સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીવન – 7 – સુર્યમુખી ભાગ – 3

ભાગ – 1   :   ભાગ –  2    

      હવે મારો વડલો પાંગર્યો હતો. ધરતીમાં દબાયેલું અને બીજના કોચલાની બહાર વીસ્તરેલું મારું હોવાપણું આભને અડવા આંબતું હતું. સુર્યના કીરણોમાંથી જમણ જમતાં જમતાં અને મુળીયાંએ છેક ઉપર સુધી પહોંચાડેલો જીવનરસ પીતાં પીતાં, લીલાં પાંદડાં લહેરમાં મસ્ત બની વાયરાની હારે હીંચોળતાં હતાં. આ ભોજન અને પીણાંથી પુશ્ટ બનેલી ડાળીઓએ આખા કુટુમ્બને આધાર આપવાનું કામ ઉપાડી લીધું હતું. એ  તો જીવનરસનો હાઈવે બની ગયાં હતાં.

      પણ એ બધાંને જીવનની વાસ્તવીકતાની શી ખબર હતી? એ તો માત્ર વર્તમાનમાં જ જીવનારાં મોજીલા જીવ હતા. મારા હૈયે ઉચાટ ઉભરતો હતો. ક્રુર જલ્લાદ જેવા શીયાળાના ઓતરાદા વાયરા એક ‘દી વાશે અને આ હર્યા ભર્યા ઘરને તહસ નહસ કરી નાંખશે. મારો વડલો ધરાશાયી બની જશે. મારું બધું કર્યું કારવ્યું ધુળમાં મળી જશે. આ બધી સંપદા હતી ન હતી થઈ જશે. હવે પાર્શ્વભુમાં રહ્યે પાલવશે નહીં. મારે કાંઈક કરવું પડશે – નેપથ્યમાં રહીને પણ.

      અને મારી મનોકામનાને વાચા આપતા વાસંતી વાયરા વાયા. મારી મનોકામના મહોરી ઉઠી. અને ડાળીઓ પર નવી જ જાતના અંકુર ફુટવા લાગ્યા. આ બધા મારી આવતીકાલની પ્રજાના જનકો હતાં. તેમનું કલેવર જ કાંઈ ઓર હતું. ધીરે ધીરે આ અંકુર વીસ્તરવા લાગ્યા. પાંદડાંની જેમ તે માત્ર એક સપાટી પર જ વીકસતા જીવ ન હતા, કે ડાળીઓની જેમ લાંબા લસ પણ ન હતા. એ તો પુશ્ટ અને ધીંગાં હતાં. તેમનામાં કુટુમ્બના વીસ્તરણની ક્ષમતા હતી. એક નવા ભવીશ્યની સંભાવનાને એ ઉજાગર કરવાના હતા. મારી નવી અભીપ્સાઓના, મારા નવા શમણાંઓના, નવી રંગભુમી પરના એ કસબીઓ હતા.

      એ તો મોટાં ને મોટાં થવાં લાગ્યાં – ઠોસ સામગ્રીથી ભરપુર. મારું બધું યે માત્રુત્વ હવે એમની સેવા ચાકરીમાં, એમના સંવર્ધનમાં સમર્પીત બની ગયું. મારી નવી અભીપ્સાઓને આ બાળુડાંઓ કાર્યાન્વીત કરવાનાં હતાં ને? મારું હોવાપણું હવે એક નવી જ ક્ષીતીજમાં, નવા પરીમાણ અને નવા પરીવેશમાં એક નવા જ કાફલાને રવાના કરવા લાલાયીત બન્યું હતું. મારી બધી જ ઉર્મીઓ ઘનીભુત બનીને આ અભીયાનમાં પરોવાઈ ગઈ.

       અને એક ‘દી સુર્યના પહેલા કીરણની ઉશ્માના કોમળ સ્પર્શે, આ નવાંકુર આળસ મરડીને જાગી ગયું. તેનાં અંગ ઉપાંગ મહોરી ઉઠ્યા. તેની આછા રંગની પાંદડીઓ મરોડ ખાઈને ધીમે ધીમે ઉઘડવા માંડી અને સોનેરી રંગની અનેક પાંદડીઓની વચ્ચે મખમલ જેવાં મુલાયમ નવજાત શીશુ જેવાં અને મીશ્ટ મધની પમરાટ વાળાં એ બાળુડાં આ જનમ કેદમાંથી બહાર આવીને નવા વીશ્વનું દર્શન કરી રહ્યાં.

      ‘સુરજમુખી’ નામને સાર્થક કરી રહ્યાં.

      અને આ શું? હું તો પાછી હતી ત્યાં ને ત્યાં મારી જાતને ભાળી રહી. એ જ જુનું ને જાણીતું, સ્નીગ્ધ બોગદું. અને તેની નીચે મીઠા જીવનરસમાં ફરીથી સુતેલી હું. ફરક માત્ર એટલો જ હતો કે હવે હું એક ન હતી. અનેક રુપ ધારી હું મારી પોતાની દીકરીઓ બની ગઈ હતી. અને એ મખમલી માહોલની ટોચ ઉપર પેલા તોફાની દીકરાઓમાં પણ હું જ તો હતી!

       એક નવું ભવીશ્ય આકાર લઈ ચુક્યું હતું. જીવનના સાતત્યની સંભાવનાની આ નવી શક્યતાના આનંદના પરીપ્રેક્ષ્યમાં મારું નવું હોવાપણું ઝુમી રહ્યું હતું. એજ જુના રાસમાં હું હીંચ લઈ રહી હતી. ફરી જન્મ, ફરી વીકાસ, ફરી મૃત્યુ. બીજમાંથી સુરજમુખી અને સુરજમુખીમાંથી બીજ. વરસો વરસ આ જ ક્રમ. જીવનનું સાતત્ય. મારા હોવાપણાનું સાતત્ય.

       પણ આ દરેક વર્તુળની સાથે મારું કર્તુત્વ વીસ્તરતું જતું હતું. આ દરેક વ્રુત્તની સાથે જડતા, અંધકાર અને અકર્મણ્યતા સામેના મારા કલ્પો પુરાણા સંઘર્શમાં હુ વીજેતા બનીને આગળ વધતી હતી.

6 responses to “જીવન – 7 – સુર્યમુખી ભાગ – 3

 1. સુરેશ જાન્યુઆરી 30, 2008 પર 9:32 એ એમ (am)

  અત્યાર સુધીમાં મને સ્ફુરેલા જીવનના વીવીધ સ્વરુપોના કથા સ્વરુપમાં ‘સુરજમુખી’ મારું સૌથી વધુ પ્રીય સર્જન બન્યું છે.
  આની નાયીકા કદાચ પરમ તત્વનું નારી સ્વરુપ છે.
  આ શ્રેણી ચાલુ જ રહેશે. હજુ ઘણું ઉભરતું જાય છે.
  જીવનને થોડું જ એક પરીમાણ હોય છે?

 2. Chirag Patel ફેબ્રુવારી 2, 2008 પર 2:17 પી એમ(pm)

  I see “surajmukhi” as ‘self’ and it always ‘mukhi’ towards soul which is ‘suraj’ like.

  Nice vision.

 3. pragnaju ફેબ્રુવારી 5, 2008 પર 4:16 પી એમ(pm)

  સુરજમુખી…વારંવાર િચંતન કરવુ પડે-
  “આની નાયીકા કદાચ પરમ તત્વનું નારી સ્વરુપ છે.” વાંચી મને ગાયત્રીનો ખ્યાલ આવે છે.મંત્ર તો જાણીતો છે.
  ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત…
  તેમાં સૂર્યનો ઉલ્લેખ છે તે -બુદ્ધિને પ્રકાશીત કરવાવાળો સૂર્ય.
  અનેજદેકં મનસો જવીયો નૈનદ્ દેવા આપ્નુવન્ પૂર્વમર્ષત્ ૤
  તદ્ ધાવતો અન્યાનત્યે તિ તિષ્ઠત્ તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ ૤૤
  કર્મ કરી બુદ્ધિ કેળવવી, બુદ્ધિથી શ્રદ્ધા મજબૂત કરવી અને આ બે પાયા મજબૂત થતાં ભકિત રૂપી પાયો આપોઆપ સ્થિર થઇ જાય છે. જયારે આ ત્રણે પાયા સ્થિર થાય ત્યારે જ જ્ઞાન તેના ઉપર સ્થિરતાથી બેસી શકે…

 4. અક્ષયપાત્ર ઓક્ટોબર 24, 2008 પર 8:18 પી એમ(pm)

  સ્ત્રીની સંવેદના ખુબ સારી રીતે વ્યક્ત કરી છે. માતૃત્વની વિશાળતા અને સુરજમુખી બંને પ્રકાશ તરફ અભિમુખ છે.

 5. Pingback: જીવન -5 – સુર્યમુખી ભાગ – 1 | સૂરસાધના

 6. Pingback: જીવન – 6 – સુર્યમુખી ભાગ – 2 | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: