સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નીર્વેદ – ગુણવંત શાહ

ગદ્યસુરમાં પદ્ય?

હા! ગદ્યસુરમાં પદ્ય!! 

      માનનીય ગુણવંત શાહ ‘ગદ્યસુર’ માટે એક અપવાદરુપ વ્યક્તી છે. મોટે ભાગે તેમના લખાણોમાં આશા જ જોવા મળે. ઘણા લોકોની નીરાશા ખંખેરાઈ જાય તેવું બળુકું લખાણ લખતા, આ વીચારકનેય કોઈક ઘડીએ નીરાશાએ ઘેરી વળ્યા હશે. ત્યારે આ કવીતા સર્જાઈ હશે.

      ઝાકળની નાનીશી દુનિયા કે, માનવ ચીત્તનો નાનો શો ફલક તુટી પડે ત્યારે થતી, નીર્વેદની, નીરાશાની લાગણીની અભીવ્યક્તી આ ગદ્યના સ્વામીએ કેટલી સજીવારોપણથી ભરપુર રીતે કરી છે? વસંતમાં ફુલની સ્વાભાવીક વાતના સ્થાને અહીં કાંટાની વાત છે. કોયલનો ટહુકો પણ રોકાઈ જાય તેવો કાંટો.   પંખીની તરવરાટ ભરેલી પાંખમાં પહાડ જેવી જડતા આવી જાય તેવી નીરાશા.

     તેમની ખાસીયતથી વીરુધ્ધ અહીં કોઈ ઉપદેશ નથી, કોઈ સંદેશ નથી……… છે કેવળ નીર્વેદ.  

—————————————————

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરીયાની ભુરી ખારાશ, આંસું એક ખુટી પડ્યું!

કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસુડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઉડ્યો શીશીરનો છાંટો.

સમદરને લાગી છે પ્યાસ; વાદળ એક રુઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

વાયરાઓ વાત કાંઈ કહેતા નથી
અને સુનમુન ઉભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચુપચાપ સુતા છે પથ્થરીયા પ્હાડ.

હવે અંધારે ઝુરે ઉજાસ; કીરણ એક ઝુકી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

ગુણવંત શાહ 

      માનનીય ગુણવંતભાઈના મીત્રોને વીનંતી કે, આ કવીતાની પાછળની વાત ગુણવંતભાઈ પોતાનીજ કલમમાં લખે, તો આપણને ઘણું જાણવા મળશે.  એ વાતને પ્રકાશીત કરવી, તે મારું પરમ સૌભાગ્ય હશે. મને ખાતરી છે કે, એ લેખ આપણને આ નીર્વેદમાં ય સુવર્ણ કીરણનાં દર્શન જરુર કરાવશે.

2 responses to “નીર્વેદ – ગુણવંત શાહ

  1. hasmukh33 સપ્ટેમ્બર 3, 2016 પર 9:40 એ એમ (am)

    હવે અંધારે ઝુરે ઉજાસ; કીરણ એક ઝુકી પડ્યું;
    ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

    Very appealing !

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: