સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મદદ

એક સત્યકથા – મુળ અંગ્રેજી ઉપરથી

      સાંજ ઢળવાની તૈયારી હતી. બ્રાયન એન્ડર્સન હાઈવે પરથી પુરપાટ ગાડી હંકારીને જઈ રહ્યો હતો. ત્યાં તેણે દુર શોલ્ડર ઉપર એક ગાડી અને તેની બાજુમાં એક વ્રુધ્ધ સ્ત્રીને ઉભેલી જોઈ. તે હાથ હલાવી મદદ માંગી રહી હતી. પણ કોઈ તેને જોઈ રોકાતું ન હતું.  બ્રાયને ગાડી ધીમી પાડી, અને તેણીની ગાડીની પાછળ પોતાની કાર ઉભી રાખી. તેણે જોયુ કે તે સ્ત્રીની કારના પાછલા ટાયરમાંથી હવા નીકળી ગયેલી હતી. ઠંડીના સુસવાટા કરતાં પણ વધારે તો તે ભયથી ધ્રુજી રહી હતી. તેના મોંના હાવભાવ ઉપરથી બ્રાયન માટેનો અવીશ્વાસ પણ વાંચી શકાતો હતો.

      બ્રાયને કહ્યું ,” ચાલો, ગાડીની ટ્રન્ક ખોલો. અને તમે કારમાં બારણું બંધ કરી બેસી જાઓ. “

      મેરી કારમાં બેસી ગઈ, અને બ્રાયન કામે લાગ્યો. તે મીકેનીક હતો અને તેને માટે આ કામ તો સાવ રમત જેવું હતું. વીસેક મીનીટમાં તો બધું કામ પતી ગયું. બ્રાયનના હાથ અને કપડાં મેલાં થઈ ગયાં હતાં.

       મેરીએ હવે બારણું ખોલ્યું અને આભાર વ્યક્ત કર્યો અને પુછ્યુ,” ભાઈ, આ મદદ માટે હું તને શી રકમ આપું? તું શરમાયા વગર મને કહે. તું જે કહેશે તે રકમ હું તને આપીશ. જો તારી મદદ ન મળી હોત તો આ ઠંડી રાતમાં હાઈવે પર મારી શી વલે થઈ હોત? એક કલાકથી હું આમ હાથ હલાવતી ઉભી હતી; પણ કોઈએ ગાડી ન થોભાવી. તેં મને મોટા સંકટમાંથી બચાવી લીધી છે.”

       બ્રાયને કહ્યું ,” ના, બહેન ! મારે કાંઈ લેવાનું નથી. સંકટમાં આવેલાની મદદ કરવી તે તો ભગવાનનું કામ છે. તેનું કોઈ વળતર ન લેવાય. “

       મેરી : ” ના તારે કાંઈક તો લેવું જ જોઈશે.”

        બ્રાયને કહ્યું,” તો એક કામ કરો. તમે મને વચન આપો કે, તમે પણ મુશ્કેલીમાં આવેલ કમસે કમ એક વ્યક્તીને મદદ કરશો.”

        મેરીએ ગળગળા સાદે તેને આ વચન આપ્યું. તેને તો બ્રાયન દેવદુત જેવો લાગ્યો. તે ગાડી હંકારીને દુર ન ગઈ ત્યાં સુધી બ્રાયન તેને જોતો રહ્યો. તેને પોતાની બહુ વહાલી માતા જેવી સ્ત્રીને મદદ કર્યાનો આનંદ હતો.

        મેરી ગાડી હંકારતી આગળ ગઈ. ત્રીસેક મીનીટ બાદ એક નાનું ગામ આવ્યું, જ્યાં એક ગેસ સ્ટેશન અને નાનીશી રેસ્ટોરન્ટ હતાં. મેરી તાજી થવા અને થોડો નાસ્તોપાણી કરવા ત્યાં રોકાઈ. એક વેઈટ્રેસ તેની પાસે આવી અને તેની પાસેથી ઓર્ડર લીધો. ગરમાગરમ નાસ્તો અને કોફી થોડી વારમાં તે લાવી. મેરીએ નાસ્તાપાણી પતાવી બીલ માંગ્યું. હવે તેના ધ્યાનમાં આવ્યું કે ફ્લોરેન્સ ગર્ભવતી હતી. તેની અનુભવી આંખો એ પણ કળી શકી કે, ફ્લોરેન્સને ને આઠમો મહીનો જતો હતો. જો કે, તે પ્રસન્ન વદને પોતાનું કામ કર્યે જતી હતી; પણ તેના અંતરને કોરી ખાતી કોઈક વ્યથા અને ચીંતા મેરીના ધ્યાન બહાર ન રહી. તેને તરત ખ્યાલ આવી ગયો કે, ‘કેવીક મજબુરીના કારણે આટલી છેવટની ગર્ભાવસ્થામાં પણ તેને કામ કરવું પડે છે.’

        ફ્લોરન્સ બીલ લઈને આવી. મેરીને તરત બ્રાયન અને તેને આપેલું વચન યાદ આવ્યાં. ‘ધરમના કામમાં ઢીલ શું કામ કરવી? ‘ તેમ વીચારી બીલની ચુકવણી માટે મેરીએ સો ડોલરની નોટ મુકી. ફ્લોરેન્સ બાકીની રકમ લઈને પાછી આવી; એટલામાં તો મેરી ગાયબ થઈ ગઈ હતી. ફ્લોરેન્સે બીલ મુકેલું હતું તે ડીશ ઉઠાવી, તો તેની નીચે તેને બીજા નવસો ડોલર અને એક ચીઠ્ઠી મળ્યાં.

       ચીઠ્ઠીમાં લખ્યું હતું, ”મને કોઈકે મદદ કરી હતી, તે શ્રુંખલા ચાલુ રાખવા આ રકમ તારી પ્રસુતી માટે વાપરજે; અને મદદની આ શ્રુંખલા ચાલુ રાખજે.”

        ફ્લોરેન્સને તો જાણે દયાની દેવી સાક્ષાત મળી હોય તેવો આનંદ થયો. કામ પતાવી રાતના બાર વાગે તે પોતાના ઘેર પાછી વળી. તેનો પતી ચીંતાતુર વદને તેને નીહાળી રહ્યો. એક સાંધે ત્યાં ચાર તુટે તેવી, તેમના સંસારની હાલતમાં નવા આવનાર બાળકનું સ્વાગત શી રીતે કરવું, તેની ચીંતા તેને કોરી ખાતી હતી.

       પણ ફ્લોરેન્સે તો આનંદવીભોર બનીને કહ્યું, “ બ્રાયન ! જો તો ખરો! આપણા બધા પ્રશ્નો દયાની એક દેવીએ ઉકેલી દીધા છે. જો આ હજાર ડોલર ! “

11 responses to “મદદ

 1. Chirag Patel માર્ચ 25, 2008 પર 8:53 એ એમ (am)

  True. There is something which monitors all works and repays the result 🙂

  I also remembered Swami Vivekananda’s words: you are not helping others. By helping others, you are helping yourself.

 2. pragnaju માર્ચ 25, 2008 પર 9:04 એ એમ (am)

  “મને કોઈકે મદદ કરી હતી- અને મદદની આ શ્રુંખલા ચાલુ રાખજે.” કેવી સુંદર વાત- અનુભવેલી વાત

 3. અનિમેષ અંતાણી માર્ચ 25, 2008 પર 11:14 પી એમ(pm)

  એક વખત એક હોટલમાં એક માણસને બિલ ચુકવતી વખતે ખબર પડી કે તે પર્સ ઘરે ભૂલી ગયો છે! હોટલવાળો માનવા તૈયાર નહીં ‘નાટક કરે છે’ ‘શર્ટ ઉતારીને આપી દે!’ એવા વાક્યો સંભળાયા. વેઈટરોને હાથ સાફ કરવાનો મોકો મળશે એ આશાએ બાંયો ચડાવવા લાગ્યા. બાકીના લોકો આ તમાશો જોવા લાગ્યા ત્યારે એક સજ્જ્ન ઊભા થયા અને તેમણે તેનું બિલ ચૂકવી આપ્યું અને કહ્યું કે “મદદની આ શ્રુંખલા ચાલુ રાખજે” કહેવાની જરુર ખરી કે તેઓ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા હતા!

 4. jjugalkishor માર્ચ 26, 2008 પર 12:21 એ એમ (am)

  આપણે બાળકોને સંગીતખુરશીની રમત શીખવીએ છીએ – ગૌરવભેર. એ રમત ખુરશી કહેતાં સત્તા વગેરે દોડીને મેળવી લેવાની રમત છે. એમાં જરુર પડ્યે ધક્કો મારીને પણ જગ્યા પડાવી લેવાતી હોય છે…

  આવી વાર્તાઓ બતાવી આપે છે કે આ ફક્ત વાર્તાઓ નથી પણ જીવનના જ અનુભવોની ગાથાઓ છે જે બનતી જ રહે છે જેમાં મદદ કરવાની કામગીરી હોંશ્ભેર થતી રહે છે !

  જીવનમાંથી વાર્તાઓ પ્રગટે છે એમ જ આવી વાર્તાઓ પ્રેરણા પાઈને જીવન ઘડનાર બની રહે છે.

 5. sunilshah માર્ચ 26, 2008 પર 7:33 એ એમ (am)

  ખુબ સુંદર.. પ્રેરણાદાયી ઘટના.

 6. Dr. Chandravadan Mistry સપ્ટેમ્બર 8, 2008 પર 11:46 એ એમ (am)

  Please read inspiring in the above comment….
  And additional comment>>>
  A timely help to a needy is worth a million !

 7. Pingback: બ્રાયન ઍન્ડરસન અને “ગદ્યસુર” « શબ્દસ્પર્શ

 8. ગોવીંદ મારૂ નવેમ્બર 26, 2008 પર 3:46 એ એમ (am)

  આ સત્યકથા ખુબ જ સુંદર અને હ્ર્દયને સ્પર્શી ગઇ. દરેક વ્યકતી અનુસરે તો….
  ગોવીંદ મારૂ
  http://govindmaru.wordpress.com/

 9. Pingback: બની આઝાદ – સેવા | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: