ઈ.સ. પુર્વે 10,000 વર્શ ….
આખું ગામ નદીકીનારે ભેગું થયું હતું. દર વરસે નદીમાં પુર આવે ત્યારે આમ જ બધા નદીકીનારે દોડી જતાં હતાં. બન્ને કાંઠે વહેતી નદીને જોવાનો લાભ કોણ જતું કરે? નદીના પ્રવાહમાં થતી ઘુમરીઓ, ઘુ.. ઘુ.. થતો અવાજ, અને પ્રવાહની સાથે તણાઈ આવતી ઝાડની ડાળીઓ બધાં જોયાં જ કરતાં. કદીક કોઈ તણાઈ આવતું જાનવર પણ દેખાતું. બાળકો તો ખાસ ઉછળતા અને કુદતા આ અપુર્વ દ્રશ્ય નીહાળતા. બધાંએ રીંછનાં કે હરણનાં ચામડાં અંગ પર વીંટાળેલાં હતાં. સૌના હાથમાં લાકડીઓ કે પથ્થરનાં હથીયારો પણ હતાં.
સામો કાંઠો બહુ આકર્શક હતો. ત્યાં દુર ઉંચા ઘાસની પાછળ રમવાની મજા આવે તેવું ઘાસનું સપાટ મેદાન હતું. ત્યાં જીભને લલચાવે એવાં અનેક જાનવર નીર્ભયતાથી મ્હાલતાં દેખાતાં હતાં. પણ કદી કોઈ ત્યાં જઈ શકતું નહીં. આ બાજુ તો પ્રાણીનો શીકાર એ બહુ જફાવાળું કામ હતું. અને રીંછ, વાઘ, ચીત્તા વીગેરે આક્રમક પ્રાણીઓનો ભય સતત રહેતો. નદી ખાસ્સી ઉંડી હતી. બારે માસ તેમાં માથોડાં જેટલું પાણી ભરેલું જ રહેતું. ઉપરવાસનો બહુ લાંબો ચકરાવો લઈ, નદી સાવ સાંકડી બની જતી હતી; તે જગ્યાએથી જ ત્યાં જઈ શકાય એમ હતું. કો’ક સાહસીકો એક બે વાર એમ ત્યાં ગયા પણ હતા. પણ એ મુસાફરી બહુ કશ્ટ અને જોખમવાળી હતી. ગીચ જંગલો વટાવી ત્યાં જવાતું. પણ એય દસેક દીવસની મુસાફરીને અંતે. અને ત્યાં પણ સામે કાંઠે આવું રળીયામણું મેદાન ક્યાં હતું? બસ બધે જંગલો જ જંગલો.
કંઈ કેટલીય પેઢીઓથી પર્વત પરની ગુફાઓ છોડીને બધાં નદીના આ પર્વતાળ કીનારે વસ્યાં હતાં. જંગલનાં ઝાડ પરનાં ફળ અને જંગલનાં પ્રાણીઓનો શીકાર આ બે પર જ તેમનો જીવન ગુજારો થતો. કદીક નદીની માછલીઓ પણ પકડી લેતા. પણ એ સીવાય તેમને માટે નદી ભયાવહ હતી. એમાં પડે તે કદી પાછું ન આવી શકે તેમ મનાતું. પર્વત, જંગલો અને નદી કાંઠાનાં ભેખડો અને ગુફાઓમાં વસેલું એમનું ગામ અને થોડીક જ સપાટ જમીન – બસ એ જ એમની નાનકડી દુનીયા હતી. નદીના આ કાંઠે માઈલોના માઈલો સુધી આવો જ પહાડીઓ અને ભેખડોવાળો પ્રદેશ હતો. જે કોઈ બીજાં ગામો હતા, તે બધાંય નદીની આ તરફ જ હતાં. કોઈને નદીની પેલે પારની દુનીયાનો કશો જ ખયાલ ન હતો. એ બહુ આકર્શક, સ્વર્ગ જેવો પ્રદેશ મનાતો. પણ ત્યાં જવું અશક્ય હતું.
ગોવાને હમ્મેશ સામે કાંઠે જવાનું બહુ મન થતું. નાનો હતો ત્યારે ભેરુઓની હારે ગામની ભેખડોમાં સંતાકુકડી રમવાની મજા તો બહુ આવતી. પણ સામેનાં હરીયાળાં મેદાનોમાં મહાલવાનું આખી વાનરસેનાને બહુ મન થતું. પણ માળી આ નદી જ વચ્ચે આડી આવતી. હવે તો એ પચીસ વરસનો અણીદાર મુછોવાળો યુવાન હતો. પણ બાળપણનું એ સ્વપ્ન એના માનસમાંથી કદી હટ્યું ન હતું. એ એના મીત્રો સાથે આ સ્વપ્ન હમ્મેશ વાગોળતો. બધાં એને પાગલ સમજતા. નદી ઓળંગવાનું સાહસ કદી કોઈએ કર્યું ન હતું. ગોવાની આંખમાં તરવરતી અને સળવળતી આ આકાંક્ષાઓ જોઈ તેને નદીમાં ડુબી ગયેલા કોઈ પ્રેતનું વળગણ હોય તેમ બધાં માનતાં. ગામની પાછલી કોર આવેલા પહાડમાં આવેલી જોગમાયાની ગુફામાંની, પથ્થર પર જંગલી વેલાઓના રસથી ચીતરેલી, દેવીને ગોવાની મા કાકલુદી ભરી વીનવણીઓ કરતી કે, ગોવાના મનનું આ ભુત દુર થાય. ગોવાનેય આ દેવીમાં બહુ આસ્થા હતી. કેટકેટલી વાર એણે પેલા સ્વર્ગપ્રદેશની સફર કરાવવાની આરત કરેલી અને હરણનું નાજુક માંસ દેવીને ધરવાની માનતા પણ માનેલી. પણ દેવીની ક્રુપા હજુ તેની ઉપર વરસી નહોતી તેનો ખેદ ગોવાને હમ્મેશ રહેતો.
દરેક પુર વખતે કરતો હતો તેમ, ગોવો એકી ટશે સામો કાંઠો જોઈ રહ્યો. તેની અને તેના સ્વપ્ન આડે વચ્ચે આ ઘુઘવતી નદી એને કણાની જેમ ખુંચી. પોતાની જાતને એ સાવ અસહાય બની ગયેલી અનુભવી રહ્યો. તેની યુવાનીને, તેના સમસ્ત અસ્તીત્વને આ પડકાર હતો. એની આસ્થાને પડકાર હતો. એના પચીસ વરસના જીવનમાં આ સ્વપ્ન જ તેને માટે સર્વસ્વ હતું. ગામની કોઈ જુવાનડીનું રુપ તેને આકર્શી શકતું ન હતું. પેલી રુપલીના બધા ચાળા તેની આગળ કશા કામના ન હતા. એની સ્વપ્નસુંદરી હતી – સામેના કાંઠાની હરીયાળી ધરતી – એની સપનભોમ. એ જ એનું સ્વર્ગ. બાકી બધું ધુળ. બસ! એ લીલાંછમ્મ ઘાસમાં એક જ વાર આળોટવા મળે.
અને ત્યાં જ એ દેખાણી!
એક મોટું ઝાડ તણાઈને આવતું હતું. તેની ઉપર એક જંગલી બીલાડી ભયભીત બનીને, લાકડાના ઠુંઠાને ચોંટીને બેઠેલી હતી. આમેય ગોવાને આવાં નાનાં જાનવરો બહુ ગમતાં. ગામના બધાં કુતરા અને બીલાડીઓ તેને મહાપ્રાણ જેવાં હતાં. આ બીલાડીનું દુખ ગોવાથી સહન ન થયું. પાણીમાં થોડે આગળ જઈ હાથમાંની લાંબી અને કડીયાળી ડાંગ તેણે લંબાવી. બીલાડીના સારા નસીબે ડાંગમાં એક ડાળી ભરાઈ. ગોવાએ બળપુર્વક ડાંગને ખેંચી. સાથે ઝાડ પણ ખેંચાઈ આવ્યું. હવે બીલાડીને પણ હીમ્મત આવી. તેણે કુદકો માર્યો. એક જ કુદકે મરણીયા બનેલી બીલાડી આ કાંઠે આવી ગઈ; અને છલાંગ મારીને ભાગી ગઈ.
કોણ જાણે ગોવાને એ ઘડીએ શું શુરાતન સુઝ્યું; તે કુદકો મારીને એ તો ઝાડ ઉપર જઈ પુગ્યો. બધાં ગામવાસીઓના મોંમાંથી રાડ નીકળી ગઈ. ગોવાની મા તો રડવા જ લાગી. “ અરેરે! ગોવા, તને આ શી કમત સુઝી? પાછો વળી આવ્ય, મારા બેટા!” રુપલી તો બેભાન જ બની ગઈ. નદીનું પુર જોવા આવ્યાં હતાં; પણ હવે ક્યાં કોઈની નજર નદી ઉપર હતી? પાંચસો આંખો એકીટશે ગોવાની પ્રત્યેક હીલચાલને નીહાળી રહી. હવે શું થશે? તેમની અને ગોવાની વચ્ચે ફુંફાડા મારતા જળરાશીનો એક દુર્ભેદ્ય અંતરાય ઘુરકીયાં કરતો હતો. કોઈ શક્યતા જ ન હતી કે, ગોવો આ બાજુ આવી શકે.
અને બધાંના આશ્ચર્ય વચ્ચે ગોવાએ તેની લાંબી ડાંગ નદીના પટમાં ખોસી ધક્કો માર્યો. ઝાડ તો હવે નદીના પ્રવાહની ઘણે અંદર જઈ તરવા માંડ્યું. આવા બે ચાર હડસેલા અને ગોવો તો નદીની મધ્યમાં પહોંચી ગયો. બધાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ‘નક્કી હવે ગોવાનું આવી બન્યું. હવે ગોવો ગયો સમજો. ’ પણ આજે સાક્ષાત કાળભૈરવે ગોવાના મનનો કબજો લીધો હતો. તેના મગજમાં ભરાયેલું પેલું ભુત આજે રાજાપાઠમાં હતું. એ આખી ભુતાવળે તેર્ના ચીત્તનો કબજો લઈ લીધો હતો. ગમે તે થાય, પેલે પાર પહોંચવું જ છે.
અને છેવટે ગોવો નદીના સામેના કાંઠાની સાવ નજીક જઈ પહોંચી ગયો. અહીં તો નદી સાવ છીછરી હતી. ગોવાએ એક છલાંગ મારી અને ઝાડ પરથી ઓલ્યા કાંઠા ઉપર તેનું અવતરણ થયું. આ પહેલું માનવ-પગલું એ સપનભોમમાં પડ્યું હતું. આ એક પગલું સમગ્ર કોમને – અરે! આખી માનવજાતને – એક નવા યુગમાં, સંસ્ક્રુતીની એક અપરીવર્તનશીલ પ્રક્રીયામાં ધકેલી દેવાનું હતું. કાળના ગર્ભમાં ગુફામાંની પેલી જોગમાયાની આ કોઈ ગેબી યોજના સાબીત થવાની હતી.
કાંઠે પગ મુક્યો ન મુક્યો અને ગોવાએ દોટ મેલી. રેશમ જેવી રુપાળી રેતીનો પટ ઓળંગી, એ તો માથોડાં ઉંચા ઘાસના બીડમાં ખોવાઈ ગયો. એ ઉંચા ઘાસના ઠીક ઠીક પહોળા પટની પેલી પાર એની સપન ભોમકા હતી. એ જ તો એના નાનકડા જીવનની નાનકડી આશા હતી. એનું સર્વસ્વ હતું. પણ એ લહલહાતી હરીયાળી ભેળા થઈ જવાના ધખારામાં એ પોતાની ડાંગ નદીકાંઠે છોડી આવ્યો હતો.
સામે કાંઠે આખું ગામ હેરત ભરી આંખે આ અભુતપુર્વ દ્રશ્ય નીહાળી રહ્યું. હવે ગોવો દેખાતો ન હતો. સૌ ભયથી થરથરી રહ્યાં હતાં. પસીને રેબ ઝેબ. બસ કાળભૈરવ કે કોઈ જંગલી જાનવર હમણાં જ ગોવાનો કોળીયો કરી જશે. ગોવો તો હવે ગયો. કદી કોઈ નદી ઓળંગી પાછું આવ્યું છે કે, ગોવો આવે? ગોવાની મા અને રુપલી ટોળાંની વચ્ચે બેભાન પડ્યાં હતાં. હવે તેમનો ગોવો તો ગયો જ. હીબકાં લેતા ગોવાના ગોઠીયા એકમેકને સધીયારો આપતા હતા, કાળભૈરવને તેમનો વ્હાલો ગોવો પાછો આપવા વીનવતા હતા. ઘરડેરાં માથે હાથ દઈને બેસી પડ્યા.
પણ આ શું કૌતુક? બધાં ગોવાને ઘાસના બીડમાંથી બહાર નીકળી તેની પેલે પાર જતો નીહાળી રહ્યા. હવે તો એ કીડી જેવો નાનો થઈ ગયો હતો અને માંડ દેખાતો હતો. બધાંની દુવાઓ કામ કરી ગઈ હતી. કાળભૈરવ રીઝાયો હતો. એણે ગોવાને મોતના મુખ સુધી લઈ જઈ પાછો મુક્યો હતો. ન બનવાનું નજર સામે બની રહ્યું હતું. આવું કદી બન્યું ન હતું. ગોવાએ એમની બધી પ્રણાલીકાઓ તોડી દીધી હતી. બધી માન્યતાઓને, બધી પરંપરાઓઅને ગોવો ખોટી સાબીત કરી રહ્યો હતો. ઝાડ અને ગુફાઓની જીંદગીમાં એક આમુલ પરીવર્તનનું બીજ રોપાઈ ગયું હતું.
ઘાસના બીડમાંથી ખાલી હાથે બહાર આવી તેણે પોતાની સપનભોમકામાં સફર શરુ કરી. જાતજાતનાં પ્રાણીઓ ત્યાં નીર્ભય રીતે ચરી રહ્યાં હતાં. ગોવો મન મુકીને એ ઘાસમાં આળોટ્યો. તેની આરત ગુફામાંની જોગમાયાએ પુરી કરી હતી. એની સપનભોમકા એને મળી ગઈ હતી. તેનું જીવનકાર્ય સીધ્ધ થયું હતું. તે નાચ્યો અને કુદ્યો. મોટા રાગડાથી તેણે પોતાના અમર્યાદીત આનંદની અભીવ્યક્તી કરી.
આમ કોણ જાણે કેટલો સમય પસાર થયો હશે. હવે ગોવો વાસ્તવીકતાની ધરતી પર પાછો પટકાયો. પેટમાં કકડીને ભુખ લાગી હતી. પણ એની પાસે શીકારનાં કોઈ પણ સાધન ક્યાં હતાં? અરે! આ સપનભોમકામાં પથ્થરનો એક ટુકડો પણ ભળાતો ન હતો. તેણે બકરી જેવા એક જાનવરને પકડી લેવાની ઘણી પેરવાઈ કરી. પણ એ જાનવર તેના કરતાં ઘણું ચાલાક નીવડ્યું. ગોવાને પાછળ પાડીને એ તો રફુચક્કર થઈ ગયું. બીજાં જાનવરો પણ આ નવી આવી પડેલી હરકતથી જાન બચાવવા ભાગી છુટ્યાં. હવે આખી હરીયાળીમાં એકમાત્ર ગોવો જ બાકી રહ્યો હતો. ઘાસ આરોગવાની એની ક્ષમતા પણ ક્યાં હતી? અરે! પીવાનું પાણી પણ બીડની પેલે પાર પાછળ રહી ગયું હતું. કાજળકાળી ઘનઘોર રાત પધારી ચુકી હતી. આખા વાતાવરણમાં સન્નાટો છવાયેલો હતો.
ભુખ્યા, તરસ્યા અને હતાશ ગોવાએ લથડતાં લથડતાં પારોઠનાં પગલાં માંડ્યા. માંડ માંડ બીડને ઓળંગી તેણે નદીકાંઠાની રેતીમાં પગ મેલ્યા. નદીનું પુર તો ક્યારનુંય ઓસરી ગયું હતું. પેલું ઝાડ તો ક્યારનુંય તણાઈ ગયું હતું. ગોવા પાસે પેલી કડીયાળી ડાંગ સીવાય કોઈ સાધન ન હતું કે, તે બીજા કોઈ ઝાડને પાડીને ફરી પાછો ગયો હતો તેમ આવી શકે. અને સામે કાંઠે કોઈ ઝાડ પણ ક્યાં હતું. ઘણે દુર, ઘાસના એ મેદાનની પેલી પાર, વ્રુક્ષોની હાર દેખાતી હતી. પણ ત્યાં સુધી ગોવો પહોંચે તો પણ તેની પાસે ઝાડ કાપવા માટેનાં કોઈ સાધન પણ ક્યાં હતાં?
ગોવો હવે મુંઝાયો હતો. તેનું જીવનસ્વપ્ન સાકાર થયું હતું. પણ હવે તે આવ્યો હતો, તે રીતે પાછો જઈ શકે તેમ ન હતું. હવે તે બીજા જ કોઈ વીશ્વનો રહેવાસી બન્યો હતો. પોતાના વ્હાલસોયા ગામથી એનો છેડો ફાટી ચુક્યો હતો. તેની સપનભોમકા તેને મળી હતી; પણ એ તેના કશા કામની ન હતી. પણ એની મા અને સાથીદારોથી એ વીખુટો પડી ગયો હતો. એની હાલત ત્રીશંકુ જેવી બની ગઈ હતી. આ ઠગારી નવી દુનીયા ઉપર તેને અસુયા થઈ આવી.
એક બીજી આકાંક્ષા હવે તેના માનસમાં જન્મી. ગમે તે થાય – ગામ અને ઘરભેળા થવું છે. કલાકો વીતી ગયા. અહીં તેની પાસે ક્યાં કશું ખાવાનું હતું? ક્યાં કોઈ સહાનુભુતી આપે તેવા સાથી હતા? ગોવો ભુખ અને એકલતાથી વ્યાકુળ બની ગયો. કાજળકોરી ઘનઘોર રાતમાં તેનું અરણ્યરુદન સાંભળનાર કોઈ ન હતું. અરે! હવે તો ગુફાવાળી જગદંબા પાસે આરત કરવા પણ ક્યાં જઈ શકાય તેમ હતું? ગોવાને પોતાના વીનાશના ઓળા ઉભરતા લાગ્યા. મરણના પ્રદેશની કાળી રાત પડી ચુકી હતી. થાક અને હતાશાથી ગ્રસ્ત ગોવો લથડીયું ખાઈને નદીની રેતમાં ઢળી પડ્યો.
– વધુ આવતા અંકે
Like this:
Like Loading...
Related
ખુશ કરી દીધો, દાદા. સલામ તમારી કલમને (કીબોર્ડને)…
Can you give your readers-some back ground– when was the fire was found-or-wheel was invented–100000 years BC-was there a social life? I dont think the life was normal-When “Arya” came to Ondia–? K M MUnshi has writen a ;ot in hisHistorical novels–Good luck
nice work…
કલ્પનાના પ્રદેશમાં આપની ઉડાન અવિરત ચાલુ રહે..એ શુભેચ્છાઓ સાથે……
હરનીશભાઇ નું સૂચન આવકાર્ય છે.
કશુ નવુ વાંચવા મળશે જ્ એની ખાત્રી છે…
એક નવા જ પરીવેશમાં લઈ જતી નવલકથાની શરુઆત કરી છે ત્યારે, અંતરની શુભેચ્છાઓ સાથે આવકાર.
સરસ વાર્તા. વાંચવાનું ગમ્યું. આ વાર્તા આગળ કેવી રીતે વધે છે, એની જિજ્ઞાસા રહે છે.
nice one..like to indulge in an ancient world..u have a very good grip over script
Bhai.
kharekhar salam chhe tamne and tamari kalpana ne.
great……
bas aa ekaj navalkatha j na lakho pan satat bahubadhu navalkathao lakho ej bhagvan ne prathna.
mare maru naam badli ne “govo” rrakhvu 6……. salaam yaar tamne… bahu saras novel lagi…
Pingback: પ્રકરણ – 38 પહેલો હુમલો « ગદ્યસુર
Pingback: પ્રકરણ – 55 મહા શમન « ગદ્યસુર
Sri Jani Saheb
Khub Saras, Sri Harnishbhai sathe sahmat chhun.
સુરેશભાઈ,
તમારી ટપાલ ખોલીતો ખરી, નવલકથા પર નજર પડતાં થયું કે પછી વાંચીશ, પણ અભિપ્રાયો વાંચતાં આકર્ષાયો. પત્નીના સવારના પડકારને અવગણી તમારી નવી નવલકથામાં પૂરો પૂરો નાહ્યો!
અભીનંદન ! અભીનંદન !! અભીનંદન !!!
“CHAMAN”
KHUB SARAS, ABHINADAN, thanks Shri Sureshbhai,
ગોવો ,એક છલાંગ
ઝાડ અને ગુફાઓની જીંદગીમાં એક આમુલ પરીવર્તનનું બીજ રોપાઈ ગયું હતું.
…..and ahead vision of great sureshdada.
Nice begining.
Ramesh Patel(Aakashdeep)
Just downloaded… shall go thru it in depth reding later-on when at ease ok?
yes, I have that facility here at Hyderabad ,[at my daughter’s place] as my son-in law has been out in U.S. & NOW HE IS IN Dubai,shall return by Sat.day-12-3-11.Then ,I shall move for Mumbai-Dombivli near Kalyan ,in Thane District.- Shall revert to you later..-La’ Kant
સરસ વાર્તા