સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાઈકલ ચલાવતાં, ભાગ – 1

     ” જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.”

સ્વામી વિવેકાનંદ

—————————————————————————-

દીકરો સાયકલ ચલાવતાં શીખી ગયો છે.

       ત્રણ વર્શ પહેલાં તે નાની સાઈકલ સરસ ચલાવતો હતો. પણ એક દીવસ પાર્કમાં કોન્ક્રીટના રસ્તા પર પડી ગયો હતો. નાકમાંથી લોહી નીકળ્યું હતું અને હાથ પગ પણ છોલાયા હતા. ત્યારથી તેના મનમાં સાઈકલ ચલાવવા માટે ભય પેંસી ગયો હતો. કેટકેટલું સમજાવવા છતાં તે સાઈકલને હાથ લગાવવા તૈયાર જ ન હતો. એ ભય તો તેણે પોતે જ કાઢવાનો હતો.

       પણ ત્રણેક દીવસ પહેલાં શેરીના બીજા છોકરાંઓને સાઈકલ અને સ્કુટર ચલાવતાં જોઈ તેને પણ મન થયું. તેણે સ્કુટર પર હાથ અજમાવવાનું નક્કી કર્યું. બે પાંચ મીનીટમાં તો તે રમરમાટ ચલાવતો થઈ ગયો. પછી તો બીજા છોકરા સાથે રેસ; કોણ ઝડપી ચલાવે છે! સ્કુટરવાળા સાથે હોડ બકતો હતો ત્યાં સુધી તો ઠીક હતું. એ છોકરો તેનાથી નાનો હતો, એટલે અમારો દીકરો તેનાથી આગળ નીકળી શકતો. પણ બે દીવસ પર તો તેણે સાઈકલવાળા ‘એરીયન’ સાથે હોડ બકી. એરીયન લગભગ તેની જ ઉમ્મરનો હતો. તેની સાઈકલ હોટવ્હીલની હતી ( અમેરીકાના બાળકોની હોટ ફેવરીટ ! ) એટલે એરીયન જ આગળ નીકળી જાય ને? ભાઈ તો મારી પાસે મોંઢું વકાસીને આવ્યા.

       મને કહે, “ હુ એરીયનને હંફાવી શકતો નથી. હમ્મેશ તે જ આગળ નીકળી જાય છે.”

        મેં કહ્યું,” તારે એની બરાબરી કરવી હોય તો, તારે પણ સાઈકલ જ હાથમાં લેવી જોઈએ.”

         તે કહે,” પણ હું પડી જાઉં અને મને વાગે તો? “

          મેં કહ્યું,” લે, કર વાત ! હવે તો તું બીગ બોય થઈ ગયો છે. જો સાઈકલ પર તું ચઢી જો. તારા પગ આરામથી જમીનને અડશે. અને હું તને બચાવવા તારી પાછળ જ દોડતો રહીશ.”

        ભાઈ અનેક આશંકા અને કુશંકા સાથે સવાર થયા. પગ ખરેખર જમીન પર લબડતા હતા! તેણે પહેલું પેડલ લગાવ્યું અને નાના મગજે જુની યાદ તાજી કરી લીધી, અને ભાઈની સાયકલ તો રમરમાટ ચાલી. મને તો ક્યાંય પાછો પાડી દીધો. અને સીધો એરીયન સાથે મુકાબલો. હવે તે એરીયનની થોડીક જ પાછળ રહી તેનો પીછો કરી શકતો હતો. બે ચાર રાઉન્ડ મારી તે મારી પાસે પાછો આવ્યો. મેં તેની સાઈકલની સીટ બને તેટલી ઉંચી કરી આપી. હવે તો તેને ચલાવવાનું વધારે સારું ફાવ્યું. તે એરીયનને પાછો તો ન પાડી શક્યો, પણ તેનો આત્મવીશ્વાસ પુનઃ સ્થાપીત થયો હતો.

      આજે હું તેને પાર્કમાં લઈ આવ્યો છું. બે ત્રણ કસોટી નક્કી કરી. તેણે ડરતાં ડરતાં તે પસાર કરવાનો નીર્ધાર કર્યો. તેના ગઈકાલના દેખાવના પ્રમાણમાં આ કસોટીઓ થોડીક આકરી હતી. પણ હવે તેના વીકાસનો આલેખ ઉર્ધ્વગામી હતો. તેણે અડધા કલાકમાં તો બધી કસોટીઓ પાર કરી નાંખી છે. હું બાંકડા પર બેસી તેને બીન્ધાસ્ત સાઈકલ ચલાવતો જોઈ રહ્યો છું.

      દીકરાનો આત્મવીશ્વાસ પુનઃ સ્થાપીત થયેલો જોઈ મારું મન આનંદમાં ગરકાવ છે અને મારા પોતાના કીશોરાવસ્થાના કાળમાં ડુબકી મારી દે છે.

–  એ અનુભવો આવતા અંકે……

6 responses to “સાઈકલ ચલાવતાં, ભાગ – 1

 1. Girish Desai એપ્રિલ 12, 2008 પર 2:57 પી એમ(pm)

  Every belief we have in mind
  In it resides some doubt.
  And it will never turn into faith
  Till that doubt is fully out.

  સંશય સદા રહે છુપાઈ મનની બધી માન્યતાઓ માંહીં

  બુદ્ધિ વડે એ સંશયને મારો તો માન્યતા શ્રદ્ધા બની જાઈ

 2. heenapujara એપ્રિલ 17, 2008 પર 7:21 પી એમ(pm)

  avauj anubav–even today i cannot even sit on a cycle

 3. સુરેશ એપ્રિલ 25, 2008 પર 9:38 એ એમ (am)

  12 મી એપ્રીલે આ લખાણ પ્રસીધ્ધ કર્યું પછી તો ભાઈ ઘણા આગળ વધી ગયા છે. એના ડેડીએ એને મોટી સાઈઝની અને એક્રોબેટીક્સ કરાય તેવી, આગળ અને પાછળ બન્ને પૈડાં પર ચાર ચાર ઈંચ લાંબા પાઈપો લગાડેલી, નવી નક્કોર સાઈકલ અપાવી છે.

  જય ભાઈ હાલ તો સાતમા આસમાનમાં ઝુલે છે.

 4. Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: