સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચામાં ખાંડ – એક અવલોકન

     મારો ચા બનાવવાનો નીત્યક્રમ તે દીવસે થોડોક ખોરવાયો.

     હું સવારે સ્ટવ આગળ મારી આ મહાન ફરજ નીભાવતો ઉભો હતો. ત્યાં મારા જમાઈને કશુંક જડતું ન હતું. માટે તેમણે મારી મદદ માંગી. હું તે શોધી આપીને પાછો આવ્યો. મારી ચા બનાવવાની પ્રક્રીયામાં ખલેલ પડી. હું કેટલે આવ્યો હતો, તે ભુલી ગયો. મારી ઉમ્મરના લોકો માટે આ સહજ હતું.  ચા બની ગઈ, અને પ્યાલા પણ ભરાઈ ગયા. ત્યાં મને શંકા પડી કે, ખાંડ નાખી છે કે, નહીં. ચા ચાખી જોઈ. ખબર પડી કે, ખાંડ નાખવાનું ભુલાઈ ગયું છે. માપસર ખાંડ ઉમેરી. પ્યાલા ટેબલ પર મુક્યા.

      પછી દીકરીના દીકરાને સ્કુલમાં લઈ જવા માટેનો નાસ્તો તૈયાર કરવામાં પરોવાયો. ( ચમચીથી હલાવવાનું આ વખતે વીસરાયું!) એ કામ પતાવી હાશ! કરીને ચા પીવા બેઠો. પણ ચા તો મોળી લાગી. મને થયું.. ખાંડ નાખવાનું રહી ગયું લાગે છે, એટલે બે ચમચી ઓર ખાંડ નાંખી. ચમચી વડે બરાબર હલાવી. અને બાપુ! ચાર ચમચી ખાંડ વાળી ચા મને કમને પીધી. બીજાં બધાંની ચા આ દુષ્કૃત્યથી બચી.

     પણ. અહીં મારું અવળચંડું અવલોકન…

     આપણે એક જ રસમથી કેટલાં બધાં ટેવાયેલાં હોઈએ છીએ?  એ રસમમાં અને એ ક્રમમાં સહેજ ખલેલ આવી; અને ક્યાંક, કશીક ગરબડ થઈ જાય. ઘડપણમાં તો ખાસ.

5 responses to “ચામાં ખાંડ – એક અવલોકન

 1. pragnaju ઓગસ્ટ 13, 2008 પર 8:09 એ એમ (am)

  “આપણે એક જ રસમથી કેટલાં બધાં ટેવાયેલાં હોઈએ છીએ? એ રસમમાં અને એ ક્રમમાં સહેજ ખલેલ આવી; અને ક્યાંક, કશીક ગરબડ થઈ જાય. ઘડપણમાં તો ખાસ.”
  ઘડપણ માનસિક સ્થિતી છે તેમાંથી બહાર આવી શકાય છે અને નવા જમાનામાં વાઈટ પોઈઝન ગણાંતા ખાંડ,સેચ્યુરેટેડ ફેટવાળું દૂધ અને કેલસીઅમ ઓકસેલેટની પથરી ન થાય માટે દરેક વસ્તુ અલગ આપવાનો વિચાર અપનાવવો જોઈએ…
  પછી જેને ધીમો આપઘાત કરવો હોય તેની સ્વતંત્રતા!

 2. readsetu ઓગસ્ટ 13, 2008 પર 1:08 પી એમ(pm)

  you accepted old age, problems of old age and find out solutions too… salam..

  thats really nice..

  Lata Hirani

 3. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

 4. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: