સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટાઈગ્રીસને તીરે, ભાગ -3

ભાગ – 1  :   ભાગ – 2   

  

  ઈ.સ. પુર્વે 705 થી 681 સુધી રાજ્ય કરી ગયેલ આ રાજા મધ્યપુર્વના એ યુગનો સૌથી પ્રતાપી સમ્રાટ હતો. તુર્કસ્તાનના પહાડી પ્રદેશમાંથી ઉતરી આવેલા એસીરીયનોને બેબીલોનની શહેરી સંસ્ક્રુતીની વીક્રુતીઓ માટે એટલી બધી ઘ્રુણા હતી કે, સેન્નાચરીબે બેબીલોનને જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને ટાઈગ્રીસનાં પાણી વાળીને તેને ડુબાડી દીધું હતું. આજની તારીખમાં પણ ‘બેબીલોન’ શબ્દ પશ્ચીમના સમાજમાં પાપાચાર અને લંપટ વીલાસીતાના પ્રતીક જેવો ગણાય છે.

      પણ સેન્નાચરીબ ક્રુર હોવાની સાથે અત્યંત વીદ્યાવ્યાસંગી અને લલીતકળા અને સ્થાપત્યનો ચાહક પણ હતો. તેના મહેલમાં લેયાર્ડને કુલ 70 રુમો મળી આવ્યા. તેની દીવાલો પર આરસના 10,000 બાસ રીલીફો લગાડેલા હતા. આ દરેક શીલ્પ ચીત્ર 10 ફુટ ઉંચા અને ચાર ફુટ પહોળા છે!

       સૌથી વધારે નોંધપાત્ર વાત એ છે કે આ મહેલના પુસ્તકાલયના ખંડમાંથી સેન્નાચરીબના પૌત્ર અશુરબનીપાલે બનાવડાવેલી 25,000 પકાવેલી માટીની ચકતીઓ મળી આવી હતી. મેસોપોટમીયાના પ્રાચીન સુવર્ણકાળમાં જાણીતા બધાં જ્ઞાન અને માહીતીનું આ પુસ્તકાલયમાં મુદ્રાંકન કરવામાં આવેલું હતું. ઈતીહાસ, ચીકીત્સા, ઉપચાર, વીજ્ઞાન, ગણીત અને સાહીત્યની રચનાઓ અહીં ક્યુનીફોર્મ લીપીમાં સંગ્રહીત કરવામાં આવેલી હતી.

       તે વખતે તો આમાંનો એક અક્ષર પણ લેયાર્ડ ઉકેલી શક્યો ન હતો. પણ પચીસ વરસ પછી ઈ.સ. 1872માં જ્યોર્જ સ્મીથ નામના વીદ્વાનને આ લીપી ઉકેલવામાં સફળતા મળી હતી. અને ત્યારે મધ્ય પુર્વની લોકકથાઓ અને લોકગીતોમાં અમર એવા નોઆ અને ગીલ્ગમેશનાં સાહસો પ્રકાશમાં આવ્યાં હતાં. બાઈબલથી 2000 વર્શ પહેલાં આ કથાઓ લખાયેલી હતી. આ બે અવતારી અને વીર પુરુશોની વાતો આજે પણ સ્થાનીક સાહીત્યમાં ચમકતી રહે છે.

      આમાંનું ઘણું સંશોધન લેયાર્ડના મદદનીશ અને મોસલના ઓટોમન મેસોપોટેમીયન હોર્મઝ્દ રસ્સમના હાથે થયું હતું. તે 1826માં જન્મેલ ચાલ્ડીયન ( એક આરબ જાતી) હતો. લેયાર્ડની સહાયથી તે ઓક્સફર્ડમાં શીક્ષણ પણ મેળવી શક્યો હતો. પાછળથી ઈરાકના ઘણા પુરાતત્વીય સંશોધનોનો તે પ્રણેતા બની ગયો. તેના આગવા સંશોધનોમાં બલાવર પાસેનું અગાઉના એસીરીયન રાજા અશુરનર્સીપાલે બનાવડાવેલું મંદીર હતું. આ મંદીર ઉંચી નીચી છાજલીઓથી આવ્રુત્ત શહેરનો એક ભાગ હતું. એના એક મહેલનો દરવાજો વીસ ફુટ ઉંચો હતો અને કાંસાના બારણાંઓથી બીડાયેલો હતો.

      છેવટે આપણે એ ન ભુલીએ કે, કીશોરાવસ્થામાં ઓસ્ટેન લેયાર્ડે વાંચેલ અરેબીયન નાઈટ્સની વાતો અને સ્વપ્નો આ મહાન શોધના મુળમાં હતાં.

વધુ વીગતવાર અને અત્યંત રસપ્રદ અભ્યાસ માટે  અહીં ‘ક્લીક’ કરો 

     –  1  –     :   –  2  –   :    –  3  –

3 responses to “ટાઈગ્રીસને તીરે, ભાગ -3

 1. સુરેશ ફેબ્રુવારી 6, 2008 પર 11:20 એ એમ (am)

  નેટ ઉપર આ એક જ વીશયમાં સાહીત્ય શોધતાં જે ખજાનો મળી આવ્યો, તે જોઈ વીચાર આવ્યો કે, આપણો ભવ્ય સાંસ્ક્રુતીક વારસો ક્યારે આવી સુંદર અને લોકભોગ્ય રીતે આપણી પોતાની ભાશામાં મળી શકશે?

 2. pragnaju ફેબ્રુવારી 16, 2008 પર 2:00 પી એમ(pm)

  ઓસ્ટીન હેન્રી લેયાર્ડ તેના ઓરડામાં ‘અરેબીયન નાઈટ્સ’ ની દુનીયામાં ખોવાયેલો છે.એ તીલસ્મી, હેરતથી ભરપુર… થી માંડી એના એક મહેલનો દરવાજો વીસ ફુટ ઉંચો હતો અને કાંસાના બારણાંઓથી બીડાયેલો હતો.
  સુંદર ભાષાંતર થયું છે…સાચે જ આપણી ભાષામાં વાંચવાની મઝા ઔર જ છે!
  નવી પેઠી માટે આને માટે પ્રયત્ન તો કરીએ છીએ.અહીં તો સમજી શકાય પણ આપણા દેશમાં પણ માતૃભાષા માટે આકર્ષણ કરી શકીએ તો મોટી વાત

 3. Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૬; રોઝેટા શીલાલેખ ( Rosetta stone) « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: