- સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
- છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
- જણનારીનાં દખ જણનાર જાણે.
- મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
- ‘જુ’ના પેટમાં લીખ જ પાકે.
- એક તોલડી તેર વાનાં માંગે.
- પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
- માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.
- હું પહોળી ને શેરી સાંકડી.
- દીકરાના પાડની દીકરી છે.
- ભાંગ્યો તોય આદમી; ગાડું તોય તેલ.
- દુધ ને દીકરા, બધુંય છે.
- છોડીયાં જેવાં છોકરાં , ને ધડફા જેવી ડોશી.
- દુધ ને દીકરા, ઢાંક્યા નો રે’.
- ભાભોજી ભારમાં , તો વહુ લાજમાં. ( સસરામાં શણપણ હોય તો વહુ આમન્યા રાખે.)
- છાશ ખાય છોકરાં, ને દુધ ખાય ડોશી.
( 18 ડીસેમ્બરે વાંચો ….. ભાગ -2 )
સંકલન – જયંતીલાલ દવે
પરીચય
Like this:
Like Loading...
Related
1સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
હમણા એક દિકરાને માટે સાત કસુવાવડ કરાવે!
2છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે,રમાડ્યે નહીં.
બચ્ચેમેં કહાંસે બૂ આયે મા-બાપકી?
દૂધતો ડીબ્બેકા ઔર કેળવણી સરકારકી
3જણનારીનાં દખ જણનાર જાણે.
અમેરીકામાં તો થનાર બાપ(નમૂનામાં લખ્યું છે તે પ્રમાણે)ને પણ દખ લેવડાવે અને કાતરથી નાળ પણ કપાવે!!
Sureshbhai
Enjoyed the proverbs. Is there a site online that has a collection of our Gujarati proverbs? If not, it would be an awesome project to consider for some of our active bloggers.
Perhaps we can have a wiki site where others can contribute as well on these things.
Pingback: ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો « હાસ્ય દરબાર
enjoyed