સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ત્રિવાયુ – ભાગ ૧; નાઈટ્રોજન

    ઘનઘોર કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. આભ જાણે હમણાં જ ટૂટી  પડશે તેવો માહોલ સર્જાયો હતો. કાંઈક અવનવું આજે બનવાનું છે, તેવો ભયજનક ઓથાર વાતાવરણમાં ઝળુંબી રહ્યો હતો.

       નાઈટ્રોજન મહાશય પાણીની થયેલી દુર્દશા જોઈ મુખમાં મલકાતા હતા. કેવું એ ક્ષુદ્ર ! સહેજ તાપ અડ્યો અને બાષ્પીભવન થઈ જાય. વાયરો તેને ક્યાંયથી ક્યાંય ખેંચી જાય. બિચારું પાણી! જો ને, પૃથ્વીના ચુંબકત્વની પણ તેની ઉપર અસર થઈ જાય અને સાથે કાળઝાળ વિજભાર વેંઢારવો પડે. ધૂળના રજકણ પણ તેને ચોંટીને મલીન બનાવી દે. બીજા વાયુઓય પાણીમાં ભાડવાત તરીકે રહી જાય. શું વસવાયાં જેવી પાણીની જિંદગી?

      વાતાવરણમાં નાઈટ્રોજનની તો બહુમતિ હતી. બીજા બધા તો દસ પંદર ટકામાં! કોઈ તેમને અવિચળ કરી શકે તેમ ન હતું. એ તો બધાથી અળગા અને અતડા રહેતા. કોઈ વિજભાર તેમની નજીક ફરકી શકે તેમ ન હતું. કોઈની પણ સાથે તેમના જેવા ઉચ્ચ ખાનદાનવાળાથી કાંઈ ભળાય? ‘ અમે તો જો કોલર ઉંચા રાખીને ફરીએ!’ નાઈટ્રોજન મહાશય આમ પોતાની મગરૂરીમાં મહાલી રહ્યા હતા.

        ત્યાં જ કાન ફાડી નાંખે તેવો કડાકો અને ભડાકો થયો. બે વાદળાં ટકરાઈ ગયાં હતાં અને વિદ્યુતનો પ્રચંડ કડાકો ક્ષણાર્ધમાં પ્રગટી ગયો હતો. પાણીની બધી નિર્માલ્યતાઓમાંથી તડિતની તાતી તલવાર વિંઝાઈ ચુકી હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં એ્ની પાતળી રેખામાં સપડાયેલા બધા વાયુઓ લાખો અંશ આગમાં શેકાવા માંડ્યા હતા.

        નાઈટ્રોજન મહાશયે પણ આ બળબળતા અગ્નિ સામે  ઝૂકી જવું પડ્યું. ઓરમાયા ઓક્સિજન સાથે ભળી જવું પડ્યું. અને એજ ક્ષુદ્ર પાણીનાં ટીપાંઓમાં ઓગળી જવું પડ્યું. બળબળતા નાઈટ્રિક એસિડનો હવે તે એક અંશ માત્ર બની ગયા હતા.

    ઉત્તુંગ ગગનમાંથી તે તો સીધા ભોંય પર પટકાયા. ચુના અને માટી જેવા બીજા ક્ષુદ્ર જીવો સાથે સંયોજાયા.  બેક્ટેરિયા, અમિબા, લીલ, શેવાળ, કદરૂપા જીવજંતુના કોશે કોશમાં બિચારા ભરાઈ ગયા; અને એક જીવમાંથી બીજા જીવમાં ભક્ષાતા રહ્યા. નાઈટ્રોજન મહાશયની આ દુર્ગતિનો કોઈ અંત ન હતો. એક પ્રોટીનમાંથી બીજા પ્રોટીનમાં બદલાતા રહેવાનું. એક જીવમાંથી બીજા જીવમાં. કોઈ છુટકારો જ નહીં. અનંત જેલ. બધી ગગનયાત્રાઓ ભુતકાળની ઘટના બની ચુકી હતી. હવે તે કદી પાછી આવવાની ન હતી.

        આજ તો હવે તેનું જીવન બની ગયું હતું. પહેલાં તો અક્કડ બનીને ઊડતા હતા. પણ જે ક્ષુદ્ર જીવોનો પહેલાં તિરસ્કાર કરતાં હતા; તેમનો જ તે આધાર બની બેઠા હતા. જે જીવન ( પાણી) ની હાંસી ઉડાવતા હતા તે જ જીવનનું પાયાનું તત્વ બનવાનું મહાત્મ્ય તેમને સાંપડ્યું હતું. મોક્ષની દશામાંથી હવે તે અનેકાનેક જન્મોની ભરમાળમાં ફસાયા હતા.

       હવે નાઈટ્રોજનને મોક્ષની કોઈ ખેવના રહી ન હતી.  હવે જ તો નાઈટ્રોજનનું જીવન સાર્થક બન્યું હતું.

4 responses to “ત્રિવાયુ – ભાગ ૧; નાઈટ્રોજન

 1. ચીરાગ પટેલ જાન્યુઆરી 1, 2008 પર 2:47 પી એમ(pm)

  દાદા, વીજ્ઞાન જો આ રીતે શીખવવામાં આવશે તો ઘણું જ સુલભ થઈ પડશે.

 2. સુરેશ જાની જૂન 16, 2010 પર 11:05 પી એમ(pm)

  From Pragnaben

  Amino Acid Structure

  a amino acids are the basic building blocks of peptides, including peptide hormones, and proteins. They can be represented in many ways but the common ways are shown below;

  Their general structure is chiral when R is not another CO2-, NH3+ or H, therefore glycene, R=H, is achiral;

 3. La' Kant જૂન 25, 2013 પર 8:34 એ એમ (am)

  a LA’ GRAND… part of “SCIENCE” DECIPHERED chemically,Technically,HISTORICALLY…-La’ / 25-6-13

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: