સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુડોકુ – એક અવલોકન

      સુડોકુ – તમને બહુ જ પ્રીય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી.
      [ સુડોકુ વીશે જાણવા અહીં ‘ક્લીક’ કરો. ]

      નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ 81 ખાનાંઓની રમત. આ 81 માંથી લગભગ 27 ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મુળ મુડી છે. એ તમારા જીવનની : અરે! ભુલ્યો : રમતની સ્ક્રીપ્ટ છે. તમારે બાકીના ખાનાં શોધી કાઢવાના છે. શરત એ કે દરેક હાર, સ્થંભ કે ખોખામાં નવે નવ આંકડા આવી જવા જોઈએ. કોઈ આંકડો બેવડાવો ન જોઈએ. જેમ દરેક અનુભવ એક અનન્ય અનુભવ હોય તેમ આ નવે નવ આંકડા જુદા જ હોવા જોઈએ. બહુ જ તર્ક અને ધીરજ માંગી લેતી આ રમત છે. ક્યાંક એક ભુલ કરી દીધી અને તમે એવા ગુંચવાડામાં પડી જવાના છો કે, રમત અધુરી જ સંકેલી લેવી પડે. આ દારુણ જંગ તો ખરાખરીનો ખેલ છે. તલવારની ધાર પર ચાલવાનું છે. ક્યાંય શરતચુક ન ચાલે.

       શરુઆતમાં તમે શોધી કાઢેલી જીવનપધ્ધતી , અરે! તર્કપધ્ધતી પ્રમાણે ચાર પાંચ જગ્યાઓએ તો એક જ શક્યતા તરત જણાઈ આવે છે. તમે હરખાઈ જાઓ છો. એના આધારે બીજી બે ત્રણ એક માત્ર શક્યતાવાળાં ખાનાં પણ થોડા પ્રયત્નો પછી તમને દેખાય છે. અને તમે અડધો જંગ જીતી ગયાના ગર્વમાં મુસ્તાક છો. જેમ બાળપણ મધુર હોય છે, તેમ સુડોકુનો શરુઆતનો આ ભાગ પણ સરળ અને ગુંચવાડા વીનાનો લાગે છે.

       પણ હવે આ અડધે રસ્તે જ ખરી કઠણાઈ શરુ થાય છે. જ્યાં જુઓ ત્યાં બે, ત્રણ કે ચાર શક્યતાઓ હોય છે. બધે ત્રીભેટા જ ત્રીભેટા! ક્યાંય આગળ વધાય જ નહીં. તમે અકળાઈ ઉઠો છો. ક્યાંય તમે આગળ વધી શકતા નથી. આ માયાજાળમાં આગળ ધપવાની ચાવી ક્યાંક ખોવાઈને સંતાયેલી છે. પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તમને પસીનો પસીનો થઈ જાય છે.

     અને ત્યાં જ એકાએક પરમ તત્વની અસીમ ક્રુપાથી તે ચાવી આગળ તમે પહોંચી જાઓ છો. અને ફરી પાછી કોઈ પરીએ કરેલ પુશ્પવર્શાની જેમ; એક જ શક્યતાવાળાં ખાનાંઓની હારમાળા એક પછી એક તમારી ઉપર વરસવા માંડે છે. તમારા જીવનના મધ્યકાળના સુવર્ણયુગની જેમ. તમારી સમ્પત્તી અને સમ્રુધ્ધી વધતાં જાય છે.

      હવે પોણો જંગ જીતાઈ ચુક્યો છે. વીજયશ્રી તમારા હાથવેંતમાં છે. પણ હવે બે બે શક્યતાવાળાં જોડકાં – એ જ વીતાડતા ત્રીભેટા – ફરી ખડા થઈ જાય છે. તમારી અકળામણનો આ છેલ્લો તબક્કો છે. આમ તો હવે ઘણાં ઓછાં ખાનાં તપાસવાનાં બાકી છે. પણ ફરી ચાવી ખોવાઈ ગયેલી છે. તમે ચોપડીની પાછળ આપેલો ઉકેલ જોવા તત્પર બનો છો. પણ તમારી મર્દાનગીને, રમત રમવાની ચાલાકીને આ છેલ્લો પડકાર છે. તમે વળી એ પ્રલોભન બાજુએ મુકી ફરી એ તર્કયુધ્ધમાં ખુંપી જાઓ છો. ખણી ખણીને સાવ નીર્વાળ (!) એવા તમારા ચકચકીત માથાનાં વધારે વાળ ઓછા થવા માંડે છે. વીતેલા સમયને કારણે તમારી શક્તીઓની પણ સીમા આવી ગયેલી છે. તમે અકળાયેલા, થાકેલા, અશક્ત છો. એ બાળપણની મધુરતા અને મધ્યકાળનો તરવરાટ હવે ક્યાં છે?

      અને ત્યાંજ એ છુપાયેલી ચાવી તમને દેખાઈ આવે છે. બસ એક નાનીશી અને છેવટની સમજણની જ જરુર હતી, જે તમને મળી ગઈ છે. અને મંઝીલ પણ હવે ક્યાં દુર છે? અને બાકીના ઉકેલોનું અવતરણ પત્તાનાં મહેલની જેમ ફરફરાટ થવા માંડે છે. 81 ખાનાંઓ એ મહેલ હવે પુરો ભરાઈ ગયો છે. તમારો ખેલ હવે પુરો થયો છે.

       તમે આ સમસ્યાના ઉકેલનું, જીવનયુધ્ધની પેલી પાર આવેલું એ પાનું ઉત્કંઠાથી ઉથામો છો. એક એક કરીને બધી હારોમાં તમારો શોધી કાઢેલો ઉકેલ સાચો છે; તેમ જાહેરાત થતી જાય છે. અને જીવનની ફળશ્રુતી, આ જંગ તમે સફળતાથી પાર કર્યો છે તેની ખાતરી થતાં તમે નીર્વાણ અવસ્થાની લગભગ સમાંતર કહી શકાય એવી સુખસમાધીમાં લીન બની જાઓ છો. રમતના અને જીવનના ત્રણ ત્રણ તબક્કે ખેલાયેલા જંગોનો ભવ્ય ભુતકાળ પણ તમે ભુલી જાઓ છો. હવે કેવળ પરીતોશનો ભાવ ચીત્તમાં ધારી તમારી આ રમત તમે સંકેલી લો છો. જીવન યથાર્થ જીવ્યાનો આનંદ છે. હવે કોઈ તર્કની જરુર નથી. હવે કોઈ ચાવીઓની જરુર નથી. જીવનનો , સુડોકુનો આ ખેલ સફળતાથી તમે ખેલ્યા છો. બધી કસોટીઓમાંથી સર્વાંગ સાચી રીતે પાર ઉતર્યાની ગરીમા છે.

     અને કરી કો’ક દી કો’ક નવી જ સુડોકુ સમસ્યા ખેલવાનો સંકલ્પ કરી તમે નીવ્રુત્ત બનો છો.

      જીવનના અંતે પણ આવો હાશકારો અનુભવી શકાય એવું જીવન તમે જીવ્યા છો ખરા ?

16 responses to “સુડોકુ – એક અવલોકન

 1. Chirag Patel માર્ચ 9, 2008 પર 7:07 એ એમ (am)

  દાદા, તમારે ફીલ્મોના સ્ક્રીનપ્લે લખવા જોઈએ. નાની-શી વાતને સરસ મઝાની વાર્તામાં ફેરવી શકો છો.

 2. Jayesh Patel માર્ચ 10, 2008 પર 11:58 એ એમ (am)

  Enjoyed every bit of your thoughts and I agree with every word you have put out there! Having lived many lives in Sudoku (I mean having played so many games), I would say you have added a very nice perspective for me!

 3. nilam doshi માર્ચ 11, 2008 પર 10:26 પી એમ(pm)

  જીવનરૂપી સુડોકુની ચાવી મળી જાય…અને એનાથી મનના દરવાજાના તાળા ખોલી શકાય તો…! ઘણીવાર ચાવીની જાણકારી હોવા છતાં તાળા ખોલી શકાતા નથી.

  દાદા, સુંદર વાત કહી..

 4. pragnaju માર્ચ 15, 2008 પર 12:00 પી એમ(pm)

  “જીવનના અંતે પણ આવો હાશકારો અનુભવી શકાય એવું જીવન તમે જીવ્યા છો ખરા?”
  વારંવાર યાદ અપાવવું પડે તેવું સૂત્ર

 5. સુનીલ શાહ જુલાઇ 25, 2008 પર 12:32 એ એમ (am)

  અદભુત…! સુડોકુની રમતને જીંદગી અને તેના પડકારો સાથે ગુંથવાની તમારી રીત સ્પર્શી ગઈ.

 6. shvas સપ્ટેમ્બર 20, 2008 પર 3:22 એ એમ (am)

  જીવન યથાર્થ જીવ્યાનો આનંદ છે. હવે કોઈ તર્કની જરુર નથી. હવે કોઈ ચાવીઓની જરુર નથી. જીવનનો , સુડોકુનો આ ખેલ સફળતાથી તમે ખેલ્યા છો. બધી કસોટીઓમાંથી સર્વાંગ સાચી રીતે પાર ઉતર્યાની ગરીમા છે.
  ખરેખર આ જ તો જીવન રૂપી ખોરાક નો સંતોષરૂપી “ઓડકાર” છે.
  સુંદર રચના, મને બ….હુ…જ… ગમી

 7. dipak જાન્યુઆરી 10, 2009 પર 9:02 એ એમ (am)

  DADA……..what a nice & touchy article.I don’t have word to express it.Thanx for mail.Keep continue it.

 8. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 19, 2010 પર 3:29 પી એમ(pm)

  મેં મારા ડીપ્રેશનનો ઘણો ખરો સમય સુડોકુની પઝલ ઉકેલવામાં કાઢ્યો છે. જીવનની પઝલનો આનંદ તો છેલ્લી ક્ષણે ખબર પડે સુડોકુનો તો તરત મિનિટોમાં !

 9. Pingback: સુડોકુ, ભાગ – ૨ : એક અવલોકન « ગદ્યસુર

 10. Pingback: સુડોકુ , ભાગ -૩ – એક અવલોકન « ગદ્યસુર

 11. Pingback: સુડોકુ – કોલાજ « ગદ્યસુર

 12. Deejay ઓગસ્ટ 8, 2011 પર 6:32 પી એમ(pm)

  સુડોકુના ખાના ભરતાં ભરતાં ઉકેલ ન મળતાં અધવચ્ચે પડતાં મુક્યાં છે. પણ જીવનના ૭૫ ખાનાનો ઉકેલ રમતા રમતા મળી ગયો.પણ હવે બાકી રહેતા ખાનાઓની ચાવીઓનો ઉકેલ એકલા હાથે મુશ્કેલ જણાય છે.ઈશ્વરેચ્છા બળવાન છે.

 13. Pingback: સુડોકુ – ભાગ ૪ , એક અવલોકન « ગદ્યસુર

 14. Pingback: સુડોકુ ભાગ -૫ ; એક અવલોકન « ગદ્યસુર

 15. Pingback: ભુલભુલામણી – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: