સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફાઈલ અને સાઈટ

       મારા મામા વેસ્ટર્ન રેલ્વેમાં કોમર્શીયલ ઈંસ્પેક્ટર હતા. દક્ષીણ ગુજરાતમાં તેમણે મોટાભાગે કામ કરેલું. અમે પણ તેમને ઘેર સુરત, બીલીમોરા, વલસાડ વી. જગ્યાઓએ વેકેશનમાં રહેવા જતા. રેલ્વેના ગ્રાહકો સાથે તેમને સતત સમ્પર્કમાં રહેવું પડતું હોવાને કારણે તેમને જાતજાતના અનુભવ થતા. તેમની બહુ જ રમુજી શૈલીમાં અમને તેઓ આવા અનુભવો કહેતા. સાંભળવાની બહુ જ મજા આવતી.

g_c_raval

    આવો જ એક અનુભવ આજે યાદ આવી ગયો.

    વલસાડ સ્ટેશન ઉપર ગ્રાહકોને પડતી કોઈ એક હાલાકી માટે તેમની પાસે લોકો વારંવાર રજુઆત કરતા. પણ આ માટે કાંઈ કરી આપવાનું તેમની સત્તા બહારનું હતું. આવી સત્તા તો વે. રેલ્વેની મુખ્ય કચેરીના સાહેબ લોકો જ લઈ શકે. આથી જ્યારે તેમના ઉપરી અધીકારી એ સ્ટેશને આવ્યા ત્યારે મામાએ આ બાબત તેમની સમક્ષ રજુ કરી અને માંગણીનું વાજબીપણું સમજાવ્યું. સાહેબને ગળે પણ વાત તો ઉતરી. પણ સામાન્ય રીતે નીર્ણયો લે તો તે સાહેબ શાના ? !

   સાહેબ બોલ્યા, ” रावल! आपकी बात तो सच है, पर ईसके बारेमें सब फाईलें बम्बई है। आप जब मीटींगके लीये बम्बई आयें, तब मुझे यह बात बताना। तब सोचेंगे की,  ईसके बारेमें क्या कर सकते हैं।

   સાહેબે તો આમ કહી વીદાયગીરી લીધી.

    પંદરેક દીવસ બાદ મામાને મુબાઈ જવાનું થયું. મીટીંગ પત્યા બાદ મામાએ પટાવાળા પાસે જરુરી ફાઈલ કઢાવી અને સાહેબની ઓફીસમાં ‘ આશા ભર્યા તે અમે આવીયા……‘ એ પંક્તી યાદ કરતાં મામાએ પ્રવેશ કર્યો. સાહેબને આ વાતની યાદ અપાવી. ફાઈલ પણ સામે ધરી દીધી. અગાઉ પણ આવી માંગણી થયેલી હતી;  તે દર્શાવતો તુમાર કાઢીને સાહેબને વંચાવ્યો.

    હવે સાહેબના પેટમાં તેલ રેડાયું.    માળું આ તો નીર્ણય લેવાની વાત કરે છે! મનમાં ગડમથલ થયા કરે કે, આ ધર્મસંકટ શી રીતે ટાળવું.  અને તેમના ફળદ્રુપ ભેજામાંથી મહાન વીચારે અવતરણ કર્યું !

   સાહેબ ઉવાચ -” रावल! आपकी बात तो यकायक सही है| पर ईस बातका अब्यास तो साईट पर ही हो सकता है न? जब हम अगली बार वहां आयें तब ईसका सोच करेंगे!

    હવે કરમની કઠણાઈ એ કે,  ફાઈલ સાઈટ પર આવી ન શકે , અને સાઈટ તો સાઈટ પર જ રહે ને! એ થોડી મુંબાઈ આવી શકવાની હતી? આમ નીર્ણય ખોરંભાઈ શકાયો !

   પણ મામા કોનું નામ? તેમણે ફાઈલનો કાગળ કાઢી, તેની ટાઈપ નકલ કરાવી લીધી. ( તે જમાનામાં ક્યાં ઝેરોક્ષની સગવડ હતી?) મામા વીજયી મુદ્રામાં પાછા આવ્યા.

    મહીના પછી, સાહેબ સાઈટ પર પધારવાના હતા. મામા તેમની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા.

    અને એ શુભ ઘડી આવી પુગી. મુંબાઈથી એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી. મામા સફાળા સાહેબના સ્વાગત માટે દોડ્યા – બગલમાં તુમારની કોપી ધારણ કરીને.  અને ફર્સ્ટ ક્લાસની કેબીનનું બારણું છેવટે ખુલ્યું.

   મામાના આશ્ચર્ય વચ્ચે એક નવો જ ચહેરો નીચે ઉતર્યો. સુપરીન્ટેન્ડન્ટ સાહેબની વરદી કાંઈ થોડી છાની રહે?  મામાને ધર્મજ્ઞાન લાધ્યું કે, પેલા સાહેબની તો બદલી થઈ ગઈ છે; અને તેમણે આખો અધ્યાય   એકડે એક્થી નવા સાહેબને ભણાવવાનો છે!

Advertisements

3 responses to “ફાઈલ અને સાઈટ

 1. Pragnaju Prafull Vyas December 16, 2007 at 10:30 am

  મારા પિતાશ્રી તો રેલ્વેનાં ફોરમેન તેથી પિતાએ વળાવી ત્યાં સુધી રેલ્વે સાથે પણ એવો જ નાતો રહ્યો.નાની હતી ત્યારથી જ મને ટ્રેનો જોવાની તેમ જ ટ્રેનમાં બેસવાનું બહુ જ ગમતું.ત્યારે અમારા તરફનાં વિભાગને બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડીઆ કહેતા.બા સાથે બેસી ટ્રેન પસાર થવાની રાહ જોતી.ધુમાડાના ગોટેગોટા જોઈ એંજીન ડ્રાઈવર બનવાનાં સ્વપ્નાંઓ જોતી.બધી જ ટ્રેનોનો આવવા-જવાનો સમય પણ મોઢે.સ્ટીમ એંજીનના સંભારણા હજી પણ કઈંક લખવા પ્રેરે છે.બારી પાસે બેઠાં બેઠાં,સુંદર સાંજને નિહાળતાં નિહાળતાં,આંબાના ઘટાદાર વૃક્ષોને સરી જતાં જોઈ,સામેના પાટા પરથી કોઈ ધમધમતી ટ્રેનના સ્ટીમ એંજીનની નજરમાં મારી નજર કોઈ પણ ભોગે મિલાવવાની અને પછી વલસાડના બટાટાવડાં ખાતાં ખાંતાં એક ઈચ્છાની પરિતૃપ્તિનો આનંદ માણતાં કે પછી જુદાં જુદાં એંજીનોનાં સૂરમાં સૂર પૂરાવી કોઈ અવર્ણનીય લાગણીનો અનુભવ આનંદની ચરમસીમાએ પંહોચાડી દેતો.આપણામાં ઘણા અમદાવાદ,સૂરત્,મુંબઈ, રાજકોટ અને ભૂજ જેવા સ્થાનોએ પશ્ચિમ રેલ્વેની ટ્રેનો દ્વારા જતા હશે.હવે નવા જમાનામાં જુઓ: પશ્ચિમ રેલ્વે ની વેબ સાઈટ
  અને
  તમારે જાણવું હોય કે તમારી ટ્રેન સમયસર દોડી રહી છે કે નહિ તો એની પણ એક વેબ સાઈટ ઉપલબ્ધ છે
  જુઓ: ઓનલાઈન ટ્રેન સ્ટેટસ

 2. pravinshastri November 28, 2014 at 7:29 pm

  પ્રજ્ઞાબેને, બીબીસીઆઈ અને ટાપ્ટીવેલી અને બિલ્લીમોરાથી ઉપડતી સહરા લાઈનની યાદ દેવડાવી દીધી.

 3. aataawaani November 29, 2014 at 1:01 am

  સરળતાથી થઇ જતું કામ અઘરું આટીઘુનti વાળું કરીને નો બતાવે તો સાહેબ શાના ?
  તમારા મામાને હોશિયાર કહેવા પડે સાહેબને કાન પકડાવ્યો કહેવાય પીછો છોડ્યોજ નહિ .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: