સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

    ગુજરાતી બ્લોગ પરના ગુજરાતી લેખનું પાટીયું અંગ્રેજીમાં?

    હા, કારણકે, આ શીર્ષક(!) અરે! ફરી ભુલ્યો..,પાટીયું, 58,000ની વસ્તીવાળા અમારા ગામ મેન્સફીલ્ડની મ્યુનીસીપલ સ્કુલ(!)ના તંત્રનું છે. આઈ.એસ.ડી. એટલે ઇન્ટર સ્કુલ ડીસ્ટ્રીક્ટ. અહીં અમેરીકામાં અમુક ભૌગોલીક વીસ્તારને આવરી લેતા આવા શૈક્ષણીક તાલુકા હોય છે. એમાં બે કે ત્રણ શહેરો પણ આવી જાય. એમનું તંત્ર અલગ. એ કોઈની હકુમતમાં ના આવે. એમની હદમાં જે ગામ કે શહેર આવતાં હોય; એમના મકાન પરના કર(ટેક્સ) ની રકમના 30 થી 40% રકમ આ તાલુકાને મળે. રાજ્ય સરકાર પણ એને ગ્રાન્ટ ( અનુદાન?) આપે. પણ કોઈની હકુમત એના ઉપર ન ચાલે. હા! એનું સંસ્થાકીય માળખું તો લોકશાહી જ હોય; અને તેમાં એ ગામ કે શહેરના તંત્રના પ્રતીનીધી જરુર હોય. પણ એનું તંત્ર સાવ સ્વાયત્ત. આટલી બધી અગત્ય આ અતી આધુનીક, અને જગતનો સૌથી વધુ શક્તીશાળી દેશ પ્રાથમીક શીક્ષણને આપે છે.

   પણ અહીં વાત કરવાની છે એના વાહન વ્યવહાર વીભાગની. એક માઈલની અંદર રહેતાં હોય તેવાં બાળકોને વાલીઓએ લેવા લઈ જવાની વ્યવસ્થા જાતે કરવી પડે. પણ એનાથી વધારે દુર રહેતાં હોય; તેવાં બાળકો માટે સ્કુલબસની વ્યવસ્થા બધે જ હોય છે. અને આ બસની સગવડ સાવ કાના માતર વગરની – એકદમ મફત. એ સ્કુલ બસના વટની વાત તો અગાઉ કરી છે. ( એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. ) તમે એના ગંજાવર ડેપો જોઈને એ તંત્ર કેટલું મોટું અને ગંજાવર હોય છે . તેનો અંદાજ કાઢી શકો.

    પણ અહીં એક નવા અનુભવની વાત કરવાની છે.

—————–

    હું મારી દીકરીના દીકરાને ઘેર પાછો મુકી જનાર બસની રાહ જોઈ રહ્યો છું. બપોરના બારનો સમય છે. હમણાં જ મેં મારું જમણ પતાવ્યું છે, અને મહામુલી વામકુક્ષી આંખોમાં સુસ્તી ભરી રહી છે. મને ચીમકી દઈને કહેવામાં આવ્યું છે કે, ‘ઝોકું ન ખાતા.’ પણ એ અમૃતસમ ઝોકું ખાળી શકાતું નથી. રાતે થોડીક જ મળતી ઉંઘનો વીકલ્પ તો શરીર માંગે જ ને? અને કદીક ધોળે દી’ પણ નસકોરાંનો નાદધ્વની થવા માંડે તો નવાઈ નહીં! ( નસકોરાં વીશે હસી લેવા અહીં ‘ક્લીક’ કરો. )

    અને એજ કમભાગી પળે, સ્કુલ બસ ઘર આગળ આવી જાય છે. મારી કાર તો ગેરેજમાં પડી છે. ઘરમાં કોઈ નથી એમ માની ડ્રાઈવર બસને પાછી લઈ જાય છે – દીકરાને લઈને સ્તો! આ જ તો અમેરીકન રસમ છે. એને ઘરની ઘંટડી વગાડવાની ફુરસદ કે વીવેક નથી.

    એક જ મીનીટ… અને હું  રણની વીરડી જેવી એ મારી મધ મીઠી ઝપકીમાંથી સફાળો જાગી જાઉં છું અને ફરી બસની રાહ જોવાની શરુ કરું છું. અડધો કલાક વીતી જાય છે. મારી પત્ની અને હું, બન્ને જણા ચીંતા કરવાનું શરુ કરી દઈએ છીએ. ‘બસ હજુ કેમ ન આવી?’

    પોણો કલાકે ફોનની ઘંટડી રણકે છે. અમારા જમાઈનો ફોન છે – ‘બસ અડ્ડા પર પાછી ગઈ છે અને ‘નીલ’ને ત્યાંથી લઈ આવવાનો છે.’

    ઘરવાળીની ‘સ્વસ્તી’ ઝટપટ સાંભળી લીધા બાદ, હું સફાળો દોટ મેલું છું. મીલીટરી કમાન્ડોની સ્ફુર્તી મારા મન અને અંગ-પ્રત્યંગમાં આવી જાય છે. બસ અડ્ડો શાળાની સામે જ છે; પણ એને તો બહારથી જ જોયેલો છે. હું ત્યાં ડાફોળીયાં મારતો પહોંચું છું. સો, બસો બસો ત્યાં પાર્ક કરેલી પડી છે, પરંતુ ક્યાંય એક પણ માણસ દ્રષ્ટીગોચર થતું નથી.

    બાજુમાં એક મોટો શેડ દેખાય છે. હું ત્યાં વખાનો માર્યો પહોંચું છું. આ બસની સાર સંભાળ માટેની જગ્યા છે. રોજના ક્રમ મુજબ અહીં બસોની સંભાળ લેવાય છે. બધી બસો ચકચકાટ અને સાફસુધરી રાખવામાં આવે છે. જરુરી હોય તેવી નાની મરામત કરવાની સગવડ પણ અહીં છે. બાજુમાં જ ડેપોનો પોતાનો, ડીઝલ પમ્પ પણ છે.

    એક મેક્સીકન પુરુષ અને સ્ત્રી ત્યાં એક બસની સફાઈ કરી રહ્યાં છે. એમને આ ડેપોની ઓફીસ બાબતમાં પુછું છું. મને કહેવામાં આવે છે કે, હું ખોટી જગ્યાએ આવ્યો છું. કમ્પાઉન્ડમાં થોડેક દુર, એક મોટું મકાન છે. મને ત્યાં જવાનું કહેવામાં આવે છે.

     ત્યાં પહોંચતાં જ રડું રડું થઈ રહેલો દીકરો દ્રષ્ટીગોચર થાય છે! ઓફીસના કાઉન્ટરની અંદર બે કારકુન બહેનોની બાજુમાં તેને બેસાડેલો છે. હું મારું ડ્રાઈવીંગ લાયસન્સ એક બહેનને બતાવું છું. મારી સહી લઈને; હું જ અધીકૃત વ્યક્તી છું, તેની ચકાસણી કરીને; મને દીકરો સોંપવામાં આવે છે.

     હું સ્વધામ પાછો આવું છું! ત્યાર બાદ મારી જે ધોલાઈ થઈ છે, તે ધ્યાનમાં રાખીને આ ‘શબ્દ’ યથાયોગ્ય વાપર્યો છે! પણ આગળની વાત મારી એ ધોલાઈની નથી કરવાની. એ કામ તમારા કલ્પના પ્રદેશમાં, તમને જ સ્વૈરવીહાર કરવા સોંપ્યું.

   પણ..

   બાળ-શીક્ષણની, અહીં જે દરકાર લેવાય છે, તેનું સ્કુલ બસ એક નાનું સરખું પ્રતીક છે. અમેરીકાની પ્રગતીના પાયામાં જે ઠોસ ઈંટો ધરબાયેલી પડેલી છે, તેમાંની એક શીક્ષણ છે.

    પોતાની સાત નહીં પણ સીત્યાશી પેઢી, સાત મણની તળાઈમાં સુઈને જલસા કરે; તેવા અથાગ પ્રયત્નો કરી રહેલા ભારતના રાજકારણીઓ અહીં અનેક વાર ‘વીઝીટ’ લઈ ચુક્યા છે, તેમની કને આવા બસ ડેપોમાં એકાદ બસ સાફ સુધરી કરાવી હોય તો? અને ટીવી પ્રોડ્યુસરોને ખાસ ‘ પ્રવેશ બંધ’ !! અને આપણી મહાન પરંપરાઓના ગુણગાન ગાનારા આપણે થોડીક સંભાળ આપણી શીક્ષણ વ્યવસ્થાની પણ લેતાં થઈએ તો?     

6 responses to “મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

 1. nilam doshi જુલાઇ 24, 2008 પર 2:20 પી એમ(pm)

  dada.have dholai biji var n thay mare be careful ho….

  baki em visit levathi rajkaranio sudhare tevi asha rakhay ?

 2. Prarthna Bhatt જુલાઇ 25, 2008 પર 12:40 પી એમ(pm)

  Dada,
  Rajkaranio ne khurshi sivay biju kai dekhatu hot to, problem j kya hato? pan evi asha jaroor rakhiye chhiye, ke rajkaranio thoda sudhare. Take Care.

 3. Pingback: ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « કાવ્ય સૂર

 4. atuljaniagantuk ડિસેમ્બર 4, 2009 પર 3:16 એ એમ (am)

  અમેરીકનોની સુંદર વ્યવસ્થા શક્તિ અને એક મુળ ભારતીયની પારંપરીક ઝોકુ ખાઈ લેવાની મનોવૃત્તિ અને બંનેના પરીણામો જોયા. આપણે આવા શું કામ છીએ તો તેનો જવાબ છે સ્વયંશિસ્ત અને યોગ્ય હકુમતનો અભાવ. ભારતીયો માં સ્વંય શિસ્તતો કદાચ અમેરીકામાં પણ નહી આવતી હોય પણ હકુમતની ધાકથી તે ભારતની બહાર સીધો ચાલે છે. ભારતમાં કદાચ થોડું ઘણું ય બરાબર ચાલતું હોય તો માત્ર ને માત્ર સ્વયંશિસ્તમાં માનનારા થોડા ઘણા લોકોને લીધે, બાકી હકુમતનો પ્રભાવ તો ક્યાંય દેખાતો નથી – સીવાય કે ગુંડા અને બદમાશોને છાવરવામાં.

 5. Pingback: બસની રાહ જોતાં – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: