સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન -5 – સુર્યમુખી ભાગ – 1

 ભાગ –  2    :   ભાગ  –   3   

    હજુ થોડા દીવસ પહેલાં તો મારો જન્મ થયો હતો. એક પ્રગાઢ નીદ્રામાં હું પોઢેલી હતી. મારામાં કશુંય સળવળતું ન હતું. કોઈ સંચાર ન હતો. કોઈ વીચાર ન હતો. બસ એક અનંત નીદ્રામાં મારું સમગ્ર હોવાપણું પર્યાપ્ત હતું. એ પ્રગાઢ નીદ્રામાં સુશુપ્ત હોવાપણાના અંતરતમ ખુણે કોઈ પ્રછ્છન્ન અભીપ્સા ટુંટીયું વાળીને સુતેલી હતી. તે અભીપ્સાને કોઈ દેહ ન હતો; પણ કશુંક બનીને મ્હાલવાની, વીસ્તરવાની, વીકસવાની એક કલ્પના માત્ર હતી. એ તો એક ખ્યાલ જ હતો. શું થવું છે, અને શું બનવું છે, તેની ક્યાં મને કશીય જાણ જ હતી? એક લાંબા, સ્નીગ્ધ, ઉંડા બોગદાના તળીયે ધરબાઈને, લપાઈને મારું સુક્ષ્માતીસુક્ષ્મ હોવાપણું સોડ વાળીને સુતેલું હતું. મારી બાજુમાં મારા જેવી ઘણીય સખીઓ પણ મારી જેમ જ સુતેલી હતી. અમારી નીચે મીશ્ટ જીવનરસનો ઝરો વીલસી રહ્યો હતો અને અમને પ્રેમથી તરબતર કરીને એકમેક સાથે તે ચીપકાવી રહેલો હતો. એ મીશ્ટ જળની સુંવાળી પથારીમાં અમે બધાં એકમેકની હુંફમાં આમ પોઢેલાં હતાં.

           અને ત્યાં તો એ બધા આવી પહોંચ્યા. અમારાથીય અતી સુક્ષ્મ એ બધા હતા. પણ તેમનો સ્વભાવ અમારાથી સાવ વીપરીત હતો. એ સૌ તરવરાટથી ભરપુર હતા. સાવ નાનકડા હતા પણ અત્યંત ચંચળ હતા. એક ઘડી શાંત બેસી રહે એવા એ ન હતા. સુવાનું કે આરામનું તો નામ જ નહીં. ચીકણા બોગદામાંથી સડસડાટ લપસીને, નીચે આવીને એ બધા અમને ઘેરીને ઘોંઘાટ કરવા લાગ્યા. એમના તરવરાટનું ગુંજન મારી અગાધ શાંતીના શાંત સરવરજળમાં વમળો પેદા કરવા લાગ્યું. મારી એ પ્રગાઢ નીદ્રામાં કોઈના સ્વાગતનો ઢોલ જાણે પીટાઈ રહ્યો હતો. એક વીપ્લવ સર્જાઈ ગયો. અને એ ઢોલના ધબુકે મારા સુશુપ્ત હોવાપણામાં કોઈક અજાણી જાગ્રુતી આવી ગઈ. આળસ મરડીને મારામાં કશુંક સળવળાટ કરવા લાગ્યું. એ બધા ઘોંઘાટીયાઓએ કોઈકને મળવાની, તેની સાથે એકાકાર બની જવાની, કશુંક બનવાની, વીસ્તરવાની, મહાલવાની, મારામાં સુતેલી અભીપ્સાને જગાડી દીધી.

          એમાંનો એક તો ભારે બળુકો નીકળ્યો. મારી દીવાલને તેણે ભેદી નાંખી. આળસ મરડીને બેઠેલા મારા હોવાપણાના સુક્ષ્માતીસુક્ષ્મ કણના બધાયે અંશોમાં તે તો ફરી વળ્યો. એક પ્રભંજન જેમ પાંદડાને ઉડાડી મુકે તેમ, મારો પ્રત્યેક કણ જાગી ઉઠ્યો. અને એ શુભ પળે એ તોફાની નાચણીયાની સાથે હું એકાકાર બની ગઈ. વીશ્વના અનંત રાસની એક સાવ નાનકડી પ્રતીક્રુતી મારી અંદર જાગી ગઈ. મારી સુતેલી ઇચ્છા આળસ મરડીને પોતાની અંગભંગીઓને આ રાસના તાલે તાલે નર્તન કરાવી રહી. કશુંક બનવાનો એ ખયાલ હવે મુર્ત સ્વરુપ ધારણ કરી ચુક્યો હતો.

         અને કદી નહોતું બન્યું તેવું કાંઈક બનવા લાગ્યું. આ રાસના પ્રભાવે મારામાં નુતન જીવનનો સંચાર થયો. ધીમે ધીમે મારા હોવાપણાએ વીસ્તરવાની શરુઆત કરી દીધી. મારી એ પ્રછ્છન્ન અભીપ્સા હવે જાગી ચુકી હતી. કોઈક નવા ભવીતવ્યની એક રુપરેખા મારામાં ઘડાવા લાગી. કોઈક નવા જ સ્વરુપવાળા જીવનો આકાર મારા કણકણમાં ઘડાવા લાગ્યો. બીજો કોઈ આવો તોફાની આ વીસ્તરણમાં ખલેલ ન પહોંચાડે, એ માટે મારી દીવાલ હવે સખત થવા માંડી. મારું કદ પણ સાથે સાથે વધવા લાગ્યું. મારા નીવાસસ્થાન એ બોગદાના તળીયેથી આવી રહેલા જીવનરસના ઝરાના જળને હું તરસ્યા હરણાંની જેમ ઘટક ઘટક પીવા લાગી. મારી એ ત્રુશાનો જાણે કે કોઈ અંત જ ન હતો. મેં જોયું કે, મારી બાજુની સખીઓના પણ આ જ હાલ હતા. અમે બધીઓ આ રાસમાં રમમાણ હતી. અને એ રાસની પ્રત્યેક હીંચે અમે વધુ ને વધુ પુશ્ટ થતાં જતાં હતાં.

        બધાંની સતત વર્ધમાન એવી આ તરસ થકી પેલો ઝરો તો ધીમે ધીમે સુકાવા લાગ્યો. અને કાળક્રમે અમે એટલાં બધાં વધી ગયાં અને અમારી તરસ પણ એટલી બધી વધી ગઈ કે, એ ઝરો અમારી તરસને સંતોશી શકે તેમ ન રહ્યું. અને તે સુકાઈ ગયો. અમારી ન સંતોશાઈ શકે એવી પ્યાસ માટે એ ઝરાનું જળ હવે પર્યાપ્ત ન હતું. અને અમે બધાં સુકાં અને ફરી પાછાં સુશુપ્ત થઈ ગયાં. એક નવી નીદ્રામાં અમે પાછાં સમેટાઈ ગયાં. અમારું નીવાસસ્થાન એ બોગદું પણ સુકું ભંઠ બનીને ખરી પડ્યું. અને પવનના એક ઝપાટે અમે સૌ ફંગોળાઈ ગયાં. અથડાતાં, કુટાતાં અમે ધરતીની ધુળમાં ઢબોરાઈ ગયાં. વીખરાઈ ગયાં. બધી સખીઓ છુટી પડી ગઈ. વાયરાએ અમને ક્યાંના ક્યાંય ફંગોળી દીધાં. એ ગંદી, ગોબરી નવીન વસ્તી હવે મારું નવું નીવાસસ્થાન બની.

         પણ મને ક્યાં આની કશી ખબર જ હતી? એક નવી નીદ્રામાં મારું નવું હોવાપણું, નવી પ્રછ્છન્ન અભીપ્સાઓને લઈને ફરી ટુંટીયું વાળીને પોઢી ગયું હતું. એક નવા હોવાપણાના, એક નવા જીવનના એક નવા અધ્યાય પહેલાંની આ એક નવીન રાત્રી હતી. પણ હવે મારી અંદર કોઈ અમુર્ત ખયાલ ન હતો, હવે તો એક અતી મહાન હોવાપણાની બ્લ્યુ-પ્રીન્ટ મારી અંદર છપાઈને આકાર લઈ ચુકી હતી.

  –    વધુ આવતા અંકે………

11 responses to “જીવન -5 – સુર્યમુખી ભાગ – 1

 1. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 26, 2008 પર 8:46 એ એમ (am)

  THE APPLICATION OF SCIENCE & THE BIRTH OF A NAVALKATHA…nice very nice…

 2. Chirag Patel જાન્યુઆરી 26, 2008 પર 11:07 એ એમ (am)

  Dada, I am spellbound after reading such exotic carvation of words. This work will be masterpiece of Gujarati in coming days.

 3. સુનીલ શાહ જાન્યુઆરી 30, 2008 પર 7:49 એ એમ (am)

  તમારા લખાણો વધુને વધુ અસરકારક બની રહ્યા છે. ત્યારે પુસ્તક કેટલું દુર..?

 4. Jay Gajjar જાન્યુઆરી 30, 2008 પર 8:22 એ એમ (am)

  You are getting interesting subjects. Every time something new. Your language is very simple but poetic, words are very impressive. Nice article. Keep writing and one of these days a very creative work will be very interesting and impressive. Lage raho, dear friend. Good luck.

 5. nilam doshi જાન્યુઆરી 31, 2008 પર 4:44 એ એમ (am)

  દાદા, અભિનન્દન….સરસ વિષય..સરસ માવજત…ખૂબ ખૂબ લખતા રહો..આપના ઉત્સાહને સલામ.

 6. Pingback: જીવન - 7 - સુર્યમુખી ભાગ - 3 « ગદ્યસુર

 7. Pingback: જીવન - 7 - સુર્યમુખી ભાગ - 3 :

 8. pragnaju માર્ચ 24, 2018 પર 7:00 એ એમ (am)

  અભિનન્દન…..
  ..
  .

  .

  સરસ .

 9. Pingback: જીવન – 6 – સુર્યમુખી ભાગ – 2 | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: