સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ – 2

ભાગ – 1   

      ભેંસોનું ટોળું તો આ મંદ ઢોળાવ પર આગળ ધપવા લાગ્યું. પાછળથી અવાજો અને તીવ્ર વાસ વધવા લાગ્યાં. હવે બધી ભેંસો ગાભરી બનીને દોડવા લાગી. મેદાનોમાં જ ચરવા અને ફરવા ટેવાયેલી આ ભેંસોને બન્ને બાજુએ આવેલા પથ્થરના ઢગલા અડચણ જેવા લાગતા હતા. આથી આડે અવળે ક્યાંય ન જતાં આ ટોળું ટેકરીની ટોચ તરફ જ જવા માંડ્યું.

        પણ આગળ તો જગ્યા ઓછી ને ઓછી થતી જતી હતી. હવે ટોળાની મુક્ત હેરેફેરની જગ્યાએ ગીચતા વધવા લાગી અને સાથે સાથે ગભરાટ પણ. બધાં હવે કચકચાવીને દોડવાં માંડ્યાં. જેમ જેમ આગળ ધપતાં ગયાં તેમ ભીડ વધતી જ ગઈ. આ ચાલની સાથે તાલ ન મીલાવી શકે તેવાં નાનાં વાછરડાં અને તાજેતરની વીયાયેલી અશક્ત ભેંસો નીચે પડવા માંડી. પણ ટોળું તો હવે ક્યાં રોકાઈ શકે તેમ હતું? નીચે પડેલાંની ઉપર થઈને ટોળું તો આગળ ધપવા માંડ્યું. કચડાઈ રહેલાં આ પ્રાણીઓની કરુણ મરણચીસો ટોળાના ગભરાટમાં ઓર વધારો કરતી રહી.

          હવે તો ઉન્મત્ત અને અવ્યવસ્થીત બનેલું આ ટોળું તેની કરુણ નીયતી તરફ અમર્યાદીત ઝડપે ધસવા માંડ્યું. પાછળથી થઈ રહેલા હોંકારા પડકારા, કચડાઈ રહેલા કમનસીબોના કરુણ ભાંભરડાં, હકડેઠઠ ભીડના હડસેલા અને એકમેકને દેવાઈ રહેલા શીંગડાપ્રહારોથી ક્રોધ, ભય, ગભરાટ અને અસમંજસ તેમની ચરમ સીમાએ પહોંચી ગયાં. છેક આગળના ભાગે મજબુત સાંઢ હતા. તે બધા પણ છતી તાકાતે અસહાય બની ગયા.

                                                head-smashed-in_buffalo_jump.jpg

          સૌથી આગળના દસ બાર સાંઢ હવે છેક ટેકરીની લાંબી ટોચ ઉપર પહોંચી ગયા. પણ આ શું? તેમના ડોળા ફાટી ગયા. તેમના ગળામાંથી ભલભલાના કાળજાં કંપાવી નાંખે નાંખે તેવી ચીંઘાડ નીકળી ગઈ. ધરતી ફાટી પડી હોય અને મોટા પહાડ તહસ નહસ થઈ ગયા હોય ત્યારે જેવો પ્રચંડ નાદ પ્રગટે; તેવા ભયાનક ધ્વનીના આક્રોશથી સમસ્ત વાતવરણ પ્રતીધ્વનીત થઈ ગયું.

          આગળ કોઈ જમીન જ ન હતી. ઉંડે પાતાળ તરફ પચાસ મીટર ઉંડી ભયાનક ખીણ જ હતી. આગળ બીહામણું મોત ડોકીયાં કરી રહ્યું હતું અને પાછળથી સેંકડો તાકાતવાન પ્રાણીઓના અમર્યાદીત હડસેલા તો ચાલુ જ હતા. આ સાંઢોએ પોતાની 2500 પાઉન્ડની કાયાના જોરે સમગ્ર તાકાત વાપરીને પાછા વળવા મરણીયો પ્રયત્ન તો કર્યો. પણ હવે કોઈ તાકાત તેમના અધઃપતનને રોકી શકે તેમ ન હતી. એક પછી એક સૌ આ તલાતલ પાતાળમાં ગબડવા માંડ્યા. નીચે પહોંચતાં પહોંચતાં તેમની ગતી એટલી તો વધી ગઈ કે કોઈના ટાંટીયા તો કોઈના માથાં ભાંગવા માંડ્યા. તેમના ગરમા ગરમ શોણીતની છોળો ઉડવા લાગી. આ મહાકાય પ્રાણીઓ સાવ અસહાય બની તેમના વીનાશના ઉંડા કુવામાં તીવ્ર વેગથી પટકાવા માંડ્યાં. એમાંનું ભાગ્યેજ કોઈ જીવતું રહી શકે તેમ હતું. ભુલેચુકેય કોઈનો પ્રાણ ટક્યો હોય તો, ઉપરથી થઈ રહેલા વજનદાર શરીરોનો પ્રપાત અને ઘણમાર કોણ ખાળી શકે તેમ હતું?

            અને સાંઢો અને ભેંસોની હારની હાર એક પછી એક આ અધઃપતનના પંથે પ્રયાણ કરવા લાગી. મોતના કાળઝાળ ખપ્પરમાં બધાં હોમાવા લાગ્યાં. અહીં મોત સીવાય બીજો કોઈ વીકલ્પ જ ન હતો. ટોળું એટલું તો મોટું હતું કે આ ખોફનાક અને હૃદયદ્રાવક ઘટના પુરા બે ત્રણ ક્લાક ચાલી.  એ કાળઝાળ મરણપોકનો આર્તનાદ સતત ગાજતો રહ્યો. હવે તો રાતનું અંધારું ઘેરાવા લાગ્યું હતું. પાછળથી હોંકારા પડકારા કરતી જાલીમ ટોળીએ તો ક્યારનું ય ખીણની બીજી તરફ આવેલા ગામ તરફ પ્રયાણ આદરી દીધું હતું – સફળ અને નીર્દય શીકાર પછીના બીજા તબક્કા માટે.

         હવે આખા ગામનું બધું હાઉસન જાઉસન આ બીભીશણ હત્યાકાંડના તખતા સામે આવીને ઉભું રહ્યું. સામે લોહીની નદીઓની વચ્ચે સાતસો મહાકાય, દુર્ભાગી પ્રાણીઓની લોથોનો ડુંગર ખડકાયો હતો. ઉપરથી ઝળુંબી રહેલી ટેકરીની લાંબી કોર મુક રીતે આ હત્યાકાંડની સાક્ષી બનીને, સ્તબ્ધ થઈ, આંસુ સારી રહી હતી. દુર ક્ષીતીજમાં લાલચોળ આંખે પોતાનાં તેજ ગુમાવી રહેલાં કીરણો છેલ્લી વાર પ્રસારીને સુર્ય પોતાનો આક્રોશ આ ક્રુર હત્યાકાંડ ઉપર અર્થહીન રીતે ઠાલવી રહ્યો હતો.

          આ હત્યાકાંડના બધાં ગુનેગાર ભાગીદારો એક્દમ નીચાં મસ્તકે ભેંસોના પરમતત્વની માફી માંગતાં ઉભાં રહી ગયાં. તેમના જીવનના કેન્દ્ર સમાન આ પ્રાણીઓના પરમ તત્વ તરફ અનુગ્રહ અને સન્માન, આખા વરસની સંપદાની ઉપલબ્ધીનો આનંદ અને પોતાના સર્વસ્વનું બલીદાન આપેલાં આ પ્રાણદાયક પ્રાણીઓના મૃત્યુ માટેનો શોક – આમ ત્રીવીધ મીશ્ર લાગણીઓથી તેમનાં માનસ ઘેરાયેલાં હતાં. થોડી ક્ષણો બધાં અવાચક બનીને પોતાના જીવનના પ્રાણ જેવાં પ્રાણીઓને અર્ઘ્ય અને મૃત્યુનું સન્માન આપી રહ્યાં. છેલ્લે ગામના વયોવૃધ્ધ મુખીયાએ અત્યંત કરુણ સુરમાં બધાંનાં વતી દીવંગત પ્રાણીઓને અને શહીદ થયેલા પેલા પેકુની યુવાનને અંજલી આપી. પાડાને શીંગડે ભરાઈ દીવંગત થયેલ તે યુવાન દીવ્યાત્મા બન્યો હતો.

       અને રાતના કાજળ ભર્યા અંધકારમાં માત્ર વાયરાના સુસવાટાઓના મંદ અવાજ વચ્ચે સૌ પોતાના સ્થાનકે આરામ કરવા પાછા વળ્યાં. બીજા દીવસની સવારથી શરુ થનાર અત્યંત જુગુપ્સાપ્રેરક, પણ આખા વરસની કમાઈ ઘર ભેગી કરવાના, ખાટકીકામના ભગીરથ પ્રયત્નો માટે બહુ જ જરુરી તાકાત મેળવવા માટે…

………………………………………

       દક્ષીણ કેનેડાના આલ્બર્ટા રાજ્યના કોર્ટ મેક્લોયડ નામના નાનકડા શહેરની ભાગોળે ‘ Heads Smashed On Buffalo Jump’ નામનું આ સ્થળ હજુ પણ આ દારુણ ઘટનાની સાક્ષી પુરતું ઉભું છે. છ છ હજાર વરસથી ચાલી આવતી આ સંહારલીલાના સાક્ષીરુપે ઘણા મોટા વીસ્તારમાં હાડપીંજરોના ઢગના ઢગ અહીં ખડકાયેલા છે. અમુક જગ્યાએ તો આ ઢગલા દસ મીટર જેટલે ઉંડે સુધી ધરબાયેલા છે; અને છેક નીચે, બહુ જુના અવશેશો તો હાડકાંના ખડક જેવા બની ગયેલા છે. જીવનના સાતત્ય માટે, ક્રુર કુદરતના થપાટો સામે બાથ ભીડી, અસ્તીત્વ ટકાવવા માટે સર્જાયેલા આ હત્યાકાંડના જનક માનવીઓના દીલ ધડકાવી દે તેવા પ્રયત્નોની યાદમાં યુનેસ્કોના તજજ્ઞોએ આ સ્થળને ‘વર્લ્ડ હેરીટેજ’ તરીકે માન્યતા આપી છે. જીવદયાવાદી અનેક સસ્થાઓએ આ સ્થળને આ બહુમાન આપવા માટે સજ્જડ વીરોધ પણ કરેલા છે. પણ બે હાથવાળો માણસ સમુહબળના સહારે શું કરી શકે છે તેની આ સ્થળ સાક્ષી પુરે છે.

આ માટે વધુ જાણવા અહીં ‘ક્લીક’ કરો.   :    –   1   –   :    –   2   –    :    –   3   –

—————————

      કાળજું કંપાવી દે તેવી આ ઘટના તમને બહુ ક્રુર લાગી ને? મને પણ લાગી હતી. પણ આનાથી અનેક ગણી વધારે ક્રુર અને કરુણ ઘટનાઓની કાલઝાળ તવારીખનો ખ્યાલ મેળવવા આવતા અંક સુધી રાહ જોવી પડશે. આ બયાનથી વ્યથીત થવાનું બાજુએ મુકી, આવતા અંકની વાત ક્ષણભર જરુર વાંચજો. જીવનનું આ પણ એક પાસું છે; નીશ્ઠુર હકીકત છે તે જાણવું બહુ જ જરુરી છે.

‘ અમેરીકન બાઈસનનો મરણકુદકો ‘   વાંચો – 7 , માર્ચ – 2008 ના રોજ.

11 responses to “અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ – 2

 1. સુનીલ શાહ માર્ચ 3, 2008 પર 8:04 એ એમ (am)

  અત્યંત કરુણ ઘટના વાંચતા આશ્ચર્ય અને આઘાત લાગ્યો. માણસ જાત આટલી ક્રુર હોઈ શકે..? ખરેખર માથું શરમથી ઝુકી ગયું.

 2. સુરેશ માર્ચ 3, 2008 પર 8:09 એ એમ (am)

  આ તો સાવ પછાત લોકો હતા, અને તેમને માટે ભેંસો જ જીવનનો આધાર હતો.
  7 મી માર્ચના લેખમાં સુધેરલા સમાજની ક્રુરતા વાંચશો તો સંસ્ક્રુતી અને સભ્યતા પરનો વીશ્વાસ ઉઠી જશે.
  આ લેખમાળાનો ઉદ્દેશ વાચકોને વીચારતા કરવાનો છે. બધી કોમેન્ટો મળ્યા બાદ આ વીચારો અંગે એક લેખ આપવા વીચાર છે.

 3. Harnish Jani માર્ચ 3, 2008 પર 8:25 એ એમ (am)

  You are shook up with the killings of innocent animals–Have you read any book–or have you seen any movie-where 200- 300 women and children of the Indian tribes were slaughtered with machine guns by the white men–American history is all bloody-Europeans have killed thousands and thousands of Native Indians.systematically.–Again recommend to rent “Dances with wolves” Kevin Costners movie.—Yes,and lacs of animals are slaughtered and eaten all over the world. everyday.

 4. Dharmesh Patel માર્ચ 3, 2008 પર 9:58 એ એમ (am)

  This is disgusting culture of americans

 5. Chirag Patel માર્ચ 4, 2008 પર 11:48 એ એમ (am)

  We have been doing such things one way or another. Killing trees or plants can be compared with this too. Those plants/trees must be crying that time, but we do not see such tears; so we ignore. We bully on bacteria/virus quite frequently.

  “jivo jivashya bhojanam”

  No mortal is lesser.

  What is more important is, how gracefully you kill the source of your food; and ask its pardon.

 6. pragnaju માર્ચ 5, 2008 પર 8:38 એ એમ (am)

  હંમણા સરવાઈવલ યોજનાઓ િવષે-ડીસકવરી ચેનલ પર માહીતી આવે છે..
  તે કાળમાં પોતાના જીવન માટે આ રીતે—
  ‘સાંઢો અને ભેંસોની હારની હાર એક પછી એક આ અધઃપતનના પંથે પ્રયાણ કરવા લાગી. મોતના કાળઝાળ ખપ્પરમાં બધાં હોમાવા લાગ્યાં. અહીં મોત સીવાય બીજો કોઈ વીકલ્પ જ ન હતો. ટોળું એટલું તો મોટું હતું કે આ ખોફનાક અને હૃદયદ્રાવક ઘટના પુરા બે ત્રણ ક્લાક ચાલી.’ કરુણ ઘટના તેઓ માટે મંગલમય હશે!
  સુંદર ભાવવાહી ભાષાંતર

 7. Pingback: અમેરીકન બાઈસનનો મરણકુદકો « ગદ્યસુર

 8. Pingback: અમેરીકન બાઈસનનો શીકાર : ભાગ - 1 « ગદ્યસુર

 9. nilamhdoshi માર્ચ 9, 2008 પર 5:31 એ એમ (am)

  dont know what to write….

  no words.speechless..nice translation though.

 10. Harnish Jani માર્ચ 9, 2008 પર 7:22 એ એમ (am)

  I thought in the Ramayan period—Hindus used to hunt and eat animal meat–Bhagvan Ram was a hunter-hunting deers. In “Ashva Megha Yagna” they used to sacrifice the horse—Thank God for Buddha and Mahaveer.

 11. મગજના ડોક્ટર માર્ચ 10, 2008 પર 2:00 એ એમ (am)

  READ THE POETRY IN SUREH JANI’S BLOG “KAYASUR”
  OF RAJENDRA TRIVEDI.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: