સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દુધનું ટીપું – એક અવલોકન

        ચા બનાવતાં ઉકળી રહેલાં પાણી અને ચાના મીશ્રણમાં દુધ નાંખ્યું. બધો ઉભરો ઓસરી ગયો. ઘેરા કથ્થાઈ રંગના પ્રવાહીમાં ચાનો મનહર રંગ ઉભરી આવ્યો. સરસ મઝાની ચા હવે થોડી મીનીટોમાં માણવા મળશે.

        પણ એક ટીપું ગરમાગરમ સ્ટવની કોર ઉપર પડ્યું. અને તે તતડી ઉઠ્યું. ત્રણેક સેકન્ડમાં તો સ્ટવની કીનારી પર છારી બાઝી ગઈ અને તેનો રંગ ઘેરો થવા માંડ્યો.

          એક સાથે બે ઘટના – દુધના મોટા જથ્થાએ આવેલ ઉભરાને શમાવી દીધો. નાનકડાં ટીપાંએ ઉભરો તો શું; તડતડાટ સર્જી દીધો અને ગંદકી કરી દીધી.

         સાગરદીલ માણસ પરીસ્થીતીમાં આવેલા ઉભરા શમાવી દે છે. જીવનનું સરસ મઝાનું, આસ્વાદ્ય પીણું બનાવી દે છે.      

         અછકલાઈવાળાં, સંકુચીત જણ ગંદકી પેદા કરે છે. એ ગંદકી કાઢતાં નાકે દમ આવી જાય છે.

5 responses to “દુધનું ટીપું – એક અવલોકન

  1. સુનીલ શાહ એપ્રિલ 17, 2008 પર 8:39 પી એમ(pm)

    નાનકડું, સરસ અવલોકન. દુનીયા બંન્ને પ્રકારના માણસોથી ભરેલી છે. બે વીચારધારાનો સંઘર્ષ આમ જ ચાલતો રહે છે. વીવેકબુદ્ધીવાદીઓ જીવનને સાચી રીતે ઓળખી, માણી શકે છે એવું નથી લાગતું ?

  2. Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર

  3. Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર

  4. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

  5. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: