સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પવન – એક અવલોકન

       અમારા ઘરના દીવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું. અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનીયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફુટ દુર એક ઠીક ઠીક મોટો છોડ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે એક મોટું વ્રુક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સુક્કંટ પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.

      આ બધી સતત ચાલતી રહેલી ગતી, પવનની હયાતીની સાક્ષી પુરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે. પવન છે જ નહીં. બધું સ્થીર હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.

       સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતી, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?

      અરે! આ સ્થીર હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી તો તેમાં તરતાં, ઉડતાં બેક્ટેરીયા કે વાઈરસ તો ક્યાંથી દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી  આપણા નાકમાં પેંસી જાય છે?

       આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભુતી થતી હોય છે.

      પણ …..

     કોક ચીજની કશીય અનુભુતી ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, કશાયનું હોવાપણું છે જ નહીં?

4 responses to “પવન – એક અવલોકન

  1. Chirag Patel મે 14, 2008 પર 6:23 એ એમ (am)

    वाह दादा, क्या झपटा! जेम जेम आपणी अनुभुतीना स्तर वीस्तरता जशे तेम तेम आ ज सृश्टी नवी रीते देखाती जशे.

  2. Pingback: Wind –an observation « Expressions

  3. Pingback: બારીમાંથી અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: