સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘ગદ્યસુર’ ઉપર જન્મેલ પ્રથમ ઈ-પુસ્તક : એક સમાચાર

4-જુલાઈ- 1776

     આજથી બરાબર 232 વર્શ પહેલાં, શાહીવાદી, બ્રીટીશ શાસનની જુલમી એડી નીચે દબાયેલી, કચડાયેલી અને અમેરીકાના વણખેડાયેલા પ્રદેશમાં સંઘર્શમય જીવન જીવતી એક મહેનતકશ પ્રજાએ પોતાના સ્વાતંત્ર્યની ઘોશણા કરી હતી. આ વીશે વધુ જાણવા નીચેની લીન્કો ઉપર ‘ક્લીક’ કરો –

http://en.wikipedia.org/wiki/Independence_Day_(United_States)
http://www.usa.gov/Topics/Independence_Day.shtml

    વીશ્વમાં પ્રજાએ સ્વયંભુ રીતે રાજાશાહી શાસન સામે કરેલ બળવાની આ બીજી ઘટના હતી. આ અગાઉ છેક 15, જુન 1215ના દીવસે; એ જ બીટનમાં, રાજાની સત્તા સામે એના ક્ષત્રપો અને ઉમરાવોએ બળવો પોકાર્યો હતો; અને  પ્રજાને પણ મર્યાદીત હક્કો આપતા ‘મેગ્ના કાર્ટા’ નામના એક જગપ્રસીધ્ધ કરારનામા પર સહી કરવા, એ વખતના નોર્મન રાજા જ્હોનને મજબુર કર્યો હતો. એ માટે વીશેશ માહીતી મેળવવા અહીં ક્લીક કરો –

http://en.wikipedia.org/wiki/Magna_Carta

     પ્રજાનો આ આક્રોશ અને આ આગ ત્યાર બાદ ફ્રાન્સમાં અને પછી આખા વીશ્વમાં ફેલાયાં હતાં અને ધીમે ધીમે વીશ્વમાં લોકશાહીનો ઉદય થયો હતો.

    આજના એ યાદગાર દીવસે, અમેરીકાના સ્વાતંત્રદીને  ‘ગદ્યસુર’ પર, વીશ્વ ગુર્જરીની સેવામાં મારું પ્રથમ પુસ્તક ‘ અવલોકન શતદલ’ સાદર અર્પણ કરતાં, મને અત્યંત આનંદ થાય છે.

   ઉપર આપેલ ‘ડાઉન લોડ’ ટેબ પરથી તમે આ પુસ્તક ડાઉનલોડ કરી શકશો. ( આનો ગુજરાતી પર્યાય મને ખબર નથી, અને જરુર પણ લાગતી નથી. ) માઈક્રોસોફ્ટ વર્ડની [ .doc ] ફાઈલ અને એક્રોબેટ રીડરની [ .pdf ] ફાઈલ એમ બેઉ સ્વરુપોમાં આ સવલત મળી શકશે. પણ જે વાચકોના કોમ્પ્યુટર ઉપર .doc ફાઈલ વાંચી શકાતી હોય તેમને વીનંતી કે, એ ફાઈલ ડાઉનલોડ કરી પુસ્તકના આધુનીક રુપમાં મળતી સવલતોનો અનુભવ કરે. એક સામાન્ય ગુજરાતી વ્યક્તીને માટે પુસ્તક વાંચનનો,  આ એક નુતન અને ઉલ્લાસજનક અનુભવ પુરવાર થશે; એમ મને લાગે છે.

    સર્વશ્રી જયંતિ મ. દલાલ  અને હરનિશ જાનીનો આ પુસ્તકની પ્રસ્તાવના અને બે બોલ લખી આપવા માટે હું જાહેર આભાર માનું છું. બીજા અનેક મીત્રોએ અને કુટુમ્બીજનોએ મારા આ પ્રયત્નને પ્રોત્સાહન આપ્યું છે; અને તેમના પ્રતીભાવ મોકલ્યા છે. એ સૌનો પણ અહીં હું જાહેર આભાર માનું છું.

     આજથી સાત મહીના પહેલાં અમેરીકન નાગરીક બનેલા; એવા મારે માટે અમેરીકાનો આ સ્વાતંત્ર્યદીન બહુ અગત્યનો દીવસ છે. આ પુસ્તક પ્રગટ કરવા હું છેલ્લા સાતેક મહીનાથી પ્રયત્ન કરી રહ્યો હતો. મારું લખાણ ડીજીટલ ફાઈલના સ્વરુપમાં હોવા છતાં મને કહેવામાં આવ્યું કે, ‘આખું લખાણ ફરીથી ટાઈપ કરવું પડશે.’ મને આ બહુ અજુગતું લાગ્યું. આપણા પ્રીન્ટ મીડીયા માટે મને ગ્લાની ઉપજી.

    આજની તારીખમાં આખા વીશ્વના, સેંકડો ગુજરાતી બ્લોગરો, સાવ નીસ્વાર્થ ભાવે, પોતાના સમયનો ભોગ આપીને વીશ્વભરમાં પથરાયેલ ગુજરાતી સમાજ માટે જ્ઞાન અને ગમ્મતની લ્હાણી કરી રહ્યાં છે. આ પુસ્તક મારા બ્લોગ ઉપર, ઈ-પુસ્તક તરીકે પ્રગટ કરીને, પોતાનાં મૌલીક સર્જનો વીશ્વ-ગુર્જરીના ચરણે ધરવાની એક રીત દર્શાવવાનો; તેમને માટે એક નવી દીશા ખોલ્યાનો મને આનંદ છે.

     ‘અવલોકનો’ એ મારા ચીત્તમાં પ્રગટેલી, મારી આગવી, ચીંતન અને અભીવ્યક્તીની શૈલી છે. જો આમાંના કોઈ લખાણથી કોઈ પણ વાચકને ઉત્સાહ અને પ્રેરણા મળે; તો મારે માટે એ પરમ સૌભાગ્યની ઘડી હશે. આ માટે સૌ વાચકોના મુક્ત મનના પ્રતીભાવની હું વાંચ્છના અને પ્રતીક્ષા કરું છું. સાથે એ વીનંતી પણ કરું છું કે, જો તમને આ લખાણો ગમ્યાં હોય તો તમારા મીત્રો અને સંબંધીઓ- સ્વજનોને  આની મુક્ત લ્હાણી કરજો.

    મને આશા અને શ્રદ્ધા છે કે,  સતત મળતા રહેતાં આવાં પ્રોત્સાહનોથી પ્રેરાઈને, મારી અન્ય મૌલીક રચનાઓ પણ અવારનવાર વીશ્વ ગુર્જરીને ‘ડાઉનલોડ’ કરવા મળતી રહેશે .

22 responses to “‘ગદ્યસુર’ ઉપર જન્મેલ પ્રથમ ઈ-પુસ્તક : એક સમાચાર

 1. neetakotecha જુલાઇ 3, 2008 પર 11:24 પી એમ(pm)

  congratulations dadaji
  ame khub khush thaya chiye bas haji vadhare ne vadhare tame books lakhta raho e j shubh kamna..
  neeta na sadar pranam

 2. જીગ્નૅશ અધ્યારુ જુલાઇ 4, 2008 પર 12:27 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન

  ક્યાંક વાંચ્યુ છે કે જીવનમાં જો તમને કાંઈક કરવાની મહેચ્છા હોય તો કોઈ પહાડ તમારો રસ્તો રોકી શક્તો નથી અને કોઈ નદી તમને તાણી શકે નહીં……તમારા આ અથાગ પ્રયત્ન બદલ અભિનંદન…..ઘણા સમય પહેલા તમે ઈ મેઈલ મા એક ડ્રાફ્ટ મોકલ્યો હતો …. આજે એનું મૂર્તીમંત સ્વરૂપ જોઈ હાર્દીક આનંદ થાય છે. એક ભાષાને તેના પ્રચાર પ્રસાર માટે જે સમર્પણ અને મહેનતની જરૂર જોઈએ તે, અને મોટી ઉંમર છતા મહેનત કરવાની ભાવના તમારી પાસે લખલૂટ છે…….કીપ ઈટ અપ દાદા ….. બેસ્ટ ઓફ લક …..

 3. saifuddin Bandukwala જુલાઇ 4, 2008 પર 12:46 એ એમ (am)

  For the still those of us the fortune ones(Thank G0d)able willing and ready to read GUjrati,I try visit your site and find solace like visit to an old garden often visitd.My warmest regards and best wishes

 4. Harsukh Thanki જુલાઇ 4, 2008 પર 12:46 એ એમ (am)

  “અવલોકન શતદલ”ના ઇ-પ્રકાશન બદલ ખૂબખૂબ અભિનંદન.

 5. Niraj જુલાઇ 4, 2008 પર 1:51 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન દાદા.. જીવનની નાની નાની ઘટનાઓનું ઝીણું અવલોકન કરી તમે એનું વાસ્તવિકતા સાથે તાદામ્ય સાધ્યું છે. ઘણા અવલોકનો જીવનપ્રેરક છે. મોટી ઉમરે પણ તમારી આ શક્તિ અને પ્રયાસ દાદ માગી લે છે. ઈ-પ્રકાશન માટે હાર્દિક શુભેચ્છાઓ..

 6. jugalkishor જુલાઇ 4, 2008 પર 2:50 એ એમ (am)

  એક નવું સીમાચીહ્ન !!
  અભીનંદન અને અનેક શુભેચ્છાઓ.

 7. Shah Pravinchandra K જુલાઇ 4, 2008 પર 6:47 એ એમ (am)

  સારા કામમાં સહુનું સમર્થન !

 8. Dr. Dinesh O. Shah જુલાઇ 4, 2008 પર 6:52 એ એમ (am)

  Dear Sureshbhai,

  Many many congratulations for the release of your first e-book. You have done a most ispiring job in your retirement years for all ‘retired’ Gujaratis! With best wishes and warmest personal regards,

  Dinesh O. Shah

 9. Madhusudan Desai જુલાઇ 4, 2008 પર 7:26 એ એમ (am)

  I could not get any thing better first thing in the morning this 4th of July.
  Thanks

 10. nirlep જુલાઇ 4, 2008 પર 8:24 એ એમ (am)

  This is a landmark achievement, both in your personal life & in gujarati litereature. But, pls. dont stop here, I am sure your best time as a Gujarati literature is yet to come.

 11. Jayesh જુલાઇ 4, 2008 પર 11:04 એ એમ (am)

  Congratulations. Just can’t imagine how you manage to get this much time, energy, ideas and thoughts in such short span of time!

  If you want to make available a print addition (which users can order by paying printing costs), please let me know. It will cost nothing to you and they also include it on Amazon so you can reach a much wider audiance. I have a stock trading book published and I would love to share my experiences if you need.

  All the best,

  Jayesh

 12. Dr.Kanak Raval જુલાઇ 4, 2008 પર 3:52 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈઃ
  પહેલાંતો એક “દ્વિદેશી” (તન અમેરિકામાં પણ ભારત મનમાં) તરિકે તમને નવા “દ્વિદેશી”ને આવકારું છું.
  “અવલોકન શતદલ “માં ડોકિયું કરી મૂખડું જોઈ લીધું, નિરાંતે વાંચીશ કારણકે તમને અભિનંદવા વધારે આવશ્યક હતું.
  આ લખાણ મારે PramukhLib v 1.0માં લખી “કોપિ/પેસ્ટ” કરવું પડ્યું.
  સીધું તમારા પાના પર indic IME આવ્યું નહી.ઉપાય લખશો (kanakr@yahoo.com) પર -કનકભાઈ

 13. Saupriya Solanki જુલાઇ 5, 2008 પર 9:16 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન

 14. Mehul જુલાઇ 8, 2008 પર 10:50 એ એમ (am)

  રોજ-બ-રોજ ના અનુભવોને ઉંડાણથી માણવાની તમારી વ્રુત્તી ગમી ગઈ. આસપાસની દુનીયા વીશે aware રહેવુ એ પુરી જીંદગી માણવાનો ભાગ જ છે ને! Zen સાધુઓ જેવા તમારા જીવન વીશે જાણીને ઘણો જ આનંદ થયો.

  And yes – congratulations on publishing the e-book with very professional looks & feel.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: