સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખીંટી – એક અવલોકન

         સામે દીવાલ પર ખીંટીના આધારે મોટી ફ્રેમમાં મઢેલું એક સરસ ચીત્ર લટકી રહ્યું છે. દીવાલની ગુંજાઈશ માત્ર ઉભા રહેવાની છે. છતને ટકાવી રાખવાની છે. એની સપાટીની આવા ચીત્રને લટકાવવાની સહેજ પણ ગુંજાઈશ નથી. એની ઉપર ખીંટી લગાવી અને ભીંતમાં છબી લટકાવવાની ક્ષમતા આવી. દીવાલ છતનો આધાર છે; તો ખીંટી છબીનો.

        જમીન પર એક પૈડું પડેલું છે, તેની ગુંજાઈશ નથી કે તે ગોળ ફરી શકે. તેને કોઈ ધરીના આધાર પર ટેકવી દો; અને તેનામાં ગોળ ગોળ ફરવાની ગુંજાઈશ આવી જશે. હતાશ પડેલું એ પૈડું એક કાર કે સાઈકલનો આધાર બની જશે.

        અરે ઘન પદાર્થની ક્યાં વાત કરીએ? પ્યાલો ન હોય તો પાણી ક્યાં રહે? એ એની ખીંટી. કાંઠા અને તળીયું છે તો નદી છે. તલાતલ પાતાળ છે તો દરીયો છે. ફરફરતો વાયરોય ધરતીનું ગુરુત્વાકર્શણ ન હોય તો ક્યાં જતો રહે? સમગ્ર પર્યાવરણ અને ભુમીતલની એ ખીંટી. એ બળ જ ન હોય તો?

        સમજુ અને શાણી માતા ઘરના વાત્સલ્યની આવી ખીંટી છે. એની ઉપર વ્હાલ અને મમતા લટકે છે. ઘરની સુખ શાંતીનો આધાર સમજુ અમે પ્રેમાળ મા છે. બાપ કમાઈને આજીવીકા લાવે છે. એનાથી બધાંના જીવનનો નીર્વાહ થાય છે. બાપ કુટુમ્બની આર્થીક ખીંટી છે.

        એમજ સારો શાસક સમાજની, કોઈ પણ સંસ્થાની, કોઈ પણ રાજ્ય કે દેશની ખીંટી છે.

       સુર્ય બધાય ગ્રહોની ખીંટી છે. તેના પ્રચંડ કદ અને વજનને કારણે તે બધા ગ્રહોને પોતાની આજુબાજુ ફરતા રાખે છે. એ ગ્રહમંડળની ખીંટી છે.

      એમ કહે છે કે, નીહારીકાના કેન્દ્રમાં ‘બ્લેક હોલ’ હોય છે. એમાં બધું સમાઈ જાય છે – પ્રકાશ પણ. આથી જ તેને સૌથી શક્તીશાળી દુરબીન વડે પણ જોઈ શકાતું નથી. પણ એની ખર્વાતીખર્વ ઘનતાને કારણે તે સુર્યથી અનેક ગણા મોટા એવા લાખો તારાઓને પોતાની આજુબાજુ ફરતા રાખી શકે છે. નહીં તો એ બધાય ક્યાંના ક્યાં ફેંકાઈ જાય.એય એક ખીંટી જ ને?  

       એક નાનકડા પરમાણુની અંદર તેના કદથીય અત્યંત નાનું કેન્દ્ર આવેલું હોય છે; જેમાં પરમાણુનું બધું દ્રવ્ય ( Mass ) સમાયેલું હોય છે. અને તે જ પોતાની આજુબાજુ ઘણા બધા ઈલેક્ટ્રોનોને પ્રચંડ વેગથી ફરતા રાખી શકે છે. એ પરમાણુની ખીંટી?

       આપણા રંગ, રુપ, વીચાર, વાણી અને વર્તનનો આધાર આપણી અંદર રહેલું જીવંત તત્વ. એ ન હોય તો આપણે શબ જ બની રહીએ ને? એ જીવ એ આપણા જીવનની ખીંટી.

       જાતજાતની ખીંટીઓ અને જાતજાતના આધાર.

       તમે જ કહો – કોઈ પણ આધાર વીનાની કોઈ પણ વસ્તુ હોઈ શકે ખરી?

5 responses to “ખીંટી – એક અવલોકન

 1. Chirag Patel એપ્રિલ 30, 2008 પર 6:34 એ એમ (am)

  દાદા, બહુ જ સરસ અવલોકન.

  આત્મા એ આપણી ખીંટી?

 2. Chirag Patel એપ્રિલ 30, 2008 પર 6:35 એ એમ (am)

  હા, આપણા માટે તો એ જ ખીંટી… પરમ તત્વને આત્માની ખીંટી કહી શકાય.

 3. સુનીલ શાહ મે 1, 2008 પર 6:19 એ એમ (am)

  સરસ વાત કરી..
  આધારની ધાર જેટલી તેજ એટલી પકડ વધુ મજબુત..દરીયાને નદીનો
  આધાર છે..ક્યાંક વાંચેલું..
  એક બીજાની ઉપર આધાર છે
  એ અમારી વારતાનો સાર છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: