ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો – 2
Posted by
સુરેશ on
ડિસેમ્બર 19, 2007
- ભાંગ્યો તોય આદમી. ગાડું તોય તેલ.
- દુધ ને દીકરા, બધુંય છે.
- આંધળીને પાથરતાં વ્હાણું વાય.
- એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)
- ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.
- ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.
- વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )
- કરવા ગઈ લાપસી, ને થઈ ગઈ થુલી.
- ધાન ધરપત ને ઘી , ઈ સંપત.
- આવડે નહીં ઘેંસ, ને રાંધવા બેસ.
- ઘરનો રોટલો બ્હાર ખાવાનો છે. ( મહેમાનની આગતા સ્વાગતા માટે.)
- ધુમાડાના બાચકા. ( નકામા માણસો પાસે આશા.)
- વર વગરની હજો , પણ ઘર વગરની ન હજો.
- સડસડતી સોડ્ય કરતાં રોકડો રંડાપો સારો.
- હંધામાં ભાગ હોય, રંડાપો સુવાંગ હોય. ( દુખમાં કોઈ ભાગ પાડવા ન આવે.)
- પોર મરી જ્યાં સાસુ , ને ઓણ આવ્યાં આંસુ.
સંકલન – જયંતીલાલ દવે
પરીચય
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ