સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવ્વાણું માર્ક

         હું ભણવામાં ઠીક ઠીક હોંશીયાર હતો. ગણીત, વીજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત આ વીશયોની પરીક્ષામાં હમ્મેશ મારા વર્ગમાં હું સૌથી વધારે માર્ક લઈ આવતો. અમારી શાળામાં દરેક ધોરણમાં ચાર વર્ગ રહેતા. દસમા ધોરણમાં બધા હોંશીયાર વીદ્યાર્થીઓને એકઠા કરી એક અલાયદો વર્ગ ‘ક’ બનાવાતો; જેથી અગીયારમા ધોરણની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઝળકી શકે તેવા હોંશીયાર વીદ્યાર્થીઓ પર શીક્ષકો ધ્યાન કેન્દ્રીત કરી; તેમને એ મેરેથોન દોડ માટે તૈયાર કરી શકે.

        આ વાત દસમા ધોરણની વાર્શીક પરીક્ષાની છે. હું અલબત્ત ‘ક’ વર્ગમાં હતો અને ક્લાસમાં મારો પહેલો નમ્બર આવ્યો હતો. ગણીત સીવાય બધા વીશયમાં  આખા વર્ગમાં મારા  સૌથી વધારે માર્ક આવ્યા હતા. આવું કદી બન્યું ન હતું. સમાજશાસ્ત્ર અને હીન્દીમાં પણ મને સૌથી વધારે ગુણ મળ્યા હતા; પણ ગણીતમાં દર વખતે સો લાવનાર મને 99 માર્ક જ. આટલા સારા પરીણામ છતાં હું ખીન્ન થઈ ગયો. મેં 12 માંથી આઠ સવાલ નહીં, પણ ત્રણ કલાકના પેપરમાં બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. છતાં પણ આમ કેમ બન્યું?

          પરીણામ મળ્યા બાદ છુટીને હું અમારા ગણીતના શીક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પુછ્યું,” મને 99 માર્ક આપ્યા છે તો મારી ભુલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”

            સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. એક ભુમીતીની સાબીતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”

           મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”

           સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરુર આવશે. ”

            હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”

            સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે – ગમે તે આઠ જવાબ તપાસો. આ તારું અભીમાન બતાવે છે. એ તારા અભીમાનનો એક માર્ક મેં કાપ્યો.  એકાદ જવાબમાં તારી ભુલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રીકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો?એનાથીય વધારે,  તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભીમાન તને નડશે. ”

          મેં કાનપટ્ટી પકડી લીધી અને ચીતાણીયા સાહેબને હ્રદયપુર્વક નમસ્કાર કર્યા.

          ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે ત્યારે મને એ ચીતાણીયા સાહેબ અને એ 99 માર્ક યાદ આવી જાય છે.

           આ લેખ કોઈને મારી આત્મશ્લાઘા જેવો લાગે તો માફ કરશો.

8 responses to “નવ્વાણું માર્ક

 1. Pragnaju Prafull Vyas ડિસેમ્બર 18, 2007 પર 10:04 એ એમ (am)

  “જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે ત્યારે મને એ ચીતાણીયા સાહેબ અને એ 99 માર્ક યાદ આવી જાય છે”ધન્યવાદ…આ સિધ્ધી માટે તો ખરાં પણ ત્યાર બાદ આટલા માનસીક રીતે સ્વસ્થ છો એટલા માટે- બાકી આવા હોંશીયાર વિદ્યાર્થીઓમાં ગાંડપણ અને આપઘાતનું પ્રમાણ વધુ હોય છે એવૂં આંકડાશાસ્ત્ર કહે છે! તે અંગેની વાત ઈ-મેઈલથી મોકલું છું. ઠીક લાગે તો ભાષાંતર કરશો

 2. Rajendra Trivedi, M.D. ડિસેમ્બર 18, 2007 પર 11:07 એ એમ (am)

  પરીણામ મળ્યા બાદ છુટીને હું અમારા ગણીતના શીક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પુછ્યું,” મને 99 માર્ક આપ્યા છે તો મારી ભુલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”

  સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. એક ભુમીતીની સાબીતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”

  મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”

  સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરુર આવશે. ”

  હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”

  સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે – ગમે તે આઠ જવાબ તપાસો. આ તારું અભીમાન બતાવે છે. એ તારા અભીમાનનો એક માર્ક મેં કાપ્યો. એકાદ જવાબમાં તારી ભુલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રીકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો?એનાથીય વધારે, તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભીમાન તને નડશે. ”

  મેં કાનપટ્ટી પકડી લીધી અને ચીતાણીયા સાહેબને હ્રદયપુર્વક નમસ્કાર કર્યા.

  ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે ત્યારે મને એ ચીતાણીયા સાહેબ અને એ 99 માર્ક યાદ આવી જાય છે.

  આ લેખ કોઈને મારી આત્મશ્લાઘા જેવો લાગે તો માફ કરશો.

  DEAR BHAI SURESH,

  YOU ARE A HERO TO WRITE THIS AND PUT YOUR SHINING STAR OF FIRST IN SECONDARY SCHOOL EXAM BOARD in your education history IN 1959.
  CHITANIYA SAHEB’S LESSON …..IT WAS ONLY LOSS OF ONE MARK TO LEARN THE LESSON OF THE LIFE.
  We all need a teacher in life to open the eyes of the mind..

  RAJENDRA

 3. Chirag Patel ડિસેમ્બર 18, 2007 પર 4:20 પી એમ(pm)

  દાદા,

  આવા 99 માર્ક જ જીવનને 100 માર્કે પાસ કરી આપવાનું બળ પુરુ પાડે છે.

 4. Pingback: Group2Blog :: An inspiring true experience.

 5. nrmunshi જુલાઇ 21, 2008 પર 6:49 પી એમ(pm)

  Read your article. reminds school days. repected chitania sir was mot mere ateacher. he was guruji.we were lucky to have such guru in our school days. need less to say it is agood article.

 6. Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર

 7. chetu જુલાઇ 9, 2009 પર 5:28 એ એમ (am)

  ખરી વાત છે દાદા , ગુરુજનોથી પણ આપણું ઘડતર થતું હોય છે…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: