સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રસ્તા ઉપર પ્લાસ્ટીકની બેગ – એક અવલોકન

       હું કાર ચલાવી રહ્યો છું. થોડેક આગળ જઈ રહેલી કારના પવનના ઝપાટામાં એક પ્લાસ્ટીકની બેગ ઉડે છે, અને આમતેમ લથડીયાં ખાતી, ફંગોળાતી પાછી રસ્તા ઉપર પડવા, ઠરીઠામ થવા જાય છે. પણ ત્યાં તો મારી કારના પવનના ઝપાટામાં તે આવી જાય છે અને પાછી ફંગોળાય છે. હું તેને અવગણીને, પસાર કરીને પુરઝડપે આગળ નીકળી જઉં છું. મારા રીયર-વ્યુ કાચમાં તેની અવદશા હું અભાનપણે નીહાળું છું. થોડેક પાછળ બીજી ટ્રક આવી રહી છે. તેનો પવનનો ઝપાટો તો બહુ જોરદાર છે. કોથળી પાછી હવામાં બહુ અધ્ધર ઉંચકાય છે, ફરી ફંગોળાય છે.

       જ્યાં સુધી રસ્તા ઉપર વાહનો આવતાં જશે, ત્યાં સુધી તેની આમ જ ગતી, અવગતી ચાલુ રહેશે. અને ખરેખરા પવનનો ઝપાટો આવ્યો તો? રસ્તાની બાજુમાં, દુર ઝાડીઓમાં આવી ઘણી કોથળીઓનાં નીર્જીવ શબ લટકી જ રહ્યાં છે ને? કોઈ રસ્તો, કોઈ ધ્યેય, કોઈ મંઝીલ એમને માટે સર્જાયાં નથી.

       મારી બાજુની સીટ ઉપર હમણાં જ દુકાનમાંથી લાવેલ સામાનથી ભરેલી પ્લાસ્ટીકની, નવીનક્કોર, રુપકડી કોથળી પડી છે. એણે કોઈને સહારો આપવાનું કામ કર્યું છે. માટે એની પ્રતીશ્ઠા છે. એને માનવંતું સ્થાન મળ્યું છે. ઘેર જવાશે, સામાન ખાલી થશે, અને કોથળી કચરાપેટીમાં ફેંકી દેવાશે. એનું જીવનકાર્ય સમાપ્ત થયું છે. રસ્તા પર ઉડી રહેલી પેલી કોથળીની આવી માન-સભર આવરદા કેટલી રહી હશે?

        મને તરત માનવજીવનની સરખામણી આ કોથળી સાથે થઈ ગઈ. અને શ્રી. ભાગ્યેશ જહાની મને બહુ જ ગમતી રચના યાદ આવી ગઈ.

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું?

આખી રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો .

      સાવ નીર્વેદ થઈ ગયો. પણ બીજા વીચારે એમ પણ થયું કે, એ કોથળી કે માનવ જીવનનો એક નાનકડો તબક્કો હતો જ ને કે, જેમાં તેની કાંઈક ઉપયોગીતા હતી; તેણે કાંઈક પ્રદાન કર્યું હતું? બસ એટલી નાનીશી ગરીમાના ગુણ શેં ન ગાઈએ? અને આવી લાખો, કરોડો… અરે અબજો, અનામી ગરીમાઓના પ્રતાપે તો હજારો વર્શોથી પીરામીડો ઉભા છે.

       આખી માનવજાત વીકાસના જે તબક્કે ઉભી છે, તે આવી કેટકેટલી,  નાનકડી ગરીમાઓનો સરવાળો છે – નહીં વારુ?

3 responses to “રસ્તા ઉપર પ્લાસ્ટીકની બેગ – એક અવલોકન

 1. સુરેશ મે 22, 2008 પર 11:58 પી એમ(pm)

  આ અવલોકન લખ્યું અને તરત મારે એસ.એસ.સી.માં અંગ્રેજીમાં ભણવામાં આવતી એક કવીતા યાદ આવી ગઈ. એમાં ત્રણસો વરસ પુરાણા, ઉંચા ઓકના ઝાડ અને એક જ દીવસની આવરદાવાળા ‘લીલી’ના ફુલની સરખામણી કરી હતી.

  એની છેલ્લી કડી યાદ છે –

  Lily of a day
  Is fairer far in May.
  Although it falls and dies that night,
  It was the plant and flower of light.

  In small measures, we may just beauties see;
  In short measures too, life may perfect be.

 2. Pingback: સર્જન અને પ્રેરણા | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: