સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધર્મ અને વીજ્ઞાન

     માણસના મનમાં કુદરતે મુકેલી વીચારશક્તીના પ્રતાપે, માણસે કેવળ પશુવ્રુત્તીમાંથી અનેરી પ્રગતી સાધી છે. આ પ્રગતીનાં બે મુળભુત પાસાં તે ધર્મ અને વીજ્ઞાન. આ વીચારશક્તીના કારણે જીવન સુખ અને સગવડથી ભરેલું બન્યું છે; અને સારાસારનો વીવેક પણ નીપજ્યો છે. પણ સાથે સાથે અનેક અનીષ્ટોને પણ તેણે જન્મ આપ્યો છે.

    મારા મતે આમાંનું એક સૌથી પ્રધાન અનીષ્ટ છે – ધર્મ અને વીજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ. વીજ્ઞાને ધર્મ અને નીતીની ઘોર ઉપેક્ષા કરી છે. વીજ્ઞાનની મદદથી સર્જાયેલા સાધન અને સમ્પત્તીના કારણે માણસ ભોગવાદી બન્યો છે; કેવળ સ્વાર્થમાં જ રાચતો થયો છે.

    તો સામે પક્ષે ધર્મે વીજ્ઞાનને હમ્મેશ પરમ તત્વથી વીમુખ માન્યું છે; અને તેને દબાવવા, કચડવા પ્રયત્નો કર્યા છે. સોક્રેટીસને ઝેર આપી મારી નાંખ્યો છે; બ્રુનોને જીવતો જલાવી દીધો છે. ગેલીલીયોને કેદમાં રીબાવી, તેની માન્યતાઓને બળાત્કારથી ઉલટાવવા મજબુર કર્યો છે. પોતાની ધાર્મીક માન્યતાઓ અન્ય પર ઠોકી બેસાડવા અનેક યુધ્ધો લડાયાં છે; રકતપાત થયો છે; સંસ્ક્રુતીઓ તારાજ થઈ ગઈ છે.

    અને કરુણાજનક વાત તો એ છે કે, ધર્મ અને વીજ્ઞાન એક જ સત્યના બે પાસાં છે !

    વીજ્ઞાન સત્યનું અવલોકન કરે છે, એ અવલોકનમાંથી તર્ક અને પ્રયોગોના સહારે નવી શોધખોળો કરે છે અને નવાં સાધનો, શાસ્ત્રો, વીચારધારાઓને જન્મ આપે છે. ધર્મ સત્યની સર્વોપરીતાની ભક્તી કરે છે અને ભાવ અને શ્રધ્ધાના સહારે અંતરની વાણીને ઉજાગર કરે છે; સજીવની અંદર રહેલા જીવંત તત્વ સાથે ગોઠડી સાધે છે.

    અને આવી જ કો’ક અંતરની વાણી કો’ક ન્યુટનને ગુરુત્વાકર્ષણનો નીયમ રજુ કરવા પ્રેરે છે. આવી જ કો’ક વાણી જ્યોર્જ વોશીંગ્ટન કાર્વર જેવા વીજ્ઞાનના માણસને કુદરતમાં રહેલી સંવાદીતા નીહાળવા પ્રેરે છે , તો ક્યાં’ક ગૌતમ બુધ્ધને કેવળ વીવેક બુધ્ધી જગવવા પ્રોત્સાહીત કરે છે.

   મારા મતે, માનવમનના વીકાસના પ્રારંભીક તબક્કામાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. પ્રાગૈતીહાસીક કાળના એ અબુધ માનવીઓ, એ જંગલના જીવો સત્યની ઘણી વધુ નજીક હતા. અનેક જીવનસંઘર્ષોની વચ્ચે, ધર્મ અને વીજ્ઞાન બન્ને એમના જીવનમાં એક રુપ બનીને વીલસતા, પાંગરતા હતા. આવી જ પરીકલ્પના મારી નવલકથાના આજના પ્રકરણની પાર્શ્વભુમીમાં છે. એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

        પણ આપણી કહેવાતી સંસ્ક્રુતીએ આ પાયાની સંવાદીતાનો દાટ વાળી દીધો છે. ધર્મ અને વીજ્ઞાન એકમેકના વીરોધી બનીને બેઠા છે. શ્રધ્ધા અને તર્ક તાલબધ્ધ બનીને એક સાથે કેમ ન ચાલી શકે? શ્રધ્ધા શું અંધ થવા જ સર્જાઈ છે? તર્ક શું કેવળ ભોગવાદીપણાને ઉત્તેજન આપવા જ સર્જાયો છે? આના એક ઉકેલ તરીકે, વીવેકબુધ્ધી કેળવવાનો મત પણ પ્રવર્તે છે. પણ આ વીવેક માત્ર વીજ્ઞાનને જ મહત્વ આપે છે. શ્રધ્ધાનો છેદ જ ઉડાવી દે છે.

   માનવ જાગરુકતા જે તબક્કે આવીને ઉભી છે, તેમાં આ સંવાદીતા ફરીથી ઉજાગર થશે; તો માનવજાત સર્વનાશ તરફની આંધળી દોટમાંથી કોઈક ઉજાસવાળો માર્ગ કાઢી શકશે.   આ દોટ વીષેની એક પરીકલ્પના અહીં વાંચો  . નહીં તો આ હજારો વર્ષોમાં થયેલો  વીકાસ, એક વર્તુળ પુરું કરીને માનવજાતને એ પથ્થરયુગમાં ફરી પાછી લાવી દેશે. 

———

   આ વીચાર ધારાને ઉદ્દીપીત કરવા પાછળ મારા પુત્રવત ચીરાગ પટેલ્નો મ્રુત્યુ પરનો લેખ છે. એ વાંચવા અહીં ક્લીક કરો.

   આશા રાખું કે, આ વીષય ઉપર વીશદ ચર્ચા થશે. મારા મતે આ આપણી પાયાની એક જરુરીયાત છે.

4 responses to “ધર્મ અને વીજ્ઞાન

 1. CHANDRAVADAN MISTRY જુલાઇ 12, 2008 પર 7:16 એ એમ (am)

  DHARM means RELIGION..& VIGYAN means SCIENCE, Yes both are the PATHS to the ULTIMATE TRUTH. But when you view RELIGION as the persuit to DIVINITY it trnslates into the CODE of LIVING in the RIGHT PATH, SCIENCE is based on HUMAN NATURE to find the TRUTH behind all the CREATION & elevate our UNDERSTANDING of all that exist. Therefore the TRUTH as by SCIENCE today can be different tomorrow with the NEW DISCOVERY..& that becomes the accepted TRUTH..& the FUTURE may present this TRUTH in a yet ani other way. Now if we look DHARM as a path to reach DIVINITY then that path never change & it only the HUMANS who seek HIM try the DIFFERENT WAYS . The different ways to reach the DIVINITY sometimes leads to CONFUSION & make us forget our GOAL. If ATMA is PROVOKED to the MAXIMUM then you get the FAITH based powers from within to keep the FOCUS on DIVINITY.

 2. Chirag Patel જુલાઇ 12, 2008 પર 2:59 પી એમ(pm)

  જે પ્રાચીન વૈદીક ધર્મ હતો એમાં વીજ્ઞાનને બખુબી વણી લેવામાં આવ્યું હતું એવું લાગે છે. એમાં જો કે આજના વીજ્ઞાન જેટલી વીગતો સુક્ષ્મતાથી દર્શાવવામાં નથી આવી, પરંતુ માનવમન – શરીર વીજ્ઞાન – બ્રહમાંડને તો સનાતન ધર્મના પાયામાં મુકીને આગળ વધવા પર બહુ જોર મુકવામાં આવ્યું હતું. કાળક્રમે, આપણે મુળસીધ્ધાંતો છોડીને આડે પાટે ચડી ગયા.

  મહાન ભૌતીક વીજ્ઞાની શ્રીઆલ્બર્ટ આઈંસ્ટાઈન પોતે ધર્મની વીચારધારાને બહુ માન આપતાં. શ્રીફ્રીત્જોફ કેપ્રા કે રોબેર્ટ પેર્સીગ જેવા આધુનીક ભૌતીકવૈજ્ઞાનીકો પણ ભારતીય તત્વચીંતનથી ઘણાં પ્રભાવીત છે.

 3. Mehul જુલાઇ 12, 2008 પર 10:58 પી એમ(pm)

  પરંપરાગત, અને મુખ્યત્વે પશ્ચીમી ધર્મોનો વીજ્ઞાન સાથે સંઘર્ષ થતો આવ્યો છે, અને અત્યારે પણ થાય છે (So called creationism and evolution). પણ પુર્વના ધર્મોનો આવો સંઘર્ષ થયો નથી. ઉલટાનુ, બૌધ્ધ ઘર્મના સાધુઓ આધુનીક વીજ્ઞાનનીઓ સાથે કદમ મીલાવતા જોવા મળે છે. Quantom ભૌતીકવીજ્ઞાન અને પુર્વના ધર્મોનુ fusion જોવુ હોય તો આ documentary film જોવા જેવી છે: http://www.whatthebleep.com/whatthebleep/

  બીજી બાજુ, કેટલાક rationalist લોકોને ધર્મ કે ધર્મને લગતી વાતોથી સુગ ચડે છે – and the irony is, that’s really irrational and so “un-scientific”! Anyways – આ તો એવો વીષય છે કે ઘણુ ઘણુ લખી શકાય – ચાલો અત્યારે વીરમુ છુ.

 4. Pingback: ડાબું મગજ - જમણું મગજ « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: