સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કચરો – અમેરીકા

      બે વરસ ઉપર હું અમદાવાદ ગયો હતો. અમારા નાનકડા ફ્લેટમાં સેક્રેટરીએ ઘેર ઘેરથી કચરો દરરોજ લઈ જવાની સરસ વ્યવસ્થા કરી હતી. ફ્લેટની નીચેની જગ્યા અને તેના દાદરા વી. વાળવાનું કામ કરતો છોકરો અથવા તેની બહેન જે કોઈ આવે , તે દરરોજ બધાંને ઘેરથી માંગીને કચરો લઈ જાય એમ ગોઠવ્યું હતું.

     અમેરીકાથી આવેલ અમને આ વ્યવસ્થા બહુ જ ગમી ગઈ. નીચે કચરો નાંખવા જવાની તરખડ બચી ગઈ હતી.

    પણ ફ્લેટની પાછળના ભાગમાં તો કચરાના ઢગના ઢગ પડેલા હતા. મને આ ન સમજાયું. મેં પેલો છોકરો, જે નીચે કચરો વાળી રહ્યો હતો તેને પુછ્યું કે, આમ કેમ?

     તેણે કહ્યું , ” સાયેબ! બધા તમારા જેવા થોડા હોય છે? કોથળીમાં કે ડોલમાં ભરી રાખે તો તો ઘરમાં વાસ મારે અને ખરાબ દેખાય ને? એટલે સીધું બારીમાંથી રવાના! બારીઓ શા માટે આપેલી છે? ” ઘરમાંથી રોજ બે વાર ધુળ વાળવાની, પછી બહાર ઉશેટી દેવાની. અને વાયરો દરરોજ આપણી આ મહામુલી સમ્પત્તી પાછી આપી જાય.

     હું તો ચક્કર જ ખાઈ ગયો. પછી અમારા ફ્લેટથી થોડેક જ દુર આવેલા પાર્કમાં મોર્નીંગ વોક કરવા નીકળ્યો. રસ્તાની બન્ને બાજુએ તુટેલી ઈંટો અને માટીના ઢગલા પડેલા હતા. મકાનોમાં કામ ચાલતું હોય, તેનો આ બધો કચરો હતો. પુરણીની રકમ કયો અમદાવાદી વગર મફતની ખરચે? પાર્ક પહોંચી થોડું ચાલ્યો. પાછા વળતાં પાર્કની સામે એક કચરાપેટી આગળ અમારો પેલો કચરો વાળનાર છોકરો ઠેલણગાડી લઈને બધો કચરો ઠાલવવા આવ્યો હતો. તેણે ઠેલણગાડી ઉંધી કરી. બાજુમાં ઉભેલી ગાયો તેના જેવા દાનવીરોની વાટ જોઈ રહી હતી. જેવો તે ગયો કે, તરત જ કચરામાંથી ખોરાક અને કાગળના ડુચા મેળવવા બધીયોય તુટી પડી. ભેળી પ્લાસ્ટીકની થેલીઓ પણ … પોતાના અલમસ્તપણાને લજવતો એક મોટો આખલો પણ આ ભોજન સમારંભમાં જોડાયેલો હતો. આ વરવા દ્રશ્ય અને એ જ્ગ્યાએથી ફેલાઈ રહેલી ખુશબુદાર બદબોથી બચવા નાક ઉપર આંગળીઓ દાબી પગપાળા જનારા મોં મચકોડી ઝડપભેર પસાર થઈ રહ્યાં હતાં. હું પણ એ સંઘમાં એમ જ જોડાયો અને વ્યગ્ર ચીત્તથી ઘેર પાછો વળ્યો.

      અને નોંધી લો કે, મારો ફ્લેટ અમદાવાદના એક  સમ્રુધ્ધ અને શીક્ષીત વીસ્તારમાં આવેલો છે. એમાં વસનાર કોઈ વ્યક્તી – સ્ત્રીઓની સમેત – અશીક્ષીત નથી. જો ત્યાં આ પરીસ્થીતી હોય તો ગરીબ વીસ્તારો અને ઝુંપડપટ્ટીઓમાં શું હાલત હશે?

આવા જ એક વરવા દ્રશ્યની વીડીયો ક્લીપ ‘અખીલ ટી.વી.’ પર જુઓ..

     અમારા વીસ્તારના ઘણા કુટુમ્બોના સભ્યો અમેરીકા, ઈન્ગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા વી. દેશોમાં વસેલા છે. ઘણા આ દેશોની મુલાકાત પણ અનેકવાર લઈ ચુકેલા છે. અમેરીકા આવી, તેની બધી સગવડો ભોગવીને, અમેરીકાને કચરો કહેનારાં; પેટભરીને તેને વગોવનારાં   પણ આપણા સમાજમાં ઘણાં છે.

      અરે! અહીંના ગ્રોસરી સ્ટોરમાં કે મંદીરની બાથરુમની જ મુલાકાત લો ને. આપણું દેશથી આયાત કરેલું આવું જ કલ્ચર ઉડીને આંખે વળગશે. બીજે બધે સ્વચ્છતાના અમેરીકન રીવાજો પાળનારા, આપણે અહીં મોકળા મને આપણી ગંદી આદતો માણી લઈએ છીએ. ત્યાં આપણને દેશની આ બધી સ્વતંત્રતા ખુબ માણવા મળે છે!

     પણ અહીં કચરાની જે માવજત થાય છે, તે ખબર છે? અઠવાડીયે બે વખત ઘરમાંથી કોથળીઓમાં ભરી રાખેલો કચરો લેવા ટ્રક આવે છે – અને તેય બંધ ટ્રક, જેથી તુટી ગયેલી થેલીઓમાંથી કચરો રસ્તા પર ફેલાય નહીં. જ્યાં તે ઠલવાય, તે શહેર બહારની જગ્યાએ પણ અવારનવાર કચરાના ઢગની ઉપર માટીનું આવરણ ફેલાવવામાં આવે છે. કોઈ જાહેર જગ્યાએ ભાગ્યે જ કચરો પડેલો આપણે જોઈ શકીએ.

    અમેરીકા પાસેથી પોપ કલ્ચર અને અર્ધનગ્ન દેખાઈએ એવી ફેશનો અપનાવનાર આપણે અમેરીકાને ભાંડવામાં પાછી પાની નથી કરતા. પણ સ્વચ્છતાના આ પાઠ આપણે ક્યારે શીખીશું?

8 responses to “કચરો – અમેરીકા

 1. Chirag Patel જૂન 8, 2008 પર 7:40 પી એમ(pm)

  દાદા, અમેરીકાથી જનારા આપણે ત્યાં અહીંના શરાબ-શબાબ ભોગવાદી વલણનું પ્રદર્શન કરીને ત્યાં લોકોને એવા રવાડે ચઢાવીએ છીએ અને અહીંની ઉજળી બાજુતો આપણને પણ જચતી નથી તો ત્યાં ક્યાંથી સમજાવીએ?

 2. અખિલ સુતરીઆ જૂન 9, 2008 પર 6:07 પી એમ(pm)

  સ્નેહલ સુરેશભાઇ,

  કચરો .. આપણને જે નથી જોઈતું તે … પછી તે .. રાંધેલું અનાજ હોય કે બગડી ગયેલા ફ્ળ .. કાગળ કે પ્લાસ્ટીક .. લાકડા કે લોખંડ .. થંડૂ કે ગરમ .. રીસાયકલ થાય કે ન થાય … બસ .. તે ફેંકી દેવાનું.

  ક્યાં, ક્યારે અને કેવી રીતે એ જાણ્યા વગર .. બસ … નીકાલ કરવો .. એટલું જ વિચારવાની ટેવને બદલવાની જરૂર – અનિવાર્યતા છે.

  અખિલ ટીવી પરની વિડિયો ક્લિપનો રેફરન્સ અન્યોને આપવા બદલ ધન્યવાદ.

  – અખિલ

 3. pravinash1 જૂન 10, 2008 પર 5:17 એ એમ (am)

  આપણામા સુંદર કહેવત છે

  “ગધેડુ ગંગા નાહ્યે ઘોડું ન થાય”.

  અમેરિકા આવ્યા સાથે આપ્ણી

  હિંદુસ્તાની રિતભાત લાવ્યા. અમેરિકન

  ડોલર કાંઈ સંસ્કાર બદલતા નથી એને

  માટે તો ગળથુથીમા હોવા જરૂરી છે.

 4. Nirlep Bhatt જૂન 12, 2008 પર 1:37 પી એમ(pm)

  saachi vaat….it has been fashionable to cricise US & europe & westerhn culture, without adapting positives of them.

 5. સુરેશ જાની જૂન 17, 2009 પર 6:57 એ એમ (am)

  શ્રી. અરવિંદ અડાલજાએ ઈમેલથી આપેલ કોમેન્ટ –

  આપનો કચરા ઉપરનો લેખ વાંચ્યો. આપણા લોકોની માનસિકતા કચરા સાથે જ જીવવાની છે પેલા ભુંડની માફક ગમે તેટલા પ્રયાસો કરો પણ એ તો જેમ વર્તતા હતા તેમજ વર્તતા રહે છે. ભેંસ આગળ ભાગવત છતાં મારા અને તમારા જેવા એ વિષે લખ્યા કરે છે અને ટોક્યા કરે છે જો ક્યારેક પણ પરિવર્તન ઝીલી શકે તો

 6. Kalpesh જૂન 17, 2009 પર 1:17 પી એમ(pm)

  I don’t agree with comments by Pravinash1 and Arvind Adalja.

  Kids learn from their parents. So, the change can come from Parents. If parents litter the garbage, kids (even if they learn in the school not to do it) will pick up some of the bad things.

  It doesn’t matter if it is US or India. Its you & I who matter. I can still be civilized in India & act like a jerk in US.

  Bottomline: it is not about country, it is about person (could be me or you).

 7. પ્રવિણ શ્રીમાળી ઓગસ્ટ 7, 2009 પર 11:06 પી એમ(pm)

  ” અને નોંધી લો કે, મારો ફ્લેટ અમદાવાદના એક સમ્રુધ્ધ અને શીક્ષીત વીસ્તારમાં આવેલો છે. એમાં વસનાર કોઈ વ્યક્તી – સ્ત્રીઓની સમેત – અશીક્ષીત નથી. જો ત્યાં આ પરીસ્થીતી હોય તો ગરીબ વીસ્તારો અને ઝુંપડપટ્ટીઓમાં શું હાલત હશે?”

  દાદા,
  તમારી આ વાત તો સાચી જ છે.તમને ખબર હશે કે સ્ત્રી પાડોશણોમાં સૌથી વધારે ઝઘડા આ બાબતે થાય છે, કાંતો કચરો ફેંકવા બાબત અથવા ગંદુ પાણી નાંખવા બાબત કે ગટર ની નીંક તેમની તરફ કરતાં ઝઘડાં મહારૂપ ધારણ કરે છે-જીભા જોડી અને બોલચાલ થી મહામારી સુધી!!
  -અને ધીરજ ધરો આ બાબતે હું શ્રમયજ્ઞની વાત લઈને આવું છું મારા બ્લોગ પર !! મારા ગૃપનાં યુવા મિત્રો અને વડીલો કેટલાંક ગામડાંઓમાં અમે આ અભિયાન ચલાવીએ છીએ -જેના ઘર આગળ કચરો પડ્યો હોય તેની સામે જ બધા જોતાં રહે તેમ હાથમાં સાવરણાં અને ઝાડું લઈને સફાઈ ઝુંબેશ ચાલુ કરી દઈએ છીએ… બિચારા તે ઘર માલિક ને કે ગૃહિણીને ટયુબલાઈટ થાય એટલે તે પણ જોડાઈ જાય!!…
  ૧૫મી ઓગસ્ટ -આઝાદ દિન ની ઊજવણી અનોખી રીતે અમે કરવાના છીએ!! તેમાં તમને જોડાવવા આમંત્રણ આપીશું !! -હા,તેમા તમારે સ્વદેશ-ભારત આવવાની જરૂર નથી, ત્યાં વિદેશમાં બેઠા-બેઠા તમે ઊજવણી કરી શકશો !!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: