શીયાળો લગભગ પુરો થયો છે. સવાર હવે વહેલી પડતી જાય છે અને રાત દુર ભાગતી ચાલી છે. વસંત હવે અબઘડી આવી પુગવાની છે. ઓતરાદા વાયરાનું જોર ઓછું પડતું જાય છે અને દખણાદા વાયરા ખોંખારા કરી રહ્યા છે. છતાં હજી ઠંડીએ હાર સ્વીકારી નથી. હજુ ત્રણ દીવસ પહેલાં તો મોસમનો એકમાત્ર સ્નો પણ પડી ચુક્યો છે.
અને એવામાં રસ્તાની બાજુએ એ પાંચ સાત ઝાડ તરત દુરથી નજરે ચઢી ગયાં. એમની ચેતનાને બીજાં ઝાડ કરતાં વસંતના આગમનની જલદી ખબર પડી ગઈ હતી. અને વસંતના આગમનના હરખમાં, તેના અતીરેકમાં તેણે પાંદડાં સજાવવા પહેલાં ફુલો સજાવી લીધાં હતાં. મને તેનું નામ ખબર નથી પણ તેની સુકાયેલી ડાળીઓએ વસંતના છડીદાર બની સફેદ દુધ જેવાં ફુલોનો નજારો કર્યો હતો. આ હરખપદુડા ઝાડ બીજા બધાંથી સાવ જુદા પડી જતા હતા. દર સાલ એનો આ જ ક્રમ. આપણે પણ આ સીગ્નલને વધાવી વસંતોત્સવ માણવા તૈયાર થવા માંડીએ.
…….
અમુક માણસો પણ આવા નથી હોતા? એમનો ઉત્સાહ કાબીલેતારીફ હોય છે. કોઈ પણ, કોઈની પણ સારી વાત સાંભળે કે જુએ અને તેમનો ઉત્સાહ અને આનંદ છલકાઈ પડે.
અને અમુક તો પેલા એવરગ્રીન – હરીતપર્ણધારી જેવા. એમનો આનંદ અને લીલાશ હમ્મેશ એક સરખાં જ રહે. એમના જીવવાના આનંદને કોઈ ઓતરાદા વાયરા ઝાંખો પાડી ન શકે.
પણ મોટા ભાગના આપણા જેવા, સહેજ ઠંડી પડી ; જીવનમાં તકલીફ આવી અને મુરઝાઈ જાય. એમની ચામડી ઝાડની ડાળીઓની જેમ તતડી ઉઠે.
ગમે તે પ્રક્રુતી હોય – વસંત એટલે વસંત. એ તો બધાંયને પુશ્પધારી કરી દે.
Like this:
Like Loading...
Related
ગમે તે પ્રક્રુતી હોય – વસંત એટલે વસંત. એ તો બધાંયને પુશ્પધારી કરી દે.સાચી વાત
વસંત ક્યાંક કથા-વિરહ તો ક્યાંક મોજ મસ્તી માટે આવે છે. તેનું આગમન નીરસ જનજીવનમાં ચૈતન્યતાનું પ્રતીક છે, નવા સર્જન, સુંદરતા અને પ્રેમની રજુઆતના બહાને વસંતનું શુભ આગમન હવામાં એક અનોખી માદકતા અને મીઠા મધુરા આળસને સામેલ કરે છે.
ત્યારે એવાં પણ આવે
અમે રક્ત સીંચી, અમે પ્રાણ રેડી,કર્યું મુક્ત જેને સદા પાનખરથી.વસંત આવી ત્યારે હવે એજ ઉપવન અમારા જ માટે દિવાલો ચણે છે. છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
વરસે જો ઝાકળના બિંદુ જ અડે. !!
વસંત – આ ઋતુએ કેટકેટલાં લોકોને ઘેલાં કર્યાં હશે? સૃશ્ટીનું પરમોત્તમ પ્રદાન – વસંત.
Pingback: વસંત – રિયર વ્યૂ મિરરમાં « ગદ્યસુર
Pingback: » વસંત – રિયર વ્યૂ મિરરમાં » GujaratiLinks.com