સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સર્ટીફીકેટોની ફાઈલ – એક અવલોકન

       તે દીવસે મારે જરુરી અમુક કાગળો હું શોધી રહ્યો હતો. અહીં નીવ્રુત્તીકાળમાં એ બધી જધામણ કો’ક વાર જ કરવાની હોય, એટલે બધા કાગળો અને ફાઈલો ઉંચે ચઢાવ્યા હોય તે નીચે ઉતારી, ઝાપટી, કામના કાગળ શોધવા પડે. આમ કરતાં મારાં સર્ટીફેકેટોની ફાઈલ મારા હાથમાં આવી ગઈ. થોડી ખોલી અને અતીતમાં મન સરી ગયું.

      મારા જન્મનું પ્રમાણપત્ર, એસ.એસ.સી. પાસ કર્યાનું પ્રમાણપત્ર, ગુણપત્રક ( માર્કશીટ ) , હીન્દી/ સંસ્ક્રુતની ની પરીક્ષાઓ પસાર કર્યાનાં પ્રમાણપત્રો, કોલેજના વીવીધ વર્શોનાં પ્રમાણપત્રો, પ્રોફેસરોનાં ટેસ્ટીમોનીયલ, અનોખી સીધ્ધીઓનાં ગુણગાન ગાતી છાપાંમાંની પીળી અને જીર્ણશીર્ણ બની ગયેલી કાપલીઓ …. અને આવું વધું ઘણું……

       એ વખતે આ બધાં કાગળો કેવા મહામુલાં લાગતાં હતાં? કેટકેટલો પરીશ્રમ, રાતના ઉજાગરા, ચાના અગણીત પ્યાલા, ચીંતાઓ, વ્યથાઓ, આશાઓ અને નીરાશાઓ, પ્રતીસ્પર્ધીઓ સાથેની મુઠભેડ, દાવપેચ, વ્યુહરચનાઓ… કેટકેટલું એમની સાથે સંકળાયેલું હતું? જીવની જેમ, મોંઘામાં મોંઘા ઘરેણાં કરતાં પણ વધારે કીમતી ગણીને એ બધાંને સાચવીને રાખ્યાં હતાં. બીજી બેચાર બહુ ગમતી ચોપડીઓને દેશમાં જ રાખીને આ ફાઈલ અહીં લાવ્યો હતો.

       અને આ સાત વરસમાં પહેલી જ વાર આ ફાઈલ ખુલી હતી. હવે તેનો કોઈ ઉપયોગ ન હતો. અરે! દેશમાં હતો ત્યારે પણ નોકરી મેળવતી વખતે એક જ વાર આ ફાઈલ પર્સોનેલ ખાતાને આપવા ગયો હતો અને તેમણે માત્ર બે ત્રણ અગત્યના સર્ટીફીકેટોની નકલ કરી, બાકીનાં તરફ નજર પણ નાંખી ન હતી.

       મને ઘડીક નીર્વેદ થઈ ગયો. આપણે જીવનના પ્રત્યેક પગથીયે કેટકેટલી મથામણ એ પગથીયાં ચઢવાં કરતાં હોઈએ છીએ? અને પછી? અંતમાં ? બધીય મથામણ વ્યર્થ. અરે! એ પગથીયે ચડતાંની થોડી જ વારમાં એ પગથીયું નીરર્થક બની જતું હોય છે. એ બધાં પગથીયાં ખાલી વાસ મારતી પસ્તી બની ગયાં હતાં. એક જ ક્ષણ, કે એક બે વાર જ એ મહામુલા કાગળની મહત્તા અને એનો ઉપયોગ; અને પછી એને સન્માન સાથે ફાઈલ કરી દેવાનો! અને પછી તો એ સન્માન પણ નહીં. એ હંધાંયની જગા અભરાઈ ઉપર!

        રુમમાં આજુબાજુ નજર કરી, અને આવાં અનેક સંરક્ષીત સ્થાપત્યો, કશાય ઉપયોગ વગરનાં ખંડેરો નજરે ચઢી ગયાં. જીંદગીની ઘણી બધી મથામણોની વ્યર્થતા ઉડીને આંખે વળગી આવી.

        અને  જેને હું ‘હું’ ગણું છું, તે  જ્યારે આ શરીરમાં નહીં રહે ત્યારે? આ મહામુલો કરોડ રુપીયાથીય વધુ કીમતી કીલ્લો; ગંધાતી, સડતી પ્રાણવીહીન લાશ બની જશે. પછી તો બધાં જ વહાલાં આત્મજનો એ દેહને બને એટલો જલદી વગે કરવાની પેરવાઈમાં પડી જશે. આ ફાઈલની જેમ એને અભરાઈ પર આટલાં વરસ તો શું? એક ખુણામાં એક દીવસ પણ રહેવા નહીં દે.

ઉઘાડી આંખથી સંબંધ છે, આ દુનિયાને
જરૂરતથી વધારે ઘરમાં, કોણ લાશ રાખે છે?

દેવદાસ શાહ ( અમીર )

Advertisements

10 responses to “સર્ટીફીકેટોની ફાઈલ – એક અવલોકન

 1. Kaumudi મે 19, 2008 પર 11:59 પી એમ(pm)

  Once again I insist u to go for the basic course of Art of Living.It is worth experiencing.I wish n pray that u go ahead with our Advance course also.I also recommend Art Excel course for Jay.

 2. hirals ઓગસ્ટ 10, 2015 પર 10:18 પી એમ(pm)

  I recite these quite often.

  अनित्य भावनाः :

  राजा राणा छत्रपति, हाथिन के असवार ।

  मरना सबको एक दिन, अपनी अपनी बार ॥

  अशरण भावनाः:

  दल बल देवी देवता, माता-पिता परिवार ।

  मरती विरियाँ जीव को, कोइ न राखनहार ॥

  संसार भावनाः

  दाम बिना निर्धन दुखी, तृष्णा-वश धनवान ।

  कहूं न सुख संसार में, सब जग देख्यो छान ॥

  for more……
  https://hirals.wordpress.com/category/12-bhavna/page/2/

 3. Vinod R. Patel નવેમ્બર 8, 2015 પર 12:15 પી એમ(pm)

  આખી એ પોસ્ટનો સાર આમાં ..

  ઉઘાડી આંખથી સંબંધ છે, આ દુનિયાને
  જરૂરતથી વધારે ઘરમાં, કોણ લાશ રાખે છે?

  – દેવદાસ શાહ ( અમીર )

  જૂનાં પ્રેમથી વસાવેલાં પુસ્તકો માટે પણ આ સાચું છે. આપણા માટે તો એ ખજાનો હોય પણ અન્યો માટે તો

  કરોળિયાનું ઘર અને ગાર્બેજ !

 4. P.K.Davda નવેમ્બર 8, 2015 પર 12:33 પી એમ(pm)

  હું પણ જ્યારે ગ્રીનકાર્ડ લઈ અમેરિકા આવતો હતો ત્યારે ્મેં પણ છેલ્લી એક નજર કરી બધા સર્ટીફીકેટ ફાડી નાખેલા. માત્ર ગ્રીનકાર્ડની અરજી માટે વાપરેલા એટલા જ અહીં લઈ આવ્યો.

 5. Navin Banker નવેમ્બર 8, 2015 પર 1:02 પી એમ(pm)

  મને આ વિચારો ખુબ સ્પર્ષી ગયા છે. મારી પત્ની કાયમ મારા પુસ્તકો અંગે કકળાટ કરતાં આવું જ કહેતી હોય છે. એની વાત સાચી પણ છે. પરંતુ આપણું મમત્વ એને છોડી શકતું નથી ને ?
  એક સુંદર અને વાસ્તવદર્શી લેખ. અભિનંદન, દોસ્ત !

  નવીન બેન્કર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: