સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લોખંડની પાટલી – એક અવલોકન

   હું પાર્કમાં લોખંડની એક પાટલી ઉપર બેઠો છું. વાતાવરણનો માર ઝીલી શકે; ટાઢ, તડકો, વરસાદ, ભેજ બધું ખમી શકે, તેવી; એ એકદમ મજબુત પાટલી છે. એ બીડના લોખંડની ( Cast Iron ) બનેલી છે. એની ઉપર ક્યાંય કાટ નજરે પડતો નથી. બાજુમાં બાર્બેક્યુ માટેની એવી જ બીડની સગડી છે. એ તો ધગધગતી આગ પણ સહન કરે છે.

    અને એ સગડીનો પાયો પોલાદની પાઈપનો બનેલો છે. રંગ આમ તો કાળો અને સરસ રીતે કરેલો છે; પણ ક્યાંક તે ઉખડી ગયો છે. અને ત્યાં કાટ ચઢવા લાગી ગયો છે.

    અમે ભણેલા તે ધાતુશાસ્ત્ર યાદ આવી ગયું. પોલાદ વધુ શુધ્ધ લોખંડનો પ્રકાર હોય છે. એમાં કાર્બન બહુ જ ઓછી માત્રામાં હોય છે. એ માત્રા ઘણી વધારે હોય તો તે બીડનું લોખંડ કહેવાય છે. આમ જુઓ તો કાર્બન ઘણા ઓછા ઉષ્ણતામાને ઓક્સીજન અને હાઈડ્રોજન સાથે સંયોજાઈ કાર્બોદીત પદાર્થો – જીવનનાં પાયાનાં તત્વો બનાવે છે. લોખંડ એટલી સરલતાથી સંયોજાતું નથી.

    પણ એ બે ભેગા થાય તો? લોખંડ પોતાનો ગુણધર્મ બદલે છે. જીવનતત્વ જેવું કાર્બન ભળતાં તેનામાં ગરમી/ ઠંડી/ ભેજ વી, સહન કરવાની વધારે શક્તી આવે છે. જેમ કાર્બનનું પ્રમાણ વધારે, તેમ આ ક્ષમતા પણ વધુ.

   અને કેવળ શુદ્ધ કાર્બનને અતીશય ગરમી અને દબાણ મળે તો? એ ઝગમતો હીરો બની જાય.

    આને સજીવ સૃષ્ટીનો એક ચમત્કાર કહીશું? કે પછી સંગનો રંગ કહીશું?

9 responses to “લોખંડની પાટલી – એક અવલોકન

 1. pragnaju ઓગસ્ટ 21, 2008 પર 7:58 એ એમ (am)

  ‘શુદ્ધ કાર્બનને અતીશય ગરમી અને દબાણ મળે તો? એ ઝગમતો હીરો બની જાય.’
  વિચારમા પડી ગયા…
  કાર્બન ની આણ્વીક સંખ્યા ૬ છે. તેને “C” વડે દર્શાવાય છે. કાર્બન એ રસાયણ શાસ્ત્રમાં તથા જૈવરસાયણ શાસ્ત્રમાં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.કુદરતમાં કાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે.
  શુદ્ધ કાર્બનનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરા નો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો હોય છે.
  ેસ્ંતો પણ રૂપાંતરિત કરવાની બાબતમાં આ દાખલો આપે છે-ું “હું કોલસાનો દુશ્મન છું. કારણ કે મારે કોલસાને હીરો બનાવવો છે.”

 2. Chirag Patel ઓગસ્ટ 21, 2008 પર 10:35 એ એમ (am)

  સાચે જ. હાઈડ્રોજન, ઑક્સીજન, અને કાર્બન એવા ચમત્કારીક તત્વો છે, કે જે બ્રહ્માંડને ચેતનવંતું કરે છે!

 3. અખિલ સુતરીઆ ઓગસ્ટ 21, 2008 પર 9:39 પી એમ(pm)

  જ્ઞાનગંગામાં નહાવાની મજા આવી .. પણ શું ખરેખર કોલસાને હિરો બનાવી શકાય ? હા, તો કેવી રીતે ? મને પણ એમ થાય કે, કોલસા જેવા કાળા વિચાર ભરીને ફરતા લોકોના વિચારોને હિરા જેવા ઝગમગતા કરી દઉ.

 4. Saawan Jasoliya ઓગસ્ટ 21, 2008 પર 11:54 પી એમ(pm)

  Sir,

  Our Physics teacher used to tell us about this, adding that a superpower country already having this technology which is still not cost-effective. Thought of Mr. Akhil Sutaria is not less than any diamond.

  Regards,

  Saawan

 5. nilamhdoshi ઓગસ્ટ 22, 2008 પર 5:55 એ એમ (am)

  saras lekh. yes carbon..kolasanu j ek svarup DIAMOND.

  kolasa mathi pan hiro thai shake to mati na manav mathi maha manav kem n thai shake ?

 6. Chiman Patel "CHAMAN" ઓગસ્ટ 22, 2008 પર 7:16 એ એમ (am)

  Wherever your eyes concentrate, ideas flurish for us -the readers. Well ,very few- like you – can share with others.

  Keep writing.

 7. chandravadan ઓગસ્ટ 22, 2008 પર 2:21 પી એમ(pm)

  Nice observation & deeper analysis of your obsevation !

 8. Pingback: લિપિ – એક અવલોકન | "બેઠક" Bethak

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: