સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બતક દ્રશ્ટી

        આપણે કોઈ બતક પાળી હોય અને આપણે તરતા હોઈએ ત્યારે તે આપણી આજુબાજુ તરતી રહેતી હોય તો આપણે તેને કેવા લાગીએ?

       લે કર વાત. કેવી મોં માથા વગરની વાત કરી?!

        પણ મને એનું દર્શન થયું. હા. ખરેખર થયું!

         હું અમારા નવા ઘરની નજીક આવેલા સ્વીમીંગપુલમાં પહેલી વાર તરવા ગયો હતો. હું સ્વાભાવીક રીતે તરતી વખતે ચશ્માં કાઢી નાંખું છું. આમ તરતાં મને સ્વીમીંગપુલની લાંબી દીવાલ ઉપર એક વીચીત્ર ચીત્ર દેખાયું. વચ્ચે એક મસ મોટો લંબગોળાકાર આકાર હતો અને બે બાજુએ માણસની ચામડીના રંગના બે લાંબા આકાર હતા. બાકીના બીજા ભાગમાં છલકતું પાણી દ્રશ્ટીગોચર થતું હતું. લગભગ ચાર ફુટ ઉંચું અને ત્રીસ ફુટ લાંબું આ ભીંતચીત્ર હતું.

sw-pool_pict

         હું કુતુહલવશ ચશ્માં ચઢાવી તેની નજીક ગયો. હવે બરોબર ખબર પડી કે તે ચીત્ર શેનું હતું. એક તરતા માણસની સાવ સામેથી આ ચીત્ર લીધેલું હતું. એન્લાર્જ અને લેમીનેટ કરીને ચાર ફુટ ઉંચા અને છ ફુટ લાંબા હોય, તેવા પાંચ પાટીયાંઓ પર તેને મઢી લીધેલું હતું. કારીગીરી એટલી ચીવટવાળી હતી કે ભાગ્યે જ સાવ નજીકથી પણ તમે તેમની વચ્ચેની સાંધ નીહાળી શકો. વચ્ચે ભાઈશ્રીનું માથું હતું અને બે બાજુએ તેના બે હાથ પાણી કાપી રહ્યા હતા.

         મને તરત જ એ વીચાર આવ્યો કે, તેણે પાળેલી બતકને તે આવો જ દેખાતો હશે ! ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ ના લીલીપુટના વહેંતીયાઓને ગુલીવર દેખાતો હતો તેવો! આપણે પરકાયાપ્રવેશ કરી બતકના આત્મા સાથે અદલાબદલી કરી લઈએ, તો કદાચ આપણું બતક સ્વરુપ આપણા મુળ રુપને આમ જ જુએ ને વારુ?

        પણ હાય! આપણને આવી દ્રશ્ટી ક્યાં મળી જ છે? આપણામાંથી બહાર નીકળી આપણી જાતને જોવાની?

Advertisements

2 responses to “બતક દ્રશ્ટી

  1. Chirag Patel ડિસેમ્બર 25, 2007 પર 2:55 પી એમ(pm)

    બહુ જ સરસ અવલોકન કર્યું, દાદા. માણસ જો આવી અદલાબદલી કરી શક્યો હોત તો આટલી પ્રાણીહીંસા થતી જ ના હોત!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: