સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પહેલો પગાર

मेरे गुलशनकी फीजाओमें बहार आ जाये
पहली तारीखसे पहले पगार आ जाये.

     પહેલી તારીખની પગારદાર માણસ કેવી આતુરતાથી રાહ જોતો હોય છે? પે-સ્લીપ એ સામાન્ય માણસના જીવનનો સૌથી વધુ ગમતો કાગળ હોય છે. ઓફીસના ટેબલ પરના ઇન-બોક્સમાં આવતો તે સૌથી વધુ ચીત્તાકર્શક કાગળ હોય છે. પ્રીયતમાના પ્રેમપત્રની જેમ તેની આતુરતાપુર્વક રાહ જોવાતી હોય છે.

      પણ જીવનનો પહેલો પગાર તો સૌથી સુખદ ઘટના હોય છે. અહીં મારા પહેલા પગારની વાત કરવાની છે.

      મારી બાવીસ વરસની એ ઉમ્મર સુધી મને રુપીયા મેળવવાનો  ખાસ અનુભવ ન હતો. બેસતા વરસની બહોણી કે, જન્મદીને ચાર આઠ આનાની બોણી કે, મામાને ઘેર શ્રાધ્ધનું જમવા ગયા હોઈએ ત્યારે ભાણીયાને દાનમાં અપાતા ચાર આઠ આના.. આ સીવાય પોતાની આવક શું કહેવાય તેનો કોઈ પ્રત્યક્ષ ખ્યાલ મને ન હતો.

      હું મારા ભણતરના છેલ્લા વર્શની છેલ્લી પરીક્ષા આપીને મે વેકેશનની આરામદાયક પળોમાં લાયબ્રેરીની ચોપડી વાંચી રહ્યો હતો; ત્યાં રાજામુન્દ્રીથી મોટાભાઈનો તાર આવ્યો કે, ’પેપર મીલમાં સુરેશની નોકરી પાક્કી છે. તેને તરત અહીં મોકલી આપો.’ અને આપણે તો બાપુ ઉપડ્યા. એ મુસાફરીની વાત તો અગાઉ કરેલી જ છે. ( તે વાંચવા અહીં ‘ક્લીક’ કરો. )

       પહેલી નોકરી મેળવવી કેટલી દુશ્કર હોય છે? પણ મને તો ભાઈની લાગવગથી, મારો કોઈ અનુભવ ન હોવા છતાં અને કોઈ અરજી કર્યા વીના નોકરી મળી ગઈ. આપણે તો બાપુ નોકરીયાત બની ગયા – અલબત્ત શીખાઉ તરીકે જ તો. કશું કામ કરવાનું હતું જ નહીં. નવી મીલ બની રહી હતી, અને હજુ તો સીવીલ કામ ચાલતું હતું. અમારું મીકેનીકલ મશીનરી ગોઠવવાનું કામ તો બે મહીના પછી શરુ થાય તેવી વકી હતી. એટલે અમે નવાસવા ચાર પાંચ શીખાઉઓને ફેક્ટરી અને મશીનરીના ડ્રોઈંગનો અભ્યાસ કરવાનું કહ્યું હતું. નવોસવો ધસમસતો ઉત્સાહ અને સરખે સરખાની સંગત. વસંતમાં ગુંજતા ભમરા જેવો તરવરાટ અમારા હોવાપણામાં છલકાતો હતો. વળી કંટાળીએ એટલે એકબીજાને ભાશા શીખવવાનું પણ માથે લીધું હતું. હું આન્ધ્રવાસીઓને હીન્દી શીખવતો, અને એ લોકો મને તેલુગુ.

       પણ બધાના દીલમાં ખરેખરી આતુરતા હતી – પહેલો પગાર મેળવવાની. હું તો 31મી મેના દીવસે જોડાયો હતો. એટલે મને તો એમ કે, ‘થોડોજ એક દીવસનો પગાર મળે? આવતા મહીને જ મળશે’. એક બે જણ બે ત્રણ મહીનાથી જોડાયેલા હતા. અને છેવટે મારે માટે નસીબદાર એ સાતમી તારીખ આવી પહોંચી. હવે વાત જાણે એમ છે કે, અમારી એ મારવાડી કમ્પનીમાં પગાર પહેલી તારીખે નહીં પણ પછીના મહીનાની સાતમી તારીખે થતો. એટલે પહેલી તારીખ નહીં પણ સાતમી તારીખનો બધાને ઈંતજાર રહેતો. બીજા મીત્રો તો પગાર લેવા ઉપડ્યા. હું તો મારી ખુરશી પર બેસી રહ્યો હતો. ત્યાં એક અનુભવીએ કહ્યું ,” અલ્યા, જાની! ચાલ તનેય કદાચ પગાર મળશે.”

      આપણે તો બાપુ! હરખમાં અને નવીસવી ઉત્કંઠાથી તેમની સાથે જોડાયા હોં! અમારું બધું હાઉસન જાઉસન ચીફ કેશીયર શ્રી. લાહોટીજીની પનાહમાં પહોંચી ગયું. અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા. હવે ત્યાં એવી સીસ્ટમ કે, બધાને પગાર રોકડો જ મળે. ગમે તેવો મોટો ઓફીસર ના હોય! હા, જનરલ મેનેજર જેવાને લાહોટીજી જાતે તેમની ઓફીસમાં જઈને આપી આવે. પણ મારા ભાઈ જેવા ચીફ એન્જીનીયરને પણ એ લાઈનમાં ઉભા રહેવું પડતું.

       લાહોટીજીની પ્રશંસા કરતા બધા લાઈનમાં ઉભા હતા. એક જુના જોગી બોલ્યા,” અરે, ભાઈ, નોકરી ભલે સોમાણીજીની કરીએ; પણ લક્ષ્મી તો લાહોટીજીની મહેરબાનીથી જ મળે.” લાહોટીજીને પણ આ પ્રશંસા બહુ જ ગમતી. અને ધીરજના અંતે મારો વારો આવ્યો. કપાળમાં મોટ્ટો ચાંલ્લો કરેલા લાહોટીજીએ તેમના નાકની છેક કીનારે ઉતરી આવેલા ચશ્માની ઉપરથી ચુંચી આંખે મારી તરફ નજર કરી; આ નવા નક્કોર પ્રાણીને ધ્યાનથી નીહાળ્યો અને વદ્યા,” वो सीवील ईन्जीनीयर जानी सा’बके छोटे भाई होते हो ना?!”

      મેં ગભરાતાં ગભરાતાં ડોકું ધુણાવી હા પાડી. અને તરત લક્ષ્મીનારાયણ સોમાણીના એ સેવકે પગાર પત્રકમાં પહેલાં મારી સહી લીધી, અને પછી એક દીવસના પગારના બરાબર અઢાર રુપીયા પકડાવી દીધા. મારો એ પહેલો પગાર હાથમાં આવતાં વીજળીના તારને અડ્યો હોઉં એવી ઝણઝણાટી મારા અંગ પ્રત્યંગમાં વ્યાપી ગઈ. એ નવી નક્કોર નોટોનો સુંવાળો સ્પર્શ અને તેની મીઠ્ઠી સુગંધ મનને તરબતર કરી ગઈ. નોટો ગણવા જેવી ધીરજ જ ક્યાં હતી? હું તો લાઈનમાંથી બહાર જવા નીકળ્યો. તરત લાહોટીજીએ ટપાર્યો,” एय, लडके! हमेश रुपीया गीनना सीख.” બાપાએ શીખવાડેલું એ અમદાવાદી જ્ઞાન લાહોટીજીએ તાજું કરાવી દીધું.

      અને મનમાં નક્કી કરી રાખ્યું હતું તેમ, પગારની આ માતબર રકમ ખીસ્સામાં ઘાલીને હું તો મીલના કમ્પાઉન્ડની બહાર આવેલી પોસ્ટ ઓફીસમાં પહોંચી ગયો. અમદાવાદથી નીકળ્યો ત્યારે મારા બાપુજીએ સુચના આપી હતી કે, પહેલો પગાર આવે તેમાંથી થોડીક રકમ બહેનો માટે મોકલજે. મેં પંદર રુપીયાનો મનીઓર્ડર મારી આ પહેલી કમાણીમાંથી બહેનોના નામે મોકલી આપ્યો. બાકી રહેલી રકમ ઘેર જઈ સીધ્ધી ભાભીના હાથમાં મુકી દીધી. મને ખીસ્સાખર્ચ કરવાની કોઈ જ ટેવ ન હતી. ઉલટાનું હવે ઘરખર્ચમાં ભાગીદાર થયાનું મને ગૌરવ હતું. ભાભીએ ના લીધા અને કહ્યું , “આમાંથી બજાર જઈ સાંજે આઈસક્રીમ લઈ આવજો.” અને એ જમાનામાં ત્રણ જણા ખાઈ શકે એટલો આઈસક્રીમ મળતો પણ ખરો.

      તમને થશે કે, ‘લો, વાત પુરી થઈ.’ પણ ખરી મજાની વાત તો હવે મારા બીજા (!) પહેલા પગારની કરવાની છે.

      પેપર મીલમાં છ માસ નોકરી કર્યા બાદ મને અમદાવાદમાં જ નોકરી મળી ગઈ – અંગ્રેજ કમ્પનીમાં, ઘર આંગણે, કોઈ તાલીમ માટે નહીં પણ સીધી નીમણુંક  અને લટકાના પાંત્રીસ રુપીયા વધારે પગારથી.  ત્યાં પણ હું 30મી નવેમ્બરે જોડાયો. પણ આ થોડી દેશી મારવાડી પેઢી હતી? બધા ફટાફટ અંગ્રેજીમાં જ વાત કરે. અને મારા જેવા મગન માધ્યમમાં ભણેલાને તો બહુ લઘુતા લાગે. કોઈની જોડે વાત કરવાની પણ હીમ્મત નહીં. એક વાક્ય અંગ્રેજીમાં બોલતાં ફેં ફેં થઈ જાય.

      અહીં તો ડીસેમ્બરની સાતમી તારીખ પસાર થઈ ગઈ; પણ પગારની કોઈ વાત જ નહીં. કોઈને પુછાય પણ શી રીતે? હું તો બાપુ મનમાં અમે મનમાં મુંઝાઉં. મારી નીમણુંક કમ્પનીના મોટા સાહેબો બેસતા હતા તે માળ ઉપર ટેક્નીકલ આસીસ્ટન્ટ તરીકે થઈ હતી. મારા જેવા નાનાં મગતરાં ત્યાં કોઈ ન હતાં. મને બહુ જ મુંઝારો થતો.

      હવે તો છેક સત્યાવીસમી તારીખ પણ આવી ગઈ. મને મળતી ટપાલમાં સરસ ટાઈપ કરેલી પે સ્લીપ આવી ગઈ. પણ પગાર પત્રકમાં સહી ક્યારે કરાવશે અને ક્યારે નવી નક્કોર નોટો મારા હાથમાં મળશે, તે ઉચાટ. કોને પુછું? છેક જાન્યુઆરીની સાતમી તારીખ આવી ગઈ; પણ માળા કોઈ પગાર આપવાની વાત ન કરે. મને થયું, ‘આના કરતાં પેલા બાપની ગરજ સારે તેવા, દેશી લાહોટીજી સારા.’

       છેવટે હીમ્મત કરીને અમારી ઓફીસનો પટાવાળો ચા આપવા આવ્યો હતો, તેને બીતાં બીતાં મારી હરકત જણાવી. એ તો બાપુ હસી પડ્યો.

      તેણે મને કહ્યું,” અરે, સાહેબ! તમે તો ઓફીસર કહેવાઓ. તમને થોડો અમારી જેમ કવરમાં રોકડો પગાર મળે? એ તો ગયા મહીનાની પચીસમી તારીખે તમારી બેન્કના ખાતામાં જમા થઈ ગયો હશે.”

      હું તો આ વાત માની જ ન શક્યો. પહેલી તારીખની પહેલાં પગાર પચીસમીએ – પાંચ દીવસ વહેલાં?  મને તો ‘ન ભુતો ન ભવીશ્યતી’  અથવા  ‘ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’ જેવી આ વાત લાગી.

      જેવી બપોરની રીસેસ પડી કે તરત ઓફીસની બાજુમાં આવેલી મારી બેન્ક્માં હું તો પહોંચી ગયો. તપાસ કરી તો ખરેખર પટાવાળાએ કહ્યું હતું, તેમ ડીસેમ્બરની પચીસમી તારીખે મારો પગાર જમા બોલતો હતો. મનમાં થયું, ‘ ભઈ, વીલાયતી ઈ વીલાયતી!’  

       મને ખુશી તો થઈ. પણ લાહોટીજીના હાથેથી મળેલા એ અઢાર રુપીયાનો સ્પર્શ ક્યાં;  એ સુગંધ ક્યાં; અને એ બાપની મમતા જેવી સલાહ ક્યાં? પછી તો હજારો રુપીયાના પગાર સુધી પહોંચ્યો પણ … એ પહેલો પગાર તે પહેલો પગાર , એની કોઈ મીસાલ જ નહીં.

25 responses to “પહેલો પગાર

 1. Saawan Jasoliya માર્ચ 29, 2008 પર 3:43 એ એમ (am)

  Sureshjee.

  AGREE.
  પણ … એ પહેલો પગાર તે પહેલો પગાર , એની કોઈ મીસાલ જ નહીં.

  Regards,
  Saawan

 2. rajeshwari shukla માર્ચ 29, 2008 પર 4:11 એ એમ (am)

  Thanks bhai for yr love for us.Bapuji must have given us….the valuable amount that u sent.The pitai done by you was more valuable for me…the dhabba on back is extremely memorable…
  Thanks again

 3. Pinki માર્ચ 29, 2008 પર 4:29 એ એમ (am)

  hmmmm

  truely……

  first salary is first !!

  ane ema pan rajeshwariben aje pan
  yad karine thanks kaheta hoi to
  e 18/-rs. to dolroma kimat ganvi pade !!

 4. Kakasab માર્ચ 29, 2008 પર 5:17 એ એમ (am)

  કોલેજના પ્રથમ વર્ષના વેકેશનમાં કરેલ નોકરીનો પગાર ૧૨૦૦ રૂપીયા મળ્યો ત્યારે જે ખુશી થઈ હતી એ ખુશી આજે હજ્જારોમાં મળતા પગારથી પણ નથી મળતી, તે પગાર માંથી રૂપીયા ૩૦૦ ની ખરીદેલ ટાઈટનની ઘડીયાળ આજે પણ ૩૦,૦૦૦ ની રોલેક્સ કરતાં પણ વધુ કીંમતી લાગે છે, હજી પણ ક્યારેક એને પહેરીને ૧૭ વર્ષ પહેલાની યાદ તાજી કરી લઉ છું.

 5. pravinash1 માર્ચ 29, 2008 પર 6:18 એ એમ (am)

  Wonderful. I never worked in India. When I received my first pay check. I told my husband
  Let’s take out some money for temple. He adde with love you know , noe onwards the foof on the
  table we get is from your money. No matter what
  money I made he treated me like Queen.
  Sureshbhai you reminded me my those golden days .Thanks

 6. Rajiv Jani માર્ચ 29, 2008 પર 7:00 એ એમ (am)

  Dear Sureshkaka,

  Wonderfully expressed first salary situation.I am sure everyone has similar feelings on their first salary.Nicely presented.Keep it up young man !

 7. MAHESHCHANDRA NAIK માર્ચ 29, 2008 પર 7:08 એ એમ (am)

  Dear Shri Sureshbhai,
  I am very grateful to you for reminding me my “First Salary”. My father used to use word”housan-jousan”(very rarely known by the gujaratis of today) used by you and he also told me that on my first salary I should handover to my mother as she gave me birth for this BEAUTYFUL world, and in token of expressing my gratitude to her & there by we learnt to respect our mother and elderly. GREAT CONTRIBUTION BY YOU!!!!!!

 8. Chirag Patel માર્ચ 29, 2008 પર 7:20 એ એમ (am)

  દાદા,

  મઝાનું વર્ણન કર્યું. પહેલા પગાર સાથે ઘણી બધી યાદો હોય છે.

 9. Harnish Jani માર્ચ 29, 2008 પર 7:23 એ એમ (am)

  Sureshbhai–It’s a wonderful subject–Every one can relate with ur experience-
  My mother wanted to buy Saris for mysisters t from my first salary–I was in other town– She was insisting on the same “Notes-Bills”–she did not want me tosend Money Order.- So month later I traveled home and Carry the first salary–The same currency -and gave it to her-

 10. Rajendra Trivedi, M.D. માર્ચ 29, 2008 પર 8:37 એ એમ (am)

  Dear Bhai Suresh,
  When,K.E.M. Hospital,Mumbai gave me 1st chech as a jr.Registar in Neurological Surgery I took aride back Home.After expressing my wish parents blessed me.
  I went to Kheralu,Gujarat – where, My Grand father Punjiram Ganapatram Trivedi was a known Building Contractor for Srimant Maharaja Sayajirao Gayakawad of Baroda estate and lived there over 200 years ago.
  Our family worshiped Vridavan Mahadev and Ma Mahalakshmiji.
  K.E.M.Hospital earning Check was left for the God.
  Thus, My Check and My life is for the service.

  ઈશ્વર કેટલો દયાળુ હોય છે, તેની સાક્ષાત પ્રતીતી થઈ ગઈ!

  मेरे गुलशनकी फीजाओमें बहार आ जाये
  पहली तारीखसे पहले पगार आ जाये.

  ‘ એ તો એમ જ હોય!
  પોતાના પગ પર ઉભા રહીએ ત્યારે આમ પણ બને, એવું પણ બને! ‘

  વો ભુલી દાસ્તાં ફીર યાદ આ ગયી.

  Refecting after the major life event of February19 -21-29 and now!

  Thanks to all who are connected with me on this land of the universe.

  સાદ આજે ઉધાર લઈ આવો,

  આમ ડૂમાને બ્હાર લઈ આવો.

  દિશાઓ બધી જો ફરી જાય તો શું ?

  ધરા પર અમારો ઈજારોય કાફી !

  A society that is not guided by a spiritually enlightened class of Brahmans is a headless society.
  How can we expect peace and prosperity in such a society?It is not possible.
  Sadly, this is the current state of affairs on this planet.
  We are a headless society.
  It is a society of the blind leading the blind. When a blind man leads another blind men, where do they both end up?
  In the ditch.
  Unless and until the human society takes advantage of the guidance of spiritually enlightened teachers it is doomed to failure.

  Rajendra

  DhavalRajgeera

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org
  *Follow the path of a Visionary Like Padmashree (Late)Dr.Jagdish Kashibhai Patel and Many Unsung Heroes.

 11. virat માર્ચ 29, 2008 પર 10:21 એ એમ (am)

  suresh kaka,
  u r lukey that u got 1st pagar in ur life.but iam not lukey because i am giving salery to others.
  nice presentation 4 first pagar.
  naren mehta
  rajkot

 12. rajeshwari shukla માર્ચ 29, 2008 પર 11:20 એ એમ (am)

  Dear Narenbhai,
  You are 1000times more lucky becoz by giving salary u give happiness and remembrance of valuable moments….

 13. Capt. Narendra માર્ચ 29, 2008 પર 12:55 પી એમ(pm)

  What a lovely journey down the memory lane! Your article not only touched the heart but also transported me to the time when I got my first salary way back in 1952. I would not say how much it was, but for me it was a fortune! Thanks for mailing me your story, Sureshbhai.

 14. pragnaju માર્ચ 29, 2008 પર 3:56 પી એમ(pm)

  આપણામાં કહેવત થઈ ગઈ કે-
  “સેલરી સેવીંગ અને એન્જોય ઓવર ટાઈમ.”
  સેલરી શબ્દ એ રોમન સૈનિકને મીઠું ખરીદવા અપાતી રકમ-
  તેમાંથી કામ કરવા આપવામાં આવતો પગાર માટે પણ તે શબ્દ ચાલુ રહ્યો!
  અમારા ઘરમાં લગભગ ૨૮ વર્શ પહેલા અમારો દિકરો પહેલો પગાર લાવી ભગવાન પાસે મૂક્યો.અમને તે ગમ્યું અને તેમાં તેટલી જ રકમ ઉમેરી બીજે દિવસે પ્રસાદ કહી તેને આપી
  અને તેને કહ્યું આ જ રીતે ગમે તેટલો પગાર મળે ઈશ્વરને મનોમન પણ અર્પણ કરી પછી જ પ્રદાદ રુપે વાપરજે.
  प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
  प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते

 15. suresh માર્ચ 31, 2008 પર 4:21 એ એમ (am)

  dada,
  paheli kamani ni najakat, vat,anubhav kaink aor hoi…….

 16. Ravin Naik એપ્રિલ 2, 2008 પર 3:26 એ એમ (am)

  Though comman to almost everyone,this experience of first salary is very very charming and long lasting,indeed.

 17. Ramesh Patel એપ્રિલ 3, 2008 પર 9:36 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ
  સુંદર સૌ કોઈના જીવનને ઝંકૃત કરતી વાત,આપે મનને તરંગીત કરે તે રીતે કહી. મજા પડી.
  રમેશ પટેલ(આકાશદીપ

 18. Ramesh Patel એપ્રિલ 3, 2008 પર 9:51 એ એમ (am)

  શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,ડૉક્ટર ના દિલની વાતો
  ખુબજ સહજ રીતે ,કૌટુંબીક ભાવનાથી તરબતર કરતી ,દેશ અને પરદેશના તાણાવાણાથી
  સુપરીચિત વાતો ,સંસાર ના આટાપાટા પર મનને ભાવ વિભોર કરી ગઈ. આજ અને આવતી કાલને અને ગુજરી ગયેલી કલ ને તમારા શબ્દો હ્ર્દયને હલાવી નાખે તેવાછે’કવિનું દિલ તે વાંચી ગયું .
  રમેશ પટેલ(આકાશદીપ)

 19. Pingback: Group2Blog :: First salary

 20. Narendra Chauahan એપ્રિલ 11, 2008 પર 3:07 એ એમ (am)

  Dear Surehsbhai,
  you make us remeber our first salary too.talking about me, when i was appointed as scientist here and got my first salary,i showed my payslip to one of our relative working in a government organization told me :Laalaa, aatlo pagaar(12,500)melavava to taraa pappa ane mane pan pandar varsh laagya, jyaree taare to sharuaat ja ahin thee thaeee!”
  i can not forget that comment and moment which boosted my confidence and gave me a lot of satisfaction.
  thanks again for such article, keep it up…

  aavjo!
  Narendrasinh Chauhan
  scientist SD
  Institute for Plasma Research,
  Gandhinagar
  Gujarat

 21. deepak parmar માર્ચ 20, 2009 પર 9:31 એ એમ (am)

  DADA,

  Khubj maza aavi , bus eki tase vachatoj rahyo…

  mare pahelo pagar kone kahevo ae mane nathi khabar, bhanata bhanata gani nani-nani job kari 6e ane ae badhaha paisa tarat aavi ne mummy ne aapi didha hata khali aetaluj yaad aave 6e.

  pan jyare hu currier boy tarike kaam karato hato ane mare roj 30-40 km cycle chalavi padati hati ae job no pahelo pagar mane yaad 6e… pura 1960 rs malya hata ek mahina na…

  aaje hu B.E (Computer) thaee ne ek moti company ma kaam karu 6u… mahina no pagar 30 thousand thi vadhare 6e, pan aaj pan ae 1960 rs mane vadhare yaad aave 6e…

  tamara aa article mari ae badhi nani-nani jobs yaad karavi didhi… tamaro khub khub aabhar…

  reply karavama thodu modu thaee gayu ae badal mafi magu 6u…

 22. અખિલ સુતરીઆ માર્ચ 23, 2009 પર 9:19 પી એમ(pm)

  પહેલો પગાર,
  પહેલી નોકરી,
  પહેલો ઇન્ટરવ્યુ,
  પહેલી પરીક્ષા,
  .
  .
  પહેલો બ્લોગ,
  .
  .
  આપણી જીવન સફરમાં બધું જ નવું પહેલી વાર બને (ઘટે) અને પછી તે નિયમિત રીતે બનવા (ઘટવા) લાગે તેમ તેમ જીવવાની ઝડપ પણ વધતી જાય. તેવામાં એકાદ વિરામ લેવાનો સમય આવે .. જેમ કોઇ એક સ્ટેશને ટ્રેઇન બદલવાની હોય .. અને તે મોડી પડી હોય ત્યારે મળતી ફુરસદમાં ચા પીવાની જે મજા આવે તેમ …. મને સતત અહેસાસ થતો રહ્યો છે કે, ‘પહેલી’ વાર બનેલી ઘટનાની ખરી મજા ફુરસદે વાગોળેલા સંસ્મરણોમાં જ સમાયેલી છે. એટલેજ ઝડપી બનતા જતા જીવનને સમયાંતરે વિરામ આપતા રહેવું અનિવાર્ય છે.

 23. Pingback: પહેલો અકસ્માત « ગદ્યસુર

 24. mdgandhi21 નવેમ્બર 1, 2014 પર 11:12 પી એમ(pm)

  સુંદર વર્ણન કર્યું છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: