સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – 4 – શીલા – ભાગ – 2

ભાગ -1

      કંઈ કેટલાય વર્શો વીતી ગયા – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહુતી આપનાર વ્રુક્ષો તો ક્યારનાય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શીખર પર બીરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તીત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નીર્બળ થવા માંડ્યો. અને કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફુટ ઉંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વીનીપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે  અફળાઈ, ત્યારે તેના સહસ્ત્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.

        તેનું શીખર પરનું ભુતકાળનું ગૌરવ નામશેશ થઈ ગયું. એ સલ્તનત સંકેલાઈ ગઈ. એ દર્પ સમયના વહેણમાં ક્યાંય ઓગળી ગયો.  એ ઉન્મત્તતાનો કોઈ અવશેશ ન બચ્યો.  તેનો કોઈ ઈતીહાસ ન લખાયો.  

        હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુશ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટુકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તીવ્ર ધારો ઘસાતી રહી. તેના મુળ પ્રતાપના બધા અવશેશો નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રીયાએ મોટાભાગના ટુકડાઓનું રુપ જ જાણે બદલી નાંખ્યુ. એ સૌ ધવલગીરીના શીખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સીવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો નહતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દીન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રુર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.

‘સગાં દીઠાં મેં શાહઆલમનાં , ભીખ માંગતાં શેરીએ.. ‘

       જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પુગ્યા ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઉગવાની હેસીયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતી ઉગવા લાગી. વીવીધ કીટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કીલ્લોલ કરવા માંડ્યા. બાળકો રેતીના કીલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નીવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શીખરે પોતાના એકલવાયા, એક્દંડીયા મહેલમાં મદમાં ચકચુર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્ક્રુતીના પાયાની ઈંટો શીલાના આ શત શત વીન્યાસ પર ચણાવા લાગી.

        અને કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લીસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઉઠાવ્યો અને વસ્તીમાં પોતાના મીત્રોને બતાવવા લઈ ગયો. અણીશુધ્ધ અંડાકાર અને ચમકતા નખશીશ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણીશુધ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.

       વસ્તીના મુખીયા જેવા વયોવ્રુધ્ધ વ્યક્તીએ કહ્યું, ‘અરે , આ તો ઉપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભુ પ્રગટ્યા. ચલો આપણે તેમનું અભીવાદન કરીએ.’

     અને એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદીરમાં બીરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વ્રુધ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.

      શીલાનો આ નવો અવતાર મનોમન વીચારી રહ્યો,’ કયું ગૌરવ સત્ય?  પર્વતની ટોચ પરનું, રેતીનું કે આ સીંહાસને બીરાજેલા દેવનું? ‘

     અને ઉપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલીશતા પર મંદ મંદ સ્મીત કરી રહ્યો.

10 responses to “જીવન – 4 – શીલા – ભાગ – 2

 1. Chirag Patel જાન્યુઆરી 15, 2008 પર 5:15 પી એમ(pm)

  દાદા, ખુબ જ પ્રવાહીત લેખમાળા થતી જાય છે! હું એક નવીન પુસ્તકને આકાર લેતું જોઈ રહ્યો છું.

 2. jugalkishor જાન્યુઆરી 15, 2008 પર 8:31 પી એમ(pm)

  સરસ. આગળ વધવા જ દેજો. પાછલાં બે એક વર્ષોમાં જો સર્જાયું તે ખાતર જ હતું, શુદ્ધ સેંન્દ્રીય ખાતર. તે નકામું નથી ગયું. આવતાં વર્ષોમાં જે રચાશે તેનો આરંભ ચીરાગ કહે છે તેમ આકારીત થઈ ચુક્યો છે.

 3. સુનીલ શાહ જાન્યુઆરી 16, 2008 પર 5:30 એ એમ (am)

  બંન્નેની વાતને મારો ટેકો છે.

 4. pragnaju જાન્યુઆરી 17, 2008 પર 6:35 પી એમ(pm)

  જીવન અંગે આટલા વખતનું ચિંતન મનન નીખાલસતાથી,
  સરળ ભાષામાં,રજુ કરવાનું ચાલુ જ રાખશો.
  પછી વિચારમાં દોષદૃષ્ટિ ઓછી થઈ ગુણાત્મક દૃષ્ટિ થશે.
  એમ કરતાં કરતાં તેની તરફ ગતિ થશે.

  પ્રસન્નતા આવશે.

 5. Pingback: સમાચાર « ગદ્યસુર

 6. Pingback: સમાચાર « કાવ્ય સુર

 7. neetakotecha એપ્રિલ 13, 2009 પર 8:15 પી એમ(pm)

  shu kahu dadaji…be min to hu avachak ane maun thai gai..kai shabd j na hata…gr88888

  sachche j aaje khabar pade che ke manavi chahe to badhu kari shake che…aaje e badhanu modhu bandh thiai jashe ke jeo hamesha kai pan bolta hoy che..bhale e unza jodni hoy ke kai pan hoy..pan dadaji aa varta mara mate jane ek AADARSH bani gai ke” jo mare karvu hoy to hu karish..duniya ne je bolvu hoy e bole..”
  ane divase divse aapdu karya pote uttam thatu j jay che..chirag bhai ni vat 200% sachchi che have ek navu pustak ane nava dadaji jova malshe amne…have hamesha varta lakhata rahejo dadaji…

 8. Pingback: સમાચાર « કાવ્ય સૂર

 9. Pingback: જીવન – 3 – શીલા – ભાગ -1 | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: