સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બજારમાં એક અનુભવ – નીતા કોટેચા

      કાલે જરા બહાર જવાનું થયુ.  રસ્તા પર ચાલતી હતી અને બધુ જોતી હતી. ત્યાં એક રીક્ષાવાળાએ પાનની પીચકારી ફેકી. અને ત્યારે જ હું ત્યાંથી પસાર થઈ.  અને મારા કપડાં પર રંગાટીકામ થઈ ગયું.  મે એની સામે જોયું.  એણે ગલવાઈ જઈને ‘ સોરી!  સોરી! ”  કહ્યું.

      મે કહ્યું :  “ભાઈ, તેં મને આજે સોરી તો કહી દીધું; અને હું તને માફ પણ કરી દઈશ. પણ એક શરત છે. જો તુ ઈ માને તો ? “

       બીચારાની હાલત એટલી તો ખરાબ હતી કે એણે કહ્યુ : ” બધું મંજુર છે. “

        મે કહ્યુ “ઠીક છે. તો સાંભળ, તને ના નથી કોઈ વાતની. તું અત્યારે જેના પર થુંક્યો છે એ તને કોઇ ફરીયાદ નથી કરતી. પણ  દરરોજ તું જેટલી વાર, જેની ઉપર થુંકે એટલી વાર તારે એની માફી માંગવાની.  તુ મને આટલું વચન આપ, તો હુ તને માફ કરું.” 

        એ સમજ્યો નહીં.

        મે કહ્યુ : “તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી. અને તુ તારી માતાના ખોળામાં જ બધું કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમથી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તેં એના મોંઢા ઉપર કોઇ દીવસ થુંક્યુ હોત, તો એ પણ એક તમાચો તને ઠોકી ન દેત? તો આ ધરતીમાતા ઉપર તુ રોજ કેમ આટલું થુંકે છે?  એ તારો આટલો ભાર ઉપાડે છે, અને તુ એનો ઉપકાર માનવાની બદલીમાં હજી આવી રીતે વર્તે છે? “

         આ વાત કેટલાં વર્ષો પહેલાં બાપુની કથામાં સાંભળી હતી જે તે દીવસે કામ લાગી ગઈ.

         એ નીચું મોઢુ કરીને સાંભળતો હતો.  ત્યાં થોડી ભીડ પણ જમા થઈ ગઈ હતી. એમાં કેટલા સારા ઘરનાં ગુજરાતી લોકો પણ હતાં. જેમનાં મોઢામાં પાન અને મસાલાના ડુચા હતાં, એ બધાએ, એ બધું ગળાની નીચે પધરાવી દીધું.  મને એમ થયુ કે ,’ ચાલો! મારુ બોલવુ સફળ થયું.’

         કાલે યાદ રહેશે કે નહીં તેની ખબર નથી; પણ આજે તો અસર થઈ. આવું કેટકેટલું આપણી આજુબાજુ  થતું હોય છે ? પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ.  તો શુ આપણે પણ એના જેટલાં જ ગુનામાં નથી?  આપણે કદી વીચારીએ છીએ કે, ‘આપણો દેશ બહારના દેશ જેટલો કેમ સાફ સુથરો નથી?  તો એને સાફ રાખવામાં આપણી કોઈ જવાબદારી જ નહી? ‘

            જ્યારે આપણાં બાળકો બહારનાં દેશમાં એક વાર જઈને આવે છે; પછી એમનેં ભારત દેશ ગમતો નથી.  આમાં ખાલી સરકારને દોશ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મળીને કાંઈક કરવુ પડ્શે. ચાલો કદાચ બહારના લોકો સાથે ચર્ચા કરવી આપણને ન ફાવતી હોય. પણ કમસે કમ આપણાં બાળકો અને આપણાં સંબધીઓ સાથે બેઠાં હોઈએ;  ત્યારે આ ચર્ચા તો કરી શકીએ ને ?

           આપણો ભારતદેશ મહાન છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો આપણે બધાં થોડી થોડી જવાબદારી ઉપાડી લઈએ તો? 

–   નીતા કોટેચા  

( તેનો બ્લોગ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો. )

     આ સ્વાનુભવ નીતાના બ્લોગ પર મેં વાંચ્યો ત્યારે જ તેણે મારી ઉપર બહુ જ અસર કરી હતી. બજારની વચ્ચે આ હીમ્મત અને સુઝ બતાવવા બદલ તેને અભીનંદન. નીતાએ મને અહીં તે મઠારીને ફરીથી પ્રકાશીત કરવાની અનુમતી આપી છે;  તે બદલ હું તેનો રુણી છું.  હું તો  સાત વરસથી અમેરીકામાં રહું છું અને આવી વાત કરું તો ઘણાંને કદાચ ન પણ ગમે. પણ નીતા તો જન્મથી જ મુંબાઈમાં છે; અને ભારતની બહાર તેણે કદી પગ પણ મુક્યો નથી. 

     તમને લાગે છે કે, નીતાની વાત સાચી છે?

9 responses to “બજારમાં એક અનુભવ – નીતા કોટેચા

 1. Girish Desai માર્ચ 15, 2008 પર 7:04 એ એમ (am)

  શ્રી, નીતાબહેનને મારા તરફથી હાર્દિક ધન્યવાદ.
  ઍમની આ વાત અને ઍમના વર્તન સીવાય વધુ સારું અને સાચું શું હોઈ શકે ?
  વળી હું માનું છું કે ઍમણે આપેલો આ જીવન મંત્ર પેલો રીક્ષા વાળો તો જરુર અપનાવી લેશે પરંતુ પેલા કહેવાતા ભણેલા ગણેલા થૂંક ગળી જનારા સજ્જનોને ગળે આ મંત્ર ઉતરશે કે કેમ એની મને શંકા છે.અને અફસોસ પણ.

 2. Rajendra Trivedi, M.D. માર્ચ 15, 2008 પર 7:33 એ એમ (am)

  નીતાબહેનને હાર્દિક ધન્યવાદ.

  “નાનો હતો ત્યારે તને ખબર ન હતી.
  તુ તારી માતાના ખોળામાં જ બધું કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમથી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી.

  જો તેં એના મોંઢા ઉપર કોઇ દીવસ થુંક્યુ હોત, તો એ પણ એક તમાચો તને ઠોકી ન દેત?

  આ ધરતીમાતા ઉપર તુ રોજ કેમ આટલું થુંકે છે?

  એ તારો આટલો ભાર ઉપાડે છે, અને તુ એનો ઉપકાર માનવાની બદલીમાં હજી આવી રીતે વર્તે છે? “

  HOW TRUE!

  WHEN ANIMAL DO KNOW WHY MAN HAS HARD TIME FOR SELF RESPECT!

  GEETARAJ,
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 3. Rekha Sindhal માર્ચ 15, 2008 પર 8:47 એ એમ (am)

  પ્રેમ અને શાંતિથી કરેલી કોઈ પણ વાત નકામી નથી જતી પણ મૂળ વાત એ છે કે સમૂહના પ્રશ્નોને આપણે આપણા નથી ગણતા.નીતા માટે માન થાય છે.

  રેખા સિન્ધલ
  નેશવીલ, ટેનેસી

 4. Nishendu માર્ચ 15, 2008 પર 9:05 એ એમ (am)

  Long live Mahtma Gandhi. I will think twice about sptting anywhere!

 5. neeta માર્ચ 15, 2008 પર 10:26 એ એમ (am)

  thanksssssssss dadaji,aapne mari vat e yogya lagi k j tame tamara blog ma ene sthan aapiu..
  ane badhano khub khub aabhar

 6. pragnaju માર્ચ 15, 2008 પર 10:59 એ એમ (am)

  આવી નાની- પણ મોટી વાતની અસર તો થાય છે જ
  સૂરતમાં સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી
  અને
  નબર એક સ્વચ્છ શહેર તરીકે ગણાયું.

 7. MAHESHCHANDRA NAIK માર્ચ 17, 2008 પર 2:07 પી એમ(pm)

  It has remind me of one article of Shri Abdul Kalam Azad, former President of our country and Scientist. It is thought provoking for all of us whatever may be the age. Thank you for coverage in your blog,
  Maheshchnadra Naik

 8. Amit Pandya માર્ચ 21, 2014 પર 2:24 પી એમ(pm)

  hu pan 1 var jeep ma safar karto hato.ane gadi ma 1 bhai sheet ni pachal thukto hato karan karan k jeep bharel hati.1 var to mara thi sahan thau pachi na thau .hu tene boli saku tem na hato karan k te mathabhare manas hato.ane te thukava gayo ne me tenu thukh hath aado karine ne mara hath ma lai leto hasta hasta.pachi to cricket jami.hasta hasta bol no catch pakdu tem thuk pakdto.ane pachi akhre tene mafi mangi.tame atla prthistit thai gaya hov cho k tame lakhi ne sher kari sako cho.amari umar nam kamava ma j puri thai jay che.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: