સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ – 1

ધ્રીબાંગ ઢીમ્ ઢીમ્  … ધ્રીબાંગ ઢીમ્  ઢીમ્  ..

      રાતની તીવ્ર ઠંડકથી ભરેલા અંધકારમાં મોટા તાપણાની બાજુમાં ઢોલ ધબુકી રહ્યો હતો. કાળઝાળ શીયાળો તો ક્યારનોય પતી ગયો હતો. હવે જ આખા વરસની ખરી કમાઈ કરી લેવાની વેળા ફરી એક વાર આવી ગઈ હતી. એક સશક્ત ‘પેકુની’ (*) જવાન મોટા અમેરીકન પાડાનું મહોરું,  ચામડાંનો પોશાક અને ભેંશના ચામડામાંથી બનાવેલા અનેક આભુશણો પહેરી ધુણી રહ્યો હતો. બીજા જવાનીયા તેણે પહેરેલા જાડા ચામડાના ડગલા ઉપર સોટીઓ મારી તેને પાડી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.  ધીરે ધીરે ઢોલનો રવ તેજી પકડતો ગયો. નાચનારની ચાલ પણ વેગ પકડતી ગઈ. હવે તે લથડીયાં ખાવા લાગ્યો હતો. સોટીઓનો માર પણ વધતો ગયો. અને છેવટે તે જુવાન ઢળી પડ્યો. ઢોલ વાગતો બંધ થઈ ગયો. બધા બલીદાન પામેલી ભેંસના પ્રાણતત્વને સન્માનતા શાંત બની ગયા. ભેંસ સાથેનો આ તેમનો વીશીશ્ઠ સંબંધ હતો. ભેંસના બલીદાન પર જ તેમનું જીવન નભતું હતું.

      બધાએ તેને ઉભો કરી,  ખાસ વીધી અને મંત્રોચ્ચારની સાથે  પકાવેલા ભેંસના તાજા માંસનો પ્રસાદ ખવડાવ્યો. પછી બધાંએ પણ આ પ્રસાદ આરોગ્યો. આમ આ અત્યંત અગત્યની, ભેંસના પ્રાણને આહ્ વાન આપવાની વીધી પુરી થઈ. હવે બધાંને શ્રધ્ધા બેસી ગઈ હતી કે, બીજા દીવસના મહાન શીકારના ઉત્સવમાં જરુર સફળતા મળશે. ભેંસો જરુર શીકારના સ્થળે આવી જશે, અને પછી આખા વરસની નીરાંત.

      (*) ‘પેકુની’ ઉત્તર અમેરીકા અને કેનેડાની બ્લેકફુટ પ્રજાની એક ઉપજાતી છે.  બ્લેકફુટ પ્રજા વીશે જાણો

        આ જાતીઓ ઉત્તર અમેરીકાના મહાન પ્રેરી મેદાનોમાં હજારો વર્શોથી વસતી હતી. તેમને ખેતી કરતાં આવડતું ન હતું. ઘોડા, પૈડાં કે ધાતુનાં ઓજારોથી એ લોકો સહેજ પણ માહીતગાર ન હતા. તેમના સમગ્ર જીવનનો આધાર ‘બાઈસન’ અથવા ભેંસ હતી. આપણે અહીં તેમને વધારે પ્રચલીત શબ્દ ‘ભેંસ’ જ કહીશું. પરમ તત્વ તેમની ઉપર ક્રુપા કરે તો આ મહાકાય ભેંસનાં ટોળાં મોકલી આપે અને તો તેમનો શીકાર કરી શકાય. ઉપરોક્ત નાચ આ માટેની કતલની રાતની બહુ અગત્યની વીધી હતી.

bison.jpg

 

અમેરીકન ભેંસ ( બાઈસન) વીશે વધુ જાણો

      અમેરીકન ભેંસ વીશાળકાય પ્રાણી હતું. પાડો ખભા આગળ સાત ફુટ ઉંચો, બાર ફુટ લાંબો અને પચીસસો પાઉન્ડ વજન ધરાવતો ! માદા ભેંસ પાંચ ફુટ ઉંચી, સાત ફુટ લાંબી અને બારસો પાઉન્ડ વજન ધરાવતી. અમેરીકાના આ પ્રેરી પ્રદેશમાં આ સૌથી મોટું પ્રાણી હતું. તેનો શીકાર કરવાનું કોઈનું સામર્થ્ય ન હતું – સીવાયકે ‘બ્લેક ફુટ‘ જાતી. અને આ જાતી 6000 વર્શથી ભેંસના શીકાર પર જ નભતી. યુરોપીયન લોકોએ આ ખંડ પર પગપેસારો કર્યો ત્યારે એક અંદાજ પ્રમાણે 3 થી 4 કરોડ ભેંસો આ પ્રેરી પ્રદેશમાં મન મુકીને મ્હાલતી હતી. આ ભલું પ્રાણી માત્ર ઘાસ પર નભતું અને બીલકુલ નીરુપદ્રવી હતું. માત્ર સ્વબચાવ માટે જ તે શીંગડાંનો ઉપયોગ કરતું. પણ એક વાર તેના શીંગડાની ઝપટમાં આવી જનારની મગદુર ન હતી કે બચી શકે.

       માટે જ પેકુનીઓએ આ ભેંસના શીકાર માટે ખાસ જગ્યા પસંદ કરેલી હતી. આપણે જે નાચની ઝલક જોઈ; તે એક મંદ ઢોળાવવાળા પ્રદેશમાં થઈ રહ્યો હતો. ધીમા અને લાંબા ઢોળાવના ઉપરના છેડે આ સ્થળ આવેલું હતું. આજુબાજુનાં મેદાનો કરતાં આ સ્થળ શીકાર માટે વધુ અનુકુળ હતું. આ સ્થળની નજીકમાં પેકુનીઓનું ગામ હતું . ઢોળાવની બન્ને બાજુએ, સો સો ફુટના અંતરે, પથ્થરના પાંચ છ ફુટ ઉંચા ઢગલા કરેલા હતા. આ ઢગલાની બે હાર ટોચ પાસે ઠીક ઠીક નજીક હતી, પણ નીચે જતાં તેમની વચ્ચેનું અંતર વધતું જતું હતું. આ બે હાર, વીશાળકાય સુપડા જેવો આકાર બનાવતી હતી.

        બીજા દીવસની સવાર પડી. જાણભેદુ ખેપીયા ખબર લાવ્યા હતા કે પાંચેક  માઈલ દુર ભેંસોનું એક મોટું ટોળું આવી ગયું હતું. બધા  સશક્ત જુવાનીયાઓ પુર્ણ તૈયારી સાથે વહેલી સવારે આ મહાન સાહસ માટે નીકળી પડ્યા. માત્ર વ્રુધ્ધ પુરુશો, સ્ત્રીઓ અને બાળકો જ પાછળ ખીણની કોર પાસે આવેલા ગામમાં પાછાં ગયાં. પેકુનીના અનુભવી સરદારના માર્ગદર્શન પ્રમાણે ભેંસોને તેમની વાસ ન આવે તેવી રીતે પવનની વીરુધ્ધ દીશામાં , જ્યાં ભેંસો ચરી રહ્યાના વાવડ આવ્યા હતા, તેની ય પાછળની બાજુએ જવા સૌ ચાલવા માંડ્યા.

        બે કલાકમાં તો  ભેંસોના એ વીશાળ ટોળાની પાછળ એ સૌ આવી પુગ્યા. નહીં ચરાયેલા ઘાસના સાત સાત ફુટ ઉંચા બીડમાં સૌ લપાઈ ગયા. ત્રણેક જવાંમર્દ પેકુનીઓએ વરુના ચામડાં અને મહોરાં પહેરી લીધાં અને બીડમાંથી બહાર આવી, ધીરે ધીરે ભેંસોના ટોળાં તરફ તેમણે સરકવા માંડ્યું. પેઢીઓના અનુભવના આધારે તેમને આ જ્ઞાન મળ્યું હતું કે, ભેંસો વરુઓ પર કદી આક્રમણ કરતી નથી, અને તેમનાથી થોડી દુર રહેવા માંગતી હોય છે; જેથી તેમનાં નાનાં બચ્ચાંને વરુ તાણી ન જાય. ટોળાંએ ટેકરી તરફ ધીરે ધીરે પ્રયાણ શરુ કર્યું.  થોડીક જ વારમાં તો જ્યાંથી પેલા પથ્થરોની હાર શરુ થતી હતી તે જગ્યાએ આખું હાઉસન જાઉસન આવી પહોંચ્યું. પાછળ પાછળ શીકારી ટોળી પણ લપાતી છુપાતી પીછો કરતી રહી.

        પેકુની ટોળી પણ સતત ચાલવાથી થાકેલી હતી. પણ  ગઈ રાતે પ્રસન્ન થયેલું ભેંસનું  પ્રાણતત્વ તેમના પગમાં બળ પુરી રહ્યું હતું. અને હવે તો ખરાખરીનો ખેલ શરુ થવાનો હતો. હવે તો ‘આ પાર કે પેલે પાર.’ સરદારે ઈશારો કર્યો અને આખી શીકારી ટોળી ઘાસના બીડમાંથી બહાર આવી ગઈ અને ભેંસોના ટોળાંએ ચરીને સપાટ કરેલી જમીન પર હોંકારા અને પડકારા કરવા લાગી. તેમની પાસે અંગારામાં સળગતી વનસ્પતી પણ હતી. ભેંસોને આની વાસ ગમતી નહીં.

       આ બધી ખલેલોથી વાજ આવી જઈ, ભેંસોનું ટોળું તેજ ચાલમાં આગળ ધપવા લાગ્યું. મોટા ભાગના પાડા તો સૌથી આગળ હતા – અને આખા ટોળાને દોરતા હતા. વસંત રુતુની શરુઆતમાં જન્મેલાં વાછરડાં પોતપોતાની માતાઓ સાથે ટોળાંની વચમાં સલામત હતા. બે ચાર અલમસ્ત પાડાઓ આ દુર્જનોની ખબર લઈ નાંખવા પાછળ રહ્યા, અને ખરીઓ ભોંયમાં ખોડી આ દુશ્મનોની ખબર લઈ નાંખવા પ્રતીબધ્ધ બન્યા. ટોળીમાંના સૌથી લડાયક શુરવીરો પથ્થરના ફણાવાળા લાંબા ભાલા અને સળગતા લાંબા ઈંધણના લાકડાના સહારે આ ખુંટોનો પ્રતીકાર કરવામાં પડ્યા. બરાબર ઘમસાણ યુધ્દ્બ જામી ગયું. આ જોરાવર અને મહાકાય પાડાઓથી જાન બચાવી તેમને રોકવા એ કાંઈ આસાન કામ ન હતું. એક જણને તો એક જોરાવર પાડાએ શીંગડે ચડાવી સાત ફુટ ઉંચે ફંગોળ્યો. જમીન પર પડતાંની સાથે જ તેના તો રામ રમી ગયા.

        પણ આ ઘમસાણના પ્રતાપે પેલું ધણ તો ક્યાંય આગળ જતું રહ્યું. તેમાં ખાસ કોઇ લડાયક બળ કે વ્રુત્તી પણ ન હતાં. માત્ર આ અડચણથી ભાગી દુર જવાની તાલાવેલી જ હતી. આગળ આ  બે ત્રણ હજાર ભેંસો અને પાછળ સોએક પેકુનીઓ.

       આમ સરઘસ આગળ ને આગળ ધપવા માંડ્યું – ભયંકર અને કાળજું કંપાવી નાંખે તેવી અપેક્ષીત ઘટનાના તખ્તાની નજીક અને વધુ નજીક……..

   …  બીજો ભાગ ….. માર્ચ 3  ના રોજ 

Advertisements

22 responses to “અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ – 1

 1. સુરેશ ફેબ્રુવારી 23, 2008 પર 4:20 એ એમ (am)

  અમેરીકા અને કેનેડાના ઈતીહાસનું આ કાળું પ્રકરણ વાંચવા મળ્યું, તે બાદ ત્રણ દીવસ સુધી મન સાવ ક્ષુબ્ધ બની ગયું હતું.

  ગુજરાતી સાહીત્યમાં અમેરીકા અંગે જાણકારી અને માહીતી પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્યથી અમેરીકા અંગે લેખો/ વાર્તાઓની શ્રેણી લખવાની દીશામાં આ પહેલું પગલું છે.

  આશા છે કે, વાચકોને તે ગમશે.

 2. Chirag Patel માર્ચ 1, 2008 પર 9:39 એ એમ (am)

  માણસ જેટલું પાશવી વૃત્તી દાખવતું પ્રાણી બીજું એકેય છે?

  સરખામણીમાં જીમ કોર્બેટનું કામ કેટલું અનોખું કહી શકાય?

 3. Harnish Jani માર્ચ 1, 2008 પર 10:22 એ એમ (am)

  Thank you for the good article- I recommend to rent and see Oscar winning movie–Kevin Costner’s “Dancing with the wolves”–It has how Indians are killing wild baffalos-and how whites kill Indians—Let me know what do you think.

 4. Harnish Jani માર્ચ 1, 2008 પર 10:38 એ એમ (am)

  Yes,in the book by Suketu Mehta-“Maximum City Bombay lost and found”–there is chapter on killing of Bull and Baffalo on the street of Bombay on Moslem religious day of Id–And I raed a book by Nikhil Shukla abot the slaughter house in Pennsylvania–Hevisited as an architect-next day he quit his job and was sick for months- I highly recommend -Maximum City-must read book to learn about Bombay (This book was nomineted for Pulitzer prize.)

 5. Kalpesh માર્ચ 1, 2008 પર 2:04 પી એમ(pm)

  I apologize if this comment appears twice. Please delete the first one, if so.

  I agree with Chirag & Harnish uncle. However, the belief (of killing animals is not humane) stems from the way we are brought up. There are many factors that make us believe something (teachings by family, religion, friends, our own experimentation etc)

  Also, the food habit depends to some extent on the place we grow up, family habits etc. Remember, we read in the school – people in bengal rely more on rice & fish.

  If I/You were born in Pokeni/Muslim or any meat-eating family – we might not say the same thing.
  Isn’t it?

  I am not advocating that killing animal is good for food. But, beliefs of one set of people cannot be put to other set – hence, making other set “non-humane”.

  And, I look at it as evolution – the way Pokenis are leaving & relying on killing animals, I assume our great great great great forefathers might have done something similar (if not killing buffaloes)

  What is more important as human is to act more sensibly with other humans/animals/environment, treating everything as partner we share the planet with. We are suggest a moving part in the entire ecosystem. But, we use our thinking ability to control it, which is detrimental to entire planet.

  This is what I had to say especially looking at comments. Nothing against anyone 🙂

  Hope I have put my perspective with respect to everyone. I don’t intend flame.

  One thing from Paulo Coelho’s Alchemist book, which touched me “It does not matter what goes to mouth, but what comes out of it”

  🙂

 6. Kalpesh માર્ચ 1, 2008 પર 2:06 પી એમ(pm)

  And Suresh uncle, I would love to see the posts in the series.

  You are the most young at heart person (younger than me. I feel that I am old)

  🙂

 7. Jay માર્ચ 1, 2008 પર 5:57 પી એમ(pm)

  This is just to let you know that all comments on the article:

  http://bansinaad.wordpress.com/2008/02/20/gujarati-bhasha/

  have been removed.

 8. વીજેશ શુક્લ માર્ચ 2, 2008 પર 12:21 એ એમ (am)

  It’s really something horryfying and hair-raising taking in some different world.

 9. janvi mehta માર્ચ 2, 2008 પર 2:08 એ એમ (am)

  hi really liked this article
  it is really touchy
  its a shameful ndpetrifying thin i hope after reading this articlenw ppl will do somethin!!!!!!!!!
  can i request u one thing
  cn u send the same article in english so tht i cn forward to mah frnds who r non-guju.
  it will be really kind of u so i hope u will send me d article again!!!!!!!!!!!!

 10. Chiman Patel "CHAMAN" માર્ચ 2, 2008 પર 8:03 એ એમ (am)

  “It does not matter what goes to mouth, but what comes out of it”
  I liked the quote mentioned by Kalpesh. It says all!

  We have some people who don’t even eat any thing grown in the ground; like potato,carrot etc just to save insect lives. Good thinking. However, in money making deals or in selfinhness do they even think about hearting human beings like their own relatives and friends around?

  I just wanted to express my opinion. In doing so, if I have heart any body’s feeling, please forgive me.

  This discussion also gave me some thing to write.Read below.

  શાકાહારી કંઈ શિકાર કરતા નથી ?
  માંસાહારી કંઈ મંદીર જતા નથી ?
  શો રાખવો ભેદ કોઈના ખાવા-પીવામાં,
  વાણી સારી કદી નિકળતી જોતા નથી ?
  ૦ ચીમન પટેલ ‘ચમન’
  ૦૨ માચૅ’૦૮

 11. Deepak.Patel માર્ચ 2, 2008 પર 1:03 પી એમ(pm)

  interisting reading.

  keep it up, i will follow up with my opinion after you finish it.

  Deepak.

 12. Pingback: અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ - 2 « ગદ્યસુર

 13. suresh માર્ચ 3, 2008 પર 4:31 એ એમ (am)

  bhayanak chhata satyakatha,
  America-Canada ma avi manyta,andhshraddha,,,>>>//?????
  very bad…jani ne thayu, manas ni pashavipana ni had kya jai ne atkashe???????

 14. Pingback: અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ - 2 :

 15. Pingback: અમેરીકન બાઈસનનો મરણકુદકો « ગદ્યસુર

 16. Pingback: અમેરીકન બાઈસનનો મરણકુદકો :

 17. Pingback: અમેરીકન જુસ્સો : ભાગ -2 « ગદ્યસુર

 18. Pingback: વીશ્વ ગુર્જરી » અમેરીકન જુસ્સો : ભાગ -2

 19. M N Patel જુલાઇ 30, 2009 પર 1:16 પી એમ(pm)

  I am indian farmer. I lick by us note.Thank

 20. aataawaani ઓગસ્ટ 19, 2013 પર 9:10 પી એમ(pm)

  સુરેશભાઈ
  મને તમે આ બાઈ સંની વાત વાંચવા આપી એ તમારો આભાર આ પ્રાણીને અમેરિકામાં બફેલો પણ કહે છે અંગ્રેજોએ ભેસનું નામ બફેલો આપ્યું અને અમેરિકનોએ આ પ્રાણીનું નામ બફેલો આપ્યું ‘એટલે ખરી ભેંસોને અમેરિકાનો વોટર બફેલો કહે છે
  એલા આતા ગુરુની આગળ આવી તારી હુશીયારીની વાત નો કરાય તું બહુ હોશિયાર છો ઈ ખબર છે।

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: