સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જેલ લેગ

મારી પહેલી વાર્તા

jail

પ્રતિલિપિ પર વાંચવા ઉપરના ચિત્ર પર ક્લિક કરો

પહેલી જાન્યુઆરીના સવારના આઠ વાગ્યા હતા. દીપક તેના નવા અભીયાનના ઉત્સાહમાં, તેની જેલમાં હસતે મુખે પ્રવેશ્યો. આગલો મહીનો કેવો રહેશે તેની અનેક કલ્પનાઓ તેના મગજમાં આકાર લઈ રહી હતી. તેની કોટડીમાં ચાર દીવાલો હતી અને બે બારણાં. એક પણ બારી આ ઓરડામાં ન હતી. એક બારણું બધી સુવીધાવાળી બાથરુમમાં ખુલતું હતું. આ બાથરુમને પણ કોઈ બારી ન હતી. તે જ્યાંથી આવ્યો હતો, તે બીજું બારણું એક લોબીમાં ખુલતું હતું. લોબીમાં પણ બહારનો પ્રકાશ ન પ્રવેશે તેની કાળજી લેવામાં આવી હતી.  તેના ઓરડામાં ટેબલ, ખુરશી અને સુવાની સરસ  પથારી હતાં.  એક ફ્રીજ પણ હતું.  પીવા માટેનાં તેનાં મનગમતાં પીણાં પણ ફ્રીજમાં રાખેલાં હતાં. ટેબલ પરના બે ત્રણ ડબ્બામાં તેને મનભાવતાં નાસ્તા પણ હતા. અરે, તેને ગમતા મુખવાસની બે ત્રણ ચીજો પણ ટેબલ પર મોજુદ હતી! આ ઉપરાંત ટેબલ પર તેની પસંદગીનાં પુસ્તકો, એક ટેપ રેકોર્ડર, તેને મનગમતાં ગીતોની સીડીઓ અને એક ઘડીયાળ હતાં. દીવાલ ઉપર સરસ કુદરતી દ્રશ્ય વાળું એક કેલેન્ડર હતું. એક સરસ પ્રકાશ આપતી લાઈટ અને નાઈટ લેમ્પ પણ હતાં. ટુંકમાં તેને જીવન જરુરીયાતની બધી ચીજો ત્યાં હાજર હતી.  દીપકને હસવું આવી ગયું. અહીં તેણે પોતે જ પોતાનો દીવસ અને પોતાની રાત સર્જવાનાં હતાં. લાઈટ ચાલુ કરે એટલે દીવસ અને બંધ કરે એટલે અંધારઘેરી રાત.

          હમણાં જ તેણે ત્રીવેદી સાહેબ સાથે ગરમાગરમ નાસ્તો અને ચા લીધાં હતાં. સાથે ત્રીવેદી સાહેબના બે આસીસ્ટન્ટો પણ હતા. તેને આ નવા પ્રયોગની બધી શરતો સમજાવવામાં આવી હતી. તે આ પ્રયોગમાં પોતાની રાજીખુશીથી  સ્વયંસેવક તરીકે જોડાયો હતો. તેણે 25 દીવસ આ જેલમાં રહેવાનું હતું. તેને બધી જ સુવીધાઓ ત્યાં પુરી પાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.  બહારની દુનીયા સાથે  તેનો કોઈ સમ્પર્ક રહેવાનો ન હતો. કોઈ ટી.વી. , રેડીયો કે છાપાં તેને મળવાનાં ન હતાં. તેણે કોઈની સાથે મળવાનું ન હતું. દરરોજ ચાર વખત એક નોકર આવીને તેને ચા, નાસ્તો અને  જમણ આપી જવાનો હતો. તેના વાસી કપડાં લઈ જઈ નવાં કપડાં પણ તે જ આપી જવાનો હતો. તેને ખાસ કહેવામાં આવ્યું હતું કે તેણે આ નોકર સાથે કોઈ વાત કરવાની ન હતી. અને જો કરે તો પણ નોકર કોઈ વાત તેની સાથે કરવાનો ન હતો. તેને કોઈ ખુટતી ચીજ હોય તો તેની ચીઠ્ઠી તેણે નોકરને આપવાની હતી, અને તે તેને પુરી પાડવામાં આવશે તેવું તેને કહેવામાં આવ્યું હતું. તેનો સેલ ફોન ત્રીવેદી સાહેબે માંગી લીધો હતો. જેલની મુદત પુરી થયે તે તેને પાછો મળશે, તેમ તેને કહેવામાં આવ્યું હતું. આ પ્રયોગનો ઉદ્દેશ્ય તેનાથી ગોપીત રાખવામાં આવ્યો હતો.  પણ ત્રીવેદી સાહેબે તેને હૈયાધારણ આપી કે, પ્રયોગના અંતે આ બધું તેની સાથે મુક્ત મને ચર્ચવામાં આવશે. આ ગોપનીયતા પ્રયોગની સફળતા માટે બહુ  જરુરી છે, તેમ પણ તેને કહેવામાં આવ્યું.  વીજ્ઞાનના એક વીદ્યાર્થી તરીકે આ વાત તેણે શીસ્તભેર સ્વીકારી લીધી.

         આ પચીસ દીવસ તો ક્યાંય પસાર થઈ જશે એવી આશામાં દીપકે તેના પહેલા દીવસની શરુઆત કરી. સમયનું ભાન રહે તે માટે તેણે કેલેન્ડરમાં 1લી જાન્યુઆરીના દીવસ પર ટીક કરી.  તે એક આધુનીક યુવાન હતો. વળી હતો વીજ્ઞાનનો વીદ્યાર્થી  અને લગભગ નાસ્તીક કહી શકાય તેવી ધર્મભાવનાવાળો. તે કદી મંદીરમાં જતો નહીં, કે પ્રાર્થના કે ભજન પણ ન કરતો. તેને આ પ્રયોગમાં એક વીજ્ઞાની તરીકે રસ જાગ્યો હતો અને આથી તે આમાં સ્વેચ્છાએ જોડાયો હતો. તેને જાણવાની બહુ જ ઉત્કંઠા હતી કે, ત્રીવેદી સાહેબ આ પ્રયોગથી શું તારવવા માંગે છે.

***

        આજે સાતમો દીવસ હતો. તેણે જાતે નક્કી કરેલી દીનચર્યા પ્રમાણે તેણે આ અઠવાડીયામાં કસરત,  પુસ્તક વાંચન, સંગીત, અને દીવસમાં અનેક વાર ઓરડાની એક બાજુથી બીજી બાજુ વીસ વીસ આંટા મારવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. ત્રણ ચોપડીઓ વંચાઈ ગઈ હતી. બીજી ત્રણ તેની ફરમાઈશ પ્રમાણે આવી ગઈ હતી. તેની સાથેની ગઝલો અને કવીતાની ચોપડીઓમાંથી તેણે છ નવી ગઝલો  અને ગીતો મોંઢે કરી લીધાં હતાં.

         પણ કંટાળો તેને ધીમે ધીમે ઘેરવા માંડ્યો હતો. સ્વજનો અને મીત્રોની ખોટ તેને બુરી રીતે સાલવા માંડી હતી. અરે કોઈક સાવ અજાણ્યું જણ પણ કાંઈક વાત કરવા મળી જાય, તે માટે તેનું દીલ તરસતું હતું. ભાતભાતનાં ભોજન હવે તેને અકારાં લાગવાં માંડ્યાં હતાં. ઓરડો તેને ખાવા ધાતો હોય તેમ તેને લાગવા માંડ્યું હતું.

***

         આજે બે અઠવાડીયાં પસાર થઈ ગયાં હતાં. હવે તે જીવ ઉપર આવી ગયો હતો. આ જેલની બધી સુવીધાઓ તેને અકારી લાગવા માંડી હતી. બે દીવસથી કોઈ ચોપડી તેણે વાંચી ન હતી.  હવે મનગમતાં ગીતો પણ અકારાં લાગતા હતાં. હજુ ગઈકાલે જ તેણે નોકર સાથે વાત કરવા નીશ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેણે નક્કી કર્યું કે આજે ખાવાનું લઈને તે આવે, ત્યારે તેની સાથે જબરદસ્તી કરીને પણ તેનું મોં ખોલાવવું.

         અને તે આવી પહોંચ્યો. ફરી દીપકે તેની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. પણ એ રામ તો એના એ. દીપકે તેને ધક્કો મારીને નીચે પાડી નાંખ્યો. તેની ઉપર તે ચઢી ગયો અને તેનું ગળું ભીંસી, તે નહીં બોલે તો તેનો શ્વાસ ઘુંટી નાંખવાની ધમકી આપી. પણ ઈશારાથી નોકરે સમજાવ્યું કે તે બહેરો અને મુંગો હતો. દીપકે હતાશાથી તેને છોડી દીધો. તેને આ પ્રયોગમાં સ્વયંસેવક થવાની પોતાની મુર્ખાઈ પર અફસોસ થવા માંડ્યો. ગુસ્સાના આવેશમાં તેણે ટેપ રેકોર્ડર અને ચોપડીઓ છુટ્ટા ઘા કરીને ફેંકી દીધાં. હજુ દસ કાળઝાળ દીવસો તેણે આ કાજળ કોટડીમાં પસાર કરવાના હતા.

    તે રાત્રે તે સુતો અને બે એક કલાક પછી ઝબકીને જાગી ગયો. એરકન્ડીશન ચાલુ હોવા છતાં તે પસીને રેબેઝેબ થઈ ગયો હતો. એક દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું હતું અને તેની ભયાનક યાદ હજુ તાજી હતી. તેણે કરેલા આક્રમણ માટે કોર્ટમાં તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દસ વરસની કેદ આ જ ઓરડામાં કરવામાં આવી હતી. તેણે આ સ્વપ્ન જ હતું તે માન્યતા મનમાં દોહરાવ્યા કરી.

***

     બીજા દીવસે તે નોકર ફરી આવ્યો, પણ તેના ચહેરા પર ભય અને અવીશ્વાસ ડોકીયાં કરતાં તેને જણાયા. તેને શંકા થવા માંડી કે રાતની વાત સ્વપ્ન હતી કે સત્ય. પણ આ ભ્રમણા તેને દરરોજ પીડવા લાગી.

***

          આજે વીસમી જાન્યુઆરીનો દીવસ ઉગ્યો – કેલેન્ડરમાં! દીપકને અસમંજસ થયો, ‘ તે એક દીવસ ટીક કરવાનું ભુલી તો નથી ગયોને? !’ તેને સુર્ય અને ચંદ્રની ખોટ, પોતાનાં સ્વજનો અને મીત્રો કરતાં પણ વધારે સાલવા લાગી. કેલેન્ડરના બારે બાર પાનાનાં દ્રશ્યો તે અનેક વાર નીહાળી ચુક્યો હતો. હવે ઘાસનું એક તણખલું પણ જોવા મળે તે માટે દીપક લાલાયીત બની ગયો હતો. તેણે હવે અંતરથી પ્રાર્થના કરવા માંડી, ‘ એ સ્વપ્ન સ્વપ્ન જ રહે અને એ આશાભરી પચીસમી તારીખ આવી જાય!  ક્યારે માણસનો અવાજ તેને સાંભળવા મળે! ‘

           તે લગભગ ગાંડા જેવો બની ગયો હતો. અઠવાડીયાથી તેણે દાઢી પણ ક્યાં કરી હતી? અને છેલ્લું સ્નાન કર્યાને આજે ત્રીજો દીવસ હતો. આવા અમાનવીય પ્રયોગો કરવા માટે ત્રીવેદી સાહેબનો ટોટો પીસી નાંખવાની રાક્ષસી ઈચ્છા પણ તેને થઈ આવી. દસ વરસની જેલની ભ્રમણા હવે ભ્રમણા રહી ન હતી, પણ એક ક્રુર અને નક્કર વાસ્તવીકતા તેના મનમાં બની ચુકી હતી. કોર્ટના જજની  સાથે પણ નવી અદાવત ઉભી થઈ ગઈ  હતી. આખા જગતમાં તેને માટે હવે કોઈ આશાનું ચીહ્ન તેને દ્રશ્ટીગોચર થતું ન હતું. અસહાયતાની લાગણી તેને ઘેરી વળી હતી.  તેના દુર્દૈવ  માટે તે પોતાને કોસતો રહ્યો.

 ***

      અને તે સુભગ દીવસ આવી પુગ્યો. દીપકે લાઈટ ચાલુ કરી અને કેલેન્ડરમાં પચીસમી વાર તેણે નીરસ ભાવે ‘ટીક’ કરી.  આ પ્રવ્રુતી તેને સાવ નકામી લાગવા માંડી હતી. તેને બહાર લઈ જવામાં આવે તેવી કોઈ આશા તેના ચીત્તમાં હવે રહી ન હતી. રોજની જેમ તે નીરસ રીતે સામેની દીવાલ તરફ અર્થહીન રીતે તાકી રહ્યો હતો.  સવારના આઠ વાગ્યા અને બારણું ખુલ્યું. ત્રીવેદી સાહેબ જાતે તેમના મદદનીશો સાથે તેની કોટડીમાં પ્રવેશ્યા.

    તેમણે દીપકને કહ્યું, ” ચાલ, દીપક! પ્રજાસત્તાક દીને તને આ જેલમાંથી મુક્તી આપતાં મને આનંદ થાય છે.”

    દીપક વીચારમાં પડ્યો. તેને સમજ ન પડી.તે માંડ માંડ બોલી શક્યો, ” સાહેબ! મારી સજાનું શું? “

   ત્રીવેદી સાહેબ બોલ્યા,  ” શેની સજા? તારું મગજ ઠેકાણે લાગતું નથી.”

   દીપકને જીંદગીમાં પહેલી વાર ભગવાન જેવું કંઈક છે તેમ લાગ્યું. ત્રીવેદી સાહેબ તો ભગવાનનો અવતાર જ તેને જણાયા.

   કેલેન્ડર સામે જોઈ તે બોલ્યો, ” પણ આજે તો પચીસમી તારીખ જ થઈ છે ને? “

    ત્રીવેદી સાહેબ બોલ્યા, ” ના,  આજે છવ્વીસમી થઈ છે. લે, આ તારા સેલફોનમાં જોઈને ખાતરી કરી લે.  તારા ઓરડાની ઘડીયાળમાં થોડી જ તારીખ આવે છે? તારો દીવસ તો તેં જ નક્કી કરેલો છે. આ ઓરડાનો દીવસ! “

    ત્યારે મોડા મોડા દીપકને ખબર પડી કે ‘ સમય સાપેક્ષ હોય છે. ‘  તે સાબીત કરવા માટે તેની અને તેને સેવા આપતા નોકરની ઘડીયાળો  દરરોજ એક કલાક મોડી પડે તેમ સેટ કરેલી હતી! તેના જીવનમાંથી  આખ્ખો એક દીવસ, સાવ વપરાયા વગર વીતી ચુક્યો હતો.  એકલતામાં તેના મનોભાવોમાં થયેલા ફેરફારોને આનુશંગીક વર્તનની છુપી વીડીયો ફીલ્મ પણ ત્રીવેદી સાહેબને મળી ગઈ હતી.  આ ફીલ્મ તેને પણ બતાવવામાં આવી અને તે પોતે પોતાના વર્તન માટે વીચારતો થઈ ગયો.

     જેલ લેગ (!) ના  અને એકલતાના આ નવતર પ્રયોગના પ્રથમ ગીનીપીગ બન્યાનું ગૌરવ હવે તે અનુભવી રહ્યો હતો.

9 responses to “જેલ લેગ

 1. ચીરાગ પટેલ જાન્યુઆરી 1, 2008 પર 2:44 પી એમ(pm)

  જબરદસ્ત વાર્તા, દાદા. મનોવૈજ્ઞાનીક થ્રીલર લખાણી હોય એવી અનુભુતી થઈ. આ જ વીચારબીજ પર નવલકથા લખો. કારણ કે, શરુઆત અને અંત વચ્ચેનું વર્ણન જેટસ્પીડે પુરુ થઈ ગયુ.

  ‘જેલ-લૅગ’ શબ્દ સચોટ ના લાગ્યો.

 2. jjkishor જાન્યુઆરી 2, 2008 પર 3:17 એ એમ (am)

  શુભાસ્તે પંથાન: સન્તુ !!

 3. સુનીલ શાહ જાન્યુઆરી 2, 2008 પર 7:42 એ એમ (am)

  શરુઆતથી અંત સુધી જકડી રાખતી વાર્તા..અભીનંદન.

 4. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 3, 2008 પર 9:52 એ એમ (am)

  SURESHBHAI..CONGRATULATIONS & ALL THE BEST FOR THE FUTURE CREATIVE WRITINGS…..

 5. Harnish Jani જાન્યુઆરી 3, 2008 પર 6:34 પી એમ(pm)

  Sureshbhai–Good story– Our hero knew the time limit. so It can not be difficult-He had the idea how long the torture will go on—-When there is no time limit and what goes thru prisoner’s mind Please, Please read I suggest -Alexandre Dumas’s “Count of Monte Cristo”-What goes in the mind of prisoner- in solitude–Must read book–for everybody-

 6. Vishnudas જાન્યુઆરી 4, 2008 પર 9:35 એ એમ (am)

  Bhai Suresh, Nameste while I was reading my heart was beating fast and thinking what will happen at last. Wanderful.

 7. Pingback: દષ્ટિભ્રમ અને મુક્તિ « ગદ્યસુર

 8. Durgesh Oza ઓગસ્ટ 29, 2014 પર 10:51 પી એમ(pm)

  Sureshbhai, saras praytna. chhe samayni ne sambandhoni kimmat jyare tyare j samjaay jyare aavu kaik thay. abhinandan. durgesh

 9. pragnaju એપ્રિલ 3, 2018 પર 9:03 પી એમ(pm)

  સમય સાપેક્ષ
  .
  . કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ? તો યે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ

  .
  .
  .
  .
  .
  .
  .
  .વાર્તા સ રસ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: