે જંગલોમાં વલવલતાં, આથડતાં હતાં. જુના શહેરના બહુમાળી મકાનોના બધાં ખંડેરો ભયાવહ વનરાજીમાં અરણ્યરુદન કરી રહ્યાં હતાં. સમસ્ત માનવજીવન ખોડંગાતું, કણસતું, આક્રંદતું ગુફાજીવન તરફ મંથર ગતીએ, કીડીવેગે સરકી રહ્યું હતું. આજુબાજુના જંગલનો ભાગ બની ચુકેલા આઈ- 20 ઉપર હું ભુખ્યો અને તરસ્યો, નીર્વીર્ય અને નીશ્પ્રાણ, હતપ્રભ અને હતાશ ઉભેલો હતો. કઈ ઘડીએ, કોઈ રાની જાનવર આવીને મારો કોળીયો કરી જશે, તેના ભયથી હું થરથરી રહ્યો હતો. મારું આખું શરીર આ ભરશીયાળામાં પણ પસીને રેબઝેબ બની ગયેલું હતું.
અને મારા ખોટા એક્ઝીટે મને ક્યાંથી ક્યાં લાવી મુક્યો; તેની મરણપોક પાડીને હું ઝબકીને જાગી જાઉં છું.
***********
બાથરુમમાંથી પાછો આવી હું પથારીમાં સુઈ ગયો છું. પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું, તેની પ્રતીતી થતાં હું ફરી પાછો નીદ્રાદેવીને શરણે જાઉં છું. ઘસઘસાટ ઉંઘની વચ્ચે એક નવું પરોઢ ઉગી નીકળે છે. હું ફરી પાછો એવા જ રશ અવરમાં, એ જ આઈ-20 હાઈવે પરથી, મારી હાઈપાવર બેટરીથી સંચાલીત નાનકડી ગાડીમાં પુરપાટ પસાર થઈ રહ્યો છું. પણ હવે પહેલાં જેવો ધમધમાટ નથી. હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફીસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરુરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મીત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે. અને તે ગાડીઓ પણ સ્વયંસંચાલીત વીજળીના રેલ સ્ટેશનો પર જ પાર્ક કરવામાં આવેલી હોય છે. મોટા ભાગની યાતાયાત, સ્વયંસંચાલીત, અત્યાધુનીક અસંખ્ય સંખ્યાની બુલેટ ટ્રેનો વડે જ થાય છે. બધાં કારખાનાં રોબોટો ચલાવે છે. બધા સામાનની આપલે પણ સ્વયંસંચાલીત સ્ટોરોમાં રોબોટો જ સંભાળે છે. હાઈવે પર ચાલી રહેલા મોટા ભાગનાં વાહનોમાં આવા રોબોટ ચાલકો જ છે ! મારા જેવા કો’ક જ સહેલાણીઓ અથવા ઈલેક્ટોનીક સાધનો, મહાકાય પાવરહાઉસો કે કારખાનાંઓના તાત્કાલીક મરામતકામ માટે જતાં સ્ત્રીપુરુશો જ ગાડીઓમાં બેઠેલાં છે. બાકીનું બધું રોજીંદું ઉત્પાદન અને મરામતકામ તો રોબોટો જ સંભાળે છે. આખા વીશ્વની શક્તીની જરુરીયાતો માટે હવે કરોડો ‘ટોકોમેકો’ સુસજ્જ છે. તેમાં પેદા થતી વીજળી આખા વીશ્વની હજારો વર્શોની જરુરીયાત માટે પર્યાપ્ત છે. સુર્યના નાનકડા સંતાન જેવા આ આદીત્યોએ આખાય વીશ્વની રુખ બદલી નાંખી છે. બધો વ્યવહાર તેમના થકી પેદા થતી વીજળી વડે ચાલે છે. સમુદ્રના પાણીમાંથી આ જ વીજળી અમર્યાદીત જથ્થામાં શુદ્ધ પાણી પણ બનાવી દે છે. પ્રદુશણ એ ભુતકાળની, અને બીનજરુરી ઘટના બની ચુકી છે. પાણી અને શક્તી સ્રોતો માટેના દેશ દેશ વચ્ચેના ઝગડા અને ભીશણ યુદ્ધો ભુતકાળની ઘટનાઓ બની ચુકી છે. માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વીશ્વ એક જ રાશ્ટ્ર બની ચુક્યું છે.
હું ‘શાર્દુલવીક્રીડીત’ માં ગણગણી રહ્યો છું –
”આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજદેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે. “
અને એ આશાભર્યા વીસ્ફોટના પ્રતાપે તો અત્યારે મારી આ ગાડી ચાલી રહી છે. માનવજાતની બધી દુર્વ્રુત્તીઓ, દર્પ, ઈર્શ્યા, સામર્થ્ય માટેની દોડ અને ખેંચાખેંચી પણ ભુતકાળની બાબતો બની ચુકી છે. મારી ગાડીના રેડીયો પરથી મંગળના ગ્રહ પરથી પ્રસારીત થઈ રહેલી, મધુરી ગુજરાતી ગઝલોની સુરાવલીઓ મારા ચીત્તને દીવ્ય આનંદ આપી રહી છે.
આ નવા એક્ઝીટે તો મને મહામાનવજાતીનો એક અંશ બનાવ્યો છે.
***********
અને નવી આશાના સુપ્રભાતમાં, હું આળસ મરડીને, પ્રસન્નચીત્તે, આઈ-20 હાઈવે પરની પહેલી સત્ય ઘટના અને પછીનાં બે સ્વપ્નોને મારા નોટબુક કોમ્પ્યુટરમાં ‘ફોન્ટબદ્ધ’ કરવા માઉસની પહેલી ‘ક્લીક’ લગાવવાનો એક્ઝીટ લેવા પ્રયાણ કરું છું!
Like this:
Like Loading...
Related
સુન્દર…સ્પર્શી ગઇ આ વાત…શબ્દોની સફર ખૂબ ભાવવાહી..
let your last dream come true…. praying God..
Lata Hirani
ખુબ સરસ સ્વપ્નો….. જીવનની ગતી નીરાળી છે. ગમે ત્યારે કોઇપણ સ્વપ્ન સાચુ પડવાની પુરી સઁભાવના છે ત્યારે વિધાતાને કરજોડી કરીએ વિનન્તી કે કોઇએક સ્વપ્ન ને સાચુ પાડવુ મારી ક્ષમતા બહારનુ છે પણ કોઇપણ પરિસ્થિતિમા તમારા પરનો વિશ્વાસ તલભાર પણ ન ડગે.
Superb visualization, Dada! I think, the truth lies in between the last two extreme dreams. Good and bad, right and wrong, light and darkness – all co-existed, co-exist and will co-exist.
“હું એક એક્ઝીટ ચુકી ગયો છું”
…આવા અનુભવ બે ત્રણ થયા છે.
તેમાંથી રસ્તો કાઢવાનું નવા ડ્રાઈવરોને ગ્લોબલ પોઝીસનીગ સીસ્ટીમ વગર પણ સારુ આવડે છે!
જાગૃતી બાદ સ્વપ્નનાં “મરણપોક પાડીને હું ઝબકીને જાગી જાઉં છું”
…તો વધારે વાર થયાં છે.ત્યારે યાદ આવે જાગીને જોઉં તો જગત દીસે નહીં!
પછી ઈશ્વરની સમીપ ‘સુસુપ્તી’નું દર્શન
‘માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વીશ્વ એક જ રાશ્ટ્ર બની ચુક્યું છે’
જુદા જુદા સ્વરુપે થયું છે.ત્યાર બાદનું થાય તો બેડો પાર .તેને માટે પકડવી પડે…
સંતની ગાડી ચાલી રે ભેરુ,ચાલો સતની ગાડી ચાલી
આવો સાથી,ભવસાગરની અહીંયાં ચિંતા મટશે સારી.
આ ભવની ભવાઈ જે લખી લખાઈ નહીં કદી છુટી થનારી
છે એક જ રસ્તો શાણો ને સીધો,પ્રેમ પ્રભુને કરજો હેતે
ભાગ ૨ તેનાંથી શરુ કરશો
મારી લખવા-વિચારવાની ગાડી તો ઘણી વાર આડે રસ્તે હોય છે.
તે અંગે માફ કરી દેવાનું!!
વાહ વાહ, પ્રભુ !!
તમારામાં રહેલો વૈજ્ઞાનીક-સાહીત્યકાર હવે પ્રકાશી ઉઠ્યો છે. તમે આમ જ ઘસતા રહો, બલ્કે હવે નવેસરથી ‘પુસ્તીકા’ અંગે વીચારણા આગળ ધપાવો !!!
સલામ, તમારી કલ્પનાને, તમારાં સ્વપ્નોને અને તમારી “રજુઆત”ને !
“Just prayers will not enable a breakthrough in CTNR”
તમારી સાચી વાત છે.પણ આવા વિજ્ઞાનના વિષયમાં આધ્યાત્મનો બીલકુલ છેદ ઉડાડશો તો પરીણામ અકલ્યાણકારી હોવાની દહેશત રહે છે.
આવા વિચારો-કલ્પનાઓ ભલે અવાસ્તવિક લાગે પણ તેમાંથી જ નવું સર્જન થાય છે.આ વિષયઆ અંગે સરળ ભાષામાં જરુર લખશો.
‘સેન્ટ્રલ નેચરલ રીસોર્સીસ’ખરેખર ખૂબ જરુરી અને રસપ્રદ વિષય છે.
તે અંગે અવારનવાર માહીતી આવે છે જે સમજવાની અઘરી છે.તમારા વિષયની સરળ ગુજરાતીમા ભાષાતર કરી લખશો તો આનંદ થશે
શક્તીના કુદરતી સાધનોનો વપરાશ માત્ર 4 % છે, અને તેમાં કોઈ ખાસ વધારો થતો નથી. ( સોલર, વીન્ડ ટાઈડલ વી. ) જ્યારે આખું વીશ્વ અમેરીકન અને યુરોપીયન ઢબે પ્રગતી કરવા મથે છે. આથી બળતણ ( ગેસ, ઓઈલ , કોલસો) નો વપરાશ દીન પ્રતીદીન વધતો જાય છે. આ બળતણો માત્ર 40-50 વર્શ ચાલે તેટલો જ સ્ટોક છે. અત્યારની ન્યુક્લીયર ટેક્નોલોજી બહુ જ ખર્ચાળ છે, તેમાં ન્યુક્લીયર વેસ્ટનો બહુ જ જટીલ પ્રશ્ન છે, અને ન્યુક્લીયર ફ્યુઅલ પણ મર્યાદીત જથ્થામાં જ છે.
આ બધું જોતાં એક CTNR માત્ર જ વ્યવહારુ ઉકેલ છે. આમાં ઈશ્વર પર શ્રદ્દ્ધા રાખીને શાહમ્રુગની જેમ સરકારો ન બેસી શકે. માટે જ ઘણા દેશો આની રીસર્ચ કરી રહ્યા છે. આધ્યત્મીક જ્ઞાન અને જાગ્રુતી વ્યક્તીગત, સામાજીક અને નૈતીક પરીપ્રેક્ષ્યમાં યોગ્ય હશે. પણ વીજ્ઞાન અને ટેક્નોલોજીએ કમર કસવી જ પડશે. નહીં તો મારું બીજું સ્વપ્ન એક નગ્ન અને અતીશય ક્રુર વાસ્તવીકતા બની રહેશે.
જેમ હીમયુગ કે કોમેટના કારણે ડીનોસોર નાશ પામ્યા – એક પણ ન બચ્યું, તેમ શક્તીના અભાવે માનવજાત નીકંદન પામશે અથવા પત્થરયુગમાં પાછી ધકેલાઈ જશે.
મારા લેખમાં કન્ટ્રોલ્ડ ફ્યુઝનની વાત છે, તેનો પાયો આઈંસ્ટાઈનની થીયરી પર છે. તે મહાન વીજ્ઞાનીની આ એક જ થીયરીએ વીજ્ઞાનની કેટકેટલી દીશાઓ ખોલી દીધી. સ્પેસ, ન્યુક્લીયર, પાર્ટીકલ ફીઝીક્સ, મોલેક્યુલર બાયોલોજી …. )
હજુ કમભાગ્ય સી. ટી. એન.આર. શક્ય બન્યું નથી, પણ તે રીસર્ચના આધારે અનેક નવી ટેક્નોલોજી અસ્તીત્વમાં આવી છે, તેને લો ટેમ્પરેચર ફ્યુઝન કહે છે. આનાથી સીરેમીક મટીરીયલને ધાતુઓ સાથે જોડી શકાય છે. ( આ લો ટેમ્પરેચર એટલે 7000 – 8000 સેન્ટીગ્રેડ !!!!! સી.ટી.એન.આર માટે કદાચ 1,00,000 સેન્ટીગ્રેડ જોઈએ છે !! )
અમદાવાદ – ગાંધીનગરની વચ્ચે આવેલ પ્લાઝમા રીસર્ચ સેન્ટરની મુલાકાત લો તો તમને ત્યાં ટોકોમેક જોવા અને સમજવા મળશે. ટોકોમેક એ બહુજ જોખમકારી વસ્તુ છે. જો કંટ્રોલ બહાર તે જતો રહે તો તે હાઈડ્રોજન બોમ્બ બની જાય અને અમદાવાદ અને ગાંધીનગર બન્ને સાફ થઈ જાય.
આધુનીક વીજ્ઞાન અને ટેક્નોલોજીની અનેક શાખાઓનું જ્ઞાન ત્યાં વાપરવામાં આવે છે અને વીશ્વ કક્ષાના વીજ્ઞાનીઓ ત્યાં કામ કરે છે.
પણ હાય ! હજુ સી,ટી.એન.આર સ્વપ્ન જ છે.
ભગવાનને પ્રાર્થના કરીએ કે, આપણી જીંદગીમાં આપણે આ સ્વપ્ન સાકાર થયેલું જોઈ શકીએ. બાકી 50-100 વર્શમાં બધાંજ બળતણનો, બધો જ જથ્થો ખલાસ થવાનો છે; તે નગ્ન સત્ય છે. .
My dear Suresh Jani
Thank you for your expression of unpleasant experience during your travel on the Express way. It makes interested reading. It has happened with me a couple of times while traveling on Expressway. I am sorry I cannot reply back in Gujrati as I do not have the Gujrati soft ware. I have written many articles in Gujrati some years back; but now I write in English language only.
When I read your name I think of one Dr. Jani who was in Jetpur – Saurashtra. He had a good presentable personality. This was many years back. He is now dead. are you aware of this doctor JANI? because you belong to JANI clan. I am feverishly busy and cannot reply back promptly.
with my kindest regards. Osman A. Karim
#1 લેખ.
કુદરતી શક્તિના સ્ત્રોતનો બેફામ વેડફાટ આપના સ્વપ્ન નં ૨ ને સત્યમાં ફેરવશે?
કલ્પના અને સત્ય, સ્વપ્ન અને હકિકત, વિજ્ઞાન અને સાહિત્ય નું સરળ ફ્યુઝન!
દાદા, આપ એન્જીનિયર છો કે સાહિત્યકાર?
thank you very much for sending me link..
else i would have missed it..
i will send you solar cooker my friend harivallabh mehta made made for villagers- mehta.hari@gmail.com
http://www.solarcookers.org/basics/how.html
see above site and its middle one.. parabolic.. only he tries to make it cheaper..
and i see udct mumbai making efforts in this direction..
http://www.ecocooker.org/contents/project_history/a_history_of_the_ecocooker_pro_1.php
you can collect such few sites and put in your new blog..
let you give through your literature u turn from conventional fuel to natural fuel more and more..
thank you for starting new thread..
now instead of making temples and other ritual..let us make open temple with various solar cooker and other energy tapping devices , where people go to learn.. buy/ book model for their own home / office / organisation.. and as prashad take solar cooked food and few books as souvenir
Oh… read it earlier.. enjoyed..
Pingback: Group2Blog :: Energy crisis
Pingback: ત્રણ ‘રી’ (Re) - અમેરીકા « ગદ્યસુર
Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર
આજનો બિંગ પરનો ફોટો જુઓ

આ લિન્ક
અને ફોટો જોયા પછી વિચારમાં પડી જવાય છે કે આ સંસારમાં કેવી-કેવી જીવસૃષ્ટિ ખીલી છે?
જો તેનો નાશ કરવો હોય તો માનવજાતના હાથમાં છે અને બચાવવી હોય તો પણ માનવજાત જ કઈંક કરી શકે.
પણ આપણે બધા ઊંઘની ગોળીના ડોઝ લઈને સુઈ ગયા છે જેથી આપણે વિનાશની ખાઈ તરફ ધીમે-ધીમે ધકેલાઈ રહ્યા છીએ..
Pingback: સમયની સફર « ગુજરાતીસંસાર
Pingback: સાબુ પર સાબુ – એક અવલોકન « ગદ્યસુર
સુરેશભાઈ,
ત્રણે ચિત્રો જોયા. એક આજનું અને બે આવતીકાલના. આવતીકાલના બે માંથી આપણા નશીબમાં કયું ચિત્ર છે એ નિયતિના હાથમા છે.
તમારી શૈલી માટે હું શું કહું? કહેવાનું તો બધું જ લોકોએ કહી દીધું છે, હું મોડો પડ્યો છું.
હવે લાગે છે કે એંજીનીઅરો માત્ર પ્રદેશનું જ નહિં પ્રદેશના સાહિત્યનું પણ ઘડતર કરે છે!!!
-પી.કે.દાવડા
Pingback: Three events on an American Highway « Expressions
Pingback: ખાંડનો ખાલી ડબો – એક અવલોકન | ગદ્યસુર
ફ્યુઝન પાવર અંગે એક સરસ લેખ –
http://nabhakashdeep.wordpress.com/2011/04/20/%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D/
અને એની લેટેસ્ટ રિસર્ચ અંગેની વેબ સાઈટ –
https://www.llnl.gov/news/newsreleases/2010/nnsa/NR-NNSA-10-01-02.html
news March -2012
https://www.llnl.gov/news/newsreleases/2012/Mar/NR-12-03-02.html
સુરેશભાઈ
તમારો આ લેખ વાંચ્યા પછી તમારા વિષે મને ઘણું જાણવા મળ્યું.
તમે એન્જી.ઉપરાંત ઘણું બધું છો .અને તમારા જેવો માણસ મારા જેવા અદના માણસ સાથે મિત્રતા રાખે ,વડીલ તરીકે માન આપે ,રસપૂર્વક માર્ગદર્શન આપે ,અને મારા જેવા વયો વૃદ્ધ ,ભુલકાનાને
નવું શીખવવામાં કંટાળે નહિ .આવી વ્યક્તિ પૃથ્વીનાપડ ઉપર કેટલી હશે .
with my kindest regards . આતા
Pingback: ગેસ ગાયબ! | હાસ્ય દરબાર
ભવિષ્યનો ખ્યાલ આપતું એક પિક્ચર વર્ષો પહેલા અમેરિકામાં બન્યું હતું. જેમા આવી જ કલ્પનાઓ કરવામાં આવી હતી કે અમેરિકન લોકો ઘરે જ બેસી રહેશે, કોઈએ કામ કરવાની જરૂર નહી પડે. હકીકતમાં મેં મારા સુરતીઉધીયું બ્લોગમાં આજે જ લખ્યું છે કે માનવ જાત આ બધા મોજશોખથી એટલી બધી કંટાળી જશે કે પાછી જંગલમાં જઈને રહેશે. આજે જે મેં A Day Made of Glass-Part-1 & 2 મારા બ્લોગ ઉપર વિડીયો મુક્યો છે તે ઉપરના લેખને અનુમોદન આપે છે. જોવા માટે નીચેની લીંક ક્લીક કરો
http://suratiundhiyu.wordpress.com/
વિપુલ એમ દેસાઈ
Pingback: The demise of fossil fuels | સૂરસાધના
Pingback: વિશ્વ જળ દિન – ૨૨ , માર્ચ – ૨૦૧૭ | સૂરસાધના
સુન્દર…સ્પર્શી ગઇ આ વાત…શબ્દોની સફર ખૂબ ભાવવાહી..
પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું,……………
માનવી બે અવસ્થામાં સ્વપ્ન જુએ છે: અચેતન નિદ્રાવસ્થામાં આવતાં સપનાં એને યાદ રહેતાં નથી પણ ખરેખર એના પરથી જ એ માણસની અસલિયતની માહિતી મળે છે, પણ જે સપનું માણસને ઊંઘમાં, પરંતુ ચેતનાવસ્થામાં આવે છે તે જ યાદ રહે છે.